Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Surat395002
IMD की भारी बारिश की चेतावनी: Surat समेत दक्षिण गुजरात में भारी बारिश
CPCHETAN PATEL
Sept 19, 2025 09:47:30
Surat, Gujarat
સુરત બ્રેક હવામાન વિભાગ દ્વારા સુરત દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે સુરતના અઠવા ગેટ, સિટીલાઈટ વિસ્તાર8માં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસાદને લઈને નોકરીયાત અને વિદ્યાર્થીઓને ભારે હાલાકી વાતાવરણમાં બફારા બાદ ઠડક પ્રસરી વોક થ્રુ..ચેતન
0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
AKArpan Kaydawala
Sept 19, 2025 11:55:11
Ahmedabad, Gujarat:અમદાવાદ શહેરના સાબરમતી વિસ્તારમાં આવેલા જુના અચેર ગામના સુભાષ નગરમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવેલા ડિમોલિશનને લઈને વિવાદ સર્જાયો છે. Amc ના પશ્ચિમ ઝોન એસ્ટેટ વિભાગ દ્વારા હાથ ધરેલી કામગીરીમાં 5 કાચા પાકા દબાણો દૂર કરવામાં આવ્યા છે. પણ સ્થાનિકોનો આરોપ છે કે કોર્ટ મેટર ચાલતી હોવા છતાં અને આગામી 22સપ્ટેમ્બરે વધુ મુદત હોવા છતાં તંત્ર દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે રાખીને બળજબરી પૂર્વક અમલ કરી દેવાયો છે.અસરગ્રસ્તનું કહેવું છે કે અનેક વિનંતી બાદ પણ તંત્રએ ચોમાસામાં તેમની છત છીનવી લીધી છે. બીજી તરફ આ કામગીરી સમયે હોબાળો કરનાર કેટલાક લોકોની અટકાયત પણ કરાઈ હોવાની માહિતી સામે આવી રહી છે. બાઈટ : રામબહાદુર રાઠોડ, અસરગ્રસ્ત
0
comment0
Report
CPCHETAN PATEL
Sept 19, 2025 11:53:44
Surat, Gujarat:સુરત બ્રેક સુરત ખોડલધામ સમિતિનો મોટો નિર્ણય – નવરાત્રી ગરબામાં અન્ય ધર્મના લોકોને ‘નો એન્ટ્રી’ લવ જેહાદ અટકાવવા માટે ગરબામાં પ્રવેશ પહેલાં ફરજિયાત આઈડી ચેક “સમાજની દીકરી, સમાજના આંગણે” – દીકરીઓની સુરક્ષાના હેતુથી કડક નિયમ કોસમાડા લાઈવ સ્પોર્ટ્સ ગ્રાઉન્ડમાં ભવ્ય નવરાત્રી મહોત્સવનું આયોજન કેન્સર હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટર માટે ભંડોળ એકત્ર થશે મહિલાઓ માટે નિઃશુલ્ક પ્રવેશ – સુરક્ષા માટે સ્વયંસેવકોની મોટી ટીમ તૈનાત પાટીદાર નેતા નરેશ પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાતમાં 28 સ્થળે પારિવારિક ગરબા ચેરીટી સાથે સુરક્ષા – ખોડલધામ સમિતિનો આગવો પ્રયાસ બાઈટ..ધાર્મિક માલવીયા..પાસ નેતા
0
comment0
Report
NDNavneet Dalwadi
Sept 19, 2025 11:34:28
Bhavnagar, Gujarat:રિપોર્ટર: નવનીત દલવાડી. લોકેશન: ભાવનગર. તારીખ: ૧૯/૦૯/૨૦૨૫. સ્ટોરી: પેકેજ. એપ્રુવલ: ડેસ્ક. સ્લગ: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આગમનને લઈને તૈયારીઓને આખરી ઓપ. એન્કર/વિઓ: આવતીકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભાવનગરની મુલાકાતે આવી રહ્યા છે. ત્યારે તેમના આગમનને લઈને તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. એરપોર્ટ ખાતે ઉતરાણ બાદ શહેરના મહિલા કોલેજ સર્કલ ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું ભવ્યાતિભવ્ય સ્વાગત કરવામાં આવશે, અને ત્યાર બાદ જવાહર મેદાન ખાતેના સભા સ્થળ સુધી દોઢ કિમી લાંબો ભવ્ય રોડ શો યોજાશે, રોડ શો દરમ્યાન અનેક જગ્યા પર વિવિધ પ્રકારના કાર્યક્રમો અને સ્વાગત થશે. રોડ શોના સમગ્ર રૂટને સુંદરરીતે શણગારવામાં આવ્યો છે. એરપોર્ટથી જવાહર મેદાન સુધી વિવિધ સ્થળોની ઝાંખી કરાવતા ટેબલો ગોઠવવામાં આવ્યા છે. ઉપસ્થિત 25 હજારથી વધુ માનવ મેદનીનુ પ્રધાનમંત્રી અભિવાદન ઝીલશે. જેને લઈને તમામ પ્રકારની સુરક્ષા ને ધ્યાને રાખી સભાસ્થળ સુધી થ્રિ લેયર બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જેમાં 11 એસપી, 23 ડીવાયએસપી, એસ.આર.પી ની બે કંપની સહિત 4000 જેટલાં પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. પ્રધાનમંત્રીની ઝેડ પ્લસ અને એસપીજી સુરક્ષાને ધ્યાને રાખી પોલીસ દ્વારા લોખંડી સુરક્ષા કવચ તૈયાર કરાયું છે. પ્રધાનમંત્રીના કાર્યક્રમમાં જનમેદની માટે 1200 એસ.ટી બસોની ફાળવણી કરવામાં આવી છે. તેમજ સભા સિહાલ પર ત્રણ ડોમ બનાવવામાં આવ્યા છે. જેમાં 65 હજાર લોકો બેસી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. રોડ શો પૂર્ણ કરી સવારે 10: 30 કલાકે નરેન્દ્ર મોદી સભા સ્થળ પર ઉપસ્થિત થશે. પ્રધાનમંત્રીના રોકાણ દરમ્યાન અલંગ, બંદરો, શીપીંગ અને જીએમબી ને લગતા 1.50 લાખ કરોડ રૂપિયાના એમઓયુ થશે. તેમજ સાગરમાલા 2.0 માટે 75,000 કરોડ, શિપ બિલ્ડીંગ ફાઇનાન્સ આસિસ્ટન્ટના 24,736 કરોડ, મેરીટાઈમ ડેવલોપમેન્ટ ફંડના 25,000 કરોડ, શિપ બિલ્ડીંગ ડેવલપમેન્ટ સ્કીમના 19,989 કરોડ, પટના વારાણસી અને કોલકત્તામાં વોટર મેટ્રોના વિકાસ માટે 2700 કરોડની પ્રધાનમંત્રી ઘોષણા કરશે. સાથે વારાણસી શિપ રીપેર ફેસીલીટી માટે 300 કરોડ, વારાણસીમાં ફ્લેટ વિલેજ બનાવવા 200 કરોડ, મુંબઈ પોર્ટ ઓથોરિટી માં ક્રુઝ ટર્મિનલ માટે 303 કરોડની પ્રધાનમંત્રી ઘોષણા કરશે. આ સાથે છારા પોર્ટ એચપી, એલએનજી ટર્મિનલ માટે 4700 કરોડ, ગુજરાત રિફાઇનરી ખાતે એક્રેલિક ઓક્સો આલ્કોહોલ પ્રોજેક્ટ માટે 5894 કરોડ, સુરેન્દ્રનગર 400 મેગા વોટ સોલાર પ્રોજેક્ટ 1500 કરોડ, પટણા ખાતે 200 મેગા વોટ પ્લાન્ટના 1050 કરોડ, તેમજ ભાવનગરમાં સિવિલ હોસ્પિટલના એકેડેમિક બ્લોક, શિક્ષણ ભવન, એમસીએચ બ્લોક માટે 584 કરોડ, ભાવનગરના કુંભારવાડાના 84 કરોડના 45 એમએલડી ટ્રીટમેન્ટ પ્લાન્ટ, 134 કરોડના ફ્લાય ઓવરબ્રિજ, કુંભારવાડા દસનાળા ફોરલેન 29 કરોડ, ભાવનગર બાડાના 46 કરોડ સહિતના વિકાસકામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાશે, આ સહિત વડાપ્રધાનના હસ્તે ગુજરાતના સૌરાષ્ટ્ર સહિત પાંચ જિલ્લાના વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવનાર છે. બાઈટ : જીતુભાઇ વાઘાણી, ધારાસભ્ય, ભાવનગર પશ્ચિમ. બાઈટ : નિતેશ પાંડે, જિલ્લા પોલીસ અધિક્ષક, ભાવનગર.
0
comment0
Report
MDMustak Dal
Sept 19, 2025 10:47:37
Jamnagar, Gujarat:તા.19-09-2025 રિપોર્ટર : મુસ્તાક દલ...જામનગર સ્ટોરી ટાઇટલ : હત્યા Slug : 1909 ZK JMR MURDER ફોર્મેટ : SAVDHAN GUJARAT લોકેશન : જામનગર ટીકર... જામનગરમાં ગેરેજ સંચાલકની પરોઢીયે હત્યા લાલવાડી વિસ્તારમાં હત્યાની ઘટનાથી ભારે ચકચાર માથામાં બોથડ પદાર્થનો ઘા ઝીંકી ઢીમ ઢાળી દીધું પોલીસ દ્વારા હત્યારાને શોધવા માટેની કવાયત એન્કર : જામનગરમાં ગુલાબ નગર વિસ્તારમાં રહેતા અને લાલવાડી એરિયામાં ગેરેજ ચલાવતા અખ્તર રફિકભાઈ ખીરા નામના ૨૭ વર્ષના સુમરા યુવાનની આજે પરોઢિયે કોઈ શખ્સ દ્વારા હત્યા નિપજાવાઈ છે. સંચાલક યુવાન લાલવાડી વિસ્તારમાં લોહી લુહાણ થઈને ઢળી પડયો હતો. જેને સારવાર માટે વહેલી સવારે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. પરંતુ ત્યાં તેનો મૃતદેહજ પહોંચ્યો હતો. અને બનાવ હત્યામાં પલટાયો હતો. વિઓ : 01 આ ઘટનાની જાણ થતાં મૃતક અખ્તર ના પિતા રફિકભાઈ તથા અન્ય પરિવારજનો જી.જી. હોસ્પિટલમાં દોડી ગયા હતા, અને સમગ્ર પરિવારમાં માતમ છવાયો હતો. આ મામલે પોલીસને જાણ થવાથી સીટી એ. ડિવિઝનના પી.આઇ. એન.એ. ચાવડા અને તેમનો સ્ટાફ પણ બનાવના સ્થળે અને જી.જી. હોસ્પિટલમાં દોડી ગયો હતો. અને સમગ્ર મામલામાં ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરી છે. વિઓ : 02 મૃતકના પિતા રફિકભાઈના જણાવ્યા અનુસાર તેના પુત્રને એક શખ્સ સાથે વાંધો ચાલતો હતો, અને તેના દ્વારા આ હત્યા નિપજાવાઈ હોવાની શંકા દર્શાવી છે. મૃતક યુવાને માથામાં બોથડ પદાર્થના ઘા ઝીંકી દીધા હોવાથી તેની ખોપડી ફાટી ગઈ છે અને બનાવ હત્યામાં પલટાયો છે. પોલીસે બનાવના આસપાસના વિસ્તારના સીસીટીવી કેમેરા વગેરેની મદદ લઈને હત્યારા ને શોધવા માટેની કવાયત શરૂ કરી દીધી છે. બાઈટ : ઇરફાન ખીરા ( મૃતકના ભાઈ ) બાઈટ : જ્યવીરસિંહ ઝાલા ( Dysp જામનગર)
0
comment0
Report
SVSANDEEP VASAVA
Sept 19, 2025 10:47:05
Surat, Gujarat: નોંધ :- સ્ટોરી એન્ટ્રી સ્ટ્રીગર :- સંદીપ વસાવા લોકેશન :- (ઓલપાડ ) સ્લગ :-1909ZK_DANGAR_KHEDUT_2 ફીડ :- બાઈટ, વીડિયો, FTP ફોલ્ડર માં ઉતાર્યા છે. સ્ક્રિપ્ટ 2C ફોલ્ડર માં ઉતારી છે. એન્કર... દક્ષિણ ગુજરાતમાં ડાંગર પકવતા ખેડુતો મુશ્કેલી માં મુકાયા છે. ડાંગર ના પોષણક્ષમ ભાવ ન મળતા ખેતીપાક માં કરેલો ખર્ચ પણ માથે પડી રહ્યો છે. વેપારીઓ અને સહકારી મંડળીઓ પોષણક્ષમ ભાવ ન ચૂકવતા ખેડૂતો વધુ દેવદાર બની રહ્યો હોવાનું જણાવી રહ્યાં છે. પોષણક્ષમ મુખ્યમંત્રી ને કરેલી રજુઆત પર અમલવારી થાય તેવી આશા ખેડૂતો એ વ્યક્ત કરી. વિઓ... દક્ષિણ ગુજરાતમાં મુખ્યત્વે ડાંગર ની ખેતી થાય છે. ડાંગર પકવતા ખેડૂતો મુશ્કેલી માં મુકાય રહ્યા છે. ક્યારે કમોસમી વરસાદ, ક્યારેક અતિભારે વરસાદ, માવઠું જેવી મુશ્કેલી નો સામનો કરી રહ્યો છે. જો બધું બરાબર હોય તો મંડળી અને વેપારીઓ પોષણક્ષમ ભાવ નથી આપતા, એક તરફ ખેડૂતો વધતી જતી મોંઘવારી સામે ઝઝુમી રહ્યો છે. પેટ્રોલ, ડીઝલ, મજૂરી, વાહટૂક જેવો ખર્ચ માં દિનપ્રતિદિન વધારો થઈ રહ્યો છે. જે ખેતપાક ના ભાવ માં વધારો થવો જોઈએ એની જગ્યા એ ખેતીપાક ના ભાવ માં ઘટાડો થઈ રહ્યો છે. એટલે સિઝન માં કયો ખેતીપાક લેવો તે પણ મુંઝવણ પ્રશ્ન છે.હાલ જે રીતે ખેડુત સામાજિક સહકાર5 આગેવાન જયેશ પટેલ દ્વારા મુખ્યમંત્રી ને પત્ર લખી ૫૦૦ રૂપિયા ટકા ના ભાવ આપવા રજુઆત કરવા માં આવી તેને ખેડૂતો અવકારી પણ રહ્યા સાથે સાથે એ પણ જણાવી રહ્યા છે કે આ પત્ર રજૂઆત પર અમલવારી થાય તે જરૂરી છે. બાઈટ :- સુજીત સિંહ સોલંકી (ખેડુત) બાઈટ :- વિરભદ્ર સિંહ (ખેડુત) બાઈટ :- પ્રતીકસિંહ સોલંકી (ખેડુત) બાઈટ :- જીતેન્દ્ર સિંહ વરાછીયા (ખેડુત) બાઈટ :- દિવ્યજીત સિંહ સોલંકી (ખેડુત)
0
comment0
Report
AKAshok Kumar
Sept 19, 2025 09:48:25
Junagadh, Gujarat: જૂનાગઢ - કોંગ્રેસના સંગઠન સૃજન અભિયાન અંતર્ગત પ્રશિક્ષણ શિબિર નું સમાપન થયું ૧૦ દિવસમાં રાજ્યના તમામ જીલ્લા અને શહેર પ્રમુખોને માર્ગદર્શન આપવામાં આવ્યું રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પ્રશિક્ષણ શિબિરનો પ્રારંભ કરાવ્યો હતો ૧૨ સપ્ટેમ્બર ના રોજ રાહુલ ગાંધીએ મોટીવેશનલ સ્પીચ આપી માર્ગદર્શન કર્યું હતું ગઈકાલે પણ રાહુલ ગાંધી ઉપસ્થિત રહેવાના હતા પરંતુ ફ્લાઇટ રદ થઈ હતી અને રાહુલ ગાંધીએ વર્ચ્યુઅલ માર્ગદર્શન આપ્યું હતું પ્રશિક્ષણ શિબિર સમાપનને લઈને પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા નું નિવેદન પ્રશિક્ષણ શિબિરમાં માર્ગદર્શન મળ્યું તેને લઈને રોડ મેપ તૈયાર કરાયો છે આગામી સમયમાં કોંગ્રેસ લોકો વચ્ચે જશે અને લોકોના પ્રશ્નોને ઉઠાવશે ગુજરાતની જનતાના કામ કરવા સંકલ્પ લેવાયો છે અને તે દિશામાં કોંગ્રેસ કામ કરશે બાઈટ.. અમિત ચાવડા, પ્રમુખ પ્રદેશ કોંગ્રેસ અશોક બારોટ જૂનાગઢ
0
comment0
Report
AKAjay Kashyap
Sept 19, 2025 09:48:01
Bareilly, Uttar Pradesh:ANCHOR...योगी आदित्यनाथ की जीवनी पर बनी फिल्म अजय जल्दी सिनेमा हॉल में नजर आएगी इस फिल्म को लेकर ऑल इंडिया मुस्लिम जमात के राष्ट्रीय अध्यक्ष मौलाना शहाबुद्दीन बरेलवी ने अपनी प्रतिक्रिया देते हुए कहा कि इस्लाम में फिल्म देखना पूरी तरह से हराम है न सिर्फ योगी आदित्यनाथ के ऊपर बनी फिल्म बल्कि कोई भी बनी हुई फिल्म को देखना शरीयत के मुताबिक पूरी तरह से हराम करार दी गई है मौलाना शहाबुद्दीन ने सभी मुस्लिम समुदाय से जुड़े लोगों से अपील की साथ ही नसीहत भी दी की वह सिनेमा हॉल में कोई भी अजेय फिल्म देखना ना जाए न ही कोई और फ़िल्म को सिनेमाघरों में देखे क्योंकि शरण हमें फिल्म देखने की इजाजत कतई नहीं देती है बाइट ....मौलाना शाहबुद्दीन बरेलवी, अध्यक्ष, आल इंडिया मुस्लिम जमात
0
comment0
Report
CPCHETAN PATEL
Sept 19, 2025 09:47:15
Surat, Gujarat:સુરત બ્રેક ઘોઘા-હજીરા રો-રો ફેરીનો ફેક વીડિયો વાયરલ કરનાર બે ઝડપાયા ફેક વીડિયો દ્વારા ફેરી સર્વિસને બદનામ કરવાનો પ્રયાસ વિદેશી ફેરીનો વીડિયો ઘોઘા-હજીરાનો બતાવી અફવા ફેલાવવામાં આવી “ઘણા બધા લોકોનો ભોગ લઈ લેશે” એવો ભ્રામક મેસેજ વાયરલ કંપનીના સંચાલકોએ સુરત સાયબર ક્રાઈમ સેલમાં કરી ફરિયાદ વિડિયો વાયરલથી નાગરિકોમાં ભય અને ખોટી અફવા ફેલાઈ ફેરી સર્વિસ 2018થી કાર્યરત, મોટી સંખ્યામાં લોકો લે છે લાભ સાયબર ક્રાઈમ સેલે ટેકનિકલ તપાસથી શોધ્યા આરોપીઓ સુરતના નાના વરાછા અને સુરેન્દ્રનગરમાંથી બે ઝડપાયા ડી.જે. સાઉન્ડનો ધંધો કરતો મહેશ પરમાર પ્રથમ આરોપી જમીન દલાલ સંદીપ ઢોળીયા બીજા આરોપી તરીકે ઝડપાયો બન્ને મિત્રોએ મજાકમાં ખોટો વીડિયો વાયરલ કર્યો હતો ફેરી સર્વિસને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ પોલીસ સમક્ષ ખુલ્યો પોલીસે આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી અફવા ફેલાવનારા સામે સખત કાર્યવાહી કરશે સાયબર ક્રાઈમ
0
comment0
Report
JDJAYESHBHAI DOSHI
Sept 19, 2025 09:45:37
Karantha, Gujarat:PAKADAYU_AVB_SCRIPT LOCATION-NARMADA FORMAT-AVB આદિવાસી બાહુલ્ય ધરાવતાં નર્મદા જિલ્લાના ઇતિહાસમાં પ્રથમ વખત મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે. આ ઘટના આદિવાસી યુવાનો પર ડ્રગ્સના રવાડે ચઢ્યાં હોવા તરફ અંગુલિનિર્દેશ કરે છે. રાજપીપળામાં મેફેડ્રોન ડ્રગ્સનું વેચાણ થતું હોવાની બાતમી એસઓજીની ટીમને મળી હતી. પીએસઆઈ લટા તથા તેમની ટીમે શંકમંદો પર વોચ ગોઠવી હતી. જેમાં સિંધીવાડ લાલ ટાવર પાસે રહેતા ફિરોજ ઘોરી તથા ખત્રીવાડમાં રહેતા આફતાબ સોલંકી પોલીસની રડારમાં આવ્યાં હતાં. પોલીસે બંનેના મોબાઇલ ટ્રેસ કરી તેમના લોકેશન મેળવ્યાં હતાં. બંને એપીએમસી જીન કંપાઉન્ડ પાસે હોવાનું બહાર આવતાં તેમને કોર્ડન કરી લેવામાં આવ્યાં હતાં.અને ત્યાર બાદ આ બન્ને ની પૂછતાછ કરતા અન્ય એક આરોપી પણ ઝડપાઇ ગયો કુલ 3 આરોપીને તેમની પાસે રહેલી મોપેડની તપાસ કરવામાં આવતાં તેમની પાસેથી મેફેડ્રોન ડ્રગ્સ (MD) 7 ગ્રામ કિ.રૂ. 70 હજારનો મળી આવેલ હતો. બંને પાસેથી કુલ 1.32 લાખનો મુદ્દામાલ કબજેલેવાયો છે. બંને ડ્રગ્સનું વેચાણ કરવાની ફિરાકમાં હતાં. તેઓ ક્યાંથી લાવતા હતા અને કોણ કોણ સામેલ છે જે બાબતની તપાસ ચાલુ છે. MD ડ્રગ્સ ખૂબ મોંઘુ હોય એટલે તેને વેચવાની શોધમાં ગ્રાહક શોધતા બેઠા હતા. ખાસ કરીને ગુટખાની પડેકીમાં નાખી ચાવીને અથવા સિગરેટમાં નાખીને નશો યુવાનો કરતાં હોય છે. આરોપી ફિરોઝ ઘોરી સામે રાજપીપળા અને ઉમલ્લા મળી કુલ 5 ગુના નોંધાયેલાં છે.હાલ નર્મદા પોલીસે આ આરોપી ને પૂછતાછ શરૂ કરી છે બાઈટ....વિશાખા ડબરાલ (જિલ્લા પોલીસ વડા નર્મદા)
0
comment0
Report
Advertisement
Back to top