Back
राजकोट में मेयर के पति के खिलाफ अवैध निर्माण का आरोप, राजनीतिक हंगामा
GDGaurav Dave
Feb 18, 2026 09:18:30
Rajkot, Gujarat
એન્કર-રાજકોટમાં મેયરના પતિ દ્રારા જ ગેરકાયદેસર બાંધકામ ઉભું કરવામાં આવ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. શહેરના સંત કબીર રોડ પર મેયરના પતિ વિનોદ ઉર્ફે વીનું પેઢડિયા દ્રારા બે માળનું કોમર્શિયલ બાંધકામ ઉભું કરવામાં આવ્યું છે. સૂચિત સોસાયટીમાં કોઇપણ વ્યક્તિ નવું બાંધકામ ઉભું કરી શકે નહિ ત્યારે આ મુદ્દે રાજકારણ શરૂ થયું છે. લોકો પણ કહી રહ્યા છે કે સામાન્ય માણસનું બાંધકામ તોડી પાડવા જતા મહાનગરપાલિકાના અધિકારીઓને આ બાંધકામ કેમ નથી દેખાતું? હવે અમે આપને જણાવી દઇએ કે સુચિત સોસાયટીનો નિયમ શું હોય છે? રાજ્ય સરકાર હસ્તકની સરકારી જમીન પર પ્લોટીંગ કરીને લોકોએ બાંધકામ કર્યું હોય છે અને આ બાંધકામ રહેણાંક અથવા તો કોમર્શિયલ હોઈ શકે છે. સમયાંતે સરકારોએ આ સોસાયટીઓને સુચિત જાહેર કરી હોય છે જેને રેગ્યુલરાઇઝ કરવાની મંજૂરી આપી હોય તો તેની ઇમ્પેક્ટ ફી ભરીને રેગ્યુલરાઇઝ કરી શકે છે. જો સરકારને મંજૂરી ન આપી હોય તો કોઈપણ વ્યક્તિ કોઇપણ પ્રકારનું નવું બાંધকામ કરી શકતા નથી. રાજકોટ મહાનગરપાલિકા પણ આવા સુચિત પ્લોટ પર બાંધકામની મંજૂરી આપે છે નહીં.
આ મુદ્દે મેયરે પોતાનો બચાવ કર્યો હતો. મેયર નયના પેઢડિયાએ દાવો કર્યો હતો કે આ પ્લોટ આપણા વારસાઇ પ્લોટ છે. અમે ઇમ્પેક્ટ ફી ભરવા માટેની પ્રક્રિયા હાથ ધરી છે. મહાનગરપાલિકાના જે નિયમો હશે તેનો પાલન કરવામાં આવશે. જો આ મામલે સ્ટેન્ડિંગ ચેરમેન જયમીન ઠાકરે કહ્યું કે, ગેરકાયદેસર બાંધકામ કોઈનું પણ હોઈ તે ચાલાવી લેવાશે નહિ. સૂચિત સોસાયટીમાં બંધકામ કરવાની મંજૂરી આપવામાં જ આવતી નથી. ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું હશે તો દૂર કરવામાં આવશે. શહેરના નાયબ મેયર તથા બીજાં અધિકારીઓ અંગે પણ આ મામલા વચ્ચે ચર્ચા ચાલે છે. ઉલ્લેખનીય છે કે કોગ્રેસે આ મુદ્દે સવાલો ઉઠાવ્યો છે અને આ બાંધકામ દૂર કરવામાં આવવું જોઈએ તે માંગ કરી છે. ટાઉન પ્લાનિંગ વિભાગ હવે તપાસ કરે છે.
આ દ્રશ્યો રાજકોટમાં રાજકારણ ગરમાવે છે.
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
PDPRASHANT DHIVRE
FollowFeb 18, 2026 10:52:550
Report
DRDarshal Raval
FollowFeb 18, 2026 10:10:050
Report
HBHimanshu Bhatt
FollowFeb 18, 2026 09:45:230
Report
HBHimanshu Bhatt
FollowFeb 18, 2026 09:37:400
Report
SPSANDHI PARVEZ MAYURBHAI
FollowFeb 18, 2026 09:37:250
Report
GDGaurav Dave
FollowFeb 18, 2026 09:19:460
Report
DRDarshal Raval
FollowFeb 18, 2026 09:19:150
Report
GPGaurav Patel
FollowFeb 18, 2026 09:18:000
Report
JDJAYESHBHAI DOSHI
FollowFeb 18, 2026 09:17:290
Report
PDPRASHANT DHIVRE
FollowFeb 18, 2026 08:53:100
Report
DPDhaval Parekh
FollowFeb 18, 2026 08:45:290
Report
SBShilu Bhagvanji
FollowFeb 18, 2026 08:00:160
Report
LJLakhani Jaydeep
FollowFeb 18, 2026 07:51:150
Report
KBKETAN BAGDA
FollowFeb 18, 2026 07:39:110
Report