Back
नवसारी के शाक बाजार में दो घंटे में पानी घुसा, दुकानदार बेहाल
DPDhaval Parekh
Sept 20, 2025 08:18:55
Navsari, Gujarat
એપ્રુવડ બાય : હમીમ સર
સ્લગ : NVS MARKET PANI
નોંધ : વિઝ્યુઅલ અને બાઈટ FTP માં 9 સપ્ટેમ્બરના ફોલ્ડરમાં આજના 20 ઓગસ્ટના ફોલ્ડરમાં અપલોડ કર્યા છે...
એંકર : નવસારીમાં પાછોતરો વરસાદ પણ શહેરીજનો માટે સમસ્યારૂપ સાબિત થઈ રહ્યો છે. નવસારીમાં આજે મળસ્કે બે કલાકમાં પડેલા પોણા બે ઇંચ વરસાદમાં જ શાકભાજી માર્કેટમાં પાણી ભરાતા દુકાનદારો અને અહીં આવતા ગ્રાહકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો હતો.
વી/ઓ : નવસારી મહાનગર નગર બન્યું, પણ તેની સમસ્યા જેમની તેમ જ રહી છે. વર્ષોથી શહેરના મુખ્ય શાકભાજી માર્કેટ, જે મહાનગર પાલિકા કચેરી નજીક જ છે, એમાં ચોમાસામાં વરસાદી પાણીનો ભરાવો થતા વેપારીઓ, દુકાનદારો તેમજ ગ્રાહકોને મુશ્કેલી વેઠવાનો વારો આવે છે. તત્કાલીન નવસારી વિજલપોર પાલિકા દ્વારા નજીકમાં જ આવેલા ટાટા તળાવ ફરતે બ્યુટિફિકેશનના નામે વોક વે બનાવી દીધો હતો. પરંતુ શાકભાજી માર્કેટમાં ભરાતા વરસાદી પાણીના નિકાલનો કાયમી ઉકેલ આવ્યો નથી. તળાવના બ્યુટીફિકેશન સમયે વરસાદી પાણી તળાવમાં ન જાય, એવી વ્યવસ્થા થઈ થઈ ગઈ અને વરસાદી પાણીના નિકાલની ગટર લાઈન યોગ્ય રીતે સાફ કરવામાં નહીં આવતા અથવા એમાં માર્કેટને કારણે કચરો જમા થવાથી ચોમાસામાં છાસવારે પાણીનો ભરાવો થાય છે. આજે વહેલી સવારે 4 થી 6 વાગ્યા દરમિયાન નવસારીમાં પોણા બે ઇંચ વરસાદ વરસ્યો હતો. જેના કારણે શહેરના અનેક વિસ્તારો પાણી પાણી થયા હતા. જેમાં શાકભાજી માર્કેટમાં પણ પાણીનો ભરાવો થતા વેપારીઓએ મળસ્કે આવીને પોતાની દુકાનના સામાને વ્યવસ્થિત કરવો પડ્યો હતો. બીજી તરફ મોડે સુધી પાણીનો નિકાલ ન થતા વેપારીઓમાં મહા પાલિકાની કામગીરી સામે રોષ જણાયો હતો. જોકે મોડે મોડે આવેલી મહાપાલિકાના સેનેટરી વિભાગની ટીમ દ્વારા પાણીના નિકાલની વ્યવસ્થા કરી હતી. પરંતુ વરસાદી પાણીના ભરાવાનો કાયમી ઉકેલ આવે એવી આશા વેપારીઓ રાખી રહ્યા છે. જ્યારે મહાપાલિકાના અધિકારી મકોડા જેવું પાણી ભરાય અને કીડી જેવું પાણીનો નિકાલ થવાનું સ્વીકારી કુદરતી આફતનો સહારો લઈ પોતાની કામગીરી સામે જ પ્રશ્નાર્થ ઉભા કર્યા હતા.
બાઈટ : વિનોદ મુલવાણી, કિરણા દુકાનદાર, શાકભાજી માર્કેટ, નવસારી
બાઈટ : અશફાક શેખ, ક્લાર્ક, માર્કેટ શાખા, નવસારી મહાનગર પાલિકા
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
CPCHETAN PATEL
FollowSept 20, 2025 10:01:140
Report
PMPARMAR MAHESHKUMAR AMRUTLAL
FollowSept 20, 2025 08:32:570
Report
CPCHETAN PATEL
FollowSept 20, 2025 08:22:250
Report
GKGovindbhai Karmur
FollowSept 20, 2025 07:48:593
Report
RSR.B. Singh
FollowSept 20, 2025 07:48:441
Report
CPCHETAN PATEL
FollowSept 20, 2025 07:48:092
Report
DRDarshal Raval
FollowSept 20, 2025 07:00:500
Report
CPCHETAN PATEL
FollowSept 20, 2025 06:49:244
Report
CPCHETAN PATEL
FollowSept 20, 2025 06:05:214
Report
RARavi Agrawal
FollowSept 20, 2025 06:04:251
Report
GKGovindbhai Karmur
FollowSept 20, 2025 05:48:411
Report
DRDarshal Raval
FollowSept 20, 2025 05:47:040
Report
KCKULDEEP CHAUHAN
FollowSept 20, 2025 05:16:036
Report