Back
सुरत में सड्डाम-गोडील गैंग पर गुजसीटोक की कड़ी कार्रवाई
CPCHETAN PATEL
Sept 19, 2025 04:18:36
Surat, Gujarat
એકર
સુરત શહેરમાં ગેંગ બનાવી ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ આચરતી ટોળકીઓ સામે પોલીસ કમિશ્નર ગુજસીટોકનો કડક અમલ કરી રહ્યા છે. હવે પોલીસએ ખંડણીખોરીમાં કુખ્યાત સદ્દામ-ગોડિલ ગેંગ વિરુદ્ધ પણ ગુજસીટોક હેઠળ કાયદેસર એક્શન લીધું છે. ચોકબજાર પોલીસે ગેંગના મુખ્ય સભ્યો ઇમ્તિયાઝ ઉર્ફે સદ્દામ ઇકબાલ બચાવ, તેનો ભાઈ ફૈઝલ સદ્દામ અને સાહિદ ગોડિલ સામે ગુનો નોંધાવ્યો છે.
વિઓ.1
શહેર પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે છેલ્લા પાંચેક મહિનાથી ખંડણીખોરો વિરુદ્ધ કડક ઝુંબેશ હાથ ધરી હતી. આરટીઆઈ એક્ટિવિસ્ટ, પત્રકાર કે સમાજ સેવકના નામે વેપારીઓ અને બિલ્ડરોને રંઝાડતા તત્ત્વોને એસઓજીએ બેનકાબ કર્યા હતા. આ અભિયાન દરમ્યાન સદ્દામ-ગોડિલ ગેંગના કારનામા પણ બહાર આવ્યા હતા.12 ફેબ્રુઆરીએ લિંબાયતના અજરૂદ્દીન ગોગા અને તેનો મિત્ર ફરહાન પટેલ કાર્ટિંગના વેપારીને રૂ. 6.70 લાખ આપવા જઈ રહ્યા હતા. ત્યારે રાંદેરના અલફેશાની ટાવરમાં રહેતો ઇમ્તિયાઝ ઉર્ફે સદ્દામ, તેનો ભાઈ ફૈઝલ અને સાહિદ ગોડિલ કાર લઈને આવ્યા અને સદ્દામ-ગોડિલ ગેંગ કો સલામ દુઆ કિયે બિના યહાં કોઈ નહીં આ શક્તા એવો રોફ જમાવી રોકડ ભરેલી બેગ લૂંટી લીધી હતી. છ મહિના બાદ પીડિત વેપારીએ ચોકબજારમાં ગુનો નોંધાવ્યો હતો.
અનેક વેપારીઓ-બિલ્ડરોને રંઝાડ્યા
આ ગેંગે રાંદેર, ગોરાટ રોડ સહિતના વિસ્તારના વેપારીઓ અને બિલ્ડરોને સતત ધમકી આપી ખંડણી વસૂલી હતી. પોલીસે અનેક ફરિયાદોને આધારે તપાસ હાથ ધરી અને આખરે ગુજસીટોકની કલમો હેઠળ કાર્યવાહી કરી.
ગેંગનો ઇતિહાસ
વર્ષ 2009થી અત્યાર સુધીમાં છેતરપિંડી, મારપીટ, ધમકી, ખંડણી, મિલકત-જમીન હડપ કરવા સહિતના 13 ગુના નોંધાઈ ચૂક્યા છે.
ઇમ્તિયાઝ સદ્દામ કાપડ માર્કેટમાં દબદબો જમાવી ચૂક્યો છે અને જીએસટી કૌભાંડમાં પણ તેનું નામ આવ્યું હતું.
હાલ ઇમ્તિયાઝ સદ્દામ અને સાહિદ ગોડિલ લાજપોર જેલમાં કેદ છે, જ્યારે ફૈઝલ સદ્દામ દુબઈ ભાગી ગયો છે.
પોલીસે સદ્દામ-ગોડિલ ગેંગ સામે સરઘસ કાઢી શહેરમાં ખાખીનો ખૌફ ઊભો કર્યો છે. પોલીસે કડક સંદેશો આપ્યો છે કે ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ આચરતી કોઈ પણ ટોળકી કાયદાથી ઉપર નથી.
બાઈટ : રાજદીપસિંહ નકુમ, ડીસીપી
....
સુરત બ્રેક
સુરત શહેરમાં કુખ્યાત સદ્દામ-ગોડીલ ગેંગ વિરુદ્ધ ગુજસીટોક ની કડક કાર્યવાહી
ગુજસીટોક કાયદા હેઠળ ચોક બજાર પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાયો
ગેંગના સૂત્રધાર સદ્દામ ઉર્ફે ઇમ્તિયાઝ, ભાઈ ફૈસલ અને શાહિદ વિરુદ્ધ કાર્યવાહી
ગેંગ વિરુદ્ધ કુલ 13 ગંભીર ગુના નોંધાયેલા
ખંડણી, ધમકી, છેતરપિંડી, લૂંટ અને મારામારીના ગુનાઓમાં સંડોવણી
યુએસડીટી ક્રિપ્ટોકરન્સી દ્વારા ગેરકાયદેસર નાણાકીય વ્યવહારો
જીએસટી કૌભાંડથી સરકારે પણ ભોગવ્યું મોટું આર્થિક નુકસાન
ગેંગ ગરીબો અને વેપારીઓને હેરાન કરીને પડાવતી હતી ખંડણી
જમીન-મિલકત ડીલમાં છેતરપિંડી એ ગેંગની મુખ્ય મોડસ ઓપરેન્ડી
2006થી સતત ગુનાખોરીમાં સંડોવાયેલું ગેંગ
છેલ્લા 2 મહિનામાં જ 6 નવા ગુના નોંધાયા
મુંબઈમાં પણ નોંધાયો છે આરોપી ગોડીલ વિરુદ્ધ કેસ
પોલીસે ખુલાસો કર્યો કે ગેંગ આંતરરાજ્ય સ્તરે સક્રિય
નાગરિકોમાં આશા – હવે અંત આવશે સદ્દામ-ગોડીલ ગેંગના આતંકનો
બન્ને આરોપીઓની ધરપકડ થતા સ્થાનિકોએ એસઓજી નું ભવ્ય સન્માન કર્યું હતું
બાઈટ..રાજદીપસિંહ નકુમ...ડીસીપી એસઓજી
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
CPCHETAN PATEL
FollowSept 19, 2025 06:12:160
Report
CPCHETAN PATEL
FollowSept 19, 2025 05:48:581
Report
JDJAYESHBHAI DOSHI
FollowSept 19, 2025 05:47:000
Report
UPUMESH PATEL
FollowSept 19, 2025 04:45:390
Report
CPCHETAN PATEL
FollowSept 19, 2025 04:31:151
Report
PMPARMAR MAHESHKUMAR AMRUTLAL
FollowSept 19, 2025 04:19:135
Report
CPCHETAN PATEL
FollowSept 19, 2025 04:19:006
Report
ATAMIT TRIPATHI
FollowSept 19, 2025 02:33:480
Report
PKPramod Kumar Gour
FollowSept 18, 2025 17:16:1813
Report
AKAshok Kumar
FollowSept 18, 2025 17:16:0311
Report
AKAshok Kumar
FollowSept 18, 2025 17:15:5213
Report
AKAshok Kumar
FollowSept 18, 2025 17:01:4612
Report
LJLakhani Jaydeep
FollowSept 18, 2025 17:01:0511
Report
LJLakhani Jaydeep
FollowSept 18, 2025 16:46:5414
Report