Back
मोरबी की रामको सोसाइटी में 15 साल से सुविधाएं नहीं मिलीं
HBHimanshu Bhatt
Sept 15, 2025 08:36:53
Morbi, Gujarat
Slug 1509ZK_MRB_RAMKO_MANG
Format PKG
Reporter HIMANSHU BHATT
Feed 1509ZK_MRB_RAMKO_MANG
Date 15/9/25
Location MORBI
APPROVAL: DAY PLAN
એન્કર
મોરબીના ઘુટુ ગામ નજીક આવેલ રામકો સોસાયટીમાં વર્ષોથી લોકો રહે છે તેમ છતાં પણ આજની તારીખે રોડ રસ્તા, લાઈટ, પાણી, ગટર જેવી કોઈ પ્રાથમિક સુવિધા તે લોકોને મળતી નથી અને સ્થાનિક સરપંચથી લઈને ધારાસભ્ય સુધી તમામને રજૂઆતો કરવા છતાં પણ તેમનો પ્રશ્ન ઉકેલતો નથી જેથી કરીને લોકોને નાછૂટકે સુવિધાઓના અભાવ વચ્ચે લોકોને રહેવું પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે
વીઓ
મોરબી હળવદ હાઇવે રોડ ઉપર આવેલ ઘૂટું ગામ પાસે ગામ રામકો સોસાયટી આવેલ છે અને વર્ષ 2009 માં આ સોસાયટીનું પ્લોટીંગ કરવામાં આવ્યું હતું અને વર્ષ 2010 માં ત્યાં બાંધકામ થયું છે જોકે, સોસાયટી બની તેને આજે 15 વર્ષ જેટલો સમય વીતી ગયો હોવા છતાં પણ આજની તારીખે આ વિસ્તારની અંદર રહેતા લોકોને લાઈટ, પાણી, રોડ રસ્તા અને ગટરની પ્રાથમિક સુવિધા મળતી નથી જેથી કરીને લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે
બાઇટ 1: હિતુભા રાઠોડ, સ્થાનિક આગેવાન, રામકો સોસાયટી, ઘૂટું
બાઇટ 2: કાંતાબેન, સ્થાનિક રહેવાસી, રામકો સોસાયટી, ઘૂટું
વીઓ
રામકો સોસાયટીના સ્થાનિક લોકોના કહેવા પ્રમાણે તેમને પ્રાથમિક સુવિધા સારી રીતે મળે તેના માટે થઈને ઘુટુ ગ્રામ પંચાયતથી લઈને ધારાસભ્ય સુધી એક નહીં પરંતુ અનેક વખત રજૂઆતો કરેલ છે તેમ છતાં પણ તે લોકોનો પ્રશ્ન ઉકેલતો નથી અને જ્યારે રજૂઆત કરવા માટે અધિકારી કે પદાધિકારી પાસે જાય ત્યારે પ્રાથમિક સુવિધા મળશે તેવી ખાતરી આપવામાં આવે છે પરંતુ ત્યારબાદ જાણે કે સરપંચ કે ધારાસભ્યનું કંઈ ઉપજતું ન હોય તેમ સ્થાનિક લોકોનો પ્રશ્ન ઉભો જ રહે છે.
બાઇટ 3: લક્ષ્મીબેન, સ્થાનિક રહેવાસી, રામકો સોસાયટી, ઘૂટું
બાઇટ 4: કોકિલાબેન, સ્થાનિક રહેવાસી, રામકો સોસાયટી, ઘૂટું
વીઓ
સરકાર દ્વારા સ્વચ્છતા ઉપર ભાર મૂકવામાં આવે છે પરંતુ આ વિસ્તારની અંદર ખુલ્લા માલિકીના પ્લોટ અને કોમન પ્લોટમાં ખરાબ ગંદા પાણી ભરેલા હોય છે જ્યાંથી મચ્છરનો ઉપદ્રવ થાય છે તેમજ રોડ રસ્તા ઉપર પણ ગટરના ગંદા પાણી વહેતા હોય છે જેથી રોગચાળો ફેલાય અને ઘરે ઘરે માંદગીના ખાટલા થાય તેવો માહોલ આ સોસાયટીનો છે તેમ છતાં પણ આ લોકોનો પ્રશ્ન ઉકેલાય તે માટે કોઈ નક્કર કામગીરી કરવામાં આવતી નથી.
બાઇટ 5: ગેલભાઈ ટોળિયા, સ્થાનિક રહેવાસી, રામકો સોસાયટી, ઘૂટું
વીઓ
કોઈપણ જગ્યાએ ખેતીની જમીનને બિલ્ડર દ્વારા બિનખેતી કરાવવામાં આવે ને ત્યાર બાદ ત્યાં બાંધકામ કરવામાં આવે ત્યાર પછી પ્રથમ બિલ્ડરની જવાબદારી હોય છે કે તેને લાઇટ, પાણી, રોડ રસ્તા ગટર સહિતની તમામ પ્રાથમિક સુવિધાઓ પૂરી પડે અને ત્યારબાદ રોડ રસ્તા અને કોમન પ્લોટની જવાબદારી પંચાયત, પાલિકા કે મહાપાલીકાને સોંપવામાં આવે ત્યારબાદ સ્થાનિક સ્વરાજની સંસ્થાની જવાબદારી હોય છે પરંતુ 15 વર્ષ પછી પણ આ સોસાયટીના રોડ રસ્તા અને કોમન પ્લોટની જવાબદારી પંચાયતની સુપ્રત કરવામાં આવી નથી જેથી કરીને પંચાયત ત્યાં કોઈ પણ પ્રકારની સુવિધા આપી શકે નહીં.
બાઇટ 6: ભાવેશભાઈ કસૂન્દ્રા, તલાટિ મંત્રી, ઘૂટું ગામ
વીઓ
આમ વર્ષો પહેલાં બિલ્ડર દ્વારા બિનખેતી કરાવીને પ્લોટનું વેચાણ કરી નાખવામાં આવ્યું અને ત્યારબાદ જુદા જુદા બિલ્ડરો દ્વારા ત્યાં મકાન બનાવવામાં આવ્યા છે જોકે આજની તારીખે 80 વીઘાની આ સોસાયટીની અંદર 800 જેટલા લોકો રહે છે તેમ છતાં પણ તે લોકોને વિકસિત ભારતની વાતો વચ્ચે લાઈટ, પાણી, રોડ રસ્તા, ગટર જેવી પ્રાથમિક સુવિધાઓ માટે પણ રજળપાટ કરવો પડે છે ત્યારે આ લોકોને સારી સુવિધા ક્યારે મળશે તે સવાલ ઉઠી રહ્યો છે.
1
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
PMPARMAR MAHESHKUMAR AMRUTLAL
FollowSept 15, 2025 10:33:400
Report
ARAlkesh Rao
FollowSept 15, 2025 10:33:290
Report
SVSANDEEP VASAVA
FollowSept 15, 2025 10:16:250
Report
RMRaghuvir Makwana
FollowSept 15, 2025 10:15:540
Report
GPGaurav Patel
FollowSept 15, 2025 10:15:360
Report
RARavi Agrawal
FollowSept 15, 2025 10:06:411
Report
PMPARMAR MAHESHKUMAR AMRUTLAL
FollowSept 15, 2025 10:01:000
Report
CPCHETAN PATEL
FollowSept 15, 2025 10:00:070
Report
DRDarshal Raval
FollowSept 15, 2025 09:30:540
Report
CPCHETAN PATEL
FollowSept 15, 2025 09:30:450
Report
0
Report
GPGaurav Patel
FollowSept 15, 2025 09:01:300
Report
CPCHETAN PATEL
FollowSept 15, 2025 09:00:270
Report
DRDarshal Raval
FollowSept 15, 2025 08:33:440
Report