Back
भुपेन्द्र पटेल ने GST कटौती से गुजरात उद्योगों को दिया बड़ा तौफा
RTRAJENDRA THACKER
Sept 30, 2025 02:00:49
Sadhara, Gujarat
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જી.એસ.ટી. ‘બચત ઉત્સવ’ અને સ્વદેશીનો વ્યાપ વધારવા કચ્છ સહિત રાજ્યના વિવિધ ઔદ્યૌગિક સંગઠનો સાથે કર્યો સંવાદ
કચ્છના વિવિધ ઔદ્યોગિક સંગઠનોએ જીએસટી દરના ઘટાડાને વધાવીને ઐતિહાસિક પગલું ગણાવ્યું*
સરકારના સ્વદેશી અભિયાન તેમજ વોકલ ફોર લોકલ મુહિમને સહયોગ આપવાની ખાતરી આપતા કચ્છના ઔદ્યૌગિક સંગઠનો
જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, ભુજ અને ગાંધીધામ ચેમ્બર્સ ઓફ કોમર્સ સહિતના સ્થળોથી ઉદ્યોગકારો સંવાદમાં સહભાગી બન્યા*
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના વિવિધ ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશન તેમજ ઉદ્યોગ સંગઠનો સાથે જીએસટીના દરમાં ઘટાડો, વોકલ ફોર લોકલ અને સ્વદેશી અભિયાન અંગે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી સંવાદ કરીને જરૂરી માર્ગદર્શન પુરું પાડ્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રીએ રાજ્યના ઉદ્યોગકારો અને ચેમ્બર્સ ઓફ કોમર્સના પ્રતિનિધિશ્રીઓને જીએસટી ઘટાડાના લાભ અને તેનાથી ભવિષ્યમાં થનારા ફાયદાઓ વિશે અવગત કરાવ્યા હતા. ગુજરાતના જનજન સુધી વોકલ ફોર લોકલની મુહિમને પહોંચાડવા, સ્વદેશી વસ્તુઓની ખરીદીને પ્રાધાન્ય આપવા અને જીએસટીનો લાભ નાગરિકોને આપવા માટે આ બેઠકમાં ઉદ્યોગકારોને અનુરોધ કરવામાં આવ્યો હતો.
આ સંવાદમાં જી.એસ.ટી. ઘટાડાનો ફાયદો આમ જનતાને મળે તેમજ નાગરિકો ‘બચત ઉત્સવ’નો લાભ લઈ શકે તે માટે રીતે આયોજનમાં સહભાગી થવા કચ્છના ઉદ્યોગકારોએ ખાતરી આપી હતી. ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ અને જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, ભુજ સહિત વિવિધ જગ્યાએથી વિવિધ ઔદ્યૌગિક સંગઠનો મુખ્યમંત્રીશ્રીના સંવાદ કાર્યક્રમમાં જોડાયા હતા.
મુખ્યમંત્રીશ્રીએ વિવિધ ઉદ્યોગકારો સાથે વર્ચ્યુલી સંવાદ કરતાં જણાવ્યું હતું કે, આત્મનિર્ભર ભારત માટે સ્વદેશી ઉત્પાદનોને અપનાવવા એ પ્રાથમિક બાબત છે. આત્મનિર્ભર ભારતના વિઝનથી સ્થાનિક કારીગરો, નાના ઉદ્યોગો અને યુવાનો માટે રોજગારની તકો ઉપલબ્ધ થઈ રહી છે. રોજબરોજના ઉપયોગમાં સ્વદેશી ઉત્પાદનનો ઉપયોગ વધારવા અંગે મુખ્યમંત્રીશ્રીએ ભાર મૂક્યો હતો. આ ઉપરાંત, વિદેશી ઉત્પાદનોની નિર્ભરતા ઘટે એ પ્રકારના વાતાવરણનું સર્જન કરવા મુખ્યમંત્રીએ ઉદ્યોગકારો અને ઔદ્યોગિક સંગઠનોને અનુરોધ કર્યો હતો.
બાઈટ : મહેશ પૂજ
પ્રમુખ, કચ્છ ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ
મહેશ પુજ એ જણાવ્યું હતું કે, જીએસટી સ્લેબના ઘટાડાને લીધે માત્ર નાગરિકોને જ નહીં પણ ઉદ્યોગોને પણ ફાયદો થઈ રહ્યો છે. તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે, જીએસટીના ઘટાડાથી નાના અને મધ્યમ વર્ગને ખૂબ જ ફાયદો થશે. કચ્છ જિલ્લો લોજિસ્ટીકનું હબ છે ત્યારે જીએસટીના ઘટાડાથી નવા ટ્રાન્સપોર્ટ વાહનોની ખરીદ કિંમત ઘટી છે જેનો સીધો જ લાભ ઉદ્યોગકારોને મળી રહ્યો છે. મહેશ પુજ એ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો આભાર વ્યક્ત કરીને જીએસટી ઘટાડાને નિર્ણયને બિરદાવ્યો હતો.
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
PMPARMAR MAHESHKUMAR AMRUTLAL
FollowSept 30, 2025 04:45:110
Report
CPCHETAN PATEL
FollowSept 30, 2025 04:05:570
Report
CPCHETAN PATEL
FollowSept 30, 2025 04:05:474
Report
CPCHETAN PATEL
FollowSept 30, 2025 04:05:110
Report
RTRAJENDRA THACKER
FollowSept 30, 2025 02:00:590
Report
ASAkash Sharma
FollowSept 29, 2025 19:01:1114
Report
NSNivedita Shukla
FollowSept 29, 2025 18:46:47Noida, Uttar Pradesh:Kalesh b/w Females over using Smith machine for doing squats, Female only gym in Noida UP.
12
Report
PAParakh Agarawal
FollowSept 29, 2025 18:46:2714
Report
MMMitesh Mali
FollowSept 29, 2025 18:46:1514
Report
MMMitesh Mali
FollowSept 29, 2025 18:46:0813
Report
MMMitesh Mali
FollowSept 29, 2025 18:45:5812
Report
MMMitesh Mali
FollowSept 29, 2025 18:45:488
Report
SPSANDHI PARVEZ MAYURBHAI
FollowSept 29, 2025 18:01:004
Report
SPSANDHI PARVEZ MAYURBHAI
FollowSept 29, 2025 17:46:355
Report