Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Surat395002
किसानों की विशाल रैली: कैनाल बंदी पर सरकार के खिलाफ उबाल
SVSANDEEP VASAVA
Sept 12, 2025 11:17:47
Surat, Gujarat
મંત્રી ના મતવિસ્તાર ખેડૂતોની વિશાળ રેલી સિંચાઈ માટે કેનાલ બંધ રાખવા તેમજ પાવર ગ્રીડ સામે ખેડૂતો આકરા પાણીએ ઓલપાડ ના ખુટાઈ માતા મંદિર થી મામલતદાર કચેરી સુધી વિશાલ રેલી રેલી સુરત ભરૂચ અંકલેશ્વર સહિતના ખેડૂતો હજારો ની સંખ્યામાં જોડાયા જો કેનાલ નહેર બંધ રાખવાના નિર્ણય સામે નહિ પાછો ખેંચાશે તો ખેડૂતો ટ્રેક્ટર રેલી યોજશે ખેડૂતો સુરત સિંચાઈ કચેરી નો ઘેરાવ કરશે 90 દિવસ નહેર બંધ રાખે તો વધુ દેવાદાર બનશે સિંચાઈ વિભાગ પાણી વગર પાક લઈ શકે એવું બિયારણ આપે :- ખેડૂતો પાણી વગર પાક કેવી રીતે લેવું તે સિંચાઈ વિભાગ જણાવે :- ખેડૂતો સિંચાઈ વિભાગ ઔદ્યોગિક એકમો ને પાણી પહોંચાડવા લાખો ખેડૂતો :- ખેડુત આગેવાનો બાઈટ :- વલ્લભ પટેલ (સામાજીક પટેલ - અંકલેશ્વર )
13
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
SPSANDHI PARVEZ MAYURBHAI
Sept 12, 2025 13:48:55
1
comment0
Report
SPSANDHI PARVEZ MAYURBHAI
Sept 12, 2025 13:48:45
Sundar Nagar, Himachal Pradesh:સુરેન્દ્રનગર ચોટીલા તાલુકાના મોરસર ગામમાં ગેરકાયદેસર ખનન ઝડપી પાડ્યું... મોરસર ગામની ભોગાવા નદીમાં ગેરકાયદેસર રેતી ખનન અને વોશ પ્લાન પર રેડ કરવામાં આવી... ચોટીલા sdm અને ચોટીલા મામલતદાર ની સંયુક્ત ટીમ દ્વારા કાર્યવાહી હાથ ધરી... ભોગાવવા નદીમાંથી ખનન કરી અને પ્રાથમિક સ્કુલની બાજુમાં વોચ પ્લાનમાં રેતી લાવવામાં આવતી હતી... રેડ દરમિયાન 16 ટ્રેક્ટર એક જેસીબી એક લોડર વોશ પ્લાન ની મશીનરી સહીતનો મુદામાલ સીઝ કર્યો... રેડ બાદ તમામ મુદ્દા માલ મામલતદાર કચેરી ખાતે લાવવામાં આવતા વાહનોની લાંબી લાઈનો જોવા મળી... ગેરકાયદેસર ખનન અને વાહન કરતાં ટ્રેક્ટરો લોડર સહિતનો વાહન હાઇવે પર લાબી લાઈનો પસાર થતા રાહદારીઓમાં આશ્ચર્ય ફેલાયું હતું રેડ દરમિયા સ્ટોક કરેલ રેતી અને ગેરકાયદેસર વીજ કનેક્શન સહિત કુલ રૂપિયા 7 કરોડ 10 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો.... ખનન કરતા ભવાન લકુ શિયાળીયા અને ભરતભાઈ લીબળિયા સામે કાર્યવાહી હાથ ધરી.....
3
comment0
Report
SPSANDHI PARVEZ MAYURBHAI
Sept 12, 2025 13:45:35
0
comment0
Report
NBNARESH BHALIYA
Sept 12, 2025 13:38:17
Jetpur, Gujarat:SULG:- ZK RJT JASDAN PATIDAR SAMAJ RELI.... FORMANT:- PKG..... 1209ZK_RJT_KRANTI_RALLY (આ પાથમાં છે ઉપયોગમાં લેશો STORY GANVA MATE SCRIPT CHHE..... એન્કર:- રાજકોટ જિલ્લાના જસદણ પાટીદાર ભવન ખાતેથી પાટીદાર સમાજની રેલી નીકળી હતી આ રેલીમાં મોટી સંખ્યામાં પાટીદાર સમાજના લોકો જોડાયા હતા. હાથમાં વિવિધ બેનરો સાથે ની આ રેલી નીકળી હતી.. જે જસદણ ના નવા બસ સ્ટેશન જુના બસ સ્ટેશન મેન બજાર થી નીકળીને સેવા સદન સુધી પહોંચી હતી.. સેવાસદન બહાર પાટીદાર સમાજના આગેવાનોએ રેલીને સંબોધી હતી આ રેલીમાં પાટીદાર સમાજના લોકોએ તેમની માંગ સ્વીકારવા સરકારને કહ્યું હતું.. જસદણમાં પાટીદાર સમાજની રેલી યોજાઇ હતી આ રેલીને સંબોધતા પાટીદાર સમાજના અગ્રણી મનોજ પનારા એ નિવેદન આપ્યું હતું કે પ્રેમ લગ્નમાં વધુમાં વધુ પાટીદાર સમાજની દીકરીઓને ટાર્ગેટ કરવામાં આવે છે...પાટીદાર સમાજ ભોળો છે એટલે તેમને ટાર્ગેટ કરવામાં આવે છે..અન્ય કેટલાક શક્તિશાળી સમાજની દીકરીઓ સામે લુખ્ખા લફંગા આંખ ઉંચી કરીને જોતા નથી..કેમ કે તેમને ત્યાં ખબર છે કે અહીંયા ટાટીયા ભાગી જશે.. કેટલાક વકીલો કેટલાક દલાલો લાખ રૂપિયામાં આવા લગ્ન કરી આપે છે દીકરીઓ ત્યાં જાય કે ન જાય તેમના ડોક્યુમેન્ટ પહોંચી જાય એટલે લગ્ન થઈ જાય છે રેલીને સંબોધતા પાટીદાર નેતા વરૂણ પટેલે પણ તીખા તેવર બતાવ્યા હતા તેમણે રેલીને સંબોધતા કહ્યું હતું કે જ્યારે જ્યારે સરદારના નારા સાથે પાટીદારો માંગણી માટે નીકળ્યા છીએ ત્યારે ત્યારે તેમાં માંગણી પૂરી થઈ છે ફરી એક વખત પાટીદારો સર્વ સમાજની પીળા આપવા માટે ભેગા થઈને નીકળી રહ્યા છીએ.. પટેલની વાડીએ જો કોઈ પાવડો લઈને ચાહ વાળવા નીકળે તો તેને પાડી દઈએ છીએ ત્યારે દીકરીએ આપણી સંપતિ છે.. આવારા તત્ત્વો દ્વારા કરવામાં આવે છે તેના વિરુદ્ધ ની લડાઈ છે.. ગુજરાતી સરકાર હોશિયાર છે તેમની પાસે આવી છે આઈ બી છે ઇનપુટ છે સૌથી મહત્વની વાત અમારા બધાનો બાયોડેટા છે.. આ ટોળું આજે આવડું છે કાલે ગુજરાતમાં થશે ભૂતકાળની ચૂંટણીમાં ગુજરાતની સરકાર અને વિપક્ષે જોયું છે.. પાટીદાર સમાજના અલગ અલગ આગેવાનોએ પણ પોતાનું નિવેદન આપ્યું હતું.... સ્પીચ :- મનોજ પનારા, સ્પીચ :- વરૂણ પટેલ...... જસદણમાં આ માંગ સાથે પાટીદાર સમાજની રેલી નીકળી •પ્રેમ લગ્નમાં માતા-પિતાની મંજૂરી ફરજિયાત બનાવવામાં આવે.. •લગ્ન નોંધણી દીકરીના રહેણાંક વિસ્તારમાં જ કરવામાં આવે- •લગ્ન નોંધણીની જાણ માતા-પિતાને 45 દિવસ અગાઉથી નોટિસથી કરવામાં આવે- •સાક્ષી પક્ષ પણ એજ વિસ્તારના હોવા જોઈએ- વ્યાજખોરી અને સટ્ટાખોરી સામે કડક કાયદો બનાવો- ........ પાટીદાર સમાજના આગેવનો એ આપેલ બાઈટ મુદાઓ..... રોમિયોગીરી,લુખ્ખા ગુરી,આવરા તત્વો,છોકરીઓને ફોસલાવી લલચાવી જિંદગી બરબાદ કરે છે,સાથે દીકરીઓની જિંદગી બરબાદ થયાં બાદ ક્યાયની રહેતી નથી,તેવી સમસ્યાઓ અમારી પાસે આવી છે,જેથી 21 વર્ષની વય મર્યાદા કરવામાં આવે,તેવો કાયદો બનાવવાની માંગ કરી હતી,નહીંતર ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી, બાઈટ:- મનોજ પનારા, વિવિધ મુદાઓને લઈને રેલીનું આયોજન કરાયું હતી જેમાં,ગેમીંગ જોન પણ મુદ્દો હતો પરંતુ,તેના ઉપર કેન્દ્ર સરકારનું બિલ પણ આવ્યું છે,જે પાછું પણ ખેંચાશે,સાથે જે વિસ્તારમાં આધારકાર્ડ છે તેજ વિસ્તારમાં લગ્ન નોંધણી થાય,જેવી વિવિધ માંગણી ઓ છે,સાથે હાર્દિક પટેલ હવે ધારાસભ્ય છે તો તેને પણ મુદ્દો વિધાનસભામાં ઉઠાવો જોઈએ,પરંતુ કદાચ,તેને પાર્ટી ના પ્રોટોકોલ મુજબ રજુઆત ન પણ કરી શકતા હોય,સાથે આવનારા દિવસોમાં સરકાર કંઈ વિચારશે નહિ તો જિલ્લા તાલુકા મથકે પણ આંદોલન થશે, બાઈટ:- ગીતા બેન પટેલ... વરૂણ પટેલે મીડિયા સાથે ની વાતમાં કહ્યું હતું,ગુજરાત સરકારે આ મુદ્દે કાયદો બનાવો જોઈએ,સાથે વ્યાજખોરી મુદ્દે પણ સરકાર કાયદામાં સુધારા કરે તેવી પણ માગ છે, બાઈટ:- વરૂણ પટેલ,... જસદણ પાટીદાર શૈક્ષણિક ભવનના ટ્રસ્ટી દિનેશ બાભણીયા એ મીડિયા સાથેની વાત જણાવ્યું હતું,ગુજરાતમાં પાટીદાર સમાજ સહિત અન્ય સમાજ આ સમસ્યાથી પીડાય રહ્યા છે,સરકાર આ મુદ્દે કાયદો બનવે તેથી સમર્થન યાત્રાનું આયોજન કરાયું છે,સાથે મુખ્યમંત્રી પણ આ બાબતે એક ડ્રાફટિંગ આપીશું,....
2
comment0
Report
CPCHETAN PATEL
Sept 12, 2025 13:19:02
Surat, Gujarat:એન્કર : શહેરમાં એકલ દોકલ દેખાતા પેસેન્જરોને ઓટોરિક્ષામાં બેસાડી ચપ્પુની અણીએ તેઓ પાસેથી રોકડ રકમ અને મોબાઈલ સહિત કીમતી ચીજ વસ્તુઓની લૂંટ ચલાવતી ગેંગના બે આરોપીઓની વરાછા પોલીસે ધરપકડ કરી છે.આરોપીઓ ની પૂછપરછમાં વરાછા પોલીસ ચોપડે નોંધાયેલા લુટ ના ગુનાઓ ભેદ ઉકેલી કાઢવામાં આવ્યો છે. જ્યાં આરોપીઓ પાસેથી ઓટો રીક્ષા, ઘાતક હથિયાર સહિત રોકડ રકમ જપ્ત કરી આગળની વધુ તપાસ વરાછા પોલીસે હાથ ધરી છે. વી ઓ 1 :સુરત શહેરમાં ઓટો રિક્ષા ગેંગ ફરી સક્રિય થઈ છે.ઓટો રીક્ષામાં પેસેન્જરો ને બેસાડી ચપ્પુની અણીએ લૂંટ કરતી ગેંગના બે આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે.વરાછા પોલીસે આપેલી માહિતી મુજબ,વરાછા પોલીસનો સ્ટાફ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ માં હતો તે દરમ્યાન માહિતીના આધારે વરાછા ના કુબેરનગર ખાતેથી ઓટો રિક્ષામાં સવાર આરોપી મુસ્તુફા ખાન પઠાણ અને અરબાઝ ખાન પઠાણને ઝડપી પાડ્યા હતા.જે આરોપીઓ પાસેથી રોકડા રૂપિયા અને ઘાતક હથિયાર મળી આવ્યા હતા.આરોપીઓની પૂછપરછમાં ગત 10સપ્ટેમ્બરના રોજ વરાછા ઉમિયાધામ સર્કલ થી ખાંડ બજાર જવાના રસ્તે ઓટો રીક્ષામાં બેઠેલા પેસેન્જર પાસેથી ચપ્પુની અણીએ રૂપિયા 30 હજારની લૂંટ ચલાવવામાં આવી હતી.જે અંગે પોલીસ ચોપડે નોંધાયેલા ગુનાનો ભેદ ઉકેલાઈ ગયો હતો.આરોપીઓ પાસેથી બચતની ઓટો રિક્ષા,મોબાઈલ સહિત અંદાજિત 70 હજારની મત્તા નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે,મૂળ સૌરાષ્ટ્રના રહેવાસી મોહિતભાઈ દસલાણિયા વાહનોના સ્પરપાર્ટસ ના ધંધા સાથે સંકળાયેલા છે.દસ સપ્ટેમ્બરમાં રોજ તેઓ સુરતના વરાછા ખાતે કામ અર્થે આવ્યા હતા.વરાછા હીરાબાગ જવા તેઓ ઉમિયાધામ સર્કલ પાસે ઊભા હતા.જે વેળાએ એક ઓટો રીક્ષા ત્યાં આવી ચઢી હતી.જે ઓટો રીક્ષામાં પહેલાથી ચાલક સહિત અન્ય ત્રણ ઇસમો સવાર હતા.જે ઓટો રીક્ષામાં બેસી તેઓ ખાંડ બજાર તરફ જવાના રસ્તે થી હીરા બાગ જવા રવાના થયા હતા.જે વેળાએ ઓટો રીક્ષામાં બેઠેલા ત્રણ ઈસમોએ ઘાતક હથિયાર બતાવી તેઓ પાસે રહેલા રોકડા રૂપિયા 30 હજારની લૂંટ ચલાવી હતી. ઓટો રિક્ષા ગેંગ દ્વારા ચપ્પુની અણીએ મોહિતભાઈ પાસેથી રૂપિયા 30 હજાર પડાવી લીધા બાદ આ ગેંગ ફરાર થઈ ગઈ હતી.જે બાદ ઘટનાનો ભોગ બનેલા મોહિતભાઈએ વરાછા પોલીસ મથકમાં ફરિયાદ આપતા પોલીસે ગુન્હો નોધી તપાસ હાથ ધરી હતી.જ્યાં પોલીસે સીસીટીવી ફૂટેજ અને હ્યુમન સોર્સ ના આધારે વરાછા ના કુબેરનગર ખાતેથી ગેંગના બે માણસોને ઝડપી પાડી ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો હતો. વરાછા પોલીસના હાથે ઝડપાયેલા ઓટો રિક્ષા ગેંગના સભ્યો મુસ્તુફા ખાન પઠાણ અને અરબાઝખાન પઠાણ બંને રીઢા આરોપીઓ છે.જે આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ પણ પંકાયેલો છે.પોલીસ તપાસમાં આરોપી મુસ્તુફા ખાન પઠાણ વિરુદ્ધ અગાઉ 16 જેટલા ગંભીર પ્રકારના ગુના પણ નોંધાઈ ચૂક્યા છે.જ્યારે બે વખત પાસા હેઠળ સજા પણ ભોગવી આવ્યો છે.તેવી જ રીતે આરોપી અરબાઝ ખાન પઠાણ વિરુદ્ધ પણ હત્યા સહિત બાર જેટલા ગુન્હા પોલીસ ચોપડે અગાઉ રજીસ્ટર થઈ ચૂક્યા છે.જે ગુનામાં અગાઉ તેઓની ધરપકડ પણ થઈ ચૂકી છે. આરોપીઓ પાસેથી મળી આવેલી ઓટો રિક્ષા પણ બચતની છે.જે ઓટો રિક્ષા બચત પર ફેરવવાના બહાને આરોપીઓ પોતાના ગુનાને અંજામ આપે છે.આરોપીઓ એ ઓટો રિક્ષા લઈ સ્ટેશન વિસ્તારમાં આવેલ ખાંડ બજાર સ્થિત ગરનાળા પાસે ઊભા રહે છે.જ્યાં સુરત રેલ્વે સ્ટેશનથી બહાર આવતા પેસેન્જરો ને આરોપીઓ ટાર્ગેટ કરતા હતા.એકલ દોકલ દેખાતા પેસેન્જર ને ઓટો રીક્ષામાં બેસાડતા.ત્યારબાદ ચાલું રીક્ષામાં ચપ્પુ બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી રોકડા રૂપિયા સહિતની લૂંટ ચલાવતા હતા. બાઈટ :આલોક કુમાર (ડીસીપી સુરત પોલીસ) વી ઓ 2 :મહત્વની વાત છે કે શહેરમાં છેલ્લા ઘણા સમયથી ઓટો રિક્ષા ગેંગનો આતંક ચાલી આવ્યો છે.જે ગેંગ દ્વારા પેસેન્જરો ને ઓટો રીક્ષામાં બેસાડી નજર ચૂકવી અથવા ચપ્પુ ની અણીએ ધમકાવી લુંટ ચલાવતી આવી છે.ત્યારે હાલ ઝડપાયેલી ગેંગના બંને શખ્સો ની પૂછપરછ.માં વધુ ગુના ઉકેલાવાની શક્યતા ઓ રહેલી છે.જેથી પોલીસે આરોપીઓની ધરપકડ કરી રિમાન્ડ મેળવવાની દિશામાં તજવીજ હાથ ધરી છે. સુરત બ્રેકિંગ વરાછા વિસ્તારમાં રિક્ષામાં બેસાડી લૂંટ કરતી ગેંગ ઝડપાઇ વરાછા પોલીસે ભેસ્તાન આવાસના કાલીયા પઠાણ અને ગબ્બા પઠાણને ઝડપી પાડ્યા વરાછાના વેપારીને પેસેન્જર તરીકે રિક્ષામાં બેસાડી આગળ લઇ જઈ ચપ્પુની અણીએ 30 હજાર ની લૂંટ ચલાવી હતી પકડાયેલા આરોપી માંથી એક પર 17 ગંભીર ગુના તો બીજા પર 12 જેટલા ગંભીર ગુના પોલીસે આરોપીઓ પાસેથી 29 હજાર થી વધુ ની મત્તા કબ્જે કરી સુરત શહેરમાં આ ગેંગનો આંતક બાઈટ - આલોક કુમાર ,DCP
5
comment0
Report
PDPRASHANT DHIVRE
Sept 12, 2025 13:03:45
Surat, Gujarat:અપ્રુવલ:વિશાલ ભાઈ PACKAGE ​એંકર:સુરત સિવિલ હોસ્પિટલ ફરી એકવાર માનવતાના કાર્યનું સાક્ષી બની છે. નવસારીના એક પરિવારે સ્વૈચ્છિક રીતે બ્રેઇન ડેડ જાહેર થયેલ મહિલાના અંગોનું દાન કરવાનો નિર્ણય લઈ અન્ય લોકોને નવું જીવન આપ્યું છે. આ અંગદાન સુરત સિવિલ હોસ્પિટલનું 78મું અંગદાન છે. ​વીઓ:1 મૂળ મહારાષ્ટ્રના નંદુરબારના અને હાલ છેલ્લા કેટલાક વર્ષોથી નવસારીમાં રહેતા 52 વર્ષીય શકુંતલાબેન કિશોરભાઈ બાગલે પોતાના ઘરે અચાનક પડી ગયા હતા. આ ઘટનામાં તેમને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતાં તાત્કાલિક સુરતની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.સારવાર દરમિયાન તબીબોએ શકુંતલાબેનને બ્રેઇન ડેડ જાહેર કર્યા હતા. પરિવારે સ્વયંભૂ રીતે અંગદાન કરવાની ઈચ્છા દર્શાવતા, તેમના પરિવારની સંમતિ બાદ હોસ્પિટલ દ્વારા અંગદાનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. બાઈટ: ઈકબાલ કડીવાલા (સુરત સિવિલ હોસ્પિટલ) બાઈટ:વિશાલ ભાઈ (સંબધી) ​વીઓ:2 આ અંગદાનમાં શકુંતલાબેનની બે કિડની અને એક લીવરનું દાન કરવામાં આવ્યું, જે જરૂરિયાતમંદ દર્દીઓને નવું જીવન આપશે. આ કાર્યએ સાબિત કરી દીધું કે અંગદાન મહાદાન છે. પ્રશાંત ઢીવરે - સુરત PCAKAGE
2
comment0
Report
ARAlkesh Rao
Sept 12, 2025 12:32:34
Vaghrol, Gujarat:નોંધ-ફીડ LIVEU થી આપેલ છે. સ્લગ-પાણીમાં ગામ વરસાદે વિરામ લીધાના છ દિવસ વીતી ગયા બાદ પણ સુઇગામનું ભરડવા ગામ અત્યારે પણ પાણીના ભરડામા સમાયેલું જોવા મળી રહ્યું છે .ગામમાં જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યુ છે.ગામના રસ્તાઓ ઉપરથી જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે .ગામમાં જવું મુશ્કેલ હોવાથી અમારી ટિમ મહામુસીબતે ટ્રેક્ટરમાં બેસીને ભરડવા ગામ પહોંચી તો ગામની પરિસ્થિતિ ખુબજ ભયાનક જોવા મળી .ગામમાં હજુ સુધી તંત્ર ન પહોંચ્યું હોવાના ગામલોકોએ આક્ષેપ કર્યા તો ગામમાં વીજળી ન હોવાથી પીવાના પાણીની મુશ્કેલી વચ્ચે ગામના સરપંચ પરિવાર દ્વારા પીવાના પાણીના ટેન્કરોની વ્યવસ્થા કરાઈ તો ગામના અનેક પરિવારો માટે ગામમાં જ દેશી જુગાડ કરીને દળવાની ઘંટી બનાવીને ગામના લોકોનો લોટ દળી આપવામાં આવી રહ્યો છે તો ગામની પ્રાથમિક શાળામાં નાના બાળકો સાથે આશરો લઈ રહેલા અનેક પરિવારો સરકારી ફૂડ પેકેટની રાહ જોઇને બેઠા છે પરંતુ તંત્રને તેમની દરકાર લેવાની પડી જ નથી તો સેવાભાવી સંસ્થાઓ ફૂડ પેકેટ આપવા આવે તો પડાપડીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે તો ગામમાં અનેક પશુઓના મોત થતાં રસ્તાઓ ઉપર સડી ગયેલી હાલત ભયાનક દુર્ગંધ મારતા પશુઓથી કોઈ રોગચાળો ન ફેલાય તે માટે ગામના લોકો જ જેસીબીની મદદથી પશુઓના મૃતદેહોને દાટી રહ્યા છે .જોકે ગામલોકો આક્ષેપ કરી રહ્યા છે તંત્ર કે કોઈ વેટેનરી ડોકટરો અહીં પહોંચ્યા નથી જેથી અમારે મૃતક પશુઓનો નિકાલ કરવો પડી રહ્યો છે જોકે ગામમાં દરેક જગ્યાએ તબાહી જ તબાહી જોવા મળી રહી છે ખેતીમાં તો મોટું નુકસાનનો કોઈ આંકડો મળે તેમ જ નથી.. તંત્રના અનેક દાવાઓને આ ગામની વરવી વાસ્તવિકતા પોકળ સાબિત કરી રહી છે.હાલ પણ ગામમાં પુર જેવી જ પરિસ્થિતિ હોવાથી ગામલોકો તંત્ર પાસે સહાયની માંગ કરી રહ્યા છે. વોક થ્રુ-1-અલકેશ રાવ (અમારી ટિમ ટ્રેકટરમાં બેસીને ભરડવા ગામમાં જઈ રહી છે આપ જોઈ રહ્યા છો તમામ રસ્તાઓ ઉપર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે.) વોક થ્રુ-2-વિથ ટિકટેક -ફૂડપેકેટ માટે પડાપડી -આમાં અવાજ આવ્યો નથી તો ફકત આના વિઝ્યુઅલ જ લેવા (ગામમાં કોઈ તંત્ર પહોંચ્યું નથી ,સેવાભાવી લોકો ફૂડ પેકેટ આપવા પહોંચ્યા હતા જોકે ભારે પડાપડી થતાં ટ્રેક્ટર જતું રહ્યું છે લોકોને ફૂડ પેકેટ મળ્યું નથી તેમની સાથે વાત કરીશું.) બાઈટ-1-ખાનભાઈ -સ્થાનિક (અમે અહીં શાળામાં આશરો લીધો છે કોઈ જ તંત્ર પહોંચ્યું નથી વિકટ પરિસ્થિતિ છે.) બાઈટ-2-લક્ષ્મીબેન -સ્થાનિકમહિલા ( નાના બાળકોને લઈને સ્કૂલમાં બેઠા છીએ ભૂખ્યા અને તરસ્યા છીએ ખૂંબજ હાલત ખરાબ છે.) વોક થ્રુ-3-અલકેશ રાવ ( સામાન્ય રીતે શાળામાં બાળકોના દફતર જોવા મળે છે પણ અહીં તો આશરો લઈ રહેલા લોકોના કપડાં સુકાઈ રહ્યા છે.આ લોકો મદદની આશ લગાવીને બેઠા છે.) બાઈટ-3-બાલાજી રાજપૂત-સ્થાનિક વોક થ્રુ-4-અલકેશ રાવ ( ગામમાં વીજળી નથી અનેક પરિવારના ઘરોમાં લોટ ખૂટી જતા ગામના સરપંચે જુગાડ કરીને જનરેટરની મદદથી ચાલતી અનાજ દળવાની ઘંટી ઉભી કરી છે.આપ જોઈ રહ્યા છો.) વોક થ્રુ-5-વિથ ટિકટેક સરપંચ પિતા (ભરડવા ગામમાં લોકો ઢીંચણથી પણ ઉપરના પાણી માંથી પસાર તજી રહ્યા છે ખુબજ કપરી પરિસ્થિતિ છે આપણી સાથે સરપંચના પિતા અને આગેવાન છે તેમની સાથે વાત કરીશું.) વોક થ્રુ-6-અલકેશ રાવ (ભરડવા ગામમાં અસંખ્ય પશુઓના મોત થયા છે તંત્ર હજુ અહીં પહોંચ્યું નથી મૃત પશુઓના મૃતદેહો અસહ્ય દુર્ગંધ મારી રહ્યા છે મોટો રોગચાળો ન ફેલાય તે માટે ગામલોકો જેસીબીની મદદથી મૃત પશુઓને દાટી રહ્યા છે.) બાઈટ-4-થાનાજી રાજપૂત -ગ્રામજન ( પશુઓના મોત મોટા પ્રમાણમાં થયા છે રસ્તાઓ ઉપર પડેલા પશુઓ દુર્ગંધ મારતા હોવાથી રોગચાળો ફેલાય તેવી દહેશત છે કોઈ આવ્યું નથી તો કેવી રીતે પશુના ફોટા પડાવીયે અને પોસ્મોર્ટમ કરીયે જેથી જાતે દાટી રહ્યા છીએ) બાઈટ--5-નાગજીભાઈ રાજપૂત -પશુમાલિક ( ખુબજ ભયંકર પરિસ્થિતિ છે કોઈ મદદે આવ્યું નથી પશુઓ મરી ગયા છે કોઈ મદદ કરે તેમ નથી અમારે શુ કરવાનું .) બાઈટ-6-દુધાજી રાજપૂત -આગેવાન (અહીં કોઈએ મદદ કરી જ નથી તંત્ર અને નેતાઓ ખોટા દાવાઓ કરે છે અહીં આવે તો ખબર પડે કે શું પરિસ્થિતિ છે લોકો તડપી રહ્યા છે.) બાઈટ-7-અલકેશ રાવ (ભરડવા ગામના રસ્તાઓ તો પાણીમાં છે પણ રોડ પણ ધોવરાયો છે જેથી નદી જેવું વહેણ વહી રહ્યું હોવાથી રોડ ઉપર થાંભલા આડા પાડીને તેની ઉપરથી લોકો પસાર થઈ રહ્યા છે..) અલકેશ રાવ-બનાસકાંઠા મો-9687249834
6
comment0
Report
NBNARESH BHALIYA
Sept 12, 2025 12:31:35
7
comment0
Report
AKArpan Kaydawala
Sept 12, 2025 12:18:53
Ahmedabad, Gujarat:અમદાવાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હદમાં આવતા વાહન ડીલરો સામે તંત્રની લાલ આંખ ગ્રાહકને વાહન વેચાણ સમયે amc માં વેહિકલ ટેક્સ ન ભરતા ડીલરો આવશે amc ની ઝપટે મ્યુનિસિપલ કોર્પોરેશનની રેવન્યુ કમિટીમાં લેવાયો મહત્વનો નિર્ણય પ્રાથમિક તબક્કે amc દ્વારા 50 મોટા ફોર વહીલર વાહનોની યાદી જાહેર કરવામાં આવશે 25 લાખથી મોંઘી ગાડી હોય અને ટેક્સ બાકી હોય એવા વાહનોની યાદી પાસિંગ નંબર સાથે મીડિયામાં જાહેર કરવામાં આવશે આગામી સમયમાં ટુ વહીલરના મામલામાં પણ બાકીદારોની યાદી જાહેર કરવામાં આવશે આ ઉપરાંત amc ની હદથી 10 km ની ત્રિજ્યામાં રહેતા વાહન ધારકોનો પણ સર્વે કરાઈ રહ્યો છે Amc હદની બહારનું રહેઠાણ બતાવી અન્ય સ્થળે વાહન રજીસ્ટ્રેશન કરાતું હોવાથી amc શરૂ કર્યો સર્વે આવું કરવાથી amc ને વાહન વેરા પેટે મોટી ખોટ સામે આવી રહી છે બાઈટ : અનિરુદ્ધસિંહ ઝાલા, ચેરમેન - રેવન્યુ કમિટી , amc
10
comment0
Report
PDPRASHANT DHIVRE
Sept 12, 2025 12:18:10
Surat, Gujarat:​અપ્રુવલ:વિશાલ ભાઈ PACKAGE નોંધ: ENTRY એંકર:સુરતની નવી સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં આજે ચોથા વર્ગના કર્મચારી અને દર્દીના સગા વચ્ચે ઉગ્ર બોલાચાલી અને મારામારી થઈ હતી. આ ઘટનાના વિરોધમાં કર્મચારીઓએ કામકાજ બંધ રાખી પોલીસ ચોકી બહાર ધરણા કરીને આરોપીઓ સામે કડક કાર્યવાહીની માગ કરી છે. ​ ​વીઓ:1 બનાવ અંગે મળતી માહિતી મુજબ, હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં સફાઈ કર્મચારી કલ્પનાબેન ફ્લોર પર પોતું મારી રહ્યા હતા. તે દરમિયાન, એક દર્દીના સગા ત્યાંથી પસાર થઈ રહ્યા હતા. કલ્પનાબેને તેમને ત્યાંથી ન જવાની વિનંતી કરતા ઉગ્ર બોલાચાલી થઈ હતી. જે બાદ મારામારી સુધી પહોંચી હતી. તાત્કાલિક હોસ્પિટલના સુરક્ષા કર્મચારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા અને દર્દીના સગાને પકડી પોલીસને હવાલે કર્યા. બાઈટ:કલ્પના (સિવિલ સફાઈ કર્મચારી) બાઈટ:(સફાઈ કર્મચારી) ​વીઓ:2 ઘટના બાદ, ચોથા વર્ગના તમામ કર્મચારીઓએ પોતાનું કામ છોડીને હોસ્પિટલની પોલીસ ચોકી બહાર વિરોધ પ્રદર્શન શરૂ કર્યું હતું. તેમણે જ્યાં સુધી આરોપીઓ સામે પોલીસ ફરિયાદ દાખલ નહિ થાય ત્યાં સુધી ત્યાંથી નહીં ખસવાની ચીમકી ઉચ્ચારી હતી. સફાઈ કર્મચારીઓનું કહેવું છે કે ફરજ દરમિયાન તેમની સાથે આવી રીતે ખરાબ વર્તન અને મારામારી થવી તે અયોગ્ય છે અને આરોપીઓને સખત સજા મળવી જોઈએ. ​વીઓ:3 પોલીસે હાલમાં આ મામલે તપાસ હાથ ધરી છે અને કાયદેસરની કાર્યવાહી કરવાની ખાતરી આપી છે. આ ઘટનાને કારણે હોસ્પિટલના કામકાજ પર થોડી અસર થઈ છે. પ્રશાંત ઢીવરે - સુરત PCAKAGE
12
comment0
Report
URUday Ranjan
Sept 12, 2025 12:17:54
Ahmedabad, Gujarat:Slug : 1209ZK_LIVE_AHD_AROPI_FIRINGReporter : UDAY RANJAN Injgst Feed :1209ZK_LIVE_AHD_AROPI_FIRING Date : 12 - 09 - 2025 Format : PKG & WEB એન્કર : અમદાવાદ ના રીઢા ગુનેગાર ને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ ની કસ્ટડી માં સર્વિસ પિસ્તોલથી ગોળી વાગ્યા ની ઘટના સામે આવી છે શું છે સમગ્ર બનાવ આવો જાણીએ આ અહેવાલ માં વીઓ-1રામોલના અપહરણ-લૂંટ કેસમાં મુખ્ય સૂત્રધાર તરીકે સંગ્રામ રાકેશસિંઘ સિકરવારનું નામ સામે આવતાની સાથે જ તપાસ ક્રાઈમ બ્રાંચ ને સોંપી દેવા પોલીસ કમિશનર જી.એસ.મલિકે હુકમ કરી દીધો. વસ્ત્રાલ વિસ્તાર ને ગત 13 માર્ચના રોજ ગુંડાઓએ બાનમાં લીધી હોવાની ઘટના પાછળ સંગ્રામ સીકરવાર જવાબદાર હોવાનું જે-તે સમયે બહાર આવ્યું હતું. ગત જુલાઈ મહિનાના અંતમાં વસ્ત્રાલ મામલામાં સંડોવાયેલા ગુનેગાર પંકજ ભાવસારની ક્રાઈમ બ્રાંચે ધરપકડ કરી હતી. આ કેસ સાથે સંગ્રામ સીકરવાર જોડાયેલો હોવાથી અમદાવાદ પોલીસ કમિશનરે ગુરૂવારના રોજ અપહરણ-લૂંટ કેસ પણ ક્રાઈમ બ્રાંચને સોંપી દીધો. આથી તપાસ અધિકારી પી આઈ શક્તિસિંહ જે. જાડેજા અને તેમની ટીમે મોડી રાતે સંગ્રામ સહિતના આરોપીઓનો રામોલ પોલીસ પાસેથી કબજો મેળવ્યો હતો બાઈટ :શરદ સિંઘલ , જેસપી , ક્રાઇમ બ્રાંચ અમદાવાદ વીઓ-2અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં ગુંડા તત્વોએ હોળીના દિવસે મચાવેલા આતંક ની ઘટના બાદ લુખ્ખા તત્વો ના ખરાબ દિવસો શરૂ થઈ ગયા હતા ... બબાલ ના મુખ્ય આરોપી પંકજ ભાવસારની ધરપકડ બાદ પણ ફરાર રીઢો ગુનેગાર સંગ્રામ સીકરવાર રામોલ પોલીસ ના હાથે જમીન દલાલ ના અપહરણ-લૂંટ કેસમાં ઝડપાતા ક્રાઈમ બ્રાંચે તેનો કબજો મેળવ્યો હતો. અમદાવાદ ક્રાઈમ બ્રાંચની ટીમ ગઈ રાત્રી એ 1 વાગ્યા આસપાસ લૂંટ અને અપહરણ કેસ ના આરોપીઓ લઇ ને રામોલ પોલીસ સ્ટેશન થી નીકળ્યા હતા ત્યારે 6 આરોપીઓ ને અલગ અલગ રાખવામાં આવ્યા હતા જેમાં રીઢા આરોપી સંગ્રામ સીકરવાર ને ક્રાઇમ બ્રાન્ચ ના પીઆઈ એસ જે જાડેજા ના પોલીસ વાહન માં રાખવામાં આવ્યો હતો જેમાં એક પીઆઇ એક પીસાઈ બે કોન્સ્ટેબલ પણ હતા ત્યારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ લઇને ક્રાઇમ બ્રાન્ચ લઇ જઈ રહ્યા હતા ત્યારે રીઢા આરોપી સંગ્રામ સીકરવારે પીઆઈ એસ જે જાડેજા ની કમર માં લગાડેલી લોડેડ સર્વિસ પિસ્તોલ છીનવીને પોલીસ પર હુમલો કરવાનો પ્રયાસ કરી ને ફરાર થવા નો પ્રયાસ કરી રહ્યો હતો ત્યારે જ પોલીસ અને આરોપી સંગ્રામ સીકરવાર વચ્ચે ઘર્ષણ થયું હતું જેમાં સર્વિસ પિસ્તોલ માંથી બે રાઉન્ડ ફાયરિંગ થયું હતું જેમાંથી એક રાઉન્ડ પોલીસ વાહન ના નીચે વાગી હતી અને બીજી ગોળી રીઢા આરોપી સંગ્રામ સીકરવાર ના પગ માં આવી ગતિ હતી વૉક થ્રુ ઉદય રંજન વીઓ-3રામોલ ખાતેથી મધ્યરાત્રિના સંગ્રામ સીકરવાર સહિત અડધો ડઝન આરોપીઓને લઈને ક્રાઈમ બ્રાંચની ટીમ ઓફિસ ખાતે આવવા નીકળી હતી. સંગ્રામ સીકરવાર હત્યા સહિતના અનેક ગુના આચરી ચૂક્યો હોવાથી પીઆઈ એસ.જે.જાડેજા એ તેને પોતાની સરકારી બોલેરોમાં બેસાડ્યો હતો. જ્યારે બાકીના આરોપીઓને ટીમના સભ્યો સાથે વાનમાં બેસાડવામાં આવ્યા હતા. ક્રાઈમ બ્રાંચના વાહનો જમાલપુરથી રિવરફ્રન્ટ વાળા રસ્તે રાયખડ તરફ આગળ વધી રહ્યાં હતાં. આ સમયે રાત્રિના સવા-દોઢેક વાગે પી આઈ એસ જે જાડેજા અને કોન્સ્ટેબલની વચ્ચે બેસાડેલા સંગ્રામે અચાનક પીઆઈની પિસ્તોલ છીનવી લેવાનો પ્રયાસ કર્યો હતો. પી આઈ એસ જે જાડેજા એ સર્તકતા દાખવી પોતાની પિસ્તોલ સંગ્રામના હાથમાં ના જાય તે માટે મજબૂતાઈ પકડી રાખી. સાથે-સાથે લોડેડ પિસ્તોલ માંથી ગોળી છૂટે તો કોઈને વાગી ના જાય તેની કાળજી રાખી તેમણે પિસ્તોલ ને નીચેની તરફ રહે તેવો પ્રયાસ કર્યો હતો. ઝપાઝપી દરમિયાન પિસ્તોલનું ટ્રિગર દબાઈ જતા બુલેટ છૂટી અને સંગ્રામ ના ડાબા પગના પંજાને ચીરીને નીકળી ગઈ જેમાં ત્રણ હાડકા ને ભારે નુકશાન થયું હતું ત્યાર બાદ ક્રાઇમ બ્રાંચની ટીમ તાત્કાલિક સારવાર માટે થી અસારવા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડ્યો હતો બાઈટ :શરદ સિંઘલ , જેસપી , ક્રાઇમ બ્રાંચ અમદાવાદ વીઓ-4ત્યારે આ સમગ્ર મામલે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે એક અલગ થી પણ ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે જેમાં પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપી સંગ્રામ સીકરવાર ફરાર થઇ ને યુપી જવાની ફિરાકમાં હતો પણ જે માં સફળ ના થયો ન હતો ત્યારે ક્રાઇમ બ્રાન્ચ ની તપાસ માં વધારે શું સામે આવે છે તે જોવું રહ્યું ઉદય રંજન ઝી મીડિયા અમદાવાદ
10
comment0
Report
BPBurhan pathan
Sept 12, 2025 11:51:52
Anand, Gujarat: આ ફક્ત સ્ટોરી એન્ટ્રી માટે એન્કરઃ આણંદ ખાતે ખેડા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંધની ચુંટણીની આજે મતગણતરીનો પ્રારંભ થતા વ્યકિતગત બેઠક પર ભાજપનાં વિજયભાઈ ફુલાભાઈ પટેલ અને બોરસદ બેઠક પર રાજેન્દ્રસિંહ પરમારનો વિજય થયો હતો જેને લઈને તેઓનાં સમર્થકો દ્વારા તેઓનાં વિજયને વધાવી લઈ વિજયોત્સવ મનાવ્યો હતો. બાઈટઃ રાજેન્દ્રસિંહ પરમાર ( ચુંટાયેલા ઉમેદવાર) આણંદ બ્રેકિંગ અપડેટ અમૂલ ડેરી ચૂંટણીમાં બોરસદ બેઠકનું પરિણામ જાહેર કૉંગ્રેસના પૂર્વ ધારાસભ્ય રાજેન્દ્રસિંહ પરમારનો વિજય ભાજપના ઉમેદવાર ગુલાબસિંહ પઢિયારનો 12 મતે પરાજય રાજેન્દ્રસિંહ પરમારને 52 મત મળ્યા ગુલાબસિંહ પઢિયારને 40 મત મળ્યા કોંગ્રેસ ટેકેદારોએ વિજયને વધાવી લીધો બુરહાન પઠાણ ઝી મીડિયા આણંદ
10
comment0
Report
NBNarendra Bhuvechitra
Sept 12, 2025 11:51:04
Serulla, Gujarat:એપ્રુવલ બાઈ હમીમ સર એંકર :- તાપી જિલ્લાના વ્યારા તાલુકામાં પ્રેમ સંબંધ નો કરુણ અંજામ આવ્યો છે.વ્યારા તાલુકાના પાનવાડી ગામે આધેડ મહિલા ની આધેડ પ્રેમી એ હત્યા કર્યા બાદ પોતે પણ આત્મહત્યા કરતા ચકચાર મચી છે.બનાવને લઈ પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.... વીઓ :- 1 તાપી જિલ્લામાં પ્રેમ સંબંધમાં હત્યા કર્યા બાદ પ્રેમીએ આત્મહત્યા કરતા ચકચાર મચી છે.વ્યારા તાલુકાના પાનવાડી ગામના ચૌધરી ફળિયામાં રહેતા મહિલા જ્યોતિબેન ચૌધરી કામ અર્થે જઈ રહ્યા હતા.ત્યારે પ્રેમીએ દાતરડા ઘા મારી હત્યા કરી મોત નીપજાવી પ્રેમી ફરાર થઈ ગયો હતો.બનાવમાં મૃતક મહિલા અને હત્યારા પ્રેમી નવીન ચૌધરી એકજ ફળિયા માં રહેતા અને પ્રેમ સંબંધ હતો.જોકે બંને આધેડ વય ના હોઈ જે પ્રેમ સંબંધ ને લઈ સમાજ રાહે સમાધાન કરવામાં આવ્યું હતું.બાદમાં હત્યારા પ્રેમીએ ફરી પ્રેમ સંબંધ બાંધવા દબાણ કર્યું હતું.પરંતુ મૃતક મહિલા પ્રેમ સંબંધ રાખવા ના પાડતા હોય જેની અદાવત રાખી મહિલાની હત્યા કરી ફરાર નવીન ચૌધરી એ પણ ડોલવણ તાલુકાના પીપલવાડા ગામની સીમમાં પુર્ણા નદીમાં કૂદી જઈ આત્મહત્યા કરી છે.બનાવને લઈ પોલીસે મૃતદેહ ને વ્યારા લાવી પીએમ કરાવવાની તજવીજ હાથ ધરી ફરિયાદ લઈ કાર્યવાહી હાથ ધરી છે.ત્યારે બંને આધેડ વયના મોત ને લઈ ગામ હીબકે ચઢ્યું હતું.... બાઈટ :- પ્રમોદ નરવડે (ડીવાયએસપી) વ્યારા
8
comment0
Report
Advertisement
Back to top