Back
पुलिस प्रमुख ने साइबर फ्रॉड रोकथाम और ड्रग मामलों पर कदम उठाने संकेत दिया
SSSAPPA SAHIL NAHERUDINBHAI
Mar 02, 2026 08:45:45
Rajkot, Gujarat
એંકર
રાજ્યના પોલીસ વડા કે. આઈ. એન. રાવની અધ્યક્ષતામાં 1 માર્ચે રાજકોટમાં સૌરાષ્ટ્ર રિજિયનની ક્રાઈમ કોન્ફરન્સ યોજાઈ હતી. કોન્ફરન્સમાં રાજકોટ, જૂનાગઢ અને ભાવનગર રેન્જના આઇજી, રાજકોટ પોલીસ કમિશનર, જુદા જુદા જિલ્લા જિલ્લા પોલીસ વડાઓ, એએસપી અને શહેરના ડીસીપી સહિતના વરિષ્ઠ પોલીસ અધિકારીઓ હાજર રહ્યા હતા કોન્ફરન્સ દરમિયાન ડીજીપી દ્વારા સૌરાષ્ટ્રના દરિયાકાંઠે સતત ઝડપાતા ડ્રગ્સ અને અન્ય નશાકી પાકાળતા પદાર્થોના કેસો અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી અને આ દિશામાં વધુ સઘન કાર્યવાહી કરવા સૂચનાઓ આપવામાં આવી હતી. સાથે સાથે રાજ્યમાં વધતા સાયબર ફ્રોડના કેસો અટકાવવા અને પીડિતોને ઝડપી રિકવરી મળે તે માટે અસરકારક વ્યવસ્થા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં અત્યાર સુધીમાં સાયબર ફ્રોડના કેસોમાં અંદાજે રૂ.50 કરોડથી વધુની રકમ પીડિતોને પરત અપાઈ હોવાનું જાહેર કરવામાં આવ્યું હતું.
વિઓ ૧
ડીજીપી રાવે જણાવ્યું હતું કે રાજ્યની સરકારી કચેરીઓ, કોર્ટ અને સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની મળેલી ધમકીઓના કેસોમાં આરોપીઓ સુધી પહોંચવા માટે પોલીસ સોર્સ સુધી પહોંચી ગઈ છે. જોકે આ સોર્સ જો વિદેશમાં હોય તો તેવા કેસોમાં સેન્ટર ઓફ એક્સેલન્સ અને હાઈએસ્ટ લેવલની ક્રાઈમ બ્રાન્ચની ટીમો કાર્યરત હોવાનું તેમણે સ્પષ્ટ કર્યું હતું.મીડિયા સાથે વાતચીતમાં ડીજીપીએ કહ્યું હતું કે ફોરેન આધારિત VPNનો ઉપયોગ કરીને ફેક આઈડી મારફતે કોલ અને ઈમેલ દ્વારા ધમકીઓ આપવામાં આવે છે. જે મુદ્દે પોલીસ સતત ટેકનિકલ તપાસ કરી રહી છે. સાયબર ફ્રોડ અંગે તેમણે જણાવ્યું હતું કે આવા ગુનાઓમાં “ગોલ્ડન અવર્સ” અત્યંત կարևորના હોય છે. નાગરિકોએ શક્ય તેટલી વહેલી તકે 1930 હેલ્પલાઈન પર ફરિયાદ નોંધાવવી જોઈએ, જેથી શંકાસ્પદ ટ્રાંઝેક્શન રોકી શકાય અને ખાતાં ફ્રીઝ કરીને રકમ પરત અપાવી શકાય.
વિઓ ૨
ડીજીપી મુજબ, ઘણી વાર લોકો લોન અથવા ઈન્વેસ્ટમેન્ટ ફ્રોડમાં પાંચ-છ મહિના પછી ફરિયાદ કરે છે. જેના કારણે રિકવરી મુશ્કેલ બને છે. બીજી તરફ, ઈઝરાયલ અને અમેરિકા દ્વારા ઈરાન પર થયેલા હુમલાને પગલે દુબઈ જતી ફ્લાઈટો જમતા ત્યાં ફસાયેલા ગુજરાતીઓ અંગે તેમણે જણાવ્યું હતું કે રાજ્ય પોલીસ મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર્સ સહિતની એજન્સીઓ સાથે સતત સંકલનમાં છે. તો સાથે જ બનાવ બન્યાના પોલીસ દ્વારા આપવામાં આવતા રિસ્પોન્સ ટાઈમમાં પણ ઘટાડો નોંધાયો હોવાનું ડીજીਪੀ દ્વારા જણાવનાર હતું.
વિઓ ૩
અગાઉ રાજકોટ શહેરમાં ક્રાઈમ થયા બાદ પોલીસનો રિસ્પોન્સ ટાઈમ anteriormente 12થી 14 મિનિટમાંથી ઘટીને હવે સરેરાશ 7 મિનિટ થયો હોવાનું પણ આ બેઠકમાં જાહેર કરવામાં આવ્યું હતું. તેમજ જિલ્લાોમાં પણ અગાઉ જે રિસ્પોન્સ ટાઈમ હતો તેમાં પણ 50% નો ઘટાડો નોંધાયો છે.
બાઈટ:- ડો કે, એલ,એન, રાવ ( રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા)
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
CPCHETAN PATEL
FollowMar 02, 2026 10:00:140
Report
JSJayanti solanki
FollowMar 02, 2026 09:45:380
Report
UPUMESH PATEL
FollowMar 02, 2026 09:35:380
Report
MDMustak Dal
FollowMar 02, 2026 09:35:260
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
FollowMar 02, 2026 08:45:290
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
FollowMar 02, 2026 08:45:100
Report
DRDarshal Raval
FollowMar 02, 2026 08:31:380
Report
GDGaurav Dave
FollowMar 02, 2026 08:22:260
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
FollowMar 02, 2026 08:22:130
Report
CPCHETAN PATEL
FollowMar 02, 2026 08:21:590
Report
CPCHETAN PATEL
FollowMar 02, 2026 08:21:030
Report
ARAlkesh Rao
FollowMar 02, 2026 08:19:040
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
FollowMar 02, 2026 08:18:390
Report
CPCHETAN PATEL
FollowMar 02, 2026 07:30:250
Report
