Back
सूरत में 8.88 करोड़ का अम्बरग्रीस पकड़ा गया; 9 युवक गिरफ्तार
CPCHETAN PATEL
Sept 30, 2025 11:05:17
Surat, Gujarat
એકર
સુરતમાં ગેરકાયદેસર અને અત્યંત મોંઘા એવા પદાર્થ ''''એંબરગ્રીસ''''ના વેપારનો મોટો પર્દાફાશ થયો છે. ઉમરા પોલીસે શહેરના ઇન્ડોર સ્ટેડિયમ નજીકથી દરોડો પાડી લગભગ 8 કિલો શંકાસ્પદ ''''એંબરગ્રીસ'''' જપ્ત આગળની કાર્યવાહી હાથ ધરી છે. રૂ. 8.88 કરોડની કિંમતના મુદ્દામાલ સાથે 9 જેટલા યુવાનોને ઝડપી પાડ્યા છે. જે સુરત શંકાસ્પદ ''''એંબરગ્રીસ'''' વેચવા માટે આવ્યા હતા.. જેમાં વિદ્યાર્થીઓ પણ શામેલ છે.વન વિભાગની મદદ થી આગળની તપાસ ઉમરા પોલીસ દ્વારા શરૂ કરવામાં આવશે.. 10 દિવસની અંદર સુરત પોલીસે 18 કરોડ થી પણ વધુ શંકાસ્પદ ''''એંબરગ્રીસ'''' જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે..
વિઓ.1
ઉમરા પોલીસને ચોક્કસ બાતમી મળી હતી. પોલીસ ટીમે સુરત ઇન્ડોર સ્ટેડિયમ પાસે આવેલ ધવલગીરી એપાર્ટમેન્ટની ગલીના નાકે ચેકિંગ હાથ ધર્યું હતું. તપાસ દરમિયાન આરોપીઓના કબજામાં રહેલી બે ફોર વ્હીલ ગાડીઓમાંથી શંકાસ્પદ પદાર્થ મળી આવ્યો હતો. તેનું વજન કરતા તે 8.776 કિલોગ્રામ હતું. પોલીસે તેની કિંમત 1 કિલોગ્રામના રૂ. 1 કરોડ ગણીને, આ શંકાસ્પદ એંબરગ્રીસની કુલ આશરે કિંમત રૂ. 8.77 કરોડ આંકી છે.આ ઉપરાંત, પોલીસે આરોપીઓ પાસેથી રૂ. 6,00,000ની કિંમતની હ્યુન્ડાઇ વર્ના (રજિ. નં. GJ-07-DC-5106) અને રૂ. 4,00,000ની કિંમતની હ્યુન્ડાઇ I-10 નીઓસ (રજિ. નં. GJ-16-DG-0748) જેવી બે ફોર વ્હીલ ગાડીઓ જપ્ત કરી છે. સાથે જ, આરોપીઓ પાસેથી કુલ 09 મોબાઇલ ફોન પણ જપ્ત કરવામાં આવ્યા છે, જેની કિંમત રૂ. 1,13,000 છે. આમ, પોલીસે કુલ રૂ. 8.88 કરોડની મત્તાનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.પોલીસે ગેરકાયદેસર એંબરગ્રીસના વેપારમાં સંડોવાયેલા વિવિધ જિલ્લાના 9 યુવાનોની અટકાયત કરી છે. ભરૂચ અને તેના આસપાસના વિસ્તારના યુવાનોમાં મીહીર સુરેશભાઇ સોલંકી (ઉંમર 20), કેયુર હરીશભાઇ વસાવા (ઉંમર 22), રોનકભાઇ રાજેશખન્ના પરમાર (ઉંમર 19), રૂદ્ર અનીમેષભાઇ વસાવડા (ઉંમર 19) અને અર્પીત ગણપતસિંહ ગોહીલ (ઉંમર 23) નો સમાવેશ થાય છે. આમાંથી મોટાભાગના યુવાનો અભ્યાસ કરતા હોવાનું જાણવા મળ્યું છે.આ ઉપરાંત આણંદ જિલ્લાના તારાપૂર અને લાંભેલ રોડ વિસ્તારના ગોપાલ લક્ષ્મણભાઇ ભરવાડ (ઉંમર 22), નરેશભાઇ ભાણાભાઇ ભરવાડ (ઉંમર 39, ધંધો-ખેતી) અને મેહુલભાઇ કાનજીભાઇ ભરવાડ (ઉંમર 21) ની પણ ધરપકડ કરવામાં આવી છે. અંકલેશ્વરમાં રહેતા વિપૂલ ગગજીભાઇ આહીર (ઉંમર 19, મૂળ બોટાદ) પણ પકડાયેલા યુવાનોમાં સામેલ છે.આટલી મોટી રકમનો શંકાસ્પદ પદાર્થ પકડાયો હોવા છતાં, ઉમરા પોલીસ હજી સુધી સત્તાવાર રીતે એ વાતની પુષ્ટિ કરવા તૈયાર નથી કે જપ્ત કરાયેલ પદાર્થ ખરેખર વ્હેલ માછલીની ઉલટી (એંબરગ્રીસ) જ છે. તપાસ દરમિયાન, આરોપીઓ આ પદાર્થને વ્હેલની ઉલટી ગણાવી રહ્યા છે, પરંતુ ચોક્કસ પુરાવા વિના કશું કહી શકાય નહીં. આથી, જપ્ત કરાયેલ શંકાસ્પદ પદાર્થને હવે FSLમાં તપાસ માટે મોકલી આપવામાં આવ્યો છે. FSL માંથી રિપોર્ટ આવશે અને વન વિભાગ આ અંગે પોતાનો અભિપ્રાય આપશે, ત્યારબાદ જ આ પદાર્થની પ્રકૃતિ અને તેની કિંમત અંગે ચોક્કસ કાર્યવાહી નક્કી થશે.પોલીસે હાલ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS) કલમ-106 હેઠળ મુદ્દામાલ જપ્ત કરીને તમામ 9 આરોપીઓની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાએ રાજ્યમાં દરિયાઈ જીવો સાથે સંકળાયેલા ગેરકાયદેસર વેપારના નેટવર્કની ઊંડી તપાસની જરૂરિયાત ઊભી કરી છે.
બાઈટ..નિધિ ઠાકુર..ડીસીપી
4
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
CPCHETAN PATEL
FollowSept 30, 2025 15:23:220
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
FollowSept 30, 2025 15:23:090
Report
HBHimanshu Bhatt
FollowSept 30, 2025 14:15:550
Report
URUday Ranjan
FollowSept 30, 2025 14:07:140
Report
RTRAJENDRA THACKER
FollowSept 30, 2025 14:06:220
Report
AKAshok Kumar
FollowSept 30, 2025 13:48:030
Report
GKGovindbhai Karmur
FollowSept 30, 2025 12:32:430
Report
AMAbhishek Mathur
FollowSept 30, 2025 11:37:172
Report
ARAlkesh Rao
FollowSept 30, 2025 11:36:310
Report
CJChirag Joshi
FollowSept 30, 2025 11:35:530
Report
GDGaurav Dave
FollowSept 30, 2025 11:30:440
Report
PTPremal Trivedi
FollowSept 30, 2025 11:05:281
Report
AKAshok Kumar
FollowSept 30, 2025 10:50:450
Report
ADASHISH DWIVEDI
FollowSept 30, 2025 10:50:360
Report