Back
राजकोट चांदी चोरी: 140 किलो चोरी, 2 गिरफ्तार, 5 फरार
GDGaurav Dave
Feb 11, 2026 16:35:45
Rajkot, Gujarat
રાજકોટ શહેરના ચંપક નગર વિસ્તારમાં શક્તિ સિલ્વર પેઢીમાંથી 140 કિલો ચાંદીના દાગીનાાની ચોરીના કેસમાં રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ક્રાઈમ બ્રાન્ચની ટીમે ચોરીના ગુનાના કામે ઉપયોગમાં લેવામાં આવેલ ક્રેટા કાર, ફોર્ચ્યુનર કાર અને 2 લાખ રોકડ અને 31 કિલો ચાંદીના દાગીના કબજે કર્યા છે. અગાઉ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા પણ બે આરોપીઓની ધરપકડ કરવામાં આવતા ધરપકડ કરાયેલા આરોપીઓનો કુલ આંક 4 પર પહોંચ્યો છે. તો એક સપ્તાહ બાદ પણ હજુ મુખ્ય આરોપી પૈકીનો એક એવી શૈલેન્દ્રસિંગ ઉર્ફે સેલસિંહ સહિત 5 આરોપીઓ પોલીસ પકડથી દૂર છે.
વિઓ - 1
રાજકોટ શહેરના બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા ચંપક નગર શેરી નંબર એકમાં શક્તિ સિલ્વર નામની પેઢીમાં ગત ત્રીજી ફેબ્રુઆરીના રોજ Adele મધ્યબિંદરે/crate કારમાં આવેલા શખ્સો દ્વારા 140 કિલો ચાંદીના દાગીનાની ચોરી કરી હોવાનો બનાવ સામે આવ્યો હતો. સમગ્ર મામલાની જાણતા સ્થાનિક ધારાસભ્ય, રાજકોટ શહેરના જોયન્ટ પોલીસ કમિશનર, ડીસીપી સહિતના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળ ખાતે દોડી ગયા હતા. પોલીસ દ્વારા બનાવ સ્થળની આસપાસના સીસીટીવી ફૂટેજ પણ એકત્રિત કરવામાં આવ્યા હતા. જે અંતર્ગત રાત્રિના 2:30 થી 3 વાગ્યાની વચ્ચે ક્રેટા કારમાં આવેલા વ્યક્તિઓ દ્વારા ચોરીની ઘટનાને અંજામ આપે્યો હોવાનું સામે આવ્યું હતું. ત્યારે રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ચોરીની ઘટનામાં સામેલ બનાસકાંઠા જિલ્લા વતની રતનસિંહ રાઠોડ અને બોટાદ જિલ્લા વતની રાજુ ભોજકની ધરપકડ કરી છે.
બાઈટ : જગદીશ બાંગરવા, ડીસીપી ક્રાઈમ, રાજકોટ
ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડેલા બંને આરોપીઓની પૂછપરછમાં સામે આવ્યું છે કે, ચોરીનો મુખ્ય સૂત્રધાર શૈલેન્દ્રસિંગ ઉર્ફે સેલસિંહ રાજપુત અને રતનસિંહ રાઠોડ હતા. શૈલેન્દ્રસિંગ ઉર્ફે સેલસિંહ રાજપુત ચોરીની ઘટનાને અંજામ આપ્યાના એક મહિનાથી રાજકોટ ખાતે રેકી કરતો હતો. ઉપરાંત તેમણે અમદાવાદ ખાતે રહેતા મુકેશ પ્રજાપતિ અને ઉત્તર પ્રદેશના વતની છોટુ ભૈયા તરીકે જાણીતા વ્યક્તિનો સંપર્ક કર્યો હતો. ત્યારબાદ ચોરીનો ફુલ પ્રુફ પ્લાન બનાવ્યો હતો. પ્લાનને અમલમાં મૂકવા માટે રતનસિંહે બોટાદના રાજુ ભોજકનો સંપર્ક કર્યો હતો. પોલીસ મુજબ સેલસિંહ રાજપૂત, રતનસિંહ રાઠોડ, મુકેશ પ્રજાપતિ, જગદિશ ભોજક અને છોટુ – એમ કુલ પાંચ લોકો ચોરીને અંજામ આપ્યો હતો.
બાઈટ : જગદિશ બાંગરવા, ડીસીપી ક્રાઈમ, રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ
વિઓ - 2
ચોરીની ઘટનાે અંજામ આપ્યા બાદ ચોરીનો મુદ્દામાલ આરોપીઓ બોટાદના રાજુ ભોજકના ઘરે લઈ ગયા હતા. જ્યાં ચોરી કરવામાં આવેલા ચાંદીના દાગીનાની ભાગબટાઈ કરવામાં આવી હતી. ત્યારબાદ મુદ્દામાલને સગેવગે કરવા માટે મંગુસિંહ રાઠોડ, પ્રદીપ પ્રજાપતિ અને સ્વરૂપસિંહને જવાબદારી સોંપવામાં આવી હતી. આ કેસમાં રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે રતનસિંહ રાઠોડ અને રાજુ ભોજકની ધરપકડ કરી છે. જ્યારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે પ્રદીપ પ્રજાપતિ અને મંગુસિંહ રાઠોડને ઝડપી લીધા છે. જોકે, હજુ પણ પાંચ આરોપીઓ પોલીસ પકડથી દૂર છે. ત્યારે પોલીસ દ્વારા ફરાર આરોપીઓની શોધખોળ ચાલુ રાખી રહી છે અને આગામી દિવસોમાં વધુ ધરપકડની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
બાઇટ : જગદિશ બાંગરવા, ડીસીપી, રાજકોટ ક્રાઇમ బ్రાન્ચ
રાજકોટ શહેર ક્રાઇમ 브ાન્ચની પ્રાથમિક તપાસમાં રતનસિંગ રાઠોડ વિરુદ્ધ અગાઉ ત્રણ જેટલા ગુનાઓ દાખલ થઈ ચૂકા છે. જેમાં બળાત્કાર, એટ્રોસિટી, આર્મ્સ એક્ટ સહિતની કલમ અંતર્ગત ગુનાઓ દાખલ થઈ ચૂક્યા છે. જયારે આ આરોપી રાજુ ઉર્ફે રાજા ભોજક વિરુદ્ધ સાત જેટલા ગુનાઓ દાખલ થઈ ચૂકા છે જેમાં મોટાભાગના ગુનાઓ પ્રોહીબિશનને લગતા તેમજ હત્યાના પ્રયત્ન, ગુનાહિત કાવતરું રચવું અને આર્મ્સ એક્ટ સહિતની કલમ અંતર્ગત ગુનાઓ દાખલ થઈ ચૂક્યા હોવાનો સામે આવ્યું છે.
બાઈક : જગદિશ બાંગરવા, ડીસીપી, રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ
વિઓ - 3
ત્યારે મુખ્ય આરોપી પૈકીના એક શૈલેન્દ્રસિંગ ઉર્ફે સેલસિંહ સહિતના ફરાર પાંચ આરોપીઓ કેટલા સમયમાં ઝડપાય છે તે જોવું મહત્વનું રહેશે...
ગૌરવ દવે, ZEE 24 કલાક, રાજકોટ
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
VPVasu Parmar
FollowFeb 11, 2026 18:45:300
Report
DMDURGESH MEHTA
FollowFeb 11, 2026 16:33:560
Report
AKArpan Kaydawala
FollowFeb 11, 2026 14:45:140
Report
BPBurhan pathan
FollowFeb 11, 2026 14:18:500
Report
DADHRUVGIRI AJAYGIRI GOSWAMI
FollowFeb 11, 2026 14:04:450
Report
LJLakhani Jaydeep
FollowFeb 11, 2026 13:53:420
Report
LJLakhani Jaydeep
FollowFeb 11, 2026 13:52:120
Report
ARAlkesh Rao
FollowFeb 11, 2026 12:36:390
Report
CPCHETAN PATEL
FollowFeb 11, 2026 12:35:180
Report
URUday Ranjan
FollowFeb 11, 2026 11:52:050
Report
CPCHETAN PATEL
FollowFeb 11, 2026 11:51:410
Report
URUday Ranjan
FollowFeb 11, 2026 11:50:070
Report
CPCHETAN PATEL
FollowFeb 11, 2026 11:49:430
Report
NBNarendra Bhuvechitra
FollowFeb 11, 2026 11:49:290
Report