Back
भावनगर के बाहरी इलाकों में टैंकर से पेयजल सप्लाई: महीने में 1200 टैंकर
NDNavneet Dalwadi
Mar 06, 2026 08:24:10
Bhavnagar, Gujarat
ભાવનગરમાં છેવાડાના વિસ્તારોમાં મહિને 1200 ટેન્કર દ્વારા પાણી સપ્લાય.
એન્કર:
ભાવનગર શહેરમાં ઉનાળા પૂર્વે જ પાણીની પારાયણ, અનેક વિસ્તારોમાં પૂરતો પ્રેસરથી પાણી નહીં મળતા ટેન્કરો દ્વારા થઈ રહ્યો છે સપ્લાય, શહેરના ફુલસર, કુંભારવાડા, બોરડિગેટ, આનંદનગર, ખેડૂતવાસ, કરચલિયા પરા સહિતના વિસ્તારો ઓછા પ્રેશરના કારણે ટેન્કર દ્વારા પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે. મહાનગરપાલિકાના સત્તાધિશો વિકાસની મોટી મોટી વાતો કરતા હોય છે. પરંતુ પાયાની જરૂરિયાત એવા પીવાના પાણીની સુવિધા છેવાડા સુધી પહોંચાડી શક્યું નથી. છેવાડાના અનેક વિસ્તારોમાં હાલની તારીખે પણ ટેન્કરો મોકલી પાણી વિતરણ કરવામાં આવી રહ્યું છે. રોજના સરેરાશ 35 થી 45 જેટલા ટેન્કરોથી પાણીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.
વિઓ ૧:
ભાવનગર મહાનગરપાલિકા દ્વારા કરોડો રૂપિયાનો ખર્ચ કરી છેવાડાના વિસ્તારો સુધી પાણી મળી રહે એ માટે નવી લાઈનઆપગ્રેડ કરવામાં આવી છે. નવા સમાોળાયેલા વિસ્તારોમાં ઓવરહેડ ટાંકી અને સંપ બનાવી સપ્લાય કરવામાં આવી રહ્યો છે. પરંતુ તેમ છતાં આજની તારીખે અનેક વિસ્તારો એવા આસાિં જ્યાં પૂરતો પ્રેસરથી પાણી મળતું નથી. ઉનાળા પૂર્વે જ આવા હાલ થવામાં આવી રહ્યા છે. ત્યારે ઉનાળાની ગરમીમાં શાસકો લોકોને પાણી પહોંચાડશે એ જોવું રહ્યું, હાલ અનેક વિસ્તારોમાં લોકોની પાણીની સમસ્યા યથાવત જોવા મળી રહી છે. શહેરના ફુલસર, ઈંદીરાનગર, કુંભારવાડા, ખેડૂતવાસ, કરચલિયા પરા, આનંદનગર સહિતના અનેક વિસ્તારો પાણી વગર ટળવળી રહ્યા છે. મોટાભાગની ગરીબ અને મધ્યમ વર્ગીય લોકો જ્યાં વસવાટ કરે છે. એવા વિસ્તારોમાં પાણીની સમસ્યા સૌથી વધુ છે. લોકોને રોજગારી મેળવવા સવારના વહેલા ઉઠી તૈયારી કરતા હોય છે. પરંતુ સમયસર पानी નહિ મળતા લોકો ભારે મુશ્કેલી વેથી રહી છે. આ દ્રશ્યો શહેરના ફુલસર વિસ્તારના છે. કે જ્યાં શ્રમજીવી પરિવારના લોકો વસવાટ કરે છે. અહીં ઘણા સમયથી પાણીની લાઈનો નાખી ઘરે ઘરે નળ ફિટ કરી દેવામાં આવ્યા છે. પરંતુ એ નળમાં ક્યારેય પૂરતો પાણી મળતું નથી. શિયાળો અને ઉનાળામાં અહીં પાણીની સમસ્યા સર્જાય છે. ત્યારે પાણીનું ટેન્કર પહોંચતા લોકો পানি ભરવા માટે પડાપડી કરતા જોવા મળ્યા હતા, લોકોનું કહેવું છે કે મહાનગરપાલિકાએ વિસ્તારોમાં નળ તો નાખી આપી છે. પરંતુ નળમાં પાણી નથી આવતું, ત્યારે પાણી નહીં મળવાના કારણે રોજિંદા રસોઈ, ઘરકામ سمیتના કામો થઈ શકતા નથી. ટેન્કરો દ્વારા પાણી આપવામાં આવે છે. તેમાં લોકોને રાહ જોવી પડે છે અને ટેન્કર આવતા ઘરની પ્રકાશેના તમામ કામો પડતા મૂકી પાણી ભરવા જવું પડે છે. આમાં સંતાનોનું ભણતર પણ બગડી રહ્યું છે.
વિઓ ૨:
ભાવનગર શહેરમાં મોટાભાગે ઉનાળામાં પાણીની સમસ્યા સર્જાય છે. જેના કારણે અનેક વિસ્તારોમાં લો પ્રેસરથી પાણી મળતું હોવાની ફરિયાદો ઉઠતી હોય છે. જો તમે પહોચતા વિસ્તાર સુધી પીવાનું પાણી હોય તેવા લોકો માટે મહાનગરપાલિકાના ફિલ્ટર વિભાગ માંથી સીધા ટેન્કર દ્વારા વિસ્તારની જરૂરિયાત મુજબ પાણી પીરું પાડવામાં આવે છે. જેમાં દરરોજ 35 થી 45 જેટલા ટેન્કરો દ્વારા જરૂરીયાતવાળા વિસ્તારોમાં પાણી પહોંચાડવામાં આવે છે. પાણીની સમસ્યા જોવાતા વિતારોમાં એ વિસ્તારમાંના નગરસેવકો દ્વારા પાણી વિતરણ માટે કોલ આવતા ટેન્કરો મોકલવામાં આવે છે. એ મુજબ.MONTHમાં સરેરાશ 1200 જેટલા ટેન્કર પીવાના પાણી માટે મોકલવામાં આવે છે.
વિઓ ૩:
ભાવનગર શહેરને પાણી પૂરું પાડતા તળાવોના સ્ટોરેજની સ્થિતિ ખૂબ સારી છે. જ્યાં રોડ, ડ્રેનેજ કે લાઈકના કામો ચાલુ હોય જ્યાં પાણીની લાઈન ડિસ્ટર્બ થઈ હોય અથવા લો પ્રેસરથી પાણી આવતું હોય તેમાં લોકોની પાણીની જરૂરિયાત ન સંતોષવા રોજના 35 થી 45 ટેન્કરો દ્વારા પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે. વોટર વર્કસ વિભાગના અધિકારીએ જણાવ્યું કે નવા વિષિષ્ટ વિસ્તારોમાં કુલ 13 જેટલી ઈએસઆર ટાંકી બનાવવાની કામગીરી હાથ ધરાઈ છે, જે પૈકી 6 જેટલી ઈએસઆર કાર્યરત કરાઈ છે. શહેરમાં હાલ 190 MLD જેટલું પાણી સપ્લાય કરવામાં આવે છે. આગળ સમયમાં બીજી 5 ઈએસઆર ટૂંક સમયમાં કાર્યરત કરવામાં આવશે, જેથી લોકોને પ્રેશરથી પાણી સપ્લાય કરી શકાશે.
વિઓ ૧/૨/૩ બાઈટ: અભિષેક વ્યાસ, કારિયાળક, ફિલ્ટર વિભાગ, ભાવનગર.
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
DRDarshal Raval
FollowMar 06, 2026 14:04:030
Report
DPDhaval Parekh
FollowMar 06, 2026 14:00:590
Report
GKGovindbhai Karmur
FollowMar 06, 2026 13:35:220
Report
DPDhaval Parekh
FollowMar 06, 2026 13:30:210
Report
URUday Ranjan
FollowMar 06, 2026 13:18:010
Report
VPVasu Parmar
FollowMar 06, 2026 12:34:440
Report
URUday Ranjan
FollowMar 06, 2026 12:19:080
Report
SCSHAILESH CHAUHAN
FollowMar 06, 2026 12:16:320
Report
SVSANDEEP VASAVA
FollowMar 06, 2026 11:53:360
Report
NJNILESH JOSHI
FollowMar 06, 2026 11:16:040
Report
GDGaurav Dave
FollowMar 06, 2026 10:32:540
Report
URUday Ranjan
FollowMar 06, 2026 10:32:370
Report
ARAlkesh Rao
FollowMar 06, 2026 10:24:100
Report
SPSANDHI PARVEZ MAYURBHAI
FollowMar 06, 2026 10:21:030
Report
HBHimanshu Bhatt
FollowMar 06, 2026 09:46:500
Report