Back
पाटन पंचायत समिति: सिलाई मशीन वितरण रोकने से महिलाएं भड़कीं
PTPremal Trivedi
Mar 05, 2026 16:30:26
Patan, Gujarat
પાટણ જિલ્લા પંચાયત ફરી એકવાર વિવાદોના ઘેરામાં આવી છે. સામાજિક ન્યાય નિધિ અંતર્ગત મહિલાઓને આત્મનિર્ભર બનાવા માટે આયોજિત સિલાઈ મશીન વિતરણનો કાર્યક્રમ અચાનક મુલતવી રાખાતા હોબાળો મચી ગયો છે. કલાકો સુધી રાહ જોયા બાદ પણ મશીન ન મળતા રોષે ભરાયેલી મહિલાઓએ ડીડીઓ કચેરી બહાર ધરણા કર્યા હતા.
પાટણ જિલ્લા પંચાયત દ્વારા સામાજિક ન્યાય નિધિ હેઠળ લાભાર્થી મહિલાઓને સિલાઈ મશીન આપવાનો કાર્યક્રમ યોજાયો હતો. સ્ટેજ પરના પ્રોટોકોલ અને કાર્યક્રમ પૂર્ણ થયા બાદ, જ્યારે મશીન આપવાનો સમય આવ્યો ત્યારે અધિકારીઓએ વિતરણ કરવાની ના પાડી દીધી હતી. દૂર-દૂરના ગામડાઓમાંથી ભાડું ખર્ચીને આવેલી મહિલાઓ કલાકો સુધી બેસી રહી હતી. જ્યારે કોઈ પદાધિકારીઓ કે અધિકારી સ્થળ પર ન ડોકાયા, ત્યારે કંટાળેલી મહિલાઓ સીધી જિલ્લા વિકાસ અધિકારી (DDO) ની કચેરીએ પહોંચી હતી.પાટણ જિલ્લા મા કુલ 112 લાભાર્થીઓ ને સિલાઈ મશીન આપવા માટે કચેરી દ્વારા પત્ર મોકલી બોલાવવામાં આવી હતી અને ત્યાર બાદ કાર્યક્રમ ચાલુ હતો તે દરમ્યાન જ સભ્યો દ્વારા લેખિત વાંધા અરજી કરવામાં આવતા સિલાઈ મશીન વિતરણ નું કામ મુલતવી રાખી અધિકારીઓ નીકળી ગયા હતા પણ લાભાર્થીઓ ને કોઈ પણ પ્રકાર ની જાણ કરવામાં આવી ન હતી જેને લઇ કલાકો સુધી લાભાર્થીઓ સ્થળ પર જ રાહ જોઈ ને બેસી રહ્યા અને ત્યાર બાદ રોષે ભરાયેલા મહિલાઓ પાટણ જિલ્લા પંચાયત ખાતે ડીડીઓ ને રજુઆત કરવા પહોંચ્યા હતા મામલે જિલ્લા વિકાસ અધિકારીએ જણાવ્યું હતું કે, કેટલીક અરજીઓ ખોટી રીતે આવી હોવાની અને процેશમાં ક્ષતિ હોવાની રજૂઆત મળીતા કાર્યક્રમ મુલતવી રાખવાનો નિર્ણય લેવાયો હતો. લાભાર્થીઓની યાદીમાં કેટલીક વિસંગતતાઓ છે. પારદર્શિતા જળવાઈ રહે તે માટે હાલ પૂરતો કાર્યક્રમ મુલતવી રાખ્યો છે. તપાસ બાદ તમામ પાત્રતા ધરાવતી મહિલાઓને મશીન મળી જશે તેમ જણાવ્યું હતું ત્યારે લાભાર્થી મહિલાઓ એ જણાવ્યું હતું કે અમોને અંધારામાં રાખવામાં આવ્યા તેવા આક્ષેપ સાથે મહિલાઓએ DDO કચેરી બહાર બેસી વિરોધ નોંધાવ્યો.
આ મામલે પાટણ જિલ્લા પંચાયત ન્યાય સમિતિ ના ચેરમેન નિકિતા બેન પરમારે જણાવ્યું હતું કે જિલ્લા પંચાયતના પૂર્વ મહિલા પ્રમુખના પતિ અને કોંગ્રેસના મહિલા સદસ્યના પતિએ આક્ષેપો સાથે વાંધો રજૂ કરતા મશીન વિતરણ મુલતવી રખાયા છે
જિલ્લા પંચાયતના અધિકારી પદાધિકારીઓની ઉપસ્થિતિમાં મશીન વિતરણ કાર્યક્રમ યોજાયો હતો લાભાર્થી મહિલાઓના મશીન છેલ્લા ત્રણ મહિનાઓથી આવી પડી રહ્યાANCILLA મહિલા પતિઓના વિખવાદને લઈને લાભાર્થી મહિલાઓ હાલ તો લાભથી વંચિત રહેવા પામ્યા હોવાનું જણાવ્યું હતું
તો પાટણ ના ધારાસભ્ય કિરીટ પટેલ ને ખૂબ આ બાબત ની જાણ થતા તેઓ પણ પાટણ જિલ્લા પંચાયત ખાતે પહોંચીને લાભાર્થી મહિલાઓ ની રજુઆત સાંભળી હતાં અને તેમને જણાવ્યું હતું કે
મેં પંચાયત વિભાગ ના સેક્રેટરી ધનજય ત્રિવેદી સાથે વાત કરી છે
વાસ્તવ મા જે સિલાઈ મશીન આપવાના છે તેના માટેની કાર્યવાહી યોગ્ય કરવામાં આવી છે પણ ગેર રીતિ થઇ હોય તો લાભાર્થીઓ ના નામ ની પસંદગી થઇ અને લોકો ને પત્ર થી જણાવી બોલાવ્યા અને હવે આ પ્રકારે હેરાન કરવા યોગ્ય નથી તેમ જણવ્યું હતું..
બાઈટ 1લીલા બેન પરમાર. લાભાર્થી
બાઈટ 2.હેતલ બેન પરમાર. લાભ્ષીતા
બાઈટ 3.નિકિતા bен પરમાર.ચેર્મેન.સામાજિક ન્યાય સમિતિ પાટણ જિલ્લા પંચાયત
બાઈટ 4.સી. એલ. પટેલ. Ddo પાટણ
બાઈટ 5. કિરીટ પટેલ. ધારાસભ્ય પાટણ
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
PDPRASHANT DHIVRE
FollowMar 05, 2026 17:46:030
Report
PDPRASHANT DHIVRE
FollowMar 05, 2026 17:45:470
Report
DMDURGESH MEHTA
FollowMar 05, 2026 16:30:590
Report
DMDURGESH MEHTA
FollowMar 05, 2026 16:30:430
Report
DMDURGESH MEHTA
FollowMar 05, 2026 16:30:340
Report
CPCHETAN PATEL
FollowMar 05, 2026 16:30:120
Report
LJLakhani Jaydeep
FollowMar 05, 2026 14:35:340
Report
CPCHETAN PATEL
FollowMar 05, 2026 14:16:210
Report
AKArpan Kaydawala
FollowMar 05, 2026 14:03:030
Report
CPCHETAN PATEL
FollowMar 05, 2026 14:02:510
Report
JDJAYESHBHAI DOSHI
FollowMar 05, 2026 14:02:410
Report
GDGaurav Dave
FollowMar 05, 2026 13:20:310
Report
CPCHETAN PATEL
FollowMar 05, 2026 13:04:160
Report
AKArpan Kaydawala
FollowMar 05, 2026 13:04:080
Report