Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Aravalli383315

अरावली LCB ने 1507 बोतलें अंग्रेजी शराब पकड़ी。

PMPARMAR MAHESHKUMAR AMRUTLAL
Sept 24, 2025 09:33:35
Modasa, Gujarat
અરવલ્લી અરવલ્લી એલસીબી એ અંગ્રેજી દારૂનો જથ્થો ઝડપ્યો મોડાસા રૂરલ પોલીસ ની હ્દમાંથી ઝડપાયો દારૂ રૂપિયા 2,55,680/- ની કિંમત ની 1507 બોટલો ઝડપાઈ કાર સહીત 6,55,680/- નો મુદ્દા માલ જપ્ત કરાયો મોડાસા પોલીસે પ્રોહીબીશનનો ગુનો નોંધી તપાસ હાથ ધરી
8
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
HShakimuddin shabbirbhai
Sept 25, 2025 14:00:09
Vadodara, Gujarat:એન્કર : છોટાઉદેપુર નગર પાલિકા સંચાલિત એસ.એફ.હાઈસ્કૂલ ના શિક્ષક અને નગર પાલિકા ના સત્તાધીશો દ્વારા નવ નિયુક્ત થયેલા શિક્ષકો પાસે લાંચ માંગવાના મામલે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા છોટાઉદેપુર પોહચતા મામલો ગરમાયો હતો. વી.ઓ. છોટાઉદેપુરના એસ.એફ હાઈસ્કૂલના નવનિયુક્ત શિક્ષકો પાસે છોટાઉદેપુરના નગરપાલિકાના સત્તા ધીશો દ્વારા લાંચ માંગવા ના મુદ્દે હાલ સુધી કોઈ ફરિયાદ ના થતા વિધાર્થી નેતા યુવરાજ સિંહ જાડેજા છોટાઉદેપુર પહોંચ્યા હતા અને જિલ્લા કલેકટરને SDM ,શિક્ષણાઅધિકરીને આવેદનપત્ર આપી વહેલી તકે આ બાબતે કાર્યવાહી થાય તેવી માંગ કરી છે વી.ઓ. છોટાઉદેપુર જિલ્લા કલેકટર આવેદનપત્ર આપવા ને મોટી સંખ્યામાં લોકો તેમજ વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા તેમજ લોકો રેલી સ્વરૂપે નાર બાજી કરતા પોહચ્યા હતા ત્યારે પોલીસે તમામ ને અટકાવ્યા હતા અને સમજાવટ બાદ 10 લોકોને અંદર જવા માટે પરમિશન આપી હતી માંડ માંડ મામલો થાળે પડતા ફક્ત શિક્ષકો અને યુવરાજ સિંહ ને કલેકટરે આપી આવેદનપત્ર આપવાની સંમતિ આપી હતી. વી.ઓ હાલ માત્ર એ.એફ હાઈસ્કૂલના શિક્ષકો નાજ નિવેદનો તપાસ ટિમ દ્વારા લેવામાં આવેલ છે શા માટે નગરપાલિકાના સત્તા ધીશોના નિવેદન નથી લેવામાં આવતા ની કરી રજુઆત તેમજ યુવરાજસિંહ જાડેજા તેમજ શિક્ષકો અને સમર્થકો દ્વારા કલેકટર ઓફીસ થી રેલી કાઢી નગર પાલિકા ખાતે પહોચી નગરપાલિકાના ગેટ પર નકલી પૈસાની નોટો નો વરસાદ કર્યો હતો અને નગરપાલિકા ચોર હેના નાર લગાવ્યા હતા યુવરાજસિંહ જાડેજા નગરપાલિકા પોહચતા છોટાઉદેપુર નગર પાલિકા ના તમામ હોદ્દેદારો ફરાર થયા હતા. વી.ઓ. હાલ સુધી ફરિયાદ કેમ કરવા માં આવી નથી તે મુદ્દે છોટાઉદેપુર એસ.પી કચેરી એ પહોચી આવેદન પત્ર આપ્યું. તમામ અધિકારી એ ફકત એકજ વાત કરિ કે હાલ આ મબલે તપાસ ચાલી રહી છે તપાસ પૂર્ણ થતાં તમને જણાવી દઈશુંની વાત કરી છે યુવરાજસિંહ જાડેજા દ્વારા ચીમકી આપી કે જો પંદર દિવસ માં ફરિયાદ નહીં નોંધાય તો એસ.એફ.હાઈસ્કૂલ અને કલેક્ટર કચેરી બહાર ધરણા પ્રદર્શન કરવામાં આવશે તેમજ ગાંધીનગર સચિવાલય અને શિક્ષણ મંત્રી નો બંગલા ના ઘેરાવો કરવા માં આવશે તેવી યુવરાજ સિંહ એ આપી ચીમકી હતી. બાઈટ :યુવરાજસિંહ જાડેજા,વિદ્યાર્થી નેતા બાઈટ : ડો.હાર્દિક ધમેલયા,શિક્ષક
0
comment0
Report
AKArpan Kaydawala
Sept 25, 2025 13:49:12
Ahmedabad, Gujarat:અમદાવાદ શાહીબાગ વિસ્તારમાં ગેંગરેપની ઘટના લક્ષ્મીનગર વિસ્તારમાં સગીરા સાથે ચાર નરાધામોએ દુષ્કર્મ આચર્યું 15 વર્ષીય સગીરા સાથે પાડોશમાં રહેતા 4 નરાધમોએ ગેંગરેપ કર્યું પોલીસે ચાર આરોપીઓની કરી ધરપકડ શાહીબાગ પોલીસ દ્વારા ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી આરોપીઓ 19 થી 22 વર્ષ ની વચ્ચેની આયુના 25-5 એ સમગ્ર બનાવ બન્યો હતો, બનાવ બાદ સગીરા ઘરમાં ગુમસુમ રહેતી હતી માતાની સમજાવટ બાદ આખરે ફરિયાદ નોંધાઈ શાહીબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી ચાર આરોપીમાંથી એક આરોપી અક્ષય મહેરિયા અડાલજ લૂંટ વિથ મર્ડરના આરોપી સાથે અગાઉ ચોરીના બનાવ માં સંકળાયેલો હતો. ------------------- આરોપીઓના નામ ૧. અક્ષય ઉર્ફે સેંધો વસંત ભાઈ મહેરીયા ૨. પાર્થ ઉર્ફે ગોટિયો ધર્મસિંહ ભાઈ પરમાર 3. અવિનાશ ઉર્ફે પપ્પુ દિનેશભાઈ પરમાર 4. દશરથ ભુપતભાઈ ઠાકોર
0
comment0
Report
AKArpan Kaydawala
Sept 25, 2025 13:46:18
Ahmedabad, Gujarat:નોંધઃ amc બિલ્ડીંગ અને વરસાદ સમયે અખબારનગર અંડરપાસના ફાઈલ શોટ લેવા. અમદાવાદ શહેરમાં ચોમાસામાં અંડરપાસમાં પાણી ભરાઈ જવાને કારણે બંધ રાખવાની ફરજ પડે છે. ખાસ કરીને અખબારનગર અંડરપાસ વધુ સમય માટે બંધ રાખવો પડે છે. પાણીનો ઝડપી નિકાલ થઈ શકતો નથી,આ બાબતને લઈને વોટર એન્ડ સુરેજ કમિટીમાં ચર્ચા કરવામાં આવી. અખબારનગર અન્ડર પાસમાં મોટા પાયે પાણી ભરાય છે પાણીને મોટર દ્વારા ખેંચવામાં આવે છે પરંતુ પાણી નાખવા માટે સંપ જોઈએ તેટલો મોટો નથી. પાણીના નિકાલ કરવા માટે મોટા સંપની જરૂર છે. મોટો સંપ બનાવવા માટે નજીકમાં જગ્યા શોધવાની તાકીદ કરવામાં આવી છે. જો નજીકમાં કોઈ જગ્યા મળશે તો ત્યાં સંપ બનાવવામાં આવશે અને ત્યાં વરસાદી પાણીનો નિકાલ કરવાની વ્યવસ્થા ઊભી કરવામાં આવશે. હવે સવાલ એ થાય કે આટલા લાંબા સમય પછી તંત્રને ખ્યાલ આવ્યો કે પાણીના નિકાલ માટે મોટા સંપની જરૂર છે. બાઈટ: દિલીપ બગરીયા, ચેરમેન- વોટર સપ્લાય કમિટી, amc
0
comment0
Report
AKArpan Kaydawala
Sept 25, 2025 13:35:21
Ahmedabad, Gujarat:નોંધઃ amc બિલ્ડીંગ અને ખાડાના ફાઈલ શોટ લેવા. અમદાવાદ અમદાવાદ શહેરમાં ચોમાસુ આવે એટલે લોકોની સમસ્યામાં વધારો થતો હોય છે.. રોડ પર નીકળો તો સમજવું મુશ્કેલ થઈ જાય રોડ પર પસાર થાઓ છો કે ખાડામાં. વાયદાઓ મોટા મોટા કરવામાં આવ્યા હતા. પરંતુ ગત વર્ષ કરતા શહેરમાં 5 હજાર ખાડા વધુ પડ્યા છે. ગત વર્ષે 19 હજાર ખાડા પડ્યા હોવાનું amc ચોપડે નોંધાયું હતું. ચાલુ વર્ષમાં ચોમાસુ પૂર્ણતાના આરે છે ત્યારે હવે amc એ રોડ પરના ખાડા પુરવાની શરૂઆત કરી છે. ચાલુ વર્ષમાં નાના મોટા 24 હજાર ખાડા પડ્યા હોવાનું સામે આવ્યું છે. જે પૈકી મોટા ભાગના ખાડા પુરાઈ ગયા છે. બાકીના ખાડા પુરવાની કામગીરી હાથ પર લેવામાં આવી છે. તો રોડ રિ સરફેસ પણ કરવામાં આવી રહ્યા છે અને ચાલુ ચોમાસામાં જે રોડ પર પેચ વર્ક કર્યું હતું તેના પર હેવી પેચ વર્ક પણ કરવામાં આવનાર છે. હવે દાવો કરવામાં આવ્યો છેકે દિવાળી સુધીમાં શહેરના તમામ રોડ રિપેર કરી દેવામાં આવશે.. બાઈટ : જયેશ પટેલ, ચેરમેન - રોડ કમિટી , AMC
0
comment0
Report
SCSHAILESH CHAUHAN
Sept 25, 2025 13:35:14
Idar, Gujarat:સાબરકાંઠા તા.25.09.25 સ્લગ જાદર ફીડ એફટીપી સ્ક્રિપ્ટ 2c શૈલેષ ચૌહાણ એપૃવલ વિશાલભાઈ ગઢવી એન્કર તાજેતરમાં જ રાજ્ય સરકાર દ્વારા 17 તાલુકા ની જાહેરાત કરાતાની સાથે જ જાદરના સ્થાનિકો તેમજ આસપાસના ગ્રામ્ય પંથકો માં વિરોધ જોવા મળ્યા, વર્ષોથી જાદરની તાલુકા મથક બનાવવા માટેની માગ ન સંતોષાતા સ્થાનિકોમાં વિરોધ જોવા મળ્યો.આવતીકાલે જાદર બંધ રાખવાની વાત કરી હતી. વિઓ01 રાજ્ય સરકાર દ્વારા ગઈકાલે કેબિનેટ ની બેઠકમાં રાજ્યમાં નવીન 17 તાલુકાઓ જાહેર કરાયા છે ત્યારે તાલુકાના જાદર પંથકમાં સ્થાનિકો દ્વારા રાજ્ય સરકારનો વિરોધ કરવામાં આવી રહ્યો છે જાદર સહિત આસપાસના ગ્રામજનો દ્વારા વર્ષોથી જાદરની તાલુકા મથક બનાવવા માટેની માગ કરવામાં આવી રહી છે પરંતુ રાજ્ય સરકાર દ્વારા ધ્યાન પર લેવામાં ન આવવાના કારણે જાદર ના સ્થાનિકો હાલતો વિરોધ દર્શાવી રહ્યા છે એક તરફ ગ્રામજનો દ્વારા તાલુકા કક્ષાએથી લઈ રાજ્ય સરકાર સુધી સંલગ્ન વિભાગ સુધી લેખિત રજૂઆતો તેમજ આસપાસના ગ્રામ્ય પંથકના ગ્રામ પંચાયતની ગ્રામસભા ના ઠરાવ સાથે રજૂઆત કરવામાં આવ્યું હોવા છતાં પણ રાજ્ય સરકાર દ્વારા કોઈપણ પ્રકારની માંગ સ્વીકારવામાં ન આવતા રાજ્ય સરકાર સામે જાદર ગામના ગ્રામજનો તેમ જ આસપાસના ગ્રામજનો રોષ ઠાલવી રહ્યા છે. બાઈટ-ગીરીશભાઈ પટેલ,પ્રમુખ,જાદર વિભાગીય વિકાસ સમિતિ વિઓ02 એક તરફ રાજ્ય સરકાર દ્વારા ગુજરાતની જનતાને પૂરતી અને યોગ્ય સુવિધાઓ મળી રહે તે માટે 17 નવીન તાલુકા જાહેર કરવામાં આવ્યા છે ત્યારે વર્ષોથી માગ કરી રહેલા જાદર વિસ્તારના લોકોને જાદર તાલુકા મથક ન આપી માગ ન સ્વીકારતા હાલતો રોષ જોવા મળી રહ્યો છે પરંતુ આગામી સમયમાં સ્થાનિક ગ્રામજનો તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકો દ્વારા ઉગ્ર વિરોધ દર્શાવવા માટે ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.તો 2021 થી ગ્રામપંચાયત થી લઈને મુખ્યમંત્રી સુધી 38 ગામો અને 6 પરા દ્વારા ઠરાવો કરવામાં આવ્યા હતા પરંતુ જાદર તાલુકો જાહેર કરવામાં આવ્યો નથી શૈલેષ ચૌહાણ,ઝી 24 કલાક,સાબરકાંઠા
0
comment0
Report
GPGaurav Patel
Sept 25, 2025 13:35:06
Ahmedabad, Gujarat:જીએસટી ૨.૦ લાગુ પડ્યા બાદ નાની કિંમતની વસ્તુના વેચાણમાં મુંઝવણ ભરી સ્થિતિ ૫ અને ૧૦ રૂપિયાની એફએમસીજી અને અન્ય પ્રોજેક્ટ ના ભાવમાં થયો ઘટાડો ૫ બીસ્કીટ ચોકલેટ અને નમકમાંનો ભાવ ૪.૫૦ રૂપિયા થયો ૧૦ રૂપિયાની ચોકલેટ બિસ્કીટ અને નમકીનના ભાવ ૯ રૂપિયા થયા જોકે સાડા ચાર રૂપિયાની પ્રોડક્ટમાં ૫૦ પૈસાના છુટાનો પ્રશ્ન ઉભો થયો બિન સત્તાવાર રીતે ૫૦ પૈસા ચલણમાં ન હોવાથી સમસ્યા આજ સ્થિતિ ૧૦ રૂપિયાના પેકેટમાં પણ ઉભી થઇ અન રજીસ્ટર વેપારીઓને જુની કિંમતના માલમાં ભોગવવું પડશે નુકસાન વેપારીઓએ નવી કિંમતના માલના સંગ્રહની કરી શરૂઆત છુટ્ટાની માથાકુટ થી બચવા કંપનીઓ પાંચ રૂપિયા અને ૧૦ રૂપિયા ભાવ કરી પ્રોડક્ટના વજનમાં કરી શકે છે વધારો બાઇટ અરૂણ પરીખ ચેરમેન , ફેડરેશન ઓફ ગુજરાત ડિસ્ટ્રિબ્યુટર એસોસિએશન
0
comment0
Report
GPGaurav Patel
Sept 25, 2025 13:34:59
Ahmedabad, Gujarat:ગુજરાતમાં દારૂ બંધીના ઉડ્યા લીરે લીરા યુનિવર્સિટીમાં સફાઈ અભિયાનમાં મળી દારૂની ખાલી બોટલ આરોગ્ય મંત્રી દ્વારા સફાઈ અભ્યાન દરમ્યાન મળી દારૂની ખાલી બોટલ આરોગ્ય મંત્રીએ દારૂની ખાલી બોટલ કુલપતિને પકડાવી કુલપતિએ મીડિયાથી છુપાવી દારૂની બોટલ કચરામાં નાખી યુનિવરિસ્ટી માંજ મળી આવી ખાલી દારૂની બોટલ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ ને જ મળી દારૂની ખાલી બોટલ યુનિવર્સિટીમાં દારૂની ખાલી બોટલ મળતા ઉઠ્યા સવાલો શું શિક્ષણના ધામમાં ચાલે છે દારૂ ની મહેફિલ? યુનિવર્સિટીમાં લાખ્ખોના ખર્ચ મુકેલ સિક્ટોરિટી શું કરે છે? વિદ્યા ના ધામમાં દારૂની ખાલી બોટલો મળવી કેટલી યોગ્ય? બાઇટ મનિષ દોશી પ્રવક્તા ગુજરાત કોંગ્રેસ
0
comment0
Report
URUday Ranjan
Sept 25, 2025 13:34:52
Ahmedabad, Gujarat:એન્કર: ગાંધીનગર માં સાયકો કિલર એન્કાઉન્ટર મામલો સાઈકો કિલર વિપુલ પરમાર ની ધરપકડ કરનાર મહિલા પીઆઇ ની એક્સક્લયુઝીવ ઇન્ટરવ્યુ Z24 કલાક સાથે મહિલા પીઆઇ એમ એડ ગોહેલ ની ખાસ વાત ચિત આરોપી વિપુલ પરમાર ને કઈ રીતે પકડ્યો તેની આપી જુબાની પીઆઈ એ વિપુલ પરમાર ને પકડવા સમયે શું શું ઘર્ષણ સંઘર્ષ અને પડકારો હતા તેની આપી માહિતી z24 કલાક ને આવો જાણીએ કેટલી કલાક સુધી ક્રાઈમ બ્રાંચ ના પીઆઈ એમ એસ ગોહેલ નું ચાલ્યું દિલધડક ઓપરેશન આરોપી વિપુલ પરમાર ઊંચા ટેકરા વાળી જગ્યા એ છુપાયો હતો રાજકોટ ના કાગદડી ગામની સીમ ની ટેકરા વાળી જગ્યા એ છુપાય ને બેઠો હતો ભોગવનાર યુવતી ના વાગેલા નખ થી આરોપીની પ્રથમ ઓળખ થઈ હતી 30 મિનિટ સુધી આરોપી વિપુલ પરમાર ની પાછળ મહિલા પીઆઇ અને તેની ટીમ ભાગી હતી મહિલા પીઆઇ અને ટીમ થાકી પણ હિમ્મત ના હારી અને પકડી પાડ્યો આરોપી One to one ઉદય રંજન સાથે પીઆઈ એમ એસ ગોહેલ ક્રાઈમ બ્રાંચ ઉદય રંજન ઝી મીડિયા અમદાવાદ
0
comment0
Report
CPCHETAN PATEL
Sept 25, 2025 12:21:28
Surat, Gujarat:હાલ તહેવારોની મોસમ વચ્ચે ચોરી કરતી ગેંગ સક્રિય.સુરતના ચૌટાપુલમાં ગ્રાહકોની સંખ્યામાં વધારો થયો ત્યાં ચોર ટોળકી લાભ ઉઠાવી રહી છે.ગ્રાહકોના સ્વાંગમાં આવતાં ચોરોએ ચૌટાપુલના વેપારીઓમાં ફફડાટ ફેલાવી દીધો.ચોટાપુલના એક દુકાનમાં ગ્રાહકના સ્વાંગમાં બુરખામાં આવેલી બે મહિલાઓએ દુકાનદારની નજર ચુકવી જ્વલેરી ચોરી હોવાનો સીસીટીવી સામે આવ્યો.આ ઘટના અંગે અઠવાલાઇન્સ પોલીસ સ્ટેશનમાં અરજી આપી.ચોરીની આ ઘટના સીસીટીવીમાં કેદ થઇ છે. સીસીટીવીમાં જોઇ શકાય છે કે બે બુરખાધારી મહિલાઓ દુકાનમાં પ્રવેશે છે.લાંબા સમય સુધી દુકાનમાં રહ્યા બાદ આ બે પૈકી એક મહિલા દુકાનદારની નજર ચુકવી જ્વેલરીનું એક આખું બોક્સ પહેલા દુરથી ખેંચે છે
0
comment0
Report
SBShilu Bhagvanji
Sept 25, 2025 12:04:20
Porbandar, Gujarat:2509 ZK PBR TAX FORMAT-PKG DATE-25-09-2025 LOCATION-PORBANDAR APPROVAL-DESK એન્કર- પોરબંદર મહાનગરપાલિકાએ વેરા વધારાનો નિર્ણય આજે અધિકૃત રીતે પાછો લેતા શહેરીજનોએ રાહતનો શ્વાસ લીધો છે..આ પહેલા 2 મહિના પૂર્વે પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડીયા તથા ભાજપના આગેવાનો દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરી જાહેરાત કરાઈ હતી પરંતુ ત્યારબાદ કાગળ પર આ અંગે કોઈ નિર્ણય નહીં આવતા લોકોએ નવા વધેલા વેરા ભર્યા હતા જેઓને આગલા વર્ષે બાદ આપવાની વાત કરાઇ છે.આટલા લાંબા સમય બાદ આજે મહાનગરપાલિકા કમિશનરે વેરામાં જે ઘટાડો કરવામાં આવ્યો છે તે અંગે જાણકારી આપતા જણાવ્યું હતું કે,જે વેરો વધારો થયો હતો તેમાંથી 45 ટકા જેટલો વેરો પરત લેવામાં આવશે.આ નિર્ણય બાદ જે જાગૃત નાગરિકોએ આ વેરાના વિરોધમાં લાંબી લડત ચલાવી હતી તેઓએ આ નિર્ણયને પ્રજાની જીત ગણાવી હતી અને મનપા દ્વારા રીબેટની તારીખ વધારવામાં આવે તેવી તેઓએ માંગણી પણ કરી હતી. બાઇટ-1 એચ.જે.પ્રજાપતી કમિશનર,પોરબંદર મહાનગરપાલિકા બાઇટ-2 જીતેન્દ્ર મદલાણી જાગૃત નાગરિક બાઇટ-3 અમિત ખોડા શહેરીજન,પોરબંદર
0
comment0
Report
NDNavneet Dalwadi
Sept 25, 2025 12:04:03
Bhavnagar, Gujarat:રિપોર્ટર: નવનીત દલવાડી. લોકેશન: ભાવનગર. તારીખ: ૨૫/૦૯/૨૦૨૫. સ્ટોરી: એવીબીબી. એપ્રુવલ: ડેસ્ક. સ્લગ: ભાવનગર માર્કેટયાર્ડમાં સેક્રેટરીની નિમણૂક નહીં થતા અનેક કર્મચારીઓ પગારથી વંચિત. એન્કર : ભાવનગર માર્કેટયાર્ડમાં સેક્રેટરી અભાવે અનેક કામો અટવાયા, નાણાકીય વહીવટ ઠપ્પ થઈ જતા તહેવાર ટાણે જ યાર્ડના કર્મચારીઓ બે માસથી પગારથી વંચિત રહ્યા છે, બે માસ પહેલા ઈનચાર્જ સેક્રેટરીનો કાર્યકાળ પૂર્ણ થઈ જતા નાનામોટા અનેક કાર્યો ટલ્લે ચડી રહ્યા છે. વિઓ ૧: ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં સરકારની અગત્યની મંજૂરીઓ નહીં મળતા ઘણા લાંબા સમયથી સેક્રેટરીનું સ્થાન ખાલી રહી જવા પામ્યું છે, માર્કેટિંગ યાર્ડમાં અગાઉ ઈનચાર્જ તરીકે રહેલા સેક્રેટરી 31 જુલાઈ 2024 ના રોજ સેવા નિવૃત થતા તેને વધુ એક વર્ષ માટે એક્સ્ટેન્શન ફિક્સ પગાર પર નિમણૂક આપી કાર્યકાળ વધારવામાં આવ્યો હતો, પરંતુ એક વર્ષ સુધીમાં સરકાર પાસે કાયમી સેક્રેટરીની નિમણૂક માટે શાસકો નબળા પુરવાર થતા એક્સ્ટેન્શન અપાયેલ સેક્રેટરીનો કાર્યકાળ પણ પૂર્ણ થઈ ગયો હતો, જેના કારણે માર્કેટ યાર્ડમાં ફરી સેક્રેટરીનું સ્થાન ખાલી થયું હતું, એક્સટેન્શન અપાયેલ સેક્રેટરીનો કાર્યકાળ પૂર્ણ થઈ જવામાં હોવાની જાણ હોવા છતાં યાદના શાસકો દ્વારા કાયમી સેક્રેટરીની નિમણૂક કરવામાં બાબતે કોઈ આયોજન કરવામાં આવ્યું નહોતું, જેના કારણે ફરી ગત 31 જુલાઈ 2025 ના રોજ સેક્રેટરીનો બીજી વખતનો કાર્યકાળ પૂર્ણ થઈ જતા અનેક વહીવટી કામો અટવાઈ પડ્યા છે, ખાસ તો યાર્ડના વિવિધ વિભાગોમાં ફરજ બજાવતા 40 જેટલા કર્મચારીઓ બે માસથી પગારથી વંચિત રહેવા પામ્યા છે, એક બાજુ તહેવારો હોય પગાર નહીં મળતા કર્મચારીઓમાં કચવાટ જોવા મળી રહ્યો છે. ભાવનગર માર્કેટિંગ યાર્ડનાં ચેરમેન દ્વારા ખર્ચ કરવાની મર્યાદા 2 લાખ માંથી વધારી 5 લાખ કરવામાં આવી છે, પરંતુ 10 હજારથી ઓછી રકમના કામો સિવાય મોટી રકમના કામો સેક્રેટરી ની સહી વગર થઈ શકતા નથી, જેના કારણે ચેરમેનને ખર્ચ કરવા અપાયેલી સત્તા સાવ નિરર્થક સાબિત થઈ રહી છે, હાલમાં નવા કાયમી સેક્રેટરીની જ્યાં સુધી નિમણૂક કરવામાં ના આવે ત્યાં સુધી જૂના સેક્રેટરીની નિમણૂક કરવા સાધારણ સભામાં ઠરાવ કરવામાં આવ્યો હતો, જેમાં રજીસ્ટરની મંજૂરી તો મળી ગઈ છે, પરંતુ રાજ્ય સરકારના અધિકારી અન્ય કામોમાં રોકાયેલા હોય ભાવનગરમાં સેક્રેટરીની નિમણૂક નું કોકડું ગૂંચવાઈ ગયું છે. જેના કારણે અનેક કર્મચારીઓ પગારથી વંચિત રહ્યા છે, તો બીજી બાજુ વહીવટી કાર્યો પણ ઠપ્પ થઈ ગયા છે. માર્કેટિંગ યાર્ડમાં ચેરમેન રણછોડભાઈ ઝાઝડિયા એ પણ સેક્રેટરી વગર અનેક કામો અટવાયા હોવાનો સ્વીકાર કર્યો હતો, જ્યારે માર્કેટિંગ યાર્ડ વેપારી એસોશિએશનના પ્રમુખે જણાવ્યું હતું કે સરકાર દ્વારા ટૂંક સમયમાં જ નિર્ણય કરી સેક્રેટરીની કાયમી નિમણૂક કરવામાં આવશે, તેમજ હાલ થોડા સમયમાં ઈનચાર્જ સેક્રેટરિની નિમણૂક કરવા કાર્યવાહી કરવામાં આવી રહી છે. બાઈટ: રણછોડભાઈ ઝાઝડિયા, ચેરમેન, ભાવનગર માર્કેટ યાર્ડ. બાઈટ: નરેન્દ્રસિંહ ગોહીલ, પ્રમુખ, વેપારી એસોસિએશન, ભાવનગર માર્કેટ યાર્ડ.
0
comment0
Report
GDGaurav Dave
Sept 25, 2025 11:22:53
Rajkot, Gujarat:SLUG - 2509ZK_LIVE_RJT_NEEL_CITY REP - GAURAV DAVE CAM - UDAY PAWAR FEED SEND TVU 75 2509ZK_LIVE_RJT_NEEL_CITY FEED SEND TVU 75 એન્કર - રાજકોટના નીલ સીટી ક્લબમાં નવરાત્રીના આયોજન માં આયોજકો ભાન ભૂલ્યા છે. રાજકોટના 150 ફૂટ રીંગ રોડ ઉપર નીલ સીટી ક્લબ દ્વારા નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં બોલીવુડ અને હોલીવુડના ગીત ડીજે ઉપર વગાડવામાં આવી રહ્યા છે. જેના વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થતાં અર્વાચીન રસોત્સવ સામે સવાલો ઊભા થઈ રહ્યા છે. નવરાત્રી માતાજીની આરાધના કરવાનો પર્વ છે જ્યારે થર્ટી ફર્સ્ટ ની પાર્ટી હોય તેમ નીલસિટી ક્લબના સંચાલક દ્વારા બેફામ રીતે હિન્દી અને અંગ્રેજી ગીતો પર લોકોને નચાવવામાં આવી રહ્યા છે જેથી આ વિડીયો સામે આવ્યા બાદ વિવાદો શરૂ થયા છે. વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા નિલ સિટી કલબના દાંડિયાની માન્યતા રદ્દ કરવા કરવામાં આવે તેવી માંગ કરી છે. નીલ સિટી કલબ દ્વારા કોઈ આવા કૃત્ય કરવા ન જોઈએ. અમે આ મામલે પોલીસને પણ રજૂઆત કરીશું. આવા ગરબા આયોજકોની પરમિશન રદ કરવામાં આવે તેવી અમારી માંગણી છે. ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે પણ નીલ સિટી કલબમાં શકીરાના ગીતો વગાડવામાં આવ્યા હતા. VHPના અગ્રણી મંગેશ દેસાઈએ કહ્યું હતું કે, આયોજકોને કહીએ છીએ કે તમે ગરબાની મંજૂરી લીધી છે તો ગરબા જ રમાડો. બોલીવુડ સોંગ ન વગાડવા જોઈએ. ભારતીય યુવા તમને અવડે માર્ગે દોડાવવાનું બંધ કરવું જોઈએ... ચોપાલ - ગૌરવ દવે જોકે આ મામલે સનાતન સંત સમિતિ અને સાધુ સંતોની અંદર પણ નીલ સીટી સામે રોષ ફેલાયો છે. સનાતન સંત સમિતિના પ્રવક્તા જ્યોર્તિનાથ બાપુ દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું કે, નીલ સીટી ક્લબ અવાર-નવાર વિવાદોમાં આવે છે અને રાજકીય ઓથ હોવાને કારણે તેની સામે પોલીસ પણ કોઈ કાર્યવાહી કરતી નથી. સામાન્ય રીતે નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું હોય તો માતાજીના ગરબા માટે કરવામાં આવે છે. નવરાત્રી રમાડવી જોઈએ જેને બદલે દર વર્ષે નીલ સીટી ક્લબની અંદર 31 ડિસેમ્બર જેવી પાર્ટીઓ કરવામાં આવી રહી છે. પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ કરવા જતા ક્યાંક આપણે આપણી મર્યાદા પણ ભૂલી જઈએ છીએ તેવું જ્યોર્તિનાથ બાપુ માની રહ્યા છે. પોલીસ કમિશનર દ્વારા નીલસીટી ક્લબની અંદર ચાલતા ઠૂમકાઓ તાત્કાલિક અસરથી બંધ કરાવવામાં આવે તે જરૂરી છે. બાઈટ - જ્યોર્તિનાથ બાપુ, પ્રવક્તા, સનાતન સંત સમિતિ અર્વાચીન દાંડિયા રાસ આયોજનમાં હિન્દી ગીતોને લઈને વિવાદ શરૂ થયો છે. જેને લઈને રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયાનું નિવેદન સામે આવ્યું છે. જેને કહ્યું હતું કે, નવરાત્રી એ આપના હિન્દુ સંસ્કૃતિ અને વર્ષોની પરંપરાનો તહેવાર છે. આપણા વડવાઓ દ્વારા આ પરંપરા જાળવી છે. હિંદુઓએ અને ખાસ તો બ્રાહ્મણ આયોજકોએ આ નવરાત્રીને લઈને સાવચેતી રાખવી જોઈએ. માતાજીની એક તરફ સ્થાપન થઈ હોઈ અને બીજી તરફ ફિલ્મી ગીતો અને અણછાજતું વર્તન ખાસ કરીને ૩૧ ડિસેમ્બર જેવું નવરાત્રી મહોત્સવ દરમિયાન ન જ થવું જોઈએ. બાઈટ - રામભાઈ મોકરિયા, રાજ્યસભા સાંસદ
0
comment0
Report
Navaratri 2025
Advertisement
Back to top