Back
अमरेली में भारी बारिश-हवा: फूलों की खेती बर्बाद, किसानों की मेहनत खोई
KBKETAN BAGDA
Sept 30, 2025 09:30:12
Amreli, Gujarat
સ્લગ - ફૂલોની ખેતી - ખેડૂતો પરેશાન
લોકેશન - અમરેલી
રિપોર્ટર - કેતન બગડા
ફોર્મેટ - પેકેજ
એપૃલ - આઇડીયા પાસ
તારીખ - 30/9/25
એન્કર......
હવામાન વિભાગે જે રીતે વરસાદની આગાહી આપી હતી તેને લઈને અમરેલી જિલ્લામાં છેલ્લા બે દિવસથી ધોધમાર વરસાદ આવ્યો હતો ત્યારે બે દિવસ પહેલા પવન સાથે ભારે વરસાદ આવતા ફુલોની ખેતી કરતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે ધોધમાર વરસાદ અને ભારે પવનને લઈને ફૂલોના ઝાડ ઢળી પડ્યા છે જેને લઇને ખેડૂતોની છ મહિનાની મહેનત પાણીમાં ગઈ છે.
વિઓ - 1
અમરેલી જિલ્લામાં બે દિવસથી સતત વરસાદ હતો. બે દિવસ પહેલા સમગ્ર અમરેલી જિલ્લામાં પવન સાથે વરસાદ આવતા કપાસ મગફળીના પાકને તો નુકસાન થયું છે પરંતુ ફૂલોની ખેતી કરતા ખેડૂતોની માઠી દશા બેઠી છે સાવરકુંડલાના ધજડી ગામે ફૂલોની ખેતી કરતા એક ખેડૂતની છ મહિનાની મહેનત પાણીમાં ગઈ છે પવન સાથે વરસાદ આવતા ફૂલોની ખેતી કરતા રસુલભાઇ રાઠોડ ની વાડીમાં પાંચ વીઘા માં ગલગોટા ના ફૂલ ની ખેતી કરી હતી. પરંતુ ભારે પવન એ રસુલભાઈ ની તમામ આશા ઉપર પાણી ફેરવી દીધું હતું ગલગોટા ના તમામ છોડ જમીનદોસ્ત થઈ ગયા હતા હાલ ફૂલોની સિઝન ચાલી રહી છે બજારમાં ફૂલોના ભાવ પણ સારા મળી રહ્યા છે ત્યારે રસુલ ભાઈને આશા હતી કે આ વર્ષે ગલગોટોની ખેતી સારી થઈ છે અને તેમને સારા ભાવ મળશે પરંતુ વરસાદે અને ભારે પવનને કારણે ગલગોટાના તમામ છોડ નો સોથ વાળી દીધો છે.
બાઈટ - 1 - રસુલભાઈ રાઠોડ - ફૂલની ખેતી કરતા ખેડૂત - ધજડી ગામ
વિઓ - 2
ગલગોટા ના છોડ ખેડૂતો કલકત્તા થી લાવે છે ફૂલોની ખેતીમાં ખૂબ ખર્ચો પણ થાય છે ફૂલોની ખેતીમાં ફૂલોની અને છોડની ખૂબ માવજત રાખવી પડતી હોય છે મજૂરી પણ ખર્ચાળ છે ત્યારે સાવરકુંડલા તાલુકાના ધજડી ગામના ફૂલોની ખેતી કરતા ખેડૂત ભરતભાઇ જણાવ્યું હતું.......
બાઈટ - 2 - ભરતભાઇ હરિયાણી - ફૂલોની ખેતી કરતા ખેડૂત - ધજડી ગામ
ફાઇનલ વિઓ........
હાલ ફૂલોની બજારમાં મોટી તેજી જોવા મળી રહી છે નવરાત્રી નો તહેવાર શરૂ છે જેમાં ફૂલોની ખૂબ જ મોટી ડિમાન્ડ હોય છે માતાજીની આરાધનામાં લોકો ફૂલોના હાર અને ફૂલ માતાજીને અર્પણ ( ચડાવતા) કરતા હોય છે. ત્યારે અમરેલી જિલ્લામાં બે દિવસ પહેલા ભારે પવન સાથે વરસાદ આવતા ફૂલોની ખેતી કરતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે ભારે પવનને લઈને ફૂલોના તમામ ઝાડ જમીનદોસ્ત થઈ જતા ખેડૂતોની માટી દશા બેઠી છે ફૂલોની ખેતી કરતા ખેડૂતોની છ મહિનાની મહેનત ઉપર વરસાદે પાણી ફેરવી દીધું છે.
રિપોર્ટર - કેતન બગડા અમરેલી
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
CPCHETAN PATEL
FollowSept 30, 2025 15:23:220
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
FollowSept 30, 2025 15:23:090
Report
HBHimanshu Bhatt
FollowSept 30, 2025 14:15:550
Report
URUday Ranjan
FollowSept 30, 2025 14:07:140
Report
RTRAJENDRA THACKER
FollowSept 30, 2025 14:06:220
Report
AKAshok Kumar
FollowSept 30, 2025 13:48:030
Report
GKGovindbhai Karmur
FollowSept 30, 2025 12:32:430
Report
AMAbhishek Mathur
FollowSept 30, 2025 11:37:172
Report
ARAlkesh Rao
FollowSept 30, 2025 11:36:310
Report
CJChirag Joshi
FollowSept 30, 2025 11:35:530
Report
GDGaurav Dave
FollowSept 30, 2025 11:30:440
Report
PTPremal Trivedi
FollowSept 30, 2025 11:05:281
Report
CPCHETAN PATEL
FollowSept 30, 2025 11:05:174
Report
AKAshok Kumar
FollowSept 30, 2025 10:50:450
Report
ADASHISH DWIVEDI
FollowSept 30, 2025 10:50:360
Report