Back
भंडारिया गांव में नौरात्रि की गरबा: 300 साल पुरानी परंपरा जिंदा
NDNavneet Dalwadi
Sept 22, 2025 12:21:58
Bhavnagar, Gujarat
રિપોર્ટર: નવનીત દલવાડી.
લોકેશન: ભાવનગર.
તારીખ: ૨૨/૦૯/૨૦૨૫.
સ્ટોરી: પેકેજ.
એપ્રુવલ: ડેસ્ક.
સ્લગ: ભંડારીયા ગામે પરંપરાગત માતાજીની ગરબીના સ્થાપન સાથે નવરાત્રીનો પ્રારંભ.
એન્કર :
ભાવનગર જિલ્લાના ભંડારીયા ગામે બહુચર માતાજીના પૌરાણિક મંદિરમાં આજે પણ પરંપરાગત રીતે નવરાત્રિની ઉજવણી કરવામાં આવે છે. આજના આધુનિક જમાનામાં વર્ષો જૂની પરંપરાને ગામલોકો નથી ભૂલ્યા, આજે ભંડારિયા ગામના માણેકચોકમાં ગરબી પધરાવી માતાજીનું સ્થાપન કરવામાં આવ્યું હતું. ભંડારીયા ગામમાં ડિસ્કો દાંડિયા ને સ્થાન નથી, નવ દિવસ દરમિયાન ભક્તિભર્યા માહોલ વચ્ચે ભવાઈ, નાટકો, ધાર્મિક આખ્યાન થકી નવરાત્રીની ઉજવણી કરવામાં આવે છે.
વિઓ ૧:
ભાવનગર જિલ્લાના ભંડારીયા ગામે શાસ્ત્રોકત વિધિ અનુસાર ઉજવાતા નવરાત્રી ઉત્સવની પરંપરા કાયમ રહી છે. અહીં બહુચરાજી માતાજીના મંદિરે આજે નવરાત્રીના પ્રથમ દિવસે ભંડારીયા ગામના માણેકચોકમાં માતાજીની ગરબી પધરાવવામાં આવી હતી. આ પ્રસંગે નિજ મંદિરેથી ભૂંગળ અને ઢોલનગારાના તાલે વાજતે ગાજતે, અબીલ ગુલાલ અને ફૂલોની છોળો ઉડાડતા માતાજીની ગરબીને માણેકચોકમાં લઈ જવામાં આવી હતી. અહીં પહોંચી વિધિ વિધાન અનુસાર માતાજીની ગરબીને ચોકમાં પધરાવવામાં આવી હતી. ભંડારીયા ગામે આજે પણ ડિસ્કો દાંડિયાને સ્થાન નથી. અહીં માણેકચોકમાં નવ દિવસ માતાજીના ભજન, કીર્તન, ભવાઈ અને નાટકો ભજવામાં આવે છે. અહીં દર્શને આવતા કોઈપણ વ્યક્તિને ઊંચું સ્થાન નથી મળતું, માણેકચોકમાં કોઈપણ વ્યક્તિને ઉચા સ્થાને બેસવાની મનાઈ છે. અહીં દરેક વ્યક્તિ જમીન પર બેસી ભજવવામાં આવતા ભવાઈ, નાટકોને નિહાળે છે. બગદાણાના સંત બજરંગદાસ બાપા પણ આ ભવાઇ નાટકો નિહાળવા માટે ભંડારીયા આવતા હતા, આ ભવાઇ, નાટકોને લઈને રાજવીઓ દ્વારા ભંડારીયા ગામથી આવતા યાત્રીકોનો રાજાશાહીના સમયમાં લેવાતો મૂંડકી વેરો માફ કર્યો હતો. ભંડારિયા ગામમાં આવેલા શ્રી બહુચરાજી માતાના મંદિરે ૩૦૦ વર્ષ કરતા પણ જૂની પરંપરા મુજબ ઉજવાતા નવરાત્રી મહોત્સવ આજે પણ સૌરાષ્ટ્રની પ્રાચીન સંસ્કૃતીની મહેક આવે છે. અહીં માણેકચોકના રંગ મંડપમાં શક્તિ થિયેટર્સનાં રંગમંચ પર ભજવાતા ધાર્મિક, ઐતિહાસીક નાટકો, ભવાઇ ખુબ જાણીતા અને લોકપ્રીય છે. જેનું આજે પણ ગોહિલવાડ ગૌરવ લે છે.
વિઓ ૨:
આજથી સાત દસકા પૂર્વની આ વાત છે. ભંડારિયા બહુચરાજી મંદિરમાં નવરાત્રિના નવ દિવસ સુધી સતત ભવાઇ વેશો ભજવાતા હતા, ત્યારે ભવાઇ મંડળે ખેડબ્રહ્મા પાસે આવેલા અંબાજીના ધામમાં માતાજીનાં ''ગોખ'' પાસે ભવાઇ ભજવવા જવાનું નક્કી કર્યું હતું. એ સમયે ત્યાના રજવાડામાં એવો એક નિયમ હતો, કે બ્રાહ્મણ હોય તેજ વ્યક્તિ માતાજીનાં વેશમાં ગોખની સામે પટમાં ભવાઈ રમી શકે. પરંતુ સૌરાષ્ટ્રનાં ભાવસિંહજી તખ્તસિંહજીના રાજ્યમાં ભડી ભંડારિયામાં દરેક જ્ઞાતિનાં લોકો ભવાઇ રમતા જે હજું આજે પણ એ જ સ્થિતિમાં રમાય છે. ભંડારિયાના લોકો એ ત્યાં ભવાઈ વેશ ભજવીને ત્યાના રાજવીઓને ખુશ કર્યા ત્યારે ત્યાના રાજવીએ પોતાના ભોજપત્રના કાગળ પર ભાવનગર શહેરના ભાવેણાના ભડી ભંડારિયા ગામેથી પધારતા કોઇપણ સ્ત્રી, પુરૃષ, અબાલ વૃધ્ધ બાળકોનો ''મુંડકાવેરો'' ન લેવાનો આદેશ આપી તમામ ભવાઇ વેશના કલાકારોનું બહુમાન કરી નવાજ્યાં હતાં. ત્યારે ભંડારિયા માં આજે પણ વર્ષો થી ચાલી આવતી પરંપરા મુજબ હિંદુ, મુસ્લિમ સાથે મળીને માતાજીની આરતી કરીને નાટક ભજવવાનું શરુ કરે છે.
વિઓ ૩:
ભંડારિયાના ગામના માણેકચોકમાં આજે પણ પરંપરા મુજબ નાટકો રમવામાં આવે છે. સમયનાં બદલાતા વ્હેણ સાથે ભવાઇનાં સ્થાને નાટક યોજવામાં આવે છે. પરંતુ નાટકો જોવા માટે પણ ગામે ગામથી લોકોની ભીડ જામે છે. ભવાઈની શરૂઆતમાં ગણેશજીની સ્થાપના કરવામાં આવે છે. અને ચોકમાં માતાજીની ગરબી પધરાવતા સમયે પૌરાણિક વાદ્ય ભૂંગળ વગાડવામાં આવે છે. આમ પારંપરિક વાદ્યો સાથે માણેકચોકમાં ભવાઈ, નાટક ભજવવામાં આવે છે. સરકારી, ખાનગી કંપનીના નોકરિયાત, બિજનેશમેન કે પછી ઉદ્યોગપતિ સહુ કોઈ માતાજીને રાજી કરવા માટે તેમને આપવામાં આવેલો વેશ કોઇપણ સેહ શરમ વિના ધારણ કરી નાટકો કે ભવાઈ ભજવે છે.
વિઓ ૪:
ભંડારિયા બહુચરાજી મંદિર દ્વારા કોઇ દિવસ ફંડફાળો કે ઉઘરાણુ થતું નથી. નાટક દરમિયાન“વન્સ મોર”ને અહિયાં સ્થાન નથી. મંદિરમાં ડાકલા વગાડવા કે ભુવા ધુણાવવામાં આવતા નથી. અહિં ગમે તેટલી મોટી ભેટ ધરનાર કોઇપણ વ્યક્તિની વ્યક્તિગત જય બોલાતી નથી. માત્ર ''અંબે માતકી જય...'' સાથે બોલી વધાવવામાં આવે છે. અને નાટકના અંતે માતાજીનો “મુજરો” (સ્તુતિ) કરવામાં આવે છે. જેમાં સ્ત્રી પાત્ર ભજવનાર પુરુષો ઘુંઘટ તાણી અને મંદિરમાં માતાજીની સ્તુતિ કરે છે. એ સમયે ઉપસ્થિત સહુ કોઈ સ્તુતિમાં ભાગ લે છે. આઠમનાં દિવસે માતાજીનો સ્વાંગ રચાય છે. આ પ્રસંગે માતાજીના દર્શનાર્થે ભાવિકોનો મેળો જામે છે.
બાઈટ: પ્રેમભાઈ કંડોલીયા, કલાકાર, ભાવનગર.
બાઈટ: ધર્મેન્દ્રભાઈ બુધેલીયા, કલાકાર, ભંડારીયા.
બાઈટ: ટેમભા જાડેજા, શ્રદ્ધાળુ, ભાવનગર.
બાઈટ: વિનોદભાઈ લૂંભાણી, શ્રદ્ધાળુ, ભંડારીયા.
2
Report
हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
Advertisement
MSMrinal Sinha
FollowSept 23, 2025 03:23:040
Report
DDDHANANJAY DWIVEDI
FollowSept 23, 2025 03:22:330
Report
KJKamran Jalili
FollowSept 23, 2025 03:22:230
Report
KJKamran Jalili
FollowSept 23, 2025 03:22:150
Report
CRCHANDAN RAI
FollowSept 23, 2025 03:22:080
Report
MSManish Sharma
FollowSept 23, 2025 03:21:100
Report
ATAnuj Tomar
FollowSept 23, 2025 03:20:44Noida, Uttar Pradesh:DELHI: DELHI MINISTER ASHISH SOOD PARTICIPATES IN CLEANLINESS DRIVE AT RAJA GARDEN/ VISUALS/ ASHISH SOOD (DELHI MINISTER) S/B
0
Report
ATAnuj Tomar
FollowSept 23, 2025 03:20:19Noida, Uttar Pradesh:DELHI: DELHI MINISTER PANKAJ KUMAR SINGH PARTICIPATES IN CLEANLINESS DRIVE AT RING ROAD, ARSD COLLEGE DHAULA KUAN/ VISUALS/ PANKAJ KUMAR SINGH (DELHI MINISTER) S/B
0
Report
KCKumar Chandan
FollowSept 23, 2025 03:20:120
Report
VRVIJAY RANA
FollowSept 23, 2025 03:20:030
Report
SYSHRIPAL YADAV
FollowSept 23, 2025 03:19:330
Report
RKRupesh Kumar
FollowSept 23, 2025 03:19:230
Report
ATAnuj Tomar
FollowSept 23, 2025 03:19:120
Report
ANAbhishek Nirla
FollowSept 23, 2025 03:19:040
Report

0
Report