Back
गायों की सेवा के लिए Ladji युवाओं का नाटक, लाखों की दान राशि
HBHimanshu Bhatt
Sept 25, 2025 02:17:15
Morbi, Gujarat
Slug 2509ZK_MRB_GAAY_NATAK
Format PKG
Reporter HIMANSHU BHATT
Feed 2509ZK_MRB_GAAY_NATAK
Date 25/9/25
Location MORBI
APPROVAL: HAMIMBHAI
એંકર
મોરબી જિલ્લાના લજાઈ ગામે છેલ્લા ઘણા વર્ષથી ગાયોના લાભાર્થે ગામના યુવાનો દ્વારા નાટકનું આયોજન કરવામાં આવે છે જેમાં ગામના જ યુવાનો ઘાઘરી પહેરીને સ્ત્રી પાત્રો પણ ભજવતા હોય છે અને મહત્વની વાત તો એ છે કે આ ગામના શિક્ષિત યુવાનો, વેપારીઓ કે કારખાનેદારો સ્ત્રી આપવામાં આવે તો તે ભજવવામાં કોઈ શરમ કે સંકોચ અનુભવતા નથી અને ગાયોના કામમાં તન મન અને ધન થી સહકાર આપે છે જેથી એક જ રાતમાં ભજવતા નાટકમાં લોકો વરસી પડતા હોય ગાયો માટે લાખો રૂપિયાનો ફાળો એકત્રિત થઇ જાય છે.
વીઓ
વર્તમાન સમયમાં લોકો ટીવી સીરીયલ, મોબાઈલમાં રચ્યા પચ્યા રેહતા હોય છે ત્યારે મોરબી નજીકના લજાઈ ગામના યુવાનો દ્વારા ગાયોની સેવા માટે એક એતિહાસિક નાટકનું આયોજન કરવામાં આવે છે જે જોવા માટે માત્ર ગામના લોકો જ નહિ પરંતુ આસપાસના ગામોમાંથી અને મોરબીથી પણ લોકો લજાઈ ગામે જતા હોય છે અને ગામમાં આવેલ કામધેનુ વિસામો ગૌશાળામાં રહેતી અંધ, અપંગ, માંદી અને અશક્ત પોણા બસો જેટલી ગાયોના લાભાથે નાટકનું આયોજન કરવામાં આવ્યું હોવાથી ગાયોની સેવા માટે ભજવતા નાટકમાં ગામના જ યુવાનો દ્વાર અદભુત અભિનય રજુ કરવામાં આવે છે જે જોઇને લોકો કલાકારની કાલ ઉપર દાનની સરવણી વહાવી દેતા હોય છે આ વર્ષે દક્ષ પ્રજાપતિનો યજ્ઞ નાટક રાખવામા આવ્યું હતું અત્રે ઉલેખનીય છે કે, દરવર્ષે નવરાત્રીમાં ઐતિહાસિક નાટકનું આયોજન કરવામાં આવે છે જેમાં ગામના શિક્ષિત યુવાનો, વેપારીઓ, ઉદ્યોગપતિ કે અન્ય કોઈપણને જે પાત્ર આપવામાં આવે તે પાત્ર કોઈ પણ પ્રકારના શરમ સંકોચ વગર ગામના લોકોની સમક્ષ તે ભજવે છે.
બાઈટ 1: હસમુખભાઈ પટેલ, શિક્ષિત યુવાન, લજાઈ
વીઓ
લગભગ આજથી 58 વર્ષ પહેલાં લજાઈ ગામમાં કામધેનુ વિસામો ગૌશાળાની સ્થાપના સોહમદત બાપુ દ્વારા કરવામાં આવી હતી જેના પાછળનો મુખ્ય ઉદેશએ હતો કે, અમારી ગાયો કદી કતલખાને નહિ જાય જેને સાર્થક કરવા માટે ગ્રામજનો દ્વારા પણ પૂરો સહયોગ આપવામાં આવી રહયો છે અને ખાસ કરી ને નવરાત્રી દરમ્યાન જુદાજુદા એતિહાસિક નાટકો ભજવવામાં આવે છે ગત રાતે દક્ષ પ્રજાપતિનો યજ્ઞ નાટક ગામના જ યુવાનો દ્વારા ભજવવામાં આવ્યું હતું જેને માણવા માટે સમગ્ર ગામ આવ્યું હતું અને ગાયોની સેવા માટેના કાર્યમાં સહુ કોઈ પોતાની યથાશક્તિ મુજબ સહયોગ આપતા હોય છે.
બાઈટ 2: કૌશિકભાઇ સેરસીયા, રહેવાસી, લજાઈ
વીઓ
લજાઈ ગામે ગાયોના લાભાર્થે યોજાયેલ નાટકમાં સ્ત્રી પાત્ર એટલે કે રાણી તેમજ દાસીના પાત્ર ભજવનારા યુવાનો કહે છે કે, ગામો ગામ ગાયોની અવદશા જોવા મળે છે પરંતુ અમારા ગામમાં કોઈ પણ શેરી ગલ્લીમાં ગાય રખડતી જોવા મળતી નથી કેમ કે ગામના યુવાનો સહિતના ગાયોના લાભાર્થે કરવામાં આવતા દરેક કાર્યમાં સહકાર આપે છે અને ગાય માતાના સેવા કર્યા માટે ઘાઘરી પેહારીને પાત્ર ભજવવામાં શિક્ષિત યુવાનો સહિતના કોઈ સંકોચ અનુભવતા નથી અને ભવાય નાટકની આપણી સંસ્કૃતિ જોડવાઈ રહે તે માટેના પ્રયાસોમાં પણ સિધ્ધી કે આડકતરી રીતે આ યુવાનો સહયોગ આપી રહ્યા છે.
બાઈટ 3: મહેશભાઈ વામજા, વેપારી, લજાઈ
બાઈટ 4: વિઠલભાઈ વામજા, રહેવાસી, લજાઈ
વીઓ
અત્રે ઉલેખનીય છે કે, લજાઈ ગામે યોજાતું નાટક એટલુ લોકપ્રિય બન્યુ છે કે અહીં નાટક જોવા માટે આજુબાજુના ગામોમાંથી પણ લોકો આવે છે આટલું જ નહિ આ ગામની દીકરી સાસરે હોય ત્યાંથી ખાસ કરીને નવરાત્રી ઉપર યોજતા નાટકને જોવા માટે તેને ઘણા પરિવારો દ્વારા બોલાવવામાં આવતી હોય છે આમ નવરાત્રીમાં યોજાતા આ નાટકને કારણે ગામમાં મોટા તહેવાર જેવો માહોલ હોય છે અને આજના આધુનિક યુગમાં મોરબી જિલ્લામાં નાટ્યકલા અખંડ રહે તે માટે લજાઈ ગામના યુવાનો દ્વારા જે કામ કરવામાં આવી રહ્યું છે જો બીજા ગામના લોકો પણ તેમાંથી પ્રેરણા લઈને ગાયોના હિતાર્થે કામ કરે તો રઝળતી ગાય કોઈ જગ્યાએ જોવા મળશે નહિ અને લજાઈ ગામના લોકોના કહેવા મુજબ ગાયોના લાભાર્થે યોજાતા એક જ નાટકથી લાખો રૂપિયાનો ફાળો ગાયોની સેવા માટે એકત્રિત થઇ જાય છે.
3
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
HShakimuddin shabbirbhai
FollowSept 25, 2025 14:00:090
Report
AKArpan Kaydawala
FollowSept 25, 2025 13:49:120
Report
AKArpan Kaydawala
FollowSept 25, 2025 13:46:180
Report
AKArpan Kaydawala
FollowSept 25, 2025 13:35:210
Report
SCSHAILESH CHAUHAN
FollowSept 25, 2025 13:35:140
Report
GPGaurav Patel
FollowSept 25, 2025 13:35:060
Report
GPGaurav Patel
FollowSept 25, 2025 13:34:590
Report
URUday Ranjan
FollowSept 25, 2025 13:34:520
Report
CPCHETAN PATEL
FollowSept 25, 2025 12:21:280
Report
SBShilu Bhagvanji
FollowSept 25, 2025 12:04:200
Report
NDNavneet Dalwadi
FollowSept 25, 2025 12:04:030
Report
CPCHETAN PATEL
FollowSept 25, 2025 12:01:570
Report
CPCHETAN PATEL
FollowSept 25, 2025 11:48:460
Report
GDGaurav Dave
FollowSept 25, 2025 11:22:530
Report
CPCHETAN PATEL
FollowSept 25, 2025 11:16:410
Report