Back
जूनागढ़ में रिटायर्ड RFO की ब्लैकमेलिंग: 40 लाख की मांग, तीन गिरफ्तार
AKAshok Kumar
Oct 06, 2025 11:05:13
Junagadh, Gujarat
હનીપમાં નિવૃત રFO ને અધિકારીને ફસાવનાર ત્રિપુટી ઝડપાઈ. નિવૃત્ત RFO ને ''''અંગત પળો''''ના વીડિયોથી બ્લેકમેલ:40 લાખની ખંડણી માંગનાર બે મહિલ સહિત تین ઝડપાયા,
જૂનાગઢમાં હની ટ્રેપનો એક સનસનીખેજ કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક નિવૃત્ત રેન્જ ફોરેસ્ટ ઓફિસર (RFO)ને તેના સ્ત્રી મિત્ર અને તેના સાગરિતો દ્વારા અંગત પળોના વીડિયોના આધારે બ્લેકમેલ કરીને રૂપિયા 40 લાખની ખંડણી માંગવામાં આવી હતી. જૂનાગઢ પોલીસે ગુનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને તાત્કાલિક કાર્યવાહી કરીને બે મહિલા સહિત ત્રણ આરોપીઓને ઝડપ્યા છે.
શું છે સમગ્ર મામલો ?
જૂનાગઢના રહેવાસી અને વર્ષ 2017 માં RFOમાંથી નિવૃત્ત થયેલા 67 વર્ષીય પરસોતમભાઈ ત્રિકમભાઈ કનેરીયાએ આ મામલે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી.જેમાં લગભગ એક વર્ષ પહેલાં ફરિયાદી નિવૃત્ત અધિકારીને ઉર્મિલા નામની મહિલાની ફેસબુક રિક્વેસ્ટ આવી, જે સ્વીકાર્યા બાદ બંને વચ્ચે વોટ્સએપ પર ચેટીંગ શરૂ થયું. ઉર્મિલાએ પોતે એકલી હોવાનું જણાવી ફરિયાદી સાથે આત્મીયતા કેળવી.પાંચેક મહિના પહેલાં ઉર્મિલાએ ફરિયાદીને રાજકોટ બોલાવ્યા અને હોટલમાં તેમની સાથે શારીરિક સંબંધ બાંધ્યો. ત્યારબાદ જૂન 2025 માં ઉર્મિલાએ ફોન કરીને જણાવ્યું કે તે ગર્ભવતી છે અને એબોર્શન કરાવવું પડશે, જેના માટે તેણે રૂપિયાની માંગણી શરૂ કરી. ફરિયાદીએ તેને કટકે કટકે ગુગલ-પે દ્વારા ઘણા રૂપિયા મોકલ્યા પણ હતા.થોડા દિવસો વિત્યા બાદ ગત તા 19/09/2025 ના ઉર્મિલાના કહેવાથીفيات ચોટીલાની હોટલમાં રોકાયા હતા. આ રાત્રિ રોકાણ દરમિયાન ઉર્મિલાએ અધિકારીની અંગત પળોનો વીડિયો તેના મોબાઇલમાં છૂપી રીતે بنایا હતો.
બ્લેકમેલિંગ અને ધમકીની રમત
તા. 25/09/2025નના ફરિયાદીને એક અજાણ્યા મોબાઇલ નંબરમાંથી વોટ્સએપ કોલ અને મેસેજ આવ્યો. કોલ કરનારે પોતે નિવૃત્ત અધિકારીઓના ચોટીલાની હોટલના વીડિયો તેનો પાસે હોવાનું જણાવી રૂપિયા નિવૃત્ત અધિકારી પાસેથી 40 લાખની ખંડણીની માંગણી કરી. ધમકી આપવામાં આવી કે જો રૂપિયા નહીં આપે તો વીડિયો પરિવારજનો અને મિત્રોમાં સોશિયલ મીડિયાના মাধ্যমে વાયરલ કરી દેવામાં આવશે.
ડીવાયએસપી રવિરાજસિંહ પરમારએ આ અંગે માહિતી આપતાં જણાવ્યું કે, બ્લેકમેલરે ધમકીના ભાગરૂપે ફરીયાદીને ''''વન ટાઈમ ઓપન'''' વીડિયો પણ મોકલ્યો હતો, અને જણાવ્યું હતું કે તેની પાસે ફરિયાદીના પરિવારજનોના મોબાઈલ નંબરની વિગતો પણ છે.
ત્રિપુટીનું ષડયંત્ર: સ્ત્રીમિત્રની કબૂલાત
ખંડણીની ધમકી મળતા ફરિયાદીએ જ્યારે ઉર્મિલાને આ અંગે વાત કરી, ત્યારે ઉર્મિલાએ પણ પોતે બ્લેકમેલ થતી હોવાનો ડોળ કર્યો. જોકે, આ દરમિયાન પણ ઉર્મિલા વારંવાર એબોર્નના નામે રૂપિયા માંગતી હતી અને અજાણ્યા વ્યક્તિને 40 લાખ આપી દેવા દબાણ કરતી હતી.
આખરે શંકા જતાં ફરિયાદીએ દબાણપૂર્વક પૂછતાં, ઉર્મિલાએ કબૂલ્યું કે અંગત પળોનો વીડિયો તેમણે જ પોતાના ફોનમાં ઉતાર્યો હતો અને તે વીડિયો તેમની બહેનપણી સગુફ્તા ઉર્ફે જોયાને મોકલ્યો હતો. સગુફ્તાએ આ વીડિયો જૂનાગઢના જીસાન બદવી નામના યુવકને આપ્યો હતો. જેણે બ્લેકમેલ કરીને ખંડણી માંગવાનો ખેલ શરૂ કર્યો હતો.
પોલીસે બે મહિલા સહિત ત્રણને દબોચ્યા
પોલીસે ગુનાની ગંભીરતાને ધ્યાને લઈને તાત્કાલિક હની ટ્રેપના આ સમગ્ર ષડયંત્રમાં સંડોવાયેલા ત્રણ આરોપીઓ— રાજકોટની ઉર્મિલા, તેની બહેનપણી અને મૂળ જૂનાગઢની હાલ રાજકોટ રહેતી સગુફ્તા ઉર્ફે જોયા, અને જૂનાગઢના જીસાન બદવીની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.
આ સફળ ઓપરેશનમાં જૂનાગઢ બી ડિવિઝન પીઆઇ એ.બી. ગોહીલ, લોકલ બ્રાન્ચના પીઆઈ కె.આમ. પટેલની સૂચનાથી પીએસઆઈ ડી.કે. ઝાલા તથા સ્ટાફના વિપુલભાઈ રાઠોડ, રવિન્દ્રભાઇ વાંક, હરદાસભાઈ નંદાણીયા, કરશનભાઇ ભારાઈ અને લોકલ બ્રાન્ચના કર્મચારીઓએ સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું.
બાઈટ રવિરાજ પરમાર ડી વાય એસ પી જૂનાગઢ ગ્રામ્ય
આશોક બારોટ
જૂનાગઢ
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
MMMitesh Mali
FollowOct 06, 2025 13:16:240
Report
AKAshok Kumar
FollowOct 06, 2025 12:38:200
Report
CPCHETAN PATEL
FollowOct 06, 2025 12:37:480
Report
GPGaurav Patel
FollowOct 06, 2025 12:17:530
Report
AKAshok Kumar
FollowOct 06, 2025 12:07:050
Report
GKGovindbhai Karmur
FollowOct 06, 2025 12:01:040
Report
URUday Ranjan
FollowOct 06, 2025 12:00:390
Report
CPCHETAN PATEL
FollowOct 06, 2025 11:31:100
Report
ARAlkesh Rao
FollowOct 06, 2025 11:06:210
Report
DRDarshal Raval
FollowOct 06, 2025 10:06:402
Report
GPGaurav Patel
FollowOct 06, 2025 10:06:080
Report
GKGovindbhai Karmur
FollowOct 06, 2025 10:05:560
Report
GKGovindbhai Karmur
FollowOct 06, 2025 10:05:410
Report
GKGovindbhai Karmur
FollowOct 06, 2025 10:05:200
Report