Back
डभोई में असामान्य बारिश से किसानों के फसलों को भारी नुकसान, मुआवजे की मांग
CJChirag Joshi
Oct 27, 2025 08:39:16
Dabhoi, Gujarat
હાઇલાઈટ્સ
કમોસમી વરસાદથી ડભોઇ તાલુકામાં થયું પાકને મોટું નુકસાન
ડાંગર મરચી કપાસ સહિતના પાકોને થયું મોટું નુકસાન
ખેડૂતોએ સરકાર પાસે કરી સહાયની માગ
વડોદરા જિલ્લામાં સર્વે કરાઈ છે પણ નથી મળતી પાક નુકસાની સહાય
કમોસની વરસાદને લઈને કરોડો રૂપિયાનું ખેડૂતોને થયું નુકસાન
છેલ્લા બે દિવસથી વરસી રહ્યો છે કમોસમી વરસાદ
એંકર: રિયાલિટી ચેક
એન્કર:-
હવામાન વિભાગ ની આગાહી ને પગલે ગુજરાતમાં કમોસમી વરસાદ પડી રહ્યો છે જેને લઇ ડભોઇ તાલુકાના ખેડૂતોના ઉતા પાકને ભારે નુકસાન થવા પામ્યું છે. ડાંગર, કપાસ, દિવેલા પાક જમીન ડોશ થઈ ગયા છે ખેડૂતોએ સહાય માટે સરકારે સમક્ષ માંગણી કરી.
વિઓ
વડોદરા जिल્દોના ડભોઇ તાલુકામાં છેલ્લા કેટલાક દિવસોથી હવામાન વિભાગની આગાહી મુજબ પડેલા મોસમી વરસાદે ખેડૂતોની ચિંતા વધારી દીધી છે. ખાસ કરીને આ સમયે ડાંગરની લણણીનો સીઝન ચાલી રહ્યો છેakho ખેડૂત પોતાના પાક કાપવાની તૈયારીમાં હતા. પરંતુ અચાનક પડેલા વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરાઈ જતાં અનેક ખેડૂતોના પાક જમીન પર આળ પડી ગયા છે જેને કારણે ખેડૂતને ભારે નુકસાન વેઠવું પડ્યું છે. અનેક ગામોમાં ડાંગરના ખેતરોમાં পানি ભરાઈ જતાં પાક સડી જવાની શક્યતા ઊભી થઈ છે. કેટલાક ખેડૂતોના જણાવ્યા મુજબ પાંચમના દિવસે ડાંગર કપવાની તૈયારી હતી પરંતુ વરસાદે આખી મહેનત બગાડી દીધી.ડાંગરના ખેતરોમાં પાક પૂરો તૈયાર થઈ ગયો હોવા છતાં વરસાદના કારણે ખેતરોમાં પ્રવેશ કરવો પણ મુશ્કેલ બન્યો છે. ડાંગર સાથે સાથે કપાસ અને દિવેલા જેવા પાકોને પણ ભારે નુકસાન થયું છે. છેલ્લા ચારથી પાંચ મહિનાની મહેનત એક ઝાપટામાં વેડફાઈ ગઈ છે ખેડૂતનો આક્ષેપ એ છે કે દર વર્ષે જયારે રાજ્ય સરકાર અન્ય જિલ્લાઓમાં વરસાદ કે કુદરતી આપત્તિ વખતે સહાય જાહેર કરે છે ત્યારે વડોદરા જિલ્લામાં હંમેશા બાકાત રહે છે.ડભોઇ તાલુકાના ખેડૂતોનું કહેવું છે કે વડોદરા જિલ્લા કાયમ સહાયની યાદીમાંથી બહાર રાખવામાં આવે છે, જ્યારે અહીં પણ પાકને ભારે નુકસાન પહોંચે છે. આથી આ વખતે સરકાર વડોદરા જિલ્લા ખેડૂતોને પણ સહાયમાં સામેલ કરે તેવી માંગણી ઉઠી છે. ખેડૂતોની મુખ્ય માંગ છે કે સરકાર ડાંગરની ખરીદી સીધી એમએસપીને ભાવે કરે. હાલ માર્કેટમાં ડાંગરના ભાવ ખૂબજ ઓછા છે, વ્યાપારીઓ ખેડૂતોના પાક માટે યોગ્ય ભાવ આપતા નથી. આથી ખેડૂતને ભારે આર્થિક નુકસાન સહન કરવું પડી રહ્યો છે. ખેડૂતનું કહેવું છે કે અચાનક પડેલા વરસાદે આખી સીઝનની મહેનત બગાડી દીધી છે કોઈક ખેડૂતના ખેતરોમાં પાક પાણીમાં ગરકાવ થઈ ગયો છે તો કોઈના ખેતરોમાં ડાંગર પૂરેપૂરો બેસી ગયો છે. આ પરિસ્થિતિમાં ખેડૂતની એકમાત્ર આશા સરકાર તરફ છે ડભોઇ તાલુકાના અલગ-અલગ ગામોના ખેડૂતની માગ છે કે રાજ્ય સરકાર તાત્કાલિક અસરથી પાક નુકસાનનું સર્વેક્ષણ હાથ ધરે અને ખેડૂતોને યોગ્ય સહાયની જાહેર કરે. ખેડૂતોએ રાહત મળે તે માટે સરકાર તાત્કાલિક પગલા ભરે એવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે.
બાઈટ
1 ચેતન પટેલ ખેડૂત
2 મહેન્દ્ર પટેલ ખેડૂત
3 વોક થ્રુ જેમાં ઉભા પાકને નુકસાન થયું છે તે બતાવ્યું છે
2
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
PMPARMAR MAHESHKUMAR AMRUTLAL
FollowOct 27, 2025 11:39:210
Report
GPGaurav Patel
FollowOct 27, 2025 11:38:350
Report
BSBhadrapalsinh solanki
FollowOct 27, 2025 11:16:360
Report
URUday Ranjan
FollowOct 27, 2025 10:31:260
Report
GPGaurav Patel
FollowOct 27, 2025 09:35:310
Report
URUday Ranjan
FollowOct 27, 2025 09:17:430
Report
PMPARMAR MAHESHKUMAR AMRUTLAL
FollowOct 27, 2025 09:06:380
Report
SBShilu Bhagvanji
FollowOct 27, 2025 09:06:210
Report
SBShilu Bhagvanji
FollowOct 27, 2025 09:06:050
Report
MDMustak Dal
FollowOct 27, 2025 08:35:430
Report
TDTEJAS DAVE
FollowOct 27, 2025 08:33:550
Report
JDJAYESHBHAI DOSHI
FollowOct 27, 2025 08:30:360
Report
UPUMESH PATEL
FollowOct 27, 2025 08:17:320
Report
GPGaurav Patel
FollowOct 27, 2025 07:58:022
Report
