Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Surat395002
सूरत के ब्रेकिंग: बच्चों की सुरक्षा पर स्कूल की लापरवाही उजागर
CPCHETAN PATEL
Sept 16, 2025 10:47:31
Surat, Gujarat
સૂરત બ્રેકીંગ.. ભટાર ખાતે આવેલ "kids World Pre School" ની બેદરકારી.. અડીવર્ષનો બાળક ચાલુ સ્કૂલ માંથી બહાર આવ્યો.. સ્થાનિક લોકો દ્વારા બાળકના માતાને જાણ કરતા માતા તાત્કાલિક સ્કૂલ પર પોંહચી.. સ્કૂલ પર કોઈ પણ સિક્યુરિટી અથવા કોઈ જવાબદાર વ્યક્તિ નથી : બાળકની માતા જો બાળક બહાર આવ્યા બાદ બાળક સાથે કઈ બનાવ બની જતે તો સ્કૂલ દ્વારા જવાબદારી લેવામાં આવી હોત... આવી સ્કૂલ સામે કાર્યવાહી કરવાની માગ વાલી દ્વારા કરવામાં આવી.. બાઈટ : સૂચિ જૈન =બાળકની માતા
3
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
RMRaghuvir Makwana
Sept 16, 2025 12:46:57
Botad, Gujarat:DATE-16-09-2025 SLUG-1609 ZK BTD AAVEDANPATRA FORMET-AVB SEND-FTP REPORTER-RAGHUVIR MAKWANA-9724305108 APPROVAL-TAPANBHAI બોટાદ ગઢડા તાલુકાનાં મોટી કુંડળ ગામના લોકોએ શાળાનાં આચાર્ય વિરુધ આપ્યું આવેદનપત્ર.. મોટી કુંડળ ગામની પ્રાથમિક શાળાના આચાર્ય જયદિપભાઈ જોગરાણા વિરૂધ્ધ ટીડીઓ ને આપ્યું આવેદનપત્ર.. મોટી કુંડળ ગામના લોકો મોટી સંખ્યામાં તાલુકા પંચાયત પહોચી સુત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું. મોટી કુંડળ પ્રાથમિક શાળામાં છેલ્લા પાંચ વર્ષથી શિક્ષણ ખાડે ગયું છે અને જિલ્લામા છેલ્લા નંબરનું શિક્ષણ હોવાનું ગામલોકોએ કર્યા આક્ષેપો.. આચાર્ય દ્વારા શિક્ષણ મા ધ્યાન આપતા નથી અને ભ્રષ્ટાચાર કરવામાં આવે છે જેની તાત્કાલિક તપાસ કરી આચાર્ય ની બદલી કરવા ગામલોકોએ માંગ કરી.. જો તંત્ર દ્વારા આચાર્ય વિરુધ કોઈ કાર્યવાહી કરવામાં નહી આવે તો ઉગ્ર આંદોલન કરવાની ગામલોકોએ ચીમકી ઉચ્ચારી. બાઈટ-ચંદ્રસિંહ જાળિયા-
0
comment0
Report
RMRaghuvir Makwana
Sept 16, 2025 12:22:31
Botad, Gujarat:DATE-16-09-2025 SLUG-1609 ZK BTD BHIMNATH JAMIN VIVAD FORMET-PKG SEND-FTP REPORTER-RAGHUVIR MAKWANA-9724305108 APPROVAL-VISHAL BHAI એન્કર બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં આવેલા ઐતિહાસિક ભીમનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટની ૬૮ વીઘા જમીન પર અતિક્રમણ થયાનો મોટો વિવાદ ઊભો થયો છે. ટ્રસ્ટના મહંત આશુતોષગીરી બાપુએ ગંભીર આક્ષેપો કરતાં જણાવ્યું છે કે ભીમનાથ અને પોલાલપુર ગામમાં આવેલી ટ્રસ્ટની આ જમીન પર સ્થાનિક ગ્રામ પંચાયતે ગેરકાયદેસર રીતે ૧૨૦ જેટલા મકાનો બનાવી દીધા છે અને જમીન પચાવી પાડી છે. વિઓ ​મહંતના આક્ષેપો અને વિગતો: ​મહંત આશુતોષગીરી બાપુના જણાવ્યા અનુસાર, પોલાલપુર ગ્રામ પંચાયતે ૨૦૧૫ પહેલાં ટ્રસ્ટની જમીન પર લોકોને મકાનો બનાવવા માટે ફાળવી દીધી હતી. તેમણે આક્ષેપ કર્યો છે કે આ જમીન પર ૫૦૦ ચોરસ વાર અને ૩૦૦ ચોરસ વારના ૧૨૦ મકાનો બાંધવામાં આવ્યા છે. આ ઉપરાંત, ૪૦ જેટલા પ્લોટમાં ઈન્દિરા અને સરદાર આવાસ યોજના હેઠળ પણ મકાનો બનાવવામાં આવ્યા છે. ​મહંતે વધુમાં જણાવ્યું કે આ અતિક્રમણ બાબતે છેલ્લાં કેટલાંક વર્ષોથી અનેક રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. તેમણે તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરીને ટ્રસ્ટને તેની જમીનનું વળતર મળે તેવી માંગ કરી છે. ​ બાઈટ-આશુતોષ ગિરી મહંત-ભીમનાથ મહાદેવ વિઓ ​બીજી તરફ, આ મામલે ગ્રામ પંચાયત અને સ્થાનિક રહીશોએ પોતાનો પક્ષ રજૂ કર્યો છે. સ્થાનિકોએ જણાવ્યું કે તેમને ગ્રામ પંચાયત દ્વારા જ મકાન બનાવવા માટે પ્લોટ ફાળવવામાં આવ્યા હતા, અને આ ફાળવણીના તમામ પુરાવા તેમની પાસે ઉપલબ્ધ છે. ​બાઈટ-ભુપત ભાઈ મકાન ધારક બાઈટ-મથુરભાઈ મકાન ધારક વિઓ ​આ સમગ્ર વિવાદ અંગે બરવાળા તાલુકા વિકાસ અધિકારી કે.બી. પટેલે પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે આ મામલાની જાણ થતાં જ તાત્કાલિક તપાસ હાથ ધરવામાં આવી છે. તપાસ પૂર્ણ થયા બાદ જે પણ તથ્યો સામે આવશે, તેના આધારે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. બાઈટ-કે.બી.પટેલ-તાલુકા વિકાસ અધિકારી
0
comment0
Report
BPBurhan pathan
Sept 16, 2025 12:07:24
Anand, Gujarat:FEED FTP કરી છે ડેસ્ક એપ્રુઅલ સ્ટોરી એન્કરઃઆવતીકાલે 17મી સપ્ટેમ્બરનાં રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં 75માં જન્મ દિવસની ઉજવણી કરવામાં આવનાર છે.ત્યારે આણંદની કવિયત્રી અને ચિત્રકાર બે બહેનોની જોડીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં 75 જેટલા ચિત્રો 75 કવિતાઓને 75 ફુટ લાંબા અને 75 ઈંચ પહોળા કેન્વાસ વોલ પર નિર્માણ કરી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જન્મ દિવસની અનોખી ભેટ આપી છે. આજે વલ્લભવિદ્યાનગરની સીવીએમ ફાઈન આર્ટસ કોલેજમાં આ કેન્વાસ પોસ્ટરનું પ્રદર્શન યોજાયું હતું. વીઓઃ આણંદ શહેરમાં રહેતા રાધા ભોઈ કે જેઓ વ્યવસાયે નોટરી એડવોકેટ છે,અને સાથે સાથે એક સારા કવિયત્રી પણ છે,જયારે નાની બહેન રંજન ભોઈ વલ્લભવિદ્યાનગરની સીવીએમ ફાઈન આર્ટસ કોલેજમાં અધ્યાપિકા છે,અને એક સારા ચિત્રકાર છે,આ બન્ને બહેનોએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનાં 75માં જન્મ દિવસને લઈને એક અનોખુ કેન્વાસ ચિત્ર તૈયાર કર્યું છે,જેમાં રાધાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કેન્દ્રમાં રાખીને તેઓનો સંધર્ષ અને સફળતા અને તેઓએ કરેલા વિવિધ કામોનાં સાપેક્ષમાં 75 જેટલી કવિતાઓનું સર્જન કર્યું છે,જયારે રંજનએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં વિવિધ મુખમુદ્રાઓ ધરાવતા 75 ચિત્રો તૈયાર કર્યા છે,અને આ 75 ચિત્રો અને 75 કવિતાઓને રાધા અને રંજનએ ભેગા મળીને 75 ફુટ લાંબા અને 75 ઈંચ પહોળા વિશાળ કેન્વાસ પર તૈયાર કર્યા છે. વીઓઃઆ સર્જનાત્મક પ્રોજેક્ટ હેઠળ પ્રખ્યાત ચિત્ર કલાકાર કુ.રંજન રાયસિંગ ભોઈ દ્વારા 75 ફૂટ લાંબા અને 75 ઇંચ પહોળા કેનવાસ પર 75 પેઇન્ટિંગ્સ, ડ્રોઇંગ્સ અને સ્કેચ તૈયાર કરવામાં આવી રહ્યા છે. આ કૃતિઓ પ્રધાનમંત્રીશ્રીના જીવન, કાર્યશૈલી અને રાષ્ટ્રસેવાના વિવિધ આયામોને જીવંત રીતે રજૂ કરે છે. સાથે જ, સાહિત્યક્ષેત્રની પ્રતિભાશાળી કવયિત્રી રાધા કોકિલા રાયસિંગ ભોઈ દ્વારા પ્રધાનમંત્રીશ્રીના કાર્ય, સંકલ્પશક્તિ અને રાષ્ટ્રપ્રેમ પર આધારિત 75 કાવ્યો રચવામાં આવ્યા છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં જીવન કવનને પ્રસ્તુત કરતા 75 ચિત્રો ઓઈલ પેઈન્ટ,વોટર કલર,સ્કેચ પેન,અનેે પેન્સીલ સ્કેચથી તૈયાર કરવામાં આવ્યા છે,અને એક વર્ષની મહેનત બાદ આ ચિત્રો તૈયાર થયા છે. વીઓઃ રંજન ભોઈએ કહ્યું હતું કે આ પ્રોજેક્ટનો હેતુ માત્ર કલા અને સાહિત્યનું પ્રદર્શન કરવાનો નથી, પરંતુ પ્રધાનમંત્રીના જીવનમૂલ્યો – પરિશ્રમ, સંકલ્પશક્તિ, આત્મનિર્ભરતા અને રાષ્ટ્રપ્રેમ – યુવા પેઢી તેમજ સમગ્ર સમાજ સુધી પહોંચાડવાનો છે.આ ચિત્રોને પ્રદર્શન સ્વરૂપે જનતા માટે ખુલ્લું મૂકવામાં આવશે. સાથે જ, ડિજિટલ માધ્યમો દ્વારા દેશ–વિદેશમાં રહેલા લોકો સુધી પણ તેનો પ્રસાર કરવામાં આવશે. વીઓઃ સમગ્ર દેશમાં કદાચ પ્રથમ વાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં જીવન કવનને સાકાર કરતા 75 ફુટ લાંબા 75 ચિત્રો અને કાવ્યોનું સર્જન કરતું ચિત્ર તૈયાર કરવામાં આવ્યું હોય,અને આ તૈયાર કરાયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં ચિત્રોને અને કવિતાઓને આ બન્ને બહેનો દિલ્લી ખાતે પણ પ્રદર્સિત કરવાની મહેચ્છા ધરાવે છે,અને આ ચિત્રો સાથે મળવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં કાર્યાલયમાં પણ સમય માંગવામાં આવ્યો છે.આજે વલ્લભવિદ્યાનગરની સીવીએમ ફાઈન આર્ટસ કોલેજમાં યોજાયેલા આ અનોખા ચિત્ર પ્રદર્શનને સાંસદ મિતેશ પટેલ,જિલ્લા ભાજપ પ્રમુખ સંજય પટેલ સહીત અગ્રણી,અધ્યાપકો અને વિદ્યાર્થીઓએ નિહાળ્યો હતો. બાઈટઃ રંજન ભોઈ (ચિત્રકાર) બાઈટઃ રાધા ભોઈ (કવિયત્રી) બાઈટઃ મિતેશ પટેલ (સાંસદ) બાઈટઃ સંજય પટેલ (પ્રમુખ-જિલ્લા ભાજપ) બુરહાન પઠાણ ઝી મિડીયા આણંદ
2
comment0
Report
CPCHETAN PATEL
Sept 16, 2025 12:03:12
0
comment0
Report
GKGovindbhai Karmur
Sept 16, 2025 10:47:52
0
comment0
Report
DPDhaval Parekh
Sept 16, 2025 10:17:14
Navsari, Gujarat:એપ્રુવડ બાય : સ્ટોરી આઈડિયા સ્લગ : NVS SMART METER નોંધ : વિઝ્યુઅલ અને બાઈટ FTP માં 9 સપ્ટેમ્બરના ફોલ્ડરમાં આજના 16 ઓગસ્ટના ફોલ્ડરમાં અપલોડ કર્યા છે... એંકર : નવસારી શહેરમાં DGVCL કંપની દ્વારા સ્માર્ટ મીટર લગાવવાનો પ્રયાસ કર્યો, પણ લોકોના વિરોધને કારણે ઘણી જગ્યાએ સ્માર્ટ મીટર લગાવી શકાયા ન હતા. ત્યારે ગ્રાહકોના વિરોધ વચ્ચે આજે સ્માર્ટ મીટર ફાયદાકારક હોવાના સંદેશ સાથે DGVCL દ્વારા નવસારીના ધારાસભ્ય રાકેશ દેસાઈના ઘરે સ્માર્ટ મીટર લગાડવામાં આવ્યુ હતુ. વી/ઓ : દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા શહેરમાં સ્માર્ટ મીટર લગાવવાની શરૂઆત કરતા જ વિરોધનો સમાનો કરવો પડ્યો હતો. શહેરના ઘણા વિસ્તારોમાં વીજ કંપનીના ગ્રાહકોએ જૂના મીટર કાઢી નવા સ્માર્ટ મીટર નાંખવાના કામનો વિરોધ કર્યો હતો. વિરોધને પગલે નવસારીમાં DGVCL ના સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી ધીમી પડી હતી. શહેરમાં 1.35 લાખ ગ્રાહકોના ઘરે સ્માર્ટ મીટર લગાવવાનો કંપનીનો ટાર્ગેટ છે. ત્યારે લોકોમાં સ્માર્ટ મીટર લગાવવા મુદ્દે જાગૃકતા આવે એવા ઉદ્દેશ્ય સાથે આજે DGVCL ના શહેર વિભાગ દ્વારા નવસારીના ધારાસભ્ય રાકેશ દેસાઈના ઘરે સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યું હતું. સાથે જ સ્માર્ટ મીટર લગાવવાના ફાયદા પણ કંપનીના અધિકારીઓએ ધારાસભ્યને સમજાવી લોકોને જાગરૂક કરવા અપીલ કરી હતી. જેમાં સ્માર્ટ મીટરથી જેટલો વપરાશ થાય એટલું જ બીલ, બે મહિનાની જગ્યાએ એક મહિનાનું બીલ તેમજ વીજ લોડ વધે તો મીટર ટ્રીપ થઈ જાય જેથી વીજ ઉપકરણોને નુકશાનીથી પણ બચાવી શકાય. જોકે DGVCL દ્વારા અત્યાર સુધી શહેરમાં 7200 સ્માર્ટ મીટર લગાવી દેવામાં આવ્યા છે. ત્યારે ધારાસભ્યના ઘરે સ્માર્ટ મીટર લગાવી DGVCL શહેરમાં સ્માર્ટ મીટરનો વિરોધ રોકી, દરેક ગ્રાહકોને ત્યાં મીટર લગાવવાનું મન બનાવી રહી છે. બાઈટ : મણિલાલ ગાંવિત, નાયબ ઈજનેર, DGVCL, નવસારી બાઇટ રાકેશ દેસાઇ ધારાસભ્ય
6
comment0
Report
CPCHETAN PATEL
Sept 16, 2025 09:53:29
Surat, Gujarat:એકર શહેરનાં પાલ વિસ્તારમાં આવેલ લેક રેસ્ટોરેન્ટ્સમાં જન્મ દિન પ્રસંગે પહોંચેલા પરિવારનાં માત્ર દોઢ વર્ષનાં બાળકનું પાણીમાં ડુબી જવાને કારણે કરૂણ મોત નિપજ્યું છે. ઘટનાને પગલે પરિવારજનોમાં ઘેરા શોકની લાગણી પ્રસરી જવા પામી છે. બીજી તરફ રેસ્ટોરેન્ટ્સમાં હાજર અન્ય મહેમાનો સહિત મિજબાની માણી રહેલાં પરિવારોમાં પણ ભારે ગમગીની છવાઈ જવા પામી હતી. મૃતક બાળકનાં માતા - પિતા રેસ્ટોરેન્ટ્સમાં બર્થ પાર્ટીમાં જમણવાર કરી રહ્યા હતા ત્યારે માસુમ બાળક રમતાં રમતાં રેસ્ટોરેન્ટમાં આવેલ તળાવમાં ડુબી ગયો હતો. જો કે, હોટેલમાં હાજર અન્ય લોકોનું આ તરફ ધ્યાન જતાં તેઓએ તાત્કાલિક બાળકને પાણીમાંથી બહાર કાઢ્યું હતું પરંતુ પ્રાથમિક સારવાર મળે તે પહેલાં જ બાળકનું મોત નિપજ્યું હતુ. હાલમાં પોલીસ દ્વારા પ્રાથમિક ફરિયાદનાં આધારે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. વિઓ.1 વરાછાનાં યોગી ચોક વિસ્તારમાં રહેતા વિજય સાવલિયા ગત રોજ પાલ ખાતે આવેલ યુફોરિયા રેસ્ટોરેન્ટમાં પોતાના સબંધીનાં જન્મ દિનની પાર્ટીમાં પરિવાર સાથે ગયા હતા. વિજય સાવલિયા અને તેમની પત્ની સહિત માત્ર દોઢ વર્ષનાં ક્રિશીવ સાવલિયા હોટેલમાં પહોંચ્યા બાદ મિત્ર વર્તુળમાં વાતોમાં મશગુલ બન્યા હતા. આ દરમિયાન માતા - પિતાની નજરથી દુર થયેલ ક્રિશીવ હોટેલમાં જ આવેલ તળાવ પાસે પહોંચ્યો હતો. ક્રિશીવ સાવલિયા પાણીમાં મસ્તી કરવા જતાં તેનો પગ લપસી ગયો હતો અને તે તળાવમાં ગરકાવ થઈ ગયો હતો. માત્ર દોઢ વર્ષનાં ક્રિશીવ સાલવિયા પાણીમાં અંદાજે 15 મિનીટ સુધી તરફડિયા મારી રહ્યો તે દરમિયાન જ હોટેલમાં જમવા માટે આવેલ એક અન્ય નાગરિકનું આ તરફ ધ્યાન ગયું હતું. તેણે તાત્કાલિક હોટેલનાં સ્ટાફને જાણ કરવાની સાથે ક્રિશીવને બહાર કાઢ્યો હતો. જો કે, બેભાન હાલતમાં ક્રિશીવને નિહાળીને વિજય સાવલિયા અને તેમની પત્નીનાં માથે આભ તુટી પડ્યું હતું. તાત્કાલિક પરિવારજનો ક્રિશીવને લઈને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે દોડી ગયા હતા. અલબત્ત, ફરજ પરનાં તબીબોએ બાળકને મૃત જાહેર કરતાં પરિવારજનોમાં ઘેરા શોકની લાગણી પ્રસરી જવા પામી હતી. આ સંદર્ભે હોટેલનાં મેનેજર હસન રાબડીએ જણાવ્યું હતું કે, માતા - પિતા તેમના સબંધીનાં જન્મદિનની પાર્ટીમાં હાજરી આપવા આવ્યા હતા. આ દરમિયાન તેઓનું બાળક વોટર પોન્ડમાં પડી ગયું હતું. જો કે, હોટેલમાં જ હાજર એક અન્ય કસ્ટમ દ્વારા અમને જાણ કરવામાં આવી હતી. બીજી તરફ ઘટના અંગેની જાણ થતાં જ સ્થાનિક પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે ઘસી ગયો હતો. હાલમાં પોલીસ દ્વારા પ્રાથમિક ફરિયાદનાં આધારે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. વોક થ્રુ..ચેતન બાઈટ..દીપ વકીલ..એસીપી
3
comment0
Report
CPCHETAN PATEL
Sept 16, 2025 09:34:03
Surat, Gujarat:1609ZK_SRT_DHAN_MATHU સુરતના લસકાણા વિસ્તારમાં ધડ અને માથું અલગ ફેંકી દેવાની ઘટનામાં ક્રાઇમબ્રાંચના હાથે સફળતા લાગી છે ક્રાઈમ બ્રાન્ચે આરોપી મુન્ના ની ધરપકડ કરી છે. મૃતક અને આરોપી મુન્નો રાત્રીના સમયે સાથે હતા અને બંને નશામાં હતા આ દરમિયાન મૃતકે આરોપીની બહેન અને મા વિશે એલ ફેલ ગાળાગાળી કરી હતી જે વાતને લઈ પહેલા આરોપી મુનાએ બોથર્ડ પદાર્થ માર્યો હતો અને ત્યારબાદ ઉશ્કેરાય જઇ ચપ્પુ વડે મૃતક દિનેશ મહંતોનું ગળું કાપી નાખ્યું હતું. વિઓ.1 સુરતના લસકાણા વિસ્તારમાં કચરાના ઢગલા માંથી એક યુવાનનું માથું મળી આવ્યું હતું. અજાણ્યા ઇસમનો માથું મળી આવતા સ્થાનિક વિસ્તારમાં પામી હતી આ ઘટનાની જાણ થતા જ ક્રાઈમ બ્રાન્ચ પીસીબી સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. ક્રાઈમ બ્રાન્ની ટીમ દ્વારા મૃતકની ઓળખ કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ શરૂઆતના સમયમાં મૃતકની ઓળખ શક્ય બની ન હતી. બાદમાં ક્રાઈમ બ્રાન્ચ દ્વારા બે પીઆઇ તેમજ 50 પોલીસ કર્મચારીઓ સાથે અલગ અલગ વિસ્તારોમાં ફરી મૃતકની ઓળખ કરવાનો પ્રયાસ હાથ ધર્યો હતો. આ દરમિયાન મૃતક દિનેશ મહંતો હોવાનું સામે આવ્યું હતું દિનેશ મહંતો લુમ્સ ના કારખાનામાં કામ કરતો હતો. ત્યારબાદ પોલીસ સીસીટીવી ફૂટેજ ના આધારે આરોપી સુધી પહોંચવાની કવાયત હાથ ધરી હતી આ દરમિયાન ક્રાઈમ બ્રાન્ચ ની ટીમ દ્વારા આરોપી ઈશાદ ઉર્ફે મુન્ના ની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે જ્યારે પૂછપરછ કરવામાં આવી ત્યારે તેને જણાવ્યું હતું કે 10મી સપ્ટેમ્બરના રોજ તેઓ સાથે હતા અને બંને નશાની હાલતમાં હતા આ દરમિયાન મૃતક દિનેશ મહંતોએ મુન્ના ની માતા અને બહેન વિશે એલ ફેલ બોલી ગાળા ગાળ કરી હતી. આરોપી મુનાએ ગુસ્સામાં આવી શરૂઆતના સમયે બોથડ પદાર્થ વડે દિનેશ ઉપર હુમલો કર્યો હતો. બાદમાં આરોપી મુન્નયન ગુસ્સામાં આવી જઈ ચપ્પુ વડે દિનેશ ઉપર હુમલો કરતા તેનું ગળું કાપી નાખ્યું હતું. હત્યા કર્યા બાદ મુન્નો મૃતક દિનેશ ની લાશ સગેવગે કરવાની અઘરું હતું. જેથી તેને સૌ પ્રથમ મૃતક દિનેશનું માથું કચરામાં ફેંકી દીધું હતું અને બાદમાં ધડ ત્યાં જ રાખી પોતે ભાગી છૂટ્યો હતો. હત્યા બાદ બે ત્રણ દિવસથી પીપોદરા વિસ્તારમાં રખડતો હતો અને ત્યારબાદ કામે લાગ્યો હતો. પીપોદરા પોતાનું નામ ઇશાદ જણાવી ત્યાં કામે લાગી ગયો હતો બાઈટ..ભાવેશ રોજીયા..ડીસીપો
2
comment0
Report
NJNILESH JOSHI
Sept 16, 2025 08:46:42
Vapi, Gujarat:ઔદ્યોગિક નગરી વાપીમાં થોડા દિવસ અગાઉ એક વેપારીના થયેલા અપહરણ અને લૂંટની ઘટનામાં પણ ચોંકાવનારો ખુલાસો થયો છે. વાપી ટાઉન પોલીસે ગણતરીના દિવસોમાંજ વેપારીના અપહરણને લૂંટના મામલે રાજસ્થાની ગેંગના 4 સાગરીતોની ધરપકડ કરી છે.. જોકે વાપીનો આ વેપારી ન કહેવાય કે ન સહેવાય કે ના રહેવાય એવા કારણે લૂંટાયો હતો... શું છે આખી ઘટના ???જોઈએ આ અહેવાલ... વી ઓ:1 વાપી પોલીસ સ્ટેશનમાં થોડા દિવસ અગાઉ એક વેપારીએ તેનું અપહરણ થયું હોવાનું અને અજાણ્યા શખ્સોએ તેને ધાક ધમકી આપી અને લૂંટ કરી હોવાની ફરિયાદ નોંધાવી હતી.. ફરિયાદીએ અજાણ્યા શખ્સોએ તેને વાપી નજીક બોલાવી અને ગાડીમાં બેસાડી ધાકધમકી આપીઅપહરણ કરી અને લૂંટ આચરી હોવાનું જણાવ્યું હતું.. આથી પોલીસે વેપારીના લૂંટ અને અપહરણ ના મામલાને ગંભીતાથી લઈ તાત્કાલિક તપાસ કરતાં ગણતરીના દિવસોમાંજ રાજસ્થાની ગેંગના ચાર સાગરીતોની ધરપકડ કરી છે.. જોકે આ ગેંગનો મુખ્ય માસ્ટર માઈન્ડ હજુ પોલીસ પકડથી દૂર છે. તેને વોન્ટેડ જાહેર કરી તેને ઝડપવા પ્રયાસો હાથ ધર્યા છે.. પોલીસના હાથે ઝડપાયેલા આરોપીઓ પર એક નજર કરીએ.. તો 1 કિશોરસિંહ શેતાનસિંહ સોઢા 2 અશોક સિંહ રાજપુરોહિત 3 મનોહરસિંહ સવાઈ સિંહ ચૌહાણ અને મહિપાલસિંહ છોગસિંહ રાઠોડ ની ધરપકડ કરી છે.. તમામ સાથે જ ગેંગના માસ્ટર માઈન્ડને સુમેરસિંહ શોઢ ને વોન્ટેડ જાહેર કર્યો છે.. બાઈટ: 1 બી એન દવે ડી વાય એસ પી, વાપી પોલીસ વી ઓ:2 વેપારીના થયેલા અપહરણ અને લૂંટના મામલે પોલીસે ઝડપાયેલ આરોપીઓની આગવી ઢબે પૂછપરછ કરતાં ચોંકાવનારો ખુલાસો થયો હતો. હકીકતમાં વેપારીના અપહરણ કરનાર ગેંગ સમલૈંગિક સંબંધોના શોખીનો દ્વારા ઉપયોગમાં લેવાતી ગ્રાઈન્ડર એપ દ્વારા આવા શોખીનોને સંબંધ બાંધવાની લાલચ આપી અને બોલાવતા હતા.. ત્યારબાદ તેમની અશ્લીલ વિડીયો ઉતારી બ્લેકમેલિંગ કરી અને ધાક ધમકીથી લૂંટ કરતા હોવાનું બહાર આવ્યું હતું.. આરોપીઓએ ભોગ બનેલ વેપારીને ગ્રાઈન્ડર એપ દ્વારા સંપર્ક કર્યો હતો.. અને ત્યારબાદ તેને સમલૈંગિક સંબંધ બનાવવાની લાલચ આપી બોલાવી અને અસલીલ વિડીયો બનાવ્યો હતો.. અને ત્યારબાદ તેને બ્લેકમેલિંગ કરી ધાકધમકી આપી લૂંટ કરી અને તેનું અપહરણ કર્યું હતું.. બાઇટ:2 બી એન દવે ડી વાય એસ પી, વાપી વી ઓ:3 આ રાજસ્થાની ગેંગ મોટેભાગે ગ્રાઈન્ડર એપ દ્વારા જ સમલૈંગિક સંબંધોના શોખીનો નો સંપર્ક કરી અને શિકાર બનાવતા હતા . આ ગેંગે અત્યાર સુધી વાપી ઉપરાંત સુરત વડોદરા અને રાજસ્થાન સહિતના વિસ્તારોમાં આવી જ રીતે અનેક લોકો ને શિકાર બનાવી બ્લેકમેઈલ કરી અને લૂંટતા હોવાનું બહાર આવ્યું છે... આથી જો કોઈ આ ગેંગ નો શિકાર બન્યા હોય તો તાત્કાલિક પોલીસ સ્ટેશનમાં કરવાનું જણાવી અને .. અને આવા એપ નો ઉપયોગ કરતા લોકોને પણ સાવચેતી થી આવા એપ નો ઉપયોગ કરવો જોઈએ તેવી અપીલ કરવામાં આવી રહી છે... બાઈટ:3 બી એન દવે ડી વાય એસ પી, વાપી વી ઓ:4 સોશિયલ મીડિયા નો વધુપડતો ઉપયોગ લોકો માટે મનોરંજનના સાધનની સાથે એક દુષણ પણ સાબિત થઈ રહ્યો છે.. આ સોશિયલ મીડિયા થકી અસલીતા અને સામાજિક દુષણો વધી રહ્યા છે.. તો ક્યારેક ઠગ લોકો પણ લોકોની દુઃખતી નસ પારખી અને સોશિયલ મીડિયા એપ દ્વારા શિકાર બનાવે છે.. અને તેમની સાથે છેતરપિંડી અને લૂંટ પણ આચરતી હોવાના અનેક બનાવો રોજિંદા ધ્યાને આવે છે.. આથી આપ પણ સમજી વિચારી અને આવી એપ અને સોશિયલ મીડિયા નો ઉપયોગ કરવો જોઈએ જેથી આવા સાયબર લૂંટારુઓ ના શિકાર બનતા બચી શકાય. નિલેશ જોશી વાપી. FTP/VAPI/SEP25/16.9.25/1609ZK_GRINDER_APP_LOOT/3bite/3visual.
1
comment0
Report
Advertisement
Back to top