Back
आनंद के युवक-युवती को विदेश भेजने के नाम पर 65 लाख ठगी, बचाव
BPBurhan pathan
Feb 12, 2026 03:15:58
Anand, Gujarat
એન્કરઃ ચરોતરનાં અનેક લોકો દાયકાઓથી અમેરીકા કેનેડા સહીત વિદેશમાં વસેલા છે,ત્યારે વિદેશની ચમક દમક જોઈને વિદેશ જવાનાં મોહમાં અનેક યુવાનો લેભાગુ એજન્ટોની જાળમાં ફસાઈ જાય છે,ત્યારે આવી જ એક ધટના આણંદ distrikdanના એક યુવક અને એક યુવતીની સાથે બનેલી છે,જેમાં યુવક યુવતીને કબુતરબાજ એજન્ટએ ગેરકાયદેસર રીતે અમેરીકા પહોંચાડવાનાં બહાને આજાર બૈઝાન લઈ જઈને બંધક બનાવી યાતનાઓ આપી પરિવારને ખોટા ફોન કરાવી 65 લાખની ખંડણી વસૂલતા ભારતનાં ગૃહ વિભાગ અને વિદેશ મંત્રાાલયએ ઓપરેશન મહિસાગર હાથ ધરી બન્ને યુવક યુવતીને સલામત રીતે મુકત કરાવી લેવામાં આવતા પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો હતો.
વીઓઃઆણંદનાં જાંખરીયા ગામનાં ધ્રુવ પટેલ અને કંથારીયા ગામનાં દિપિકાબેન પટેલને વિદેશ જવાનું હોઈ તેઓએ મુંબઈનાં એજન્ટનો સંપર્ક સાધ્યો હતો ત્યારે મુંબઈની મમતા નામની એજન્ટએ તેઓને વાયા આઝાર બૈઝાન કનેડા થઈને અમેરીકા લઈ જવાનો વિશ્વાસ આપ્યો હતો.અને ત્યારબાદ એજન્ટ દ્વારા ધ્રુવ પટેલ અને દિપિકા પટેલને તા.30 જાન્યુઇઆરીનાં રોજ વડોદરાથી અલગ અલગ ફલાઈટમાં દિલ્હી લઈ જવામાં આવ્યા હતા,જયાં તેઓને મહીપાલપુરની એક હોટલમાં રાખવામાં આવ્યા હતા.ત્યારબાદ તા.1 ફેબ્રુઆરીનાં રોજ બન્નેને દિલ્હી એરપોર્ટ પરથી અઝાર બૈઝાન લઈ જવામાં આવ્યા હતા.અને સવારે પોણા આઠ વાગે તેઓ અઝાર બૈઝાનનાં બાકુ એરપોર્ટ પર ઉતરયા હતા જયાંથી તેઓને બાકુની એલીસ હોટેલમાં લઈ જવામાં આવ્યા હતા.બાકુની હોટલમાં પહોંચતા જ પવન નામનાં બીજા એજન્ટ દ્વારા ધ્રુવ અને દિપીકાનાં મોબાઈલ ફોન સ્વિચઓફ કરાવી દેવામાં આવ્યા હતા.
વીઓઃ બાકુમાં 24 કલાક રાખ્યા બાદ એજન્ટ પવનએ ધ્રુવ અને દિપિકાને તેમના પરિવાર સાથે વિડીયો કોલ પર વાત કરાવી પોતે કેનેડા પહોચી ગયા હોવાની ખોટી વાત કરાવી હતી,તેમજ પવનએ મૂળ એજન્ટ મમતાં બદલે નાણા સીધા તેને ચુકવવાની માંગ કરી હતી.ધ્રુવ અને દિપિકાનાં પરિવારજનોએ મુંબઈની એજન્ટ મમતાને 35 લાખની રકમ ચુકવી હતી તેમજ ત્યારબાદ 7 ફેબ્રુઆરીનાં રોજ ક્રિપ્ટો કરન્સી મારફતે પવનને પંદર લાખ ચૂકવ્યા હતા.તેમજ દિપિકાનાં પરિવારજનો દ્વારા પવનને આઠ ફેબ્રુઆરીનાં રોજ ક્રિપ્ટો કરન્સી મારફતે પંદર લાખની રકમ મળી કુલ 65 લાખની રકમ ચુકવવામાં આવી હતી.
વીઓઃત્યારબાદ પરિવારજનોએ જયારે ધ્રુવ અને દિપિકા સાથે વાતચીત કરી ત્યારે બન્ને જણાને યાતના આપી હોવાનું તેમજ अत्यાચાર गुजरાયો હોવાનો લાગ્યું હતું તેમજ પવન દ્વારા બન્નેનેBindings અદ્યાપ્ત કરી વધુ પૈસાની માંગણી કરી તેમજ તેઓ પર યાતના ગુજારતા વિડીયો બતાવતો હતો,જેથી પરિવારજનો ચિંતાગ્રસ્ત થયા હતા.તેમજ પરિવારજનો એજન્ટ પવનને પૈસા ચુકવ્યા બાદ આઠ ફેબ્રુઆરીની રાતે ધ્રુવના પરિવારજનોને પવનએ ફોન કરી કહ્યું હતું કે મે આ બન્ને જણાને છોડવાની વ્યવસ્થા કરી છે,તેની થોડીવારમાંજ એક તુર્કીનાનાં નંબરમાંથી ધ્રુવ અને દિપિકાનાં ફોટા સાથે પરિવારજનોને મેસેજ મળ્યો હતો તેમજ બાદ થયેલા ફોન કોલમાં સામે ફોન કરનારી વ્ય pristિશિતે કહ્યું હતું કે અમે મોડા પડયા છીએ આ બન્ને જણાને ખાનબાબાને વેચી દેવામાં આવ્યા છે,તેવામાં તેઓની કિડની કાઢીને વેચી નાખવાની ધમકીઓ આપી હતી,જેથી પરિવારજનો ગભરાઈ ગયા હતા, તેમજ ધ્રુવ અને દિપીકાનો સંપર્ક ખોરવાઈ જતા તથા બન્ને લાપતા થઈ જતા બન્ને જણાને કોઈ ગુનાહિત ટોળકીને સોંપી દેવામાં આવ્યા હોવાની ચિંતાને લઈને તેઓએ આણંદનાં સાંસદ મિતેશ પટેલ અને પેટલાદનાં ધારાસભ્ય અને મંત્રી કમલેશ પટેલને રજુઆત કરી હતી.
વીઓઃ ઋધાન ઊંધી પડતો પાંડિત્યમાં વિકાસ જનિત મુખ્ય પ્રજાસતી નીતિ વિશે વિસ્તૃત ચર્ચા કરી હતી. આણંદનાં સાંસદ મિતેશ પટેલએ ભારતમાં વિદેશમાં જવાનો મોહમાં ન ફસાવવાનો આહ્વાન કર્યો હીત, આઝાદ પત્રકારો દ્વારા બનાવટ અને ગેરકાયદેસર રોકાણ પ્રવૃત્તિઓ સામે સચેત રહેવા કહ્યું.
બાઈટઃ મિતેશ પટેલ (સાંસદ)
બાઈટઃમુકેશ પટેલ (પિડીત યુવકનાં પિતા)
બુરહાન પઠાણ
ઝી મીડિયા
આણંદ
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
VPVasu Parmar
FollowFeb 11, 2026 18:45:300
Report
GDGaurav Dave
FollowFeb 11, 2026 16:35:450
Report
DMDURGESH MEHTA
FollowFeb 11, 2026 16:33:560
Report
AKArpan Kaydawala
FollowFeb 11, 2026 14:45:140
Report
BPBurhan pathan
FollowFeb 11, 2026 14:18:500
Report
DADHRUVGIRI AJAYGIRI GOSWAMI
FollowFeb 11, 2026 14:04:450
Report
LJLakhani Jaydeep
FollowFeb 11, 2026 13:53:420
Report
LJLakhani Jaydeep
FollowFeb 11, 2026 13:52:120
Report
ARAlkesh Rao
FollowFeb 11, 2026 12:36:390
Report
CPCHETAN PATEL
FollowFeb 11, 2026 12:35:180
Report
URUday Ranjan
FollowFeb 11, 2026 11:52:050
Report
CPCHETAN PATEL
FollowFeb 11, 2026 11:51:410
Report
URUday Ranjan
FollowFeb 11, 2026 11:50:070
Report
CPCHETAN PATEL
FollowFeb 11, 2026 11:49:430
Report