Back
APK से 2.45 लाख की ठगी: सुरत के वृद्ध के खाते से साइबर गैंग पकड़ा गया
CPCHETAN PATEL
Sept 20, 2025 06:49:24
Surat, Gujarat
એકર
સુરતના ડુમસ વિસ્તારમાં રહેતા વૃદ્ધ ને ઇ ચલણ ની APK ફાઇલ મોકલી રૂ 2.45 લાખની ઠગાઈ કરનાર જામતારા ગેંગ ના બે આરોપીઓની સાયબર ક્રાઈમ પોલીસે કોલકત્તાથી ઝડપી પાડી છે.
વિઓ.1
ડુમસ અવધ કેરોલીનામાં રહેતા 65 વર્ષીય આદિલ રૂસી ચૌથીયાને ગત 27મીના રોજ અજાણ્યા મોબાઈલ નંબરથી વોટ્સએપ પર ઈ-ચલણની APK ફાઈલ આવી હતી. તેઓએ તેને ડાઉનલોડ કરી અને તેમાં માંગવામાં આવેલી વિગતો જેમ કે નામ, જન્મ તારીખ, માતાનું નામ અને ઇન્ડસઇન્ડ બેંકના ક્રેડિટ કાર્ડની માહિતી ભરી હતી. ત્યારબાદ પેમેન્ટ ઓપ્શન પર ક્લિક કરતાં પેજ બંધ થઈ ગયું હતું. તેમને શંકા જતાં તે નંબરને બ્લોક કરી દીધો અને APKને ડિલીટ કરી દીધી હતી. ત્યારબાદ તેઓ ફોન ચાર્જમાં મૂકી વોકિંગ કરવા નીકળી ગયા હતા. તેઓ ઘરે પરત ફર્યા ત્યારે તેમના મોબાઈલમાં બેંકના અનેક OTP મેસેજ આવેલા હતા. તપાસ કરતાં જાણવા મળ્યું કે તેમના ઈન્ડસઈન્ડ બેંકના એકાઉન્ટમાંથી ટુકડે ટુકડે કુલ પાંચ વખત રૂ. 2,45,000 ઉપાડી લેવાયા હતા. આ મામલે તેમણે ગત 1લીના રોજ સાયબર ક્રાઈમ પોલીસમાં ફરિયાદ આપતા પોલીસે અજાણ્યા વિરુધ ગુનો નોંધ્યો હતો. પોલીસ ઇન્સ્પેક્ટર વાય.એસ. ગામીતની ટીમે તપાસ શરૂ કરી હતી. બેંક વિગતો એકત્ર કરીને ટેક્નિકલ વર્કઆઉટ કરવામાં આવ્યું અને ટીમને કોલકાતા મોકલવામાં આવી હતી. ત્યાંથી જામતારા ગેંગના સભ્યો લઇક નફીઝ S/O એમ.ડી. નફીઝ અને મો.અસલમ ઉર્ફે ગુફુ S/O મકબુલ ઉર્ફે હારૂન અંસારીને ઝડપી પાડવામાં આવ્યા છે.અટક કરાયેલ આરોપી લાઈક નફીઝ છે.જે બેરોજગાર છે. તેની ભૂમિકા અંગે પોલીસે જણાવ્યું કે, ફરિયાદીના રૂ. 2,45,000માંથી રૂ. 1,00,000 કેનેરા બેંકના એકાઉન્ટમાં ટ્રાન્સફર થયા હતા. આ એકાઉન્ટને આરોપી અને નાસતા ફરતા સદામ ઓપરેટ કરતા હતા. તેમાંથી રૂ. 25,000 આરોપીના યુનિયન બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાયા હતા. આરોપી, સદ્દામ અને મો. અસલમ ઉર્ફે ગુરુ ATMમાંથી પૈસા વિડ્રો કરવા ગયા હતા. તેઓએ પોતાના કમિશનમાંથી રૂ. 20,000 લીધા અને બાકીના રૂ. 80,000 અસલમને આપ્યા હતા. અસલમે પોતાના રૂ. 5,000 કમિશન લઈને બાકીના પૈસા CDM મશીન મારફતે જામતારા રહેવાસી સરફરાજના એકાઉન્ટમાં મોકલ્યા હતા.
વોક થ્રુ..ચેતન
....
સુરત બ્રેક
આરટીઓની ફાઈલ ડાઉનલોડ કરાવી ફ્રોડ કરનાર ગેંગ ઝડપાઈ
સાયબરસેલ દ્વારા બે આરોપીની ધરપકડ કરવામાં આવી
જામતારા ગેંગના બે કલકત્તાથી ઝડપાયા
કમિશનથી ખાતા ભાડે આપવા સાથે એટીએમમાંથી વિદ્રોલ કરતા હતા
ડુમસના વૃદ્ધ સાથે રૂપિયા 2.45 લાખની ઠગાઈ કરી હતી
સાયબર સેલ દ્વારા કલકત્તા થી ઝડપી પાડવામાં આવ્યા
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
PMPARMAR MAHESHKUMAR AMRUTLAL
FollowSept 20, 2025 08:32:570
Report
CPCHETAN PATEL
FollowSept 20, 2025 08:22:250
Report
DPDhaval Parekh
FollowSept 20, 2025 08:18:550
Report
GKGovindbhai Karmur
FollowSept 20, 2025 07:48:593
Report
RSR.B. Singh
FollowSept 20, 2025 07:48:441
Report
CPCHETAN PATEL
FollowSept 20, 2025 07:48:090
Report
DRDarshal Raval
FollowSept 20, 2025 07:00:500
Report
CPCHETAN PATEL
FollowSept 20, 2025 06:05:214
Report
RARavi Agrawal
FollowSept 20, 2025 06:04:250
Report
GKGovindbhai Karmur
FollowSept 20, 2025 05:48:410
Report
DRDarshal Raval
FollowSept 20, 2025 05:47:040
Report
KCKULDEEP CHAUHAN
FollowSept 20, 2025 05:16:034
Report
PMPARMAR MAHESHKUMAR AMRUTLAL
FollowSept 20, 2025 04:45:460
Report