Back
કચ્છમાં શિક્ષકોની ઘટ: લોકોએ હાઇવે પર ચક્કાજામ કરી વિરોધ કર્યો!
RTRAJENDRA THACKER
Aug 04, 2025 13:32:49
Sadhara, Gujarat
Rajendra Thacker kutch
Approved:assignment
Location naliya100km
PKG story
0408ZK _naliya_chkkajam
એન્કર :-
કચ્છમાં શિક્ષકોની ઘટ મામલે આંદોલન શરૂ થયું છે...આજે નલિયામાં સામાજિક આગેવાન લખન ધુવાએ હાઇવે પર ચક્કાજામ કર્યો હતો... રસ્તા પર સ્થાનિક લોકો , વિધાર્થીઓ હાથમાં બેનર સાથે વિરોધ નોંધાવ્યો હતો...કચ્છ જિલ્લામાં 4700 શિક્ષકોની ઘટ છે...અબડાસા તાલુકામાં 600 શિક્ષકોની ઘટ જે મામલે આજે વિરોધ કરવામાં આવ્યો હતો...રાજય સરકારે કચ્છ જિલ્લામાં ખાસ ભરતીની જાહેરાત બાદ પણ ભરતી કરી નથી... કચ્છ જિલ્લામાં એક મહિનામાં શિક્ષકોની ઘટની ભરતી નહીં કરવામાં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે... કચ્છના ધારાસભ્યો અને સાંસદની નિષ્ફળતા કારણે કચ્છમાં શિક્ષકોની ઘટ પ્રશ્ન ઉકેલાયો નથી...આગામી દિવસોમાં શિક્ષકો મામલે કચ્છના 6 ધારાસભ્યોના કાર્યાલયને તાળાબંધી કરવાની ચીમકી ઉચ્ચારી છે..સામાજિક આગેવાન દ્વારા રેલી યોજી પ્રાંત અધિકારીને આવેદન પત્ર પાઠવી કચ્છ જિલ્લામાં સ્થાનિક શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી રજુઆત કરવામાં આવી છે...
બાઈટ -:01 લખન ધુવા - સામાજીક આગેવાન
બાઈટ 02 શાયના - વિધાર્થીની
બાઈટ 03 મામદ - વિધાર્થી
14
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
MMMitesh Mali
FollowAug 04, 2025 17:45:46Vadodara, Gujarat:
DATE:04/08/2025
LOCATION:VADODARA
APRUVAL BY : HAMIM BHAI
પાદરા નજીક ગંભીરા બ્રિજ પર લટકતી ટેન્કરને સુરક્ષિત રીતે દૂર કરવા માટે કામગીરી શરૂ થઈ ગઈ છે. આજે વહેલી સવારથી એ ઓપરેશનમાં નવો ટર્ન આવ્યો છે. કારણ કે પ્રથમ એર બલૂનને તત્કાળ ટ્રકની નજીક લાવવામાં આવ્યો.
સિંગાપુરથી આવેલી ત્રણ એન્જીનીયરોની ટીમ અને મરીન ઇમર્જન્સી વિશેષજ્ઞોની ટીમ સમગ્ર ઓપરેશનનું નેતૃત્વ કરે છે. વિદેશી ટેક્નોલોજીનો ઉપયોગ કરી, ખાસ બલૂન સિસ્ટમ દ્વારા ટેન્કરને સપોર્ટ આપવામાં આવશે જેથી ખસેડવાનું કામ begun થઈ શકે.
ટ્રકના પાછળના ભાગે લાંબા દોરડા અને બીજા એર બલૂન્સ તૈયાર રાખવામાં આવ્યા છે. જેને જરૂરી પળે ઉપયોગમાં લેવામાં આવશે. સમગ્ર ઓપરેશન દરમિયાન તમામ પ્રકારના સેફ્ટી સાધનો અને ટેકનિકલ સાધનો ટ્રક પાસે એકત્ર કરાયા છે.
સુરક્ષા દૃષ્ટિએ સમગ્ર વિસ્તારમાં ઘેરાબંદી કરવામાં આવી છે અને સ્થાનિક પ્રશાસન સતત ઓપરેશન પર નજર રાખી રહ્યો છે. આગામી થોડા કલાકોમાં ટેન્કરને ખસેડવા માટે બીજા સ્ટેપ શરૂ થવાની શક્યતા છે.
WKT
13
Report
MMMitesh Mali
FollowAug 04, 2025 17:45:42Vadodara, Gujarat:
DATE:04/08/2025
LOCATION:VADODARA
APRUVAL BY : HAMIM BHAI
પાદરા નજીક ગંભીરા બ્રિજ પર લટકેલું ટેન્કર દૂર કરવાના પ્રયાસો વધુ ગતિશીલ બન્યા છે. હાલ ટેન્કર ઉતારવાની પ્રાથમિક કામગીરી આગળ વધી રહી છે અને આ પ્રક્રિયા હજુ પણ લગભગ 8 કલાક સુધી ચાલવાની શક્યતા છે. સમગ્ર ઓપરેશન મરીન રિસ્પોન્સ સિક્યુરિટી ટીમની દેખરેખ હેઠળ ચાલી રહ્યું છે. બ્રિજ ઉપર રેસ્ક્યુ માટેની તૈયારીઓ ઝડપથી હાથ ધરવામાં આવી રહી છે.
ટેન્કરને સીધું એરલિફ્ટ નહીં કરવામાં આવે, પરંતુ ખાસ બનાવવામાં આવેલી બલૂન કેપસૂલની મદદથી તેને ઉંચું કરાશે. ટેન્કર નીચે બલૂન કેપસૂલ લગાવવામાં આવશે. જેને નાજુક રીતે ફુલાવી ટેન્કરને તૂટેલા ભાગ પરથી હયાત બ્રિજના લેવલ પર લાવવામાં આવશે.
આ અંતર્ગત, ટેન્કરને નુકસાન પહોંચાડ્યા વિના સ્થિર કરવું મુખ્ય લક્ષ્ય છે. ત્યાર બાદ ટેન્કરને બ્રિજના છેડા તરફ કેબલ અને દોરડાઓની મદદથી ખેંચવામાં આવશે. સમગ્ર ઓપરેશન માટે સુરક્ષા વ્યવસ્થા કરાઈ
WKT
14
Report
GPGaurav Patel
FollowAug 04, 2025 14:02:49Ahmedabad, Gujarat:
અમદાવાદ-
નરોડા-હિંમતનગર હાઇવે ચિલોડા પાસે બ્રિજ બેસી જવાનો મામલો
કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીનું બ્રિજ-રસ્તા અંગે નિવેદન
માત્ર ચાર વર્ષમાં હિંમતનગરને જોડતો રસ્તો બેસી ગયો
કરોડોના ખર્ચે બનેલ બાંધકામ તૂટવું એજ નક્કી કરે છે કે કેવું કામ થયું હશે ?
આ કુદરતી નહીં પરંતુ કટકી ના કારણે બ્રિજ બેસી ગયો
ઘટનાઓમાં માન-સામાનની નુકસાની થાય પરંતુ સરકાર કમિશન માંથી બહાર નહીં આવે
બહુમતીના જોરે બહુ થયું હવે કમિશન રાજ બંધ કરી ક્વોલિટી વાળા કામ થવા જરૂરી
કમલમ નથી તૂટતા પરંતુ જાહેર વ્યવસ્થાના રસ્તાઓ અને બ્રિજ તૂટી રહી છે
બાઇટ મનિષ દોશી
પ્રવક્તા ગુજરાત કોંગ્રેસ
14
Report
GPGaurav Patel
FollowAug 04, 2025 13:48:22Ahmedabad, Gujarat:
0408ZK_AHD_CONSTABLE_HATYA
અમદાવાદ
દાણીલીમડા માં પત્નીએ પતિ ની હત્યા કરી...
પતિ પોલીસ કર્મી મુકેશ પરમારનું ઘટના સ્થળે મોત
પતિની હત્યા કરી પત્ની સંગીતા એ ઘરે ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો..
દાણીલીમડા પોલીસ લાઇન નો બનાવ..
પોલીસ કર્મી મુકેશ પરમાર અને પત્ની સંગીતા વચ્ચે ઝઘડો થયો હતો..
ઝઘડા માં પત્ની સંગીતા એ પતિ મુકેશ ને માર મારતા ગંભીર ઇજા થઇ હતી..
દાણીલીમડા પોલીસ ધટના સ્થળે પહોંચી વધુ તપાસ શરૂ કરી..
મૃતક સંગીતા પરમારે આત્મહત્યા પહેલાં લખેલી સ્યુસાઇડ નોટ મળી આવી
સ્યુસાઇડ નોટમાં શારિરિક માનસિક ત્રાસ અને લગ્નેતર સંબંધોનો ઉલ્લેખ
ડીસીપી ઝોન ૬ નું નિવેદન
દાણીલીમડા પોલીસ લાઈનમાં પોલીસ કર્મીની હત્યા બાદ પત્નીનો આપઘાત મામલો
માથાના ભાગે ગંભીર ઇજા થવાને કારણે મુકેશભાઈનું મોત થયું હોવાનું પ્રાથમિક કારણ સામે આવ્યું છે
સમગ્ર બનાવ મૃતક દંપતીના આઠ વર્ષના બાળકે જોયો છે
ઘર કંકાસને કારણે રાત્રે ઝઘડો થયો હોવાની પ્રાથમિક માહિતી મળી છે
ગઈકાલે રાતથી પરમાર દંપતિ વચ્ચે ઝઘડો ચાલતો હતો
ઘટના સ્થળેથી સુસાઇડ નોટ પણ મળી આવી છે
મૃતક મુકેશભાઈના લગ્નત્તર સબંધ હોવાની પ્રાથમિક માહિતી અમને મળી છે
સુસાઇડ નોટનુ લખાણ મેચ કરવા માટે એફએલમાં મોકલવામાં આવી છે
તે દિશામાં પણ પોલીસ તપાસ કરી રહી છે
બાઈટ - રવિમોહન સૈની, ડીસીપી, જોન 6
14
Report
URUday Ranjan
FollowAug 04, 2025 13:33:11Ahmedabad, Gujarat:
Slug : 0408ZK_LIVE_AHD_VATVA_AROPI
Reporter : UDAY RANJAN
Injgst Feed : 0408ZK_LIVE_AHD_VATVA_AROPI
Date : 04 - 08 - 2024
Format : PKG & WEB
એન્કર :
12 ગુનાનો ફરાર આરોપીએ 12 જ્યોર્તિંલિંગના દર્શન કર્યાં..અને હવે ગુનાખોરીના માર્ગને જાકારો આપવાનું કરી રહ્યો છે રટણ...વટવા પોલીસે છેલ્લા કેટલાક વર્ષથી હત્યા સહીતના ગંભીર ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી લીધો છે..ઓરિસ્સા પોલીસે હથિયાર સાથે આરોપીને ઝડપ્યો હોવાની જાણ થતાં જ પોલીસે ટ્રાન્સફર વોરંટ ના આધારે આરોપીની ધરપકડ કરી છે.
વીઓ : 01
પોલીસ સકંજામાં ઉભેલા આ આરોપીનું નામ અભીષેક ઉર્ફે બબલુ કેશવસિંગ રાજપુત છે.જે મૂળ ઉત્તરપ્રદેશનો છે અને હાલ વટવામાં રહેવાસી અભીષેક રાજપુત ડ્રાઇવીંગ કરે છે. જો કે છેલ્લા કેટલાક સમયથી તે ઘરપકડ થી બચવા માટે ભારત ના અલગ અલગ ધર્મ સ્થાનો પર ફરતો રહેતો હતો ... પરંતુ કેટલાક દિવસ અગાઉ ભુવનેશ્વર ઓડીસ્સાના એરપોર્ટ પોલીસએ આર્મ્સ એક્ટના ગુનામાં તેની ધરપકડ કરી હતી... જે બાબતની જાણ વટવા પોલીસને કરતા વટવા પોલીસે તેની ધરપકડ કરી છે. આરોપી વિરુદ્ધમાં વટવા પોલીસ સ્ટેશનમાં વર્ષ 2021માં પ્રોહીબીશન, વર્ષ 2023માં હત્યાના પ્રયાસ અને લુંટ વીથ મર્ડરના ગુનામાં વોન્ટેડ હતો. આ ઉપરાંત અમદાવાદના અલગ અલગ પોલીસ સ્ટેશન જેમાં અમરાઇવાડીમાં 3, રામોલમાં 3, નારોલમાં 3 અને ક્રાઇમ બ્રાન્ચમાં 2 ગુના દાખલ થઇ ચુક્યા છે.
બાઇટ - પી.બી.ઝાલા, પીઆઇ, વટવા પો.સ્ટે.
વીઓ : 02
આરોપી હત્યા, મારામારી, રાયોટીંગ જેવા ગંભીર ગુના કરવાની ટેવ ધરાવે છે. જો કે પોલીસથી બચવા માટે તે સતત દેશના અલગ અલગ રાજ્યોમાં ફરતો હતો. તેણે 12 જ્યોર્તિંલિંગના પણ દર્શન કર્યાં, ઉપરાંત ચારધામ યાત્રા પણ કરી છે. જે કો 12 જ્યોર્તિંલિંગના દર્શન બાદ તેના જીવનામાં જાણે કે પરિવર્તન આવ્યું હોય તેમ તેણે ગુનાખોરીનો માર્ગ છોડી દીધો હોય તેવું રટણ પોલીસ સમક્ષ કરી છે. તો બીજી તરફ પોલીસે તેણે અત્યાર સુધીમાં આચરેલા ગુનાઓને લઇને વધુ તપાસ હાથ ધરી છે..
બાઇટ - પી.બી.ઝાલા, પીઆઇ, વટવા પો.સ્ટે.
વીઓ 03
આરોપી વિરુદ્ધમાં અમદાવાદ ક્રાઇમબ્રાન્ચમાં આર્મ્સ એક્ટના બે ગુના દાખલ થયેલા છે. હાલમાં પોલીસે આરોપીની ધરપકડ કરીને તે અત્યાર સુધી ક્યાં નાસતો ફરતો, ક્યાં ક્યાં આશરો લીધો, અન્ય કોઇ ગુનાને અંજામ આપ્યો છે કે કેમ તે અંગે વધુ તપાસ શરૂ કરી છે..
ઉદય રંજન ઝી મીડિયા અમદાવાદ
14
Report
PDPRASHANT DHIVRE
FollowAug 04, 2025 13:33:05Surat, Gujarat:
એંકર:
સુરત: રાજ્ય સરકારે રત્નકલાકારોના સંતાનો માટે જાહેર કરેલી શૈક્ષણિક સહાય હજી સુધી ન મળતા હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા પરિવારોમાં રોષ ફેલાયો છે. બે મહિના કરતાં વધુ સમય વીતી ગયો હોવા છતાં વિદ્યાર્થીઓને આર્થિક સહાય ન મળતા અનેક રત્નકલાકારો માટે સંતાનોની સ્કૂલ ફી ભરવી પણ મુશ્કેલ બની ગઈ છે.
વીઓ:1
હીરા ઉદ્યોગમાં ચાલી રહેલી મંદીને કારણે હજારો રત્નકલાકારોએ તેમની નોકરી ગુમાવી છે. આર્થિક પરિસ્થિતિ અત્યંત કફોડી બની જતાં, કેટલાક રત્નકલાકારોએ જીવ ટૂંકાવવા જેવા અંતિમ પગલાં પણ ભર્યા હતા.
બાઈટ:ભાવેશ ટાંક (ડાયમંડ વર્કર યુનિયન ગુજરાતના ઉપપ્રમુખ)
વીઓ:2
સરકારની જાહેરાત બાદ, સમગ્ર ગુજરાતમાંથી ૧.૨૦ લાખથી વધુ રત્નકલાકારોના સંતાનો માટે ફી માફીની અરજીઓ આવી હતી. એકલા સુરત શહેરમાંથી જ ૩૦૦થી વધુ શાળાઓના ૭૮,૦૦૦ વિદ્યાર્થીઓની અરજીઓ નોંધાઈ હતી. આટલી મોટી સંખ્યામાં અરજીઓ સ્વીકારવામાં આવી હોવા છતાં, હજી સુધી એક પણ વિદ્યાર્થીને આર્થિક સહાય મળી નથી.
બાઈટ:ભાવેશ ટાંક (ડાયમંડ વર્કર યુનિયન ગુજરાતના ઉપપ્રમુખ)
વીઓ:3
ડાયમંડ વર્કર યુનિયન ગુજરાતના ઉપપ્રમુખે તાત્કાલિક શૈક્ષણિક આર્થિક સહાય આપવાની માંગ કરી છે. તેમણે જણાવ્યું છે કે અનેક રત્નકલાકારોના બાળકોને ફી ન ભરી શકવાને કારણે શૈક્ષણિક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ પરિસ્થિતિને કારણે રત્નકલાકારોમાં સરકાર પ્રત્યે ભારે નારાજગી જોવા મળી રહી છે. અને તેમને લાગે છે કે સરકારની જાહેરાત માત્ર એક વચન બનીને રહી ગઈ છે.
પ્રશાંત ઢીવરે - સુરત
PACKAGE
14
Report
PDPRASHANT DHIVRE
FollowAug 04, 2025 12:51:10Surat, Gujarat:
અપ્રુવલ:વિશાલ ભાઈ
PACKAGE
એંકર:સુરત શહેરમાં ગુનાખોરીને કાબૂમાં લેવા માટે પોલીસે એક અનોખું અને મોટું ડ્રોન ઑપરેશન હાથ ધર્યું છે. આ ઑપરેશન પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતની આગેવાની હેઠળ શરૂ કરવામાં આવ્યું છે. જેમાં એક સાથે ૨૦ ડ્રોનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
વીઓ:1 આ ઑપરેશનમાં પોલીસ પાસે અગાઉથી ઉપલબ્ધ ૧૨ ડ્રોન અને સરકાર તરફથી મળેલા નવા ૮ ડ્રોન સહિત કુલ ૨૦ ડ્રોન આકાશમાં ઉડાવવામાં આવ્યા હતા. આ ડ્રોન દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં સર્ચ અને કૉમ્બિંગ ઑપરેશન ચલાવવામાં આવશે. આ ડ્રોન, જે પોલીસની તીસરી આંખ સમાન છે. તેના થકી અસામાજિક તત્વો અને ગુનાહિત પ્રવૃત્તિઓ પર બાજ નજર રાખવામાં આવી રહી છે.
આ ડ્રોન ઑપરેશનમાં સુરત શહેરના તમામ ડીસીપી, એસીપી, અને પીઆઈ કક્ષાના અધિકારીઓ જોડાયા હતા. આ અધિકારીઓને ડ્રોનનો ઉપયોગ કઈ રીતે કરવો અને તેનો મહત્તમ લાભ કેવી રીતે લેવો તે અંગે માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું. ડ્રોનનો ઉપયોગ કરીને ગુનાખોરીને રોકવામાં અને શાંતિ જાળવવામાં પોલીસને મોટી મદદ મળશે તેવી આશા રાખવામાં આવી રહી છે.
બાઈટ:અનુપમસિંહ ગેહલોત (સુરત શહેર પોલીસ કમિશનર)
WKT:(ડ્રોન બતાવતા)
પ્રશાંત ઢીવરે - સુરત
PCAKAGE
14
Report
ARAlkesh Rao
FollowAug 04, 2025 12:50:08Vaghrol, Gujarat:
નોંધ-ફીડ LIVEU થી આપેલ છે.
સ્લગ - આક્રોશ
બનાસકાંઠા જિલ્લામાં અનુસુચિત જન જાતિ સમાજના યુવાનોને જાતિના દાખલા કઢાવવામાં પડતી મુશ્કેલીને લઈ આજે વિરોધ પ્રદર્શન કરાયું. જિલ્લાના દાંતા, અમીરગઢ સહીત વિસ્તારના અનુસૂચિત જન જાતિ સમાજના લોકો જિલ્લા મથક પાલનપુર ખાતે પહોંચ્યા અને રામપુરા ચોકડી થી જિલ્લા કલેકટર સુધી રેલી યોજી જિલ્લા કલેકટર કચેરીમાં વિરોધ પ્રદર્ષિત કરી આવેદન પાઠવી મુશ્કેલીનું નિરાકરણ લાવવા માંગ કરી છે. જો 9 ઓગસ્ટ સુધીમાં નિરાકરણ નહીં લવાય તો બનાસકાંઠામાં સરકારના વિશ્વ અનુસૂચિત જન જાતિ (આદિવાસી) દિન કાર્યક્રમનો વિરોધ કરવાની ચિમકી ઉચ્ચારી છે....
બનાસકાંઠા જિલ્લામાં દાંતા અને અમીરગઢ વિસ્તારમાં વસવાટ કરતા સમાજના લોકો દ્વારા આજે જિલ્લા મથક પાલનપુરમાં રેલી યોજી જિલ્લા કલેકટરને આવેદન પત્ર પાઠવાયું. અનુસૂચિત જન જાતિ સમાજના યુવાનોને જાતિના દાખલા કઢાવવામાં પડતી મુશ્કેલીને લઈ આજે અનુસૂચિત જન જાતિ સમાજ દ્વારા વિરોધ પ્રદર્ષિત કરવામાં આવ્યો.અનુસૂચિત જન જાતિ સમાજના લોકોને જાતિના દાખલા કઢાવવામાં 1950 પહેલાનો રહેઠાણ પુરાવો માંગતા અનુસૂચિત જન જતી સમાજના લોકો મુશ્કેલીમાં મુકાયા છે. જેથી આજે રોષે ભરાયેલા અનુસૂચિત જન જાતિ સમાજના લોકો મોટી સંખ્યામાં પાલનપુર ખાતે પહોંચ્યા અને પાલનપુરના રામપુરા ચોકડી ખાતે થી રેલી યોજી "અનુસૂચિત જન જાતિ એકતા જિંદાબાદ" ના નારા સાથે જિલ્લા કલેકટર કચેરી ખાતે પહોંચ્યા અને જિલ્લા કલેકટર કચેરીના પ્રાંગણમાં ધામા નાખી અનુસૂચિત જાતિની પરંપરાગત ધૂન કરી વિરોધ પ્રદર્ષિત કર્યો તે બાદ જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી 1950 વખતના પુરાવાનો નિર્ણય રદ કરવા માંગ કરી છે. અને જો 9 ઓગસ્ટ સુધીમાં આ નિર્ણય રદ નહીં કરાય તો 9 ઓગસ્ટે આદિવાસી (અનુસૂચિત જન જાતિ) દિવસની સરકારને બનાસકાંઠા જિલ્લામાં ઉજવણી ન કરવા દેવાની ચીમકી ઉચ્ચારી છે...સમાજના લોકો દ્વારા આક્ષેપ કરાયા છે કે અમારા સમાજના યુવાનો સરકારી નોકરી મેળવે તો તેમને જાતિના દાખલા ને કારણે નોકરીના ઓર્ડર મળતા નથી... ત્યારે અત્યારે તો અનુસૂચિત જન જાતિ સમાજના લોકોએ જિલ્લા કલેકટરને રજૂઆત કરી આ નિર્ણય રદ કરવાની માંગ કરી છે પરંતુ હવે સરકાર તેમના સમાજની આ માંગ સ્વીકારે છે કે પછી અનુસૂચિત જન જાતિ સમાજના લોકો આજ વિશ્વ અનુસૂચિત જન જાતિ ( આદિવાસી) દિવસની સરકારી કાર્યક્રમની ઉજવણીનો બહિષ્કાર કરે છે તે જોવું રહેશે...
બાઈટ -1-- કાંતિ ખરાડી -ધારાસભ્ય દાંતા
( અમારા સમાજના યુવાનોને જાતિના દાખલા કઢાવવામાં ભારે મુશ્કેલી પડી રહી છે સરકારે 1950 પહેલાના રહેઠાણ પુરાવનો નિર્ણય રદ કરવો જોઈએ નહિતર 9 ઓગસ્ટે વિશ્વ આદિવાસી દિવસે અમે સરકારી કાર્યક્રમનો બહિષ્કાર કરીશું...)
બાઈટ -2- શંકરભાઈ માણસ-સામાજિક આગેવાન
( જાતિનો દાખલો લેવા 1950 પહેલાનો રહેઠાણ પુરાવો એ સરકારી તંત્ર પાસે પણ નથી તો અમારી પાસે ક્યાંથી હોય...)
બાઈટ -3- સતીશ ધ્રાંગી -પીડિત ઉમેદવાર
( મેં ગ્રામ સેવકની સરકારી પરીક્ષા પાસ કરી છે પરંતુ મને નોકરી નો ઓર્ડર મળતો નથી મારે મરવાનો વારો આવ્યો છે...)
અલકેશ રાવ - બનાસકાંઠા
9687248834
14
Report
DRDarshal Raval
FollowAug 04, 2025 12:34:35Ahmedabad, Gujarat:
શહેરમાં વધુ એક ભ્રષ્ટાચારી બ્રિજની ગંધ ?
નરોડાથી હિંમતનગર તરફ જવાનો બ્રિજનો રસ્તો તૂટીને બેસી ગયો
4 વર્ષ પહેલાં જ બનેલા 6 લેન બ્રિજમા ભ્રષ્ટાચારના આક્ષેપ
બ્રિજ નો કેટલોક ભાગ બેસી જતા બેટીકેટ્સ લગાવી દેવાયા
માત્ર બેરીકેટ્સ લગાવી કામ કર્યાનો સંતોષ માનતું તંત્ર
જર્જરીત બ્રિજોને સમારકામ કરવાનું , ઇસ્પેક્શન કરવાની અનેક સૂચનાઓ અનેક દાવાઓ
બ્રિજની સ્થિતિને ગંભીરતાથી કામ લેવાઈ રહ્યા હોવાના દાવાઓ
બ્રિજોની કામગીરી કર્યાના દાવાઓ વચ્ચે વધુ એક બ્રિજની હાલત જોખમી
હજારોની સંખ્યામાં વાહનચાલકો જીવન જોખમે થઈ રહ્યા છે પસાર
એક સ્થાનિકે એક મહિના પહેલા રસ્તો તૂટી ગયો હોવાની કરી વાત
એક મહિનાથી આવી હાલત હોવાના સ્થાનિકના આક્ષેપ
જો એક મહિનાથી આ સ્થિતિ હતી તો હજુ સુધી તંત્રએ શુ કર્યું તેને લઈને ઉઠ્યા સવાલ
એક મહિલા પહેલા rcc રોડ તૂટી જતા રસ્તો બેસી જતા એટલો rcc ભાગ દૂર કરાયાં હોવાની વાત
હવે આ મામલે તંત્ર શુ કરે છે તેને લઈને પ્રશ્ન
કોંગ્રેસે પણ બ્રિજની હાલતને લઈને ભાજપ સરકાર પર કર્યા પ્રહાર
વિઝ્યુલ. વોકથરુ અને બાઈટ
સલગ. ચિલોડા બ્રિજ
ફીડ. લાઈવ કીટ
14
Report
DRDarshal Raval
FollowAug 04, 2025 12:32:46Ahmedabad, Gujarat:
અમદાવાદ
12 જૂને અમદાવાદમાં સર્જાયેલી ગોઝારી ઘટના
મેઘાણીનગર ખાતે સર્જાયેલ પ્લેન ક્રેશ ઘટનાનો મામલો
ઘટના બની ત્યારથી લઈને અત્યાર સુધી ઘટના પાસેનો રોડ પબ્લિક માટે હતો બંધ
ઘટનાની તપાસ ચાલતી હોવાના કારણે અને લોકોના ટોળા ભેગા ન થાય માટે રસ્તો રખાય હતો બંધ
પ્લેન ક્રેશ ઘટનાનું કારણ સામે આવ્યા બાદ હવે ઘટના સ્થળ પાસે નો રસ્તો પબ્લિક અવર જવર માટે ખુલ્લો મુકાયો
પ્લેન ક્રેશ સ્થળ પાસેથી ઘેવર સર્કલ તરફ જતો રસ્તો પબ્લિક અવરજવર માટે ખુલ્લો મુકાયો
રસ્તો ખુલ્લો મુકાતા પ્લેન ક્રેશ સ્થળ પાસે સ્થળ જોવા લોકો ઊભા રહેતા અને ફોટો વિડિયો ખેંચતા પણ જોવા મળ્યા
ક્યારેક બનાવ સ્થળ પાસે પબ્લિકની ભીડ પણ જામતી જોવા મળે છે
બનાવ સ્થળ પાસે લોકોના ટોળા એકઠા ન થાય માટે હજુ પણ બે તંબુ સાથેનો પોલીસ બંદોબસ્ત રખાયો છે
બનાવ સ્થળ ની પરિસ્થિતિ શું હશે અને ઘટના સમયે પ્લેનમાં લોકોની હાલત શું હશે તે જાણવાની લોકોમાં ઉત્સુકતા ના કારણે લોકો બનાવ સ્થળ પાસે રહે છે ઉભા
કેટલાક લોકો સ્થળ પાસે ઉભા રહીને મૃતકોને શ્રદ્ધાંજલિ પણ પાઠવી રહ્યા છે
વિઝ્યુલ અને 121
સલગ. પ્લેન ક્રેસ રોડ
ફીડ. લાઈવ કીટ
14
Report
CPCHETAN PATEL
FollowAug 04, 2025 12:32:38Surat, Gujarat:
સુરત બ્રેક
RAJNIGANDHA તથા TULSI કંપનીના રજીસ્ટ્રાર લોગાનો લાઈસન્સ વગર ઉપયોગ કરતા આરોપી ઝડપાયો
લસકાના માં કારખાનું ચલાવતો હતો
રમેશભાઈ હરીભાઈ જોસરફાલને ઝડપી પાડ્યો
જયેશભાઈ પડસાળાને વોન્ટેડ જાહેર કર્યો
કંપનીના ડુપ્લીકેટ સ્ટીકર મળી કુલ્લે ૯,૯૪,૯૫૦ નો મુદ્દામાલ કબ્જે કર્યો
14
Report
GPGaurav Patel
FollowAug 04, 2025 12:32:32Ahmedabad, Gujarat:
ઇન્ડીયા સ્કિલ રીપોર્ટ ૨૦૨૫ના રીપોર્ટ માં ગુજરાત પાછળ
સૌથી વધુ કૌશલ્ય આધારિત રોજગાર ક્ષમતા વાળા દેશના ટોપ-૫ રાજ્યોમાં ગુજરાતનો સમાવેશ નહી
ઇન્ડીયા સ્કિલ રીપોર્ટ ૨૦૨૫ ને આધાર બનાવી કોંગ્રેસે ભાજપ સરકાર પર કર્યા પ્રહાર
ગુજરાત કોંગ્રેસ પ્રવક્તા મનિષ દોશીનું નિવેદન
ભાજપ સરકારના દિશાવિહીન વહીવટનો સતત ભોગ ગુજરાતના યુવાનો બન્યા
રોજગારની ક્ષમતામાં ગુજરાત ૬૨% સાથે ૮માં સ્થાને
રોજગાર ક્ષમતા ધરાવતા શહેરોમાં ૬૦.૬૩% સાથે અમદાવાદ ૧૦માં ક્રમાંકે
સ્કીલ ડેવલપમેન્ટના મોટા મોટા દાવાનો પરપોટો ફૂટી ગયો
કૌશલ્ય વર્ધન કેન્દ્રો દ્વારા યુવાનોના કૌશલ્ય વિકાસને બદલે ભાજપ સરકારે ભ્રષ્ટાચારમાં કૌશલ્ય પ્રાપ્ત કર્યું
સ્કીલ રીપોર્ટ-૨૦૨૫માં વિદ્યાર્થીઓની રસરૂચી, નોકરી આપનારની જરૂરિયાત, કોમ્યુનિકેશન સ્કીલ સહિતની બાબતોનો સમાવેશ
ગુજરાતના યુવાનો માટે રાજ્ય સરકાર ગંભિરતા દાખવતી નથી
મોંઘુ શિક્ષણ મેળવ્યા બાદ પણ ગુજરાતના યુવાનો તકોથી વંચિત
બાઇટ
મનિષ દોશી
પ્રવક્તા ગુજરાત કોંગ્રેસ
14
Report
PDPRASHANT DHIVRE
FollowAug 04, 2025 12:32:02Surat, Gujarat:
અપ્રુવલ:વિશાલ ભાઈ
PACKGE
વિઝ્યુઅલ:ઘટના સ્થળ,આરોપી,પોલીસ
બાઈટ: પોલીસ,WKT (ઘટના સ્થળ),1- 2- 1 (હોટલ માલિક), whatsapp કરેલ છે
એન્કર :સુરતમાં દારૂ પાર્ટી માં નવો ઘટસ્ફોટ થયો છે.વહુ ની દારૂ પાર્ટી થઈ કંટાળી સસરાએજ રેડ કરાવી હતી.સસરાએજ પોલીસને રેડ કરવા બાતમી આપી હતી.સસરા પોતાની વહુ અને તેના મિત્રોની દારૂ પાર્ટીથી કંટાળી દરોડા પડાવી વહુ સહિત ૬ ની ધરપકડ કરાવી છે.
એક આર્ટિસ્ટ વહુની દારૂની મહેફિલની તેના જ સસરાએ પોલીસને જાણ કરી છે.વહુ સહિત ૬ ની દારૂ મહેફિલ માં ધરપકડ થઈ છે.સુરત પોલીસને એક અજાણ્યો કોલ મળ્યો હતો.જેમાં કોલ કરનારે જણાવ્યું કે, તેની વહુ પોતાના મિત્રો સાથે ડુમસના એક જાણીતા વિકેન્ડ એડ્રેસ હોટલના રૂમ નંબર 443માં દારૂની પાર્ટી કરી રહી છે. સસરાએ પોતે જ પોલીસને માહિતી આપી હતી કે, તેમની વહુ પોતાના મિત્રો સાથે દારૂની મહેફિલ માણી રહી છે.
પોલીસ કંટ્રોલ રૂમમાં સસરાએ કોલ કરીને કહ્યું- ''સાહેબ મારી પુત્રની પત્ની પોતાના મિત્રો સાથે દારૂની પાર્ટી કરી રહી છે''. આ કોલ મળતા જ ડુમસ પોલીસ પીસીઆર વાન સાથે તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. વિકેન્ડ એડ્રેસના રૂમ નંબર 443નો દરવાજો ખુલ્યો ત્યારે પોલીસ પણ આશ્ચર્યચકિત થઈ ગઈ.રૂમની અંદર 4 પુરુષો અને 2 મહિલાઓ ફ્લોર પર કુંડાળું વળીને બેઠા હતા અને દારૂની મહેફિલ ચાલી રહી હતી. દારૂની તીવ્ર ગંધ આખા રૂમમાં ફેલાઈ ગઈ હતી.
પોલીસે સ્થળ પર જ તમામની પૂછપરછ શરૂ કરી હતી.
પકડાયેલા લોકોમાં
મિત હિમાંશુભાઈ વ્યાસ (ઉંમર 25),
સંકલ્પ અજય પટેલ (ઉંમર 24),
લોક ભાવેશ દેસાઈ (ઉંમર 23),
અને સમકિત કલાપીભાઈ વિમાવાલા (ઉંમર 25)નો સમાવેશ થાય છે.
આ બધાની આંખો લાલચોળ હતી અને તેઓ પોતાની શારીરિક સ્થિતિનું સંતુલન જાળવી શકતા નહોતા.તેમના મોઢામાંથી દારૂની તીવ્ર વાસ આવતી હતી. જ્યારે તેમની પાસે દારૂ પીવાનું પાસ-પરમિટ માંગવામાં આવ્યું, ત્યારે કોઈ પણ વ્યક્તિ પાસે તે મળ્યું નહીં.આ પાર્ટીમાં 2 મહિલાઓ પણ હતી. જે બંને આર્ટિસ્ટ છે. મહિલા પોલીસની હાજરીમાં તેમની તપાસ કરવામાં આવી. એક મહિલાની ઉંમર 24 વર્ષ અને બીજીની 25 વર્ષ હતી. બંનેના મોઢામાંથી દારૂની વાસ આવતી હતી.અને તેમની પાસે પણ કોઈ પાસ-પરમિટ નહોતું. આ જ મહિલાઓમાંથી એક,એ હતી જેના સસરાએ પોલીસને ફોન કર્યો હતો.
સુરત ડુમસ ની હોટલ વિકેન્ડ એડ્રેસના રૂમમાંથી દારૂ પાર્ટી ઝડાપાવાનો મામલે હોટલ માલિક ગૌતમ પટેલ નું નિવેદન સામે આવ્યું છે.હોટલ માલિક ગૌતમ ભાઈએ જણાવ્યું હતું કે હોટલમાં 464 રૂમ આવેલ છે.જે પૈકી 100 રૂમ જ હોટલ ના માલિકીના છે,જ્યારે બાકીના 364 અન્ય માલિકીના છે.રૂમ નંબર 443 હોટલ દ્વારા નીલમ પ્રમોદ કેસાન ને વેચાણ દસ્તાવેજથી આપવામાં આવ્યો છે,જેના દ્વારા દર્શન નામના ત્રાહિત વ્યક્તિને રૂમ ભાડે આપવામાં આવ્યો છે.જે વ્યક્તિનો ભાડા કરાર એપ્રિલ માસમાં પૂરો થયો છે,દર્શન નામના વ્યક્તિએ હોટેલ ની માઇગેટ નામની ઍપ્લિકેશનમાં ખોટા આઇડી અને પાસવર્ડ જનરેટ કર્યા છે.રૂમ નંબર 419 માટે માઇગેટ એપ્લિકેશન માં રજીસ્ટ્રેશન કરાવ્યું અને રૂમ નંબર 443 માં રોકાયા હતા.જે રૂમમાં ચાર નબીરા સહિત અન્ય બે મહિલાઓ પાર્ટી કરતા ઝડપાયા છે.અમે પોલીસને સંપૂર્ણ માહિતી અને સહકાર આપ્યો છે,આ ઘટના માટે હોટેલ જવાબદાર નથી
વન ટુ વન:ગૌતમ પટેલ (હોટલ માલિક - વિકેન્ડ એડ્રેસ ડુમસ રોડ)
WKT: ઘટના સ્થળ પરથી
દારૂ મહેફિલ મામલે પોલીસનું નિવેદન સામે આવ્યું છે.એસીપી દીપ વકીલના જણાવ્યા મુજબ દારૂની મહેફિલનો ગુનો નોંધાયો છે.નશાબંધી કાયદા હેઠળ કાર્યવાહી હાથ ધરાઈ છે.કંટ્રોલ રૂમમાં ફરીયાદીનો ફોન આવતા પોલીસસે કાર્યવાહી આરંભી હતી.પુત્રવધૂ મિત્રોની પાર્ટી અંગે મળેલી જાણકારીના આધારે પોલીસે હોટલ પર દરોડો પાડ્યો છે.ડુમસ પોલીસ સ્ટેશન હદની હોટલના રૂમ નં. 443માંથી વિદેશી દારૂ ઝડપાયો હતો.રૂમમાંથી 6 આરોપીઓ ઝડપાયા, જેમાં 4 પુરુષો અને 2 મહિલાઓનો સમાવેશ થાય છે એમ.પોલીસે તમામની ધરપકડ કરી, વધુ તપાસ શરૂ કરી છે.હોટલમાં કુલ 464 રૂમમાંથી 100 ખાનગી માલિકીના છે.દરોડો પાડેલો રૂમ દર્શન શાહે ભાડે લીધો હતો.દર્શન શાહે રૂમ બીજી વ્યક્તિને ભાડે આપ્યો હતો.જાહેરનામાના ભંગ માટે પણ પોલીસ ફરિયાદ નોંધાવશે.દારૂ ક્યાંથી લાવવામાં આવ્યો તેની તપાસ પણ ચાલુ છે.
બાઈટ:દીપ વકીલ (એસીપી સુરત)
પ્રશાંત ઢીવરે -સુરત
PCAKAGE
14
Report
NJNILESH JOSHI
FollowAug 04, 2025 11:45:06Vapi, Gujarat:
સ્ટોરી એપ્રુવલ ડેસ્ક
હિન્દુ ધર્મનો પવિત્ર શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે. ત્યારે શ્રાવણ મહિનામાં તમામ શિવ મંદિરોમાં ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે .રાજ્યના પડોશમાં આવેલા સંઘ પ્રદેશ દમણમાં જાણીતા શિવ મંદિરમાં શ્રાવણ મહિનાના સોમવારે ભક્તોનું ઘોડાપુર ઉંમટયું હતું ..દમણના ડાભેલ વિસ્તારમાં આવેલા પૌરાણિક સોમનાથ મહાદેવ મંદિર માં સવારથી જ શિવભક્તોની ભીડ જામી હતી. દાદાના દર્શન કરવા કલાકો સુધી શિવ ભક્તો શિસ્તબદ્ધ રીતે લાઈનમાં ઊભા રહ્યા હતા.. મહત્વપૂર્ણ છે કે ડાભેલનું આ સોમનાથ મહાદેવ મંદિર ખૂબ જ પૌરાણિક છે. આખા પ્રદેશના લોકો માટે તે શ્રદ્ધા નું કેન્દ્ર છે. સોમનાથ મહાદેવ મંદિરની અનેક વિશેષતાઓ છે. મંદિર પરિસરમાં ભક્તિમય માહોલ જોવા મળે છે .અને મંદિરને રંગબેરંગી કાચ થી શણગારવામાં આવ્યુ છે. આ મંદિરમાં દેવી-દેવતાઓના વિવિધ મુદ્રાઓમાં કાચથી મઢેલી પ્રતિમાઓ સ્થાપવામાં આવી છે. આથી શિવ ભક્તોને શ્રદ્ધાની સાથે આ મંદિર તેની સુંદરતાને લઈને પણ આકર્ષી રહ્યું છે. વર્ષ દરમિયાન સોમનાથ મહાદેવ મંદિરમાં ભક્તોની ભીડ જામેં છે. જોકે શ્રાવણ મહિનામાં મંદિર પરિસરમાં મેળા જેવો માહોલ સર્જાય છે. દૂર દૂરથી લોકો દાદાના દર્શન માટે આવે છે. અને પૂજા અર્ચના કરી દાદા ની ભક્તિ કરી આશીર્વાદ મેળવે છે. ત્યારે રાયણીના ઝાડો વચ્ચે બિરાજેલા સોમનાથ દાદાના દર્શન કરી ભક્તો ધન્યતા અનુભવે છે...
બાઇટ: ઇશ્વર પટેલ ટ્રસ્ટી સોમનાથ મંદિર દમણ
બાઈટ : દિનેશ કારભારી પૂજારી સોમનાથ મંદિર દમણ .
ftp/vapi/augst25/4.8.25/0408Zk_kach_vadu_mandir/2bite/1visual
14
Report