Back
आनंद में आंगनवाड़ी कर्मियों की हड़ताल दूसरे दिन जारी, वेतन-मीटिंग मांगें
BPBurhan pathan
Mar 19, 2026 10:11:16
Anand, Gujarat
એંકર -આણંદ શહેર સહિત જિલ્લા ભરની 1900 આંગણવાડીની ત્રણ હજારથી વધુ મહિલા કર્મચારીઓની હડતાળના આજે બીજા દિવસે આણંદ શહેરમાં શાસ્ત્રી સ્ટેડીયમ ખાતે ધરણા કરી સુત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું.અને પ્રશ્નોનાં નિરાકરણ નહી આવેતો ઉગ્ર આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારે હતી.
વીઓઃરાજ્યભરની આંગણવાડી મહિલા કર્મચારીઓએ પગારમાં વધારો તેમજ અધ્યતન મોબાઇલફોન સહીતની વિવિધ પડતર માંગણીઓને લઈને ત્રણ દિવસની હડતાળ શરૂ કરી છે,આણંદ જિલ્લામાં 1900 આંગણવાડીની ત્રણ હજારથી વધારે મહિલા કર્મચારીઓ પણ હડતાલમાં જોડાતા જિલ્લા ની તમામ આંગણવાડીઓ આજે સતત બીજા દિવસે ઝડબેસલાક બંધ રહી હતી,આણંદ શહેરમાં શાસ્ત્રી સ્ટેડીયમ ખાતે એકત્ર થયેલી મહિલા કર્મચારીઓએ ધરણા કર્યા હતા અને સુત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું. સ્થાનિક સ્વરાજયની ચૂંટણી પૂર્વે જ આંગણવાડી કર્મચારીઓએ સરકાર સામે ફરી એકવાર રણશિંગુ ફૂંક્યું છે.આંગણવાડી કર્મચારીઓની મુખ્ય માંગણીઓમાં પગાર વધારો, સ્માર્ટ મોબાઇલ ફોન પૂરા પાડવા અને કાયમી કરવા સહિત કુલ સાત મુદ્દાઓનો સમાવેશ થાય છે. આંગણવાડી કર્મચારીઓ લાંબા સમયથી આ માંગણીઓ સરકાર સમક્ષ રજૂ કરી રહ્યા છે.મહિલા કર્મચારીઓએ જણાવ્યું હતું કે સરકાર વિવિધ ક્ષેત્રોમાં આંગણવાડી કર્મચારીઓનો ઉપયોગ કરે છે. પરંતુ તેમનું વેતન અન્ય કર્મચારીઓની સરખામણીમાં ખૂબ ઓછું છે. સાત મુદ્દાઓની માંગણીઓમાં પગાર વધારો એ તેમની મુખ્ય માંગ છે. તેમજ વેતન વધારો, વર્ષ 2022માં આપવામાં આવેલા વચન મુજબ નવી મોબાઇલ સુવિધા,નિવૃત્તિ વય 60 વર્ષ કરવાની, બાળકોના પોષણ આહારના દરમાં વધારો, વર્ષ 2019 બાદના વધારાઓ અમલમાં મુકવા, તેમજ ઓનલાઈન કામગીરીમાંથી રાહત અથવા યોગ્ય વેતનની વ્યવસ્થાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, આંગણવાડી કેન્દ્રોના ભાડા અને અન્ય બિલોની સમયસર ચૂકવણી તથા હેલ્પરોને યોગ્ય વેતન આપવા જેવી માંગણીઓ પણ કરવામાં આવી છે.
વીઓઃ મહિલા કર્મચારીઓએ ચેતવણી ઉચ્ચાવી હતી કે જો રાજ્ય સરકાર દ્વારા આગામી સમયમાં તેમની માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે, તો તેઓ અનિશ્ચિત મુદ્દતની હડતાળ પર ઉતરશે અને ગાંધીનગર તરફ કૂચ કરવાની પણ तैय ારી દર્શાવી છે.
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
CPCHETAN PATEL
FollowMar 19, 2026 11:32:310
Report
GPGaurav Patel
FollowMar 19, 2026 11:32:120
Report
SPSANDHI PARVEZ MAYURBHAI
FollowMar 19, 2026 11:31:410
Report
URUday Ranjan
FollowMar 19, 2026 10:15:251073
Report
PAParakh Agarawal
FollowMar 19, 2026 10:15:14971
Report
JDJAYESHBHAI DOSHI
FollowMar 19, 2026 10:11:29999
Report
PDPRASHANT DHIVRE
FollowMar 19, 2026 10:11:051040
Report
CPCHETAN PATEL
FollowMar 19, 2026 10:10:461092
Report
MDMustak Dal
FollowMar 19, 2026 10:10:351050
Report
CPCHETAN PATEL
FollowMar 19, 2026 10:08:35957
Report
NDNavneet Dalwadi
FollowMar 19, 2026 10:08:231026
Report
NJNILESH JOSHI
FollowMar 19, 2026 09:03:161036
Report
CPCHETAN PATEL
FollowMar 19, 2026 09:02:341078
Report
URUday Ranjan
FollowMar 19, 2026 08:45:131068
Report