Back
headline
AKArpan Kaydawala
Mar 05, 2026 14:03:03
Ahmedabad, Gujarat
અમદાવાદ શહેરમાં ગ્રીન મોબિલિટી તરફ વધુ એક મહત્વપૂર્ણ પગલું PM E-DRIVE Scheme અંતર્ગત કુલ ૧૦૦૦ નંગ AC ઇલેક્ટ્રિક બસોને મળેલ મંજુરી અમદાવાદ શહેરમાં પર્યાવરણને અનુકૂળ, આધુનિક અને ટકાઉ જાહેર પરિવહન સુવિધા પ્રદાન કરવા સાથે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તથા તેની સંચાલિત સંસ્થાઓ AMTS અને BRTS દ્વારા ગ્રીન મોબિલિટીને પ્રોત્સાહન આપવા સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે. અમદાવાદ જનમાર્ગ લીમીટેડ દ્વારા હાલમાં શહેરમાં કુલ ૩૫૦ બસો મારફતે જાહેર પરિવહન સુવીધા પૂરી પાડવામાં આવી રહેલ છે જે પૈકી કુલ ૨૦૦ ઈલેક્ટ્રીક બસો કાર્યરત છે જેનો લાભ મુસાફરો લઇ રહેલ છે. આગામી સમયમાં અન્ય નવી ૨૫૦ ઈલે બસો ચાલુ કરવામાં આવનાર છે તથા અમદાવાદ શહેરમાં BRTS બસોને સંપૂર્ણપણે ઈલેક્ટ્રીક ફલીટ કરવા અંગેનું આયોજન હાથ ધરવામાં આવેલી હતું. આ ઉપરાંત ગ્રીન મોબિલિટી તરફ વધુ એક મહત્વપૂર્ણ સિધ્ધિ ના ભાગરૂપ ભારત સરકારની PM E-DRIVE Scheme અંતર્ગત Ministry Of Heavy Industries (MHI),GoI દ્વારા CESL ( Convergence Energy Services Ltd ) દેશના મોટા શહેરો માટે સંયુક્ત ટેન્ડરની પ્રક્રિયા હાથ ધરવામાં આવેલ જેમાં અમદાવાદ શહેરને કુલ ૧૦૦૦ બસો ફાળવવામાં આવેલ. જેના અનુસંધાને AMTS અને BRTS માટે મળીને કુલ ૧૦૦૦ ઇલેક્ટ્રિક એ.સી. બસો GCC (Gross Cost Contract) આધારિત કરાર હેઠળ પ્રાપ્ત કરવા અમદાવાદ જનમાર્ગ લી ના Board of Directors (BOD) દ્વારા તા. ૫/૩/૨૬ ની મિટિંગ માં વર્ક ઓર્ડર ઇસ્યુ કરવા મંજૂરી આપવામાં આવી છે. જેની વિગતો નીચે મુજબ છે:
આ પ્રોજેક્ટ અંતર્ગત અમદાવાદ શહેરની જાહેર પરિવહન સેવામાં,
• નવી પેઢીની સંપૂર્ણ એ.સી. ઇલેક્ટ્રિક બસોનો સમાવેશ થશે
• ડેપો ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ચાર્જિંગ સુવિધાઓનો વિકાસ કરવામાં આવશે
• શહેરના હયાત અને નવા રૂટ પર ગ્રીન અને સ્વચ્છ પરિવહન સુવિધા ઉપલબ્ધ બનશે
• વાયુ પ્રદૂષણમાં અને અવાજ પ્રદૂષણમાં ઘટાડો થશે.
અમદાવાદ શહેર અગાઉથી જ ઇલેક્ટ્રિક બસોના સફળ સંચાલન માટે રાષ્ટ્રીય સ્તરે આગવું સ્થાન ધરાવે છે અને હવે PM E-DRIVE Scheme ની વધુ ૧૦૦૦ નવી બસોના વર્ષ ૨૦૨૬ અને ૨૦૨૭માં તબક્કાવાર ફલીટ સમાવિષ્ટ સેવાઓ આપવાની તૈયારીઓ તરીકે ગ્રીન ટ્રાન્સપોર્ટેશન ક્ષેત્રે ઉદાહરણરૂપ સેવાઓ આપવા સજ્જ છે. અમદાવાદ શહેરના માન. મેયરશ્રી, માન. ડે. મેયર શ્રી અને માન. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનશ્રી દ્વારા કરવામાં આવેલ સતત પ્રયત્નો અને અમદાવાદ જનમાર્ગ લી. ના ચેરમેનશ્રી /માન. મ્યુનિ. કમિ. શ્રી ના માર્ગદર્શન થી નવી ઈલે. બસો ના સંચાલન થી શહેરના નાગરિકોને સ્વચ્છ, સુરક્ષિત અને આરામદાયક મુસાફરીનો અનુભવ પ્રદાન કરશે તેમજ અમદાવાદને રાષ્ટ્રીય સ્તરે ગ્રીન મોબિલિટી માં અગ્રેસર કરી વધુ મજબૂત ઓળખ અપાવશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન શહેરના નાગરિકોને જાહેર પરિવહન સેવાનો મહત્તમ લાભ લેવા માટે આગ્રહભરી વિનંતી કરે છે.
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
LJLakhani Jaydeep
FollowMar 05, 2026 14:35:340
Report
CPCHETAN PATEL
FollowMar 05, 2026 14:16:210
Report
CPCHETAN PATEL
FollowMar 05, 2026 14:02:510
Report
JDJAYESHBHAI DOSHI
FollowMar 05, 2026 14:02:410
Report
GDGaurav Dave
FollowMar 05, 2026 13:20:310
Report
CPCHETAN PATEL
FollowMar 05, 2026 13:04:160
Report
AKArpan Kaydawala
FollowMar 05, 2026 13:04:080
Report
VPVasu Parmar
FollowMar 05, 2026 12:01:470
Report
VPVasu Parmar
FollowMar 05, 2026 11:46:190
Report
सूरत ग्रामीण LCB ने 24 चोरी मामलों के साथ 100 से अधिक चोरी के अंतरराज्य चोर जिमी शर्मा गिरफ्तार किया
SVSANDEEP VASAVA
FollowMar 05, 2026 11:19:590
Report
DPDhaval Parekh
FollowMar 05, 2026 10:48:380
Report
NJNILESH JOSHI
FollowMar 05, 2026 10:48:170
Report
SVSANDEEP VASAVA
FollowMar 05, 2026 10:45:190
Report
BPBurhan pathan
FollowMar 05, 2026 10:34:210
Report