Back
अंकलेश्वर CETP क्षमता 40 से 70 MLD बढ़ाने को मंजूरी: उद्योगों में रोजगार बढ़ेंगे
VPVasu Parmar
Mar 19, 2026 12:17:38
Bharuch, Gujarat
ભરૂચના અંકલેશ્વર ઉદ્યોગોને મોટા રાહત આપતી મહત્વપૂર્ણ ખબરોકે CETPની ક્ષમતા વધારવા માટે ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ દ્વારા મંજૂરી આપવામાં આવી છે, જેને કારણે ઉદ્યોગોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન માટે એક મોટી સિદ્ધિરૂપ નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ દ્વારા અંકલેશ્વર CETPની હાલની 40 MLD ક્ષમતાને વધારીને 70 MLD કરવાની CTE મંજૂરી આપવામાં આવી છે. આ નિર્ણયથી અંકલેશ્વર ઉદ્યોગોને પર્યાવરણ સંબંધિત સમસ્યાઓના નિરાકરણમાં મોટી રાહત મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. ખાસ કરીને ઈફલૂઅન્ટ ટ્રીટમેન્ટ ક્ષમતા વધતા ઉદ્યોગોને નિકાલ વ્યવસ્થામાં સરળતા મળશે. હવે આ પ્રોજેક્ટ માટે EC મેળવવાની પ્રક્રિયા ટૂંક સમયમાં શરૂ થવાની છે. EC મળ્યા બાદ પ્રોજેક્ટને અમલમાં મુકવામાં વધુ ગતિ મળશે. આ મહત્વપૂર્ણ મંજૂરી માટે અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનએ GPCBનો આભાર વ્યક્ત કર્યો છે. અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના પ્રમુખ વિમલ જેઠવા, એન્વાયરમેન્ટ લાયઝનિંગ સમિતિના ચેરમેન વાલમજી દેસાઈ તેમજ તેમની ટીમ અને NCTના પદાધિકારીઓની મહત્ત્વપૂર્ણ ભૂમિકા રહી હોવાનું પણ જણાવાયું છે. ઉદ્યોગ મંડળના પદાધિકારીઓએ જણાવ્યું હતું કે આવી જ સક્રિયતા જાળવી રાખવામાં આવશે તો પર્યાવરણ સંબંધિત લાંબા સમયથી ચાલી રહેલા પ્રશ્નોના ઉકેલ શક્ય બનશે.
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
SVSANDEEP VASAVA
FollowMar 19, 2026 13:01:23905
Report
CPCHETAN PATEL
FollowMar 19, 2026 11:32:311084
Report
GPGaurav Patel
FollowMar 19, 2026 11:32:121028
Report
SPSANDHI PARVEZ MAYURBHAI
FollowMar 19, 2026 11:31:41933
Report
URUday Ranjan
FollowMar 19, 2026 10:15:251076
Report
PAParakh Agarawal
FollowMar 19, 2026 10:15:14998
Report
JDJAYESHBHAI DOSHI
FollowMar 19, 2026 10:11:291058
Report
BPBurhan pathan
FollowMar 19, 2026 10:11:161077
Report
PDPRASHANT DHIVRE
FollowMar 19, 2026 10:11:051059
Report
CPCHETAN PATEL
FollowMar 19, 2026 10:10:461092
Report
MDMustak Dal
FollowMar 19, 2026 10:10:351050
Report
CPCHETAN PATEL
FollowMar 19, 2026 10:08:351044
Report
NDNavneet Dalwadi
FollowMar 19, 2026 10:08:231098
Report
NJNILESH JOSHI
FollowMar 19, 2026 09:03:161036
Report