Back
नवरात्रि की हंगामा: नील सिटी क्लब पर बॉलीवुड डांस से विवाद
GDGaurav Dave
Sept 25, 2025 11:22:53
Rajkot, Gujarat
SLUG - 2509ZK_LIVE_RJT_NEEL_CITY
REP - GAURAV DAVE
CAM - UDAY PAWAR
FEED SEND TVU 75
2509ZK_LIVE_RJT_NEEL_CITY
FEED SEND TVU 75
એન્કર - રાજકોટના નીલ સીટી ક્લબમાં નવરાત્રીના આયોજન માં આયોજકો ભાન ભૂલ્યા છે. રાજકોટના 150 ફૂટ રીંગ રોડ ઉપર નીલ સીટી ક્લબ દ્વારા નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં બોલીવુડ અને હોલીવુડના ગીત ડીજે ઉપર વગાડવામાં આવી રહ્યા છે. જેના વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થતાં અર્વાચીન રસોત્સવ સામે સવાલો ઊભા થઈ રહ્યા છે. નવરાત્રી માતાજીની આરાધના કરવાનો પર્વ છે જ્યારે થર્ટી ફર્સ્ટ ની પાર્ટી હોય તેમ નીલસિટી ક્લબના સંચાલક દ્વારા બેફામ રીતે હિન્દી અને અંગ્રેજી ગીતો પર લોકોને નચાવવામાં આવી રહ્યા છે જેથી આ વિડીયો સામે આવ્યા બાદ વિવાદો શરૂ થયા છે. વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા નિલ સિટી કલબના દાંડિયાની માન્યતા રદ્દ કરવા કરવામાં આવે તેવી માંગ કરી છે. નીલ સિટી કલબ દ્વારા કોઈ આવા કૃત્ય કરવા ન જોઈએ. અમે આ મામલે પોલીસને પણ રજૂઆત કરીશું. આવા ગરબા આયોજકોની પરમિશન રદ કરવામાં આવે તેવી અમારી માંગણી છે. ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે પણ નીલ સિટી કલબમાં શકીરાના ગીતો વગાડવામાં આવ્યા હતા. VHPના અગ્રણી મંગેશ દેસાઈએ કહ્યું હતું કે, આયોજકોને કહીએ છીએ કે તમે ગરબાની મંજૂરી લીધી છે તો ગરબા જ રમાડો. બોલીવુડ સોંગ ન વગાડવા જોઈએ. ભારતીય યુવા તમને અવડે માર્ગે દોડાવવાનું બંધ કરવું જોઈએ...
ચોપાલ - ગૌરવ દવે
જોકે આ મામલે સનાતન સંત સમિતિ અને સાધુ સંતોની અંદર પણ નીલ સીટી સામે રોષ ફેલાયો છે. સનાતન સંત સમિતિના પ્રવક્તા જ્યોર્તિનાથ બાપુ દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું કે, નીલ સીટી ક્લબ અવાર-નવાર વિવાદોમાં આવે છે અને રાજકીય ઓથ હોવાને કારણે તેની સામે પોલીસ પણ કોઈ કાર્યવાહી કરતી નથી. સામાન્ય રીતે નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું હોય તો માતાજીના ગરબા માટે કરવામાં આવે છે. નવરાત્રી રમાડવી જોઈએ જેને બદલે દર વર્ષે નીલ સીટી ક્લબની અંદર 31 ડિસેમ્બર જેવી પાર્ટીઓ કરવામાં આવી રહી છે. પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ કરવા જતા ક્યાંક આપણે આપણી મર્યાદા પણ ભૂલી જઈએ છીએ તેવું જ્યોર્તિનાથ બાપુ માની રહ્યા છે. પોલીસ કમિશનર દ્વારા નીલસીટી ક્લબની અંદર ચાલતા ઠૂમકાઓ તાત્કાલિક અસરથી બંધ કરાવવામાં આવે તે જરૂરી છે.
બાઈટ - જ્યોર્તિનાથ બાપુ, પ્રવક્તા, સનાતન સંત સમિતિ
અર્વાચીન દાંડિયા રાસ આયોજનમાં હિન્દી ગીતોને લઈને વિવાદ શરૂ થયો છે. જેને લઈને રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયાનું નિવેદન સામે આવ્યું છે. જેને કહ્યું હતું કે, નવરાત્રી એ આપના હિન્દુ સંસ્કૃતિ અને વર્ષોની પરંપરાનો તહેવાર છે. આપણા વડવાઓ દ્વારા આ પરંપરા જાળવી છે. હિંદુઓએ અને ખાસ તો બ્રાહ્મણ આયોજકોએ આ નવરાત્રીને લઈને સાવચેતી રાખવી જોઈએ. માતાજીની એક તરફ સ્થાપન થઈ હોઈ અને બીજી તરફ ફિલ્મી ગીતો અને અણછાજતું વર્તન ખાસ કરીને ૩૧ ડિસેમ્બર જેવું નવરાત્રી મહોત્સવ દરમિયાન ન જ થવું જોઈએ.
બાઈટ - રામભાઈ મોકરિયા, રાજ્યસભા સાંસદ
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
CPCHETAN PATEL
FollowSept 25, 2025 14:06:190
Report
HShakimuddin shabbirbhai
FollowSept 25, 2025 14:00:090
Report
AKArpan Kaydawala
FollowSept 25, 2025 13:49:120
Report
AKArpan Kaydawala
FollowSept 25, 2025 13:46:180
Report
AKArpan Kaydawala
FollowSept 25, 2025 13:35:210
Report
SCSHAILESH CHAUHAN
FollowSept 25, 2025 13:35:140
Report
GPGaurav Patel
FollowSept 25, 2025 13:35:060
Report
GPGaurav Patel
FollowSept 25, 2025 13:34:590
Report
URUday Ranjan
FollowSept 25, 2025 13:34:520
Report
CPCHETAN PATEL
FollowSept 25, 2025 12:21:280
Report
SBShilu Bhagvanji
FollowSept 25, 2025 12:04:200
Report
NDNavneet Dalwadi
FollowSept 25, 2025 12:04:030
Report
CPCHETAN PATEL
FollowSept 25, 2025 12:01:570
Report
CPCHETAN PATEL
FollowSept 25, 2025 11:48:460
Report