Back
सूरत साइबर टीम ने APK से ठगी करने वाले गैंग को पकड़ा
CPCHETAN PATEL
Nov 12, 2025 08:26:39
Surat, Gujarat
એકર
આરટીઓ ની એપીકે ફાઇલ ડાઉનલોડ કરાવી એકાઉન્ટમાંથી બારોબાર રૂપિયા ઉપાડી સાયબર ફ્રોડ કરનાર જામતારા ગેંગ ને સુરત સાઇબર ટીમે ઝડપી પાડ્યો હતોએક સોશિયલ મીડિયામાં મૂકવવામાં આવેલી બાઇકની રીલ દ્વારા પોલીસ આરોપી સુધી પહોંચી હતી અને ત્યારબાદ ફિલ્મી સ્ટાઇલ એ મુખ્ય સૂત્રધાર સહિત ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. જામતારા ગેંડના આઠ સદસ્યો વિરુદ્ધ દેશમાં 121 જેટલી ફરિયાદો નોંધાય છે. આરોપી એટલા સાતીર હતા કે જ્યારે પોલીસ પહોંચી ત્યારે મોબાઈલના તમામ ડેટા ડીલીટ કરી દેવામાં આવ્યા હતા.
સુરતના ડુમ્મસ વિસ્તારમાં રહેતા એક વૃદ્ધ પર થોડા દિવસે પહેલાં એક આરટીઓની એપ્લિકેશન ડાઉનલોડ આવી હતી. વૃદ્ધ દ્વારા ફાઈલ ડાઉનલોડ કરી તેમાં નામ, જન્મ તારીખ અને બેન્કના ક્રેડિટ કાર્ડની વિગતો નાંખી હતી. પેમેન્ટ પે ઓપશન પર ક્લિક કરતા જ એપ્લિકેશન બંધ થઈ ગઈ હતી. ગઠિયાઓએ વૃદ્ધ પાસેથી એપ ડાઉનલોડ કરાવી મોબાઇલ હેક કરી લીધો હતો. એપ્લિકેશન બંધ થતા જ કાર્ડમાંથી ૫૦ હજારના ૪ ટ્રાન્જેક્શન અને ૪૫ હજારનું એક ટ્રાન્જેક્શન મળી કુલ ૨.૪૫ લાખ રૂપિયા ખાતામાંથી ઉપડી ગયા હતા. જે અંગે સાયબર સેલમાં ફરિયાદ નોંધાઈ હતી. જેના પગલે સાયબર સેલેTechnical સર્વેલન્સના આધારે તપાસ કરતા ઠગાઈના નાણાં કોલકોતાના યુવોકોના બેંક ખાતામાં જમા થયા હોવાનો ખુલાસો થયો હતો. તેથી সાયબર સેલે પશ્ચિમ બંગાળમાં ધામા નાંખ્યા હતા. પોલીસ મોબાઇલ લોકેશન ને આધારે આરોપીના ઘર સુધી પહોંચી હતી.પરંતુ પોલીસ પહોંચે તે પહેલાં મોબાઇલ ઓફ કરી દીધો હતો. બાદમાં ફરી પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન પોલીસના હાથે એક રીલ લાગી હતી આ રીલ બાઇકની હતી જે મુખ્ય આરોપીની પિતાના નામે હતી. સાયબર ટીમે સ્થાનિક પોલીસની મદદથી રાત્રીના 1:30 વાગ્યે ઓપરેશન પાર પાડ્યું હતું અને મુખ્ય આરોપી સહિતની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસ પૂછપરછમાં તેઓએ પોતાનું નામ 1.મો.સરફરાઝ S/O યાસીન અંસારી, 2.રિયાઝ અંસારી S/O મો.કલીમ મીયા 3.શાહાજાદ અંસಾರಿ S/O નુર mોહમંદ ઓળખાવ્યું હતું. આરોપીઓ ત્રણ લેયરમાં કામ કરતા હતા. જેમાં આરોપી મો.સરફરાઝ તથા નાસ્તા ફરતા આરોપીઓ સંતોષ મંડલ તથા સિંકदर મંડલ નાઓ સાથે મળી ઝારખંડ રાજ્યના જામતારા અને દેવધર જીલ્લામાં રહી ભારતના અલગ અલગ રાજ્યના લોકોને વોટ્સએપ ઉપર બોગસ તથા બનાવટી RTO ઇ-ચલણની APK તથા અન્ય APK ફાઇલ મોકલી તેઓના મોબાઇલ ફોન હેક કરી મોબાઇલ ફોનમાંથી તમામ ડેટા એક્સેસ કરી તે આધારે રૂપિયા ટ્રાન્સફર કરી લેતા હતા.
આરોપિ મો.સરફરાઝ તથા નાસતા ફરતા આરોપીઓ સંતોષ મંડલ તથા સિંકદર મંડલ નાઓ પોતાની એક ગેંગ પૈસા ઉપાડવા માટે કોલકત્તા ખાતે રાખતા હતા તે ગેંગમાં મો.আસલમ ઉર્ફે ગુરુ, લઇક નફીઝ તથા નાસતા ફરાતા આરોપી સદ્દામ નાઓ સામેલ હતા.
આરોપી મો સરફરાઝ નાઓ અગાઉ પકડાયેલ આરોપી મો.અસલમ ઉર્ફે ગુફુ નાઓ પાસેથી બેંક ખાતાઓ મેળવતો હતો અને તે બેંક ખાતાઓની વિગતો નાસતા ફરતા આરોપીઓ સંતોષ મંડલ તથા સિંકદર મંડલ નાઓને પહોંચાડવાનુ કામ કરતો હતો અને આ બેંક ખાતાઓમાં જે ફોડના નાણાં જમા થાય તે નાણા કોલકત્તા ખાતેથી પહેલા પકડાયેલ આરોપીઓ મો.અસલમ ઉર્ફે ગુરુ, લાયક નફીઝ તથા નાસતા ફરતા આરોપી સદ્દામ નાઓ મારફતે વિડ્રો કરાવવાનુ કામ કરતો હતો અને આ વિડ્રો કરેલ નાણા તેઓ પાસેથી મેળવશે તેમાંથી પોતાનુ ૨૫% કમિશન নিয়ে બાકીના નાણાં નાસતા ફરતા આરોપી સંતોષ મંડલ તથા સિંકદર મંડલ નાઓ સુધી પહોંચાડવાનુ કામ કરતો હતો.
ફરીયાદીશ્રીના રૂ.૨,૪૫,૦૦૦/- Online ટ્રાન્સફર થયેલ તે પૈકી રૂ.૧,૦૦,૦૦૦/- ગુનામાં સંડોવાયેલકેનેરા બેંકના એકાઉન્ટમાં ટ્રાન્સફર થયેલ તે રૂપિયા મો.અસલમ ઉર્ફે ગુરુ, હોવાનુંo ૨૫,૦૦૦/- કમિશન પેટે રાખી બાકીના રૂ.૭૫,૦૦૦/- CIDM મશીન મારફતે આરોપી સરફરાજ જામતારા નાઓના જણાવ્યા મુજબના બેંક એકાઉન્ટમાં મોકલી આપેલ હતા.
આરોપી મો.સરફરાઝ નાઓ જામતારા ખાતે બેંક ખાતાઓ મેળવાવા સારુ અને બેંક ખાતામાં આવેલ રૂપિયા વિડ્રો કરવા માટેની કામગીરી આરોપીઓ રિયાઝ અંસારી તથા શાઝાદ અંસારી નાઓ પાસે કરાવતો હતા.
* આરોપી સરફરાજ નાઓના SBI બેંક ખાતામાંથી કુલ 27 લાખના ટ્રાન્જેક્શનલ મળી આવ્યા હતા જે પૈકી એસબીઆઈ માં રૂ.૭,૬૯,૯૬૦/- તથા AXIS બેંક ખાતામાં રૂ.૧૩,૫૪,૩૨૬/- ના ટ્રાન્સેક્શનો મળી આવેલ છે તેમજ બંને બેંક ખાતાઓમાં CDM દ્વારા જમા કરાવેલ રૂપીયાના વ્યવહારો મળી આવ્યા છે
આરોપીઓ વિરુદ્ધ અત્યાર સુધી સમગ્ર દેશમાં 121 જેટલી ફરિયાદ નોંધાય છે.આ ઉપરત આરોપી માત્ર 9 જ અભ્યાસ કર્યો છે છતાં સાયબર ક્રાઈમ માં માસ્ટર માઈન્ડ બની ગયા છે
બાઈટ..બીશાખા જૈન..ડીસીપી સાયબર ક્રાઈમ
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
ARAlkesh Rao
FollowNov 12, 2025 10:00:420
Report
KBKETAN BAGDA
FollowNov 12, 2025 09:05:470
Report
ARAarti Rai
FollowNov 12, 2025 08:46:5816
Report
KBKETAN BAGDA
FollowNov 12, 2025 08:34:1343
Report
KLKANHAIYA LAL SHARMA
FollowNov 12, 2025 08:29:250
Report
GDGaurav Dave
FollowNov 12, 2025 08:21:080
Report
AKArpan Kaydawala
FollowNov 12, 2025 08:20:490
Report
AKArpan Kaydawala
FollowNov 12, 2025 08:20:310
Report
URUday Ranjan
FollowNov 12, 2025 08:20:200
Report
URUday Ranjan
FollowNov 12, 2025 08:20:040
Report
BPBurhan pathan
FollowNov 12, 2025 08:19:460
Report
SDShankar Dan
FollowNov 12, 2025 06:36:290
Report
RMRaghuvir Makwana
FollowNov 12, 2025 06:30:460
Report