Back
શાળાના સંચાલકો વિરુદ્ધ પોલીસ ફરિયાદથી વલસાડમાં ખડભડાટ મચી!
UPUMESH PATEL
Aug 11, 2025 08:15:17
Valsad, Gujarat
વલસાડ જિલ્લાની એક શાળાના સંચાલકો વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ થતાં જિલ્લાના શૈક્ષણિક સંસ્થાઓમાં ખડભડાટ મચી ગયો છે.. કપરાડાના ઓઝર ગામ માં ચાલતી સીયોન એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ નામની શાળાના સંચાલકો વિરુદ્ધ કપરાડાના નાનાપોંઢા પોલીસ સ્ટેશનમા ફરિયાદ દાખલ થતા જ ચકચાર મચી ગઈ છે ..વલસાડ જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા શાળાના સંચાલકો વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવતાં હવે પોલીસે પણ આ મામલે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે.. ઓઝર ગામમાં સિયોન સિવારતિક ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ધોરણ 1 થી 8 ની અંગ્રેજી માધ્યમની શાળા ચલાવવામાં આવી રહી હતી ..સીયોન એજ્યુકેશન ઇન્સ્ટિટયૂટને સરકાર દ્વારા માત્ર ધોરણ 1 થી 8 ના વર્ગો ચલાવવા માટેની જ પરવાનગી આપવામાં આવી હતી. પરંતુ શાળા સંચાલકોએ શિક્ષણ વિભાગની કોઈપણ જાતની પરવાનગી વિના શાળામાં ધોરણ 9 અને 10 ના પણ વર્ગો ચાલુ કરી દીધા હતા ..જેમાં પ્રત્યેક વિદ્યાર્થી પાસે થી 40 હજાર થી વધુ ની ફી વસૂલી અને 20 થી વધુ વિદ્યાર્થીઓને પ્રવેશ પણ આપી દેવામાં આવ્યો હતો .જોકે ધોરણ 9 ની એક વિદ્યાર્થીનીના પિતાએ તેની પુત્રીને અન્ય શાળામાં ટ્રાન્સફર કરવા માટે શાળા પાસેથી સર્ટિફિકેટની માંગ કરતાજ સમગ્ર મામલો બહાર આવ્યો હતો ..આથી વિદ્યાર્થીઓ ના વાલીઓ દ્વારા આ મામલે શિક્ષણ વિભાગને રજૂઆત કરી તપાસની માંગ કરી હતી ..આથી વલસાડ જિલ્લા શિક્ષણ વિભાગે પણ સીયોન એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ સામે તપાસ કરતા આક્ષેપો સાચા ઠર્યા હતા. અને સરકારની કોઈપણ જાતની પરવાનગી વિના ધોરણ 9 અને 10 ના વર્ગો ચલાવવામાં આવતા હોવાનું બહાર આવતા જ વલસાડ જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા આ મામલે ગંભીરતાથી લઈ અને શાળાના સંચાલકો વિરુદ્ધ નાનાપોંઢા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી હતી.. આ શાળાના ફુલજીભાઈ બાબુભાઈ ભસરા સહિત ના સંચાલકો ને આરોપીઓ બનાવતા . હવે પોલીસે પણ આ મામલે તપાસ શરૂ કરી છે.. તો સીયોન એજ્યુકેશન ઇન્સ્ટિટયૂટમાં ધોરણ 9 અને 10 માં પ્રવેશ આપવામાં આવેલો હતો તેવા વિદ્યાર્થીઓને વૈકલ્પિક વ્યવસ્થા ના ભાગરૂપે અન્ય શાળાઓમાં પ્રવેશ આપવામાં આવ્યો છે...
બાઇટ: રાજેશ્રી ટંડેલ શિક્ષણ અધિકાર
14
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
SSSapna Sharma
FollowAug 11, 2025 09:47:36Ahmedabad, Gujarat:
અમદાવાદ
રાજ્યની સૌથી મોટી યુનિવર્સિટી એટલે કે ગુજરાત યુનિવર્સિટીમાં ચાલી રહ્યું છે કૌભાંડ. યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્ય શ્વેતલ સુતરીયા એ હ્યુમન રિસોર્સિસ ડેવલપમેન્ટ સેન્ટરના ડાયરેક્ટર પાસે 75 લાખ રૂપિયાની ખંડણી માંગી તેમ છતાં યુનિવર્સિટીમાં ચાલતા કોભાંડ મામલે તપાસ કરવાના બદલે વાઇસ સાંસ્લર ભીનું સંકેલવામાં વ્યસ્ત છે.
( નોટ એને NSUI ના વિરોધ ના વિઝ્યુઅલ્સ લેવા )
(ગુજરાતી યુનિવર્સિટી ના વાઇસ ચાન્સલર નીરજા ગુપ્તાના કટર વેસ્ટ લેવા લેવા ).....
ગુજરાત યુનિવર્સિટીમાં વાડજ ચીભડા ગળી જતી હોય તેવો ઘાટ સર્જાયો છે. સામાન્ય રીતે યુનિવર્સિટીમાં સિન્ડિકેટ સભ્યની નિમણૂક ભ્રષ્ટાચાર ન થાય તે માટે કરવામાં આવે છે. જોકે ગુજરાત યુનિવર્સિટીમાં સિન્ડિકેટ સભ્ય જ વિદ્યાર્થીઓના પૈસે લૂંટ ચલાવી રહ્યા છે. યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્ય એ હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ સેન્ટરના ડાયરેક્ટર પાસે યુજીસી ની ગ્રાન્ટ માંથી 75 લાખની માંગણી કરી હતી. સમગ્ર મામલે સિન્ડિકેટ સભ્ય એ પોતે બે ગુનાહિત હોવાનો દાવો કરી જ્યાં સુધી તપાસ કમિટી તપાસ કરી તેમને બે ગુના જાહેર ન કરે તેટલા સમય સુધી રાજીનામું આપ્યું હતું.
સામાન્ય રીતે તપાસ કમિટી ની રચના કરવી ગુજરાત યુનિવર્સિટીના કામગીરી છે. જો કે તપાસ કમિટી ક્યારે બનાવવામાં આવી. બનાવવામાં આવી કે કેમ? તપાસ કમિટીએ કોઈ રિપોર્ટ આપ્યો છે કે કેમ? તે મામલે કોઈપણ સ્પષ્ટતા કરવા ગુજરાત યુનિવર્સિટીના ગુપ્તાએ ઇનકાર કર્યો હતો.
Wkt
કોંગ્રેસના નેતા ઇન્દ્રવિજયસિંહ ગોહિલે યુનિવર્સિટીના વાઈસલર નીરજા ગુપ્તાની ચુપકીદી ઉપર ઘણા સવાલો કર્યા. તેમણે આક્ષેપ કર્યો કે સિન્ડિકેટ સભ્ય માં વિપક્ષને દૂર કરી માત્ર નોમિનેટ આધારિત સભ્યોને સામેલ કરી વિદ્યાર્થીઓના પૈસા સાથે ભ્રષ્ટાચાર કરવાનો આ એક હથખંડો છે. શા માટે ગુજરાત યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર મામલાને દબાઈ રહ્યા છે તે સૌથી મોટો સવાલ છે
બાઈટ - ઇન્દ્રવિજયસિંહ ગોહિલ, નેતા કોંગ્રેસ,
11
Report
AKArpan Kaydawala
FollowAug 11, 2025 09:37:04Ahmedabad, Gujarat:
નોંધઃ રિવરફ્રન્ટ સહીત સી પ્લેન, ક્રુઝ , વોટર સ્પોર્ટ્સ સહિતના ફાઈલ શોટ અને મોબાઇલ વિડિઓ પણ લેવા.
અમદાવાદ
અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ કોર્પોરેશનની બેઠક મળી. રિવરફ્રન્ટ હાઉસ ખાતે મળેલી બેઠક બાદ મ્યુનિસિપલ વિપક્ષી નેતા શેહઝાદખાન પઠાણે amc ના અધિકારીઓ અને ભાજપી સાશકો પર આકરા શાબ્દિક પ્રહારો કર્યા. ખાસ કરીને વિપક્ષી નેતાએ રિવરફ્રન્ટ પ્રોજેક્ટમાં ભૂતકાળમાં મોટા ઉપાડે શરૂ કરાયેલા વોટર સ્પોર્ટ્સ, કાયાકિંગ , ઝીપ લાઈન , સી પ્લેન અને ક્રુઝ સહિતની સેવાઓ બંધ થઇ ગઈ હોવાની વાત કરી. આ ઉપરાંત વિપક્ષે રિવરફ્રન્ટની જમીનના પ્લોટનું વેચાણ જ ન થતું હોવાથી તંત્રને કોઈજ આવક ન થતી હોવાની ગંભીર વાત કરી. આ ઉપરાંત રિવરફ્રન્ટ પર આવેલા જાહેર શૌચાલયોની બદતર હાલત અંગે પણ તંત્ર પર પ્રહાર કર્યા.
બાઈટ : શહેઝાદખાન પઠાણ, નેતા - વિપક્ષ, amc
તો આ તરફ વિપક્ષી નેતાના આરોપ અંગે ભાજપે ઉગ્ર પ્રતિક્રિયા આપી છે. વિપક્ષને વિકાસ દેખાતો ન હોવાનું કહી હાલમાં રિવરફ્રન્ટનું કામ ગાંધીનગર સુધી શરૂ કરાયું હોવાની વાત કરી. ક્રુઝ સેવા ફક્ત ભારે વરસાદ સમયે બંધ હતી અને હાલ ચાલુ જ હોવાની અને અન્ય બંધ થઇ ગયેલા પ્રોજેક્ટ માટે ટેક્નિકલ કારણો જવાબદાર હોવાની વાત સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને કરી. તો રિવરફ્રન્ટના શૌચાલયોની સ્થિતિ મામલે તાત્કાલીક કાર્યવાહી કરવા આદેશ અપાઈ ગયા હોવાની વાત કરી. ઉલ્લેખનીય છે કે રિવરફ્રન્ટ પર પ્લોટની હરાજી જ ન થતી હોવાના ઝી 24 કલાકના પ્રશ્નના જવાબમાં તેઓએ ટેન્ડર પ્રક્રિયા કરવા છતાં કોઈ બીડરો ન આવતા હોવાનું સ્વીકાર્યું.
બાઈટ : દેવાંગ દાણી , ચેરમેન - સ્ટે કમિટી , amc
7
Report
RTRAJENDRA THACKER
FollowAug 11, 2025 09:15:08Sadhara, Gujarat:
કચ્છ :
નખત્રાણામાં પાટીદાર સમાજના કાર્યક્રમમાં વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રમુખનું નિવેદન
પાટીદારોમાં ''''વન ચાઈલ્ડ'''' અને ''''નો ચાઈલ્ડ''''નો ટ્રેન્ડ ઘાતક, ત્રણથી ચાર બાળક પેદા કરોઃ આર.પી. પટેલ
સમાજનું સંખ્યા બળ ઘટતું જાય છે જેથી સામાજિક તાકાત અને રાજકીય શક્તિ પણ ઘટતી જાય છે
સમાજે અસ્તિત્વ માટે લડવું પડે તેવી ગંભીર પરિસ્થિતિ ઉભી થઈ રહી છે
આ બાબતે ચિંતા વ્યક્ત કરી ઓછામાં ઓછા ત્રણથી ચાર બાળકો પેદા કરવા
વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના વડા આર.પી. પટેલે પાટીદાર સમાજને અપીલ
નખત્રણામાં પાટીદાર વિદ્યાર્થી ભવન ખાતે કચ્છ કડવા પાટીદાર સમાજના સભ્યોને સંબોધન
12
Report
KBKETAN BAGDA
FollowAug 11, 2025 09:06:32Amreli, Gujarat:
સ્લગ - ટેરીફ વિરોધ
લોકેશન - અમરેલી
રિપોર્ટર - કેતન બગડા
ફોર્મેટ - પેકેજ
એપૃલ - આઇડિયા પાસ
તારીખ - 11/8/25
એન્કર.....
અમેરિકા દ્વારા ભારત પર નાખવામાં આવેલા ટેરીફ સામે અમરેલીમાં રોષ ફાટી નીકળ્યો છે.. ઈફ્કોના ચેરમેન દિલીપ સંઘાણી, પુર્વ સાંસદ નારણ કાછડીયા તેમજ પુર્વ જીલ્લા ભાજપ પ્રમુખ ડો. ભરત કાનાબાર ની આગેવાનીમાં અમરેલીના રાજકમલ ચોકમાં અમેરીકન ઉત્પાદનોની જાહેરમાં હોળી કરવામાં આવી હતી..
વિઓ - 1
ડોનાલ્ડ ટ્રંપના ટેરીફ ટેરેરીઝમ સામે દેશભરમાં હવે વિરોધનો વંટોળ ઉઠી રહ્યો છે.. અમરેલીમાં આજે ઈફ્કોના ચેરમેન દિલીપ સંઘાણી ની આગેવાનીમાં એક વિશાળ રેલી નીકળી હતી.. ટ્રંપ અને અમેરિકા વિરુદ્ધ સુત્રોચાર કર્યા હતા.. દિલીપ સંઘાણી એ જણાવ્યું હતું કે ટ્રંપ દ્વારા ભારતની પ્રગતિ ને અવરોધવા નો પ્રયાસ છે.. ભારતીયો જાગે અને અમેરીકન ઉત્પાદનોના બહિષ્કારની અપીલ કરી હતી..
બાઈટ - 1 - દીલીપ સંધાણી ( ચેરમેન, ઈફ્કો )
વિઓ - 2
અમરેલી શહેરમાં આજે અમેરીકન ઉત્પાદનો વિરુદ્ધ વિશાળ રેલી બાદ રાજકમલ ચોકમાં અમેરીકન ઉત્પાદનોની જાહેરમાં હોળી કરવામાં આવી હતી.. ડો. ભરત કાનાબાર એ જણાવ્યું હતું કે અમેરિકા ના ઉત્પાદનો નો વપરાશ ટાળવો જોઈએ.. ટ્રંપ દ્વારા ભારતને દબાવવાનો આ પ્રયાસ સફળ નહી થાય..
બાઈટ - 2 - ડો. ભરત કાનાબાર ( પુર્વ, જીલ્લા ભાજપ પ્રમુખ )
બાઈટ -3 - નારણ કાછડીયા ( પુર્વ સાંસદ )
ફાઇનલ વિઓ......
અમેરિકાના ટેરીફ વિરુદ્ધ અમરેલી થી શરૂ થયેલ આ વિરોધ હવે ક્યાં સુધી પહોંચે છે તે સમય બતાવશે.
રિપોર્ટર - કેતન બગડા અમરેલી
13
Report
HShakimuddin shabbirbhai
FollowAug 11, 2025 08:32:51Vadodara, Gujarat:
એન્કર :
છોટાઉદેપુરના વિજોલ ગામે મુખ્ય રસ્તા થી ફળિયાને જોડતો રસ્તો બિસમાર અને કાદવ કીચડ વાળો થી જતા લોકો પરેશાન રસ્તામાં બે કોઝવે આવે છે બંને કોઝવે ધોવાય ગયેલ હાલતમાં હોવાથી 108 જેવી સુવિદ્યા પણ લોકોને નથી મળતી બાળકોને શાળાએ જવા માટે પણ ભારે મુશ્કેલી વેઠવી પડે છે.
વી.ઓ
છોટાઉદેપુર જીલ્લોએ અંતરયાર્ડ અને આદિવાસી જિલ્લો છે અહીંયા લોકો ખેત મજૂરી અને ખેતી કામ કરે છે ત્યારે અહિયાના લોકોને જે પાયાની સુવિધાઓ મળવી જોઈએ જે મળતી નથી છોટાઉદેપુરના ભીલપુર ગ્રામપંચાયતમાં સમાવિષ્ટ વિજોલ ગામ કે મુખ્ય રસ્તા થી મેંડિયા ફળિયાને જોડતો રસ્તો 7 વર્ષ અગાઉ બનેલ ત્યાર બાદ રસ્તાનું સ્માર કામ કે નવીનીકરણ કરવામાં નથી આવ્યું રસ્તા પર બે કોઝવે આવેલા છે બંને કોઝવે કોટરના પાણીમાં હાલ ધોવાય ગયેલ હાલતમાં છે મુખ્ય રસ્તા થી મેંડિયા ફૈયાનો રસ્તો બિસ્માર હાલતમાં જોવા મળ્યો છે રસ્તા પર ઠેર ઠેર કાદવ કીચડ કાયક તો જૂનો રસ્તો જોવાતો પણ નથી જેનલાઈને લોકોને ભારે હાલાકી વેઠવી પડે છે ગામા કોય બીમાર હોય ત્યારે ઝોળી માં નાખી લય જવું પડે છે કારણકે મુખ્ય રસ્તા થી મેંડિયા ફળિયાનો રસ્તો ખખડધજ હાલતમાં છે કોઝવે પણ ધોવાયેલ છે જેના કારણે 108 ફળિયામાં આવી શક્તિ નથી જેને કારણે લોકોને પારાવાર મુશ્કેલીઓ વેઠવી પડે છે.
બાઈટ : કનુભાઈ રાઠવા.આગેવાન
બાઈટ : પ્રવીણભાઈ રાઠવા. ગ્રામજન
વી.ઓ
વિજોલ ગામના ગ્રામજનોએ અનેક વખત આ બાબતે તંત્ર ને રજુઆત કરી છે પરંતુ પરિણામ તેનું શૂન્ય આવ્યું છે ના છૂટકે લોકોએ ઝી 24 કલાકની ટીમનો સંપર્ક કરતા ઝી 24 કલાકની ટિમ ગામા પોહચી ગામ સુધીના ડામર રોડ પર તો પહોંચી પરંતુ મેંડીયા ફળિયામાં જતા રસ્તામાં કાદવ કીચડ ખારા ટેકરા અને તૂટેલા કોઝવે જોવા મળ્યા જેમ તેમ કરીને તૂટેલા સુધી તો પહોંચ્યા પરંતુ કોઝવે તૂટેલો હોવાથી આગળ જઈ શક્યા નહીં ચાલતા આગળ જતા રસ્તા ની અંદર ખૂબ જ કાદવ કીચડ માંથી પસાર થવું પડ્યું ગ્રામજનોની વેદના જાણતા ગ્રામજનો દ્વારા અનેક વખત તંત્રને અને સરપંચને રજૂઆત કરી હોવાનું જાણવા મળ્યું હતું. પરંતુ રસ્તાની કે બનાવવા માટેની કોઈપણ જાતની કાર્યવાહી ન કરતા તંત્ર સામે ગ્રામજનો રોષે ભરાયા હતા. એટલું જ નહીં પરંતુ ગામમાં રહેતા જે બાળકો છે તેઓને શાળાએ જવા માટે પણ પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે જ્યારે વધુ વરસાદ હોય અને કોઝવે ઉપરથી પાણી પસાર થતું હોય છે ત્યારે બાળકો શાળાએ જઈ શકતા નથી અને શાળાએ ગયેલા બાળક પાછા ઘરે આવતા સમયે જ વરસાદ વધારે હોય તો વાલીઓ દ્વારા બાળકોને શાળાએ લેવા જવું પડે છે અને મહા મુશ્કેલીયે કોઝવે પસાર કરવો પડે છે હાલ તો ગ્રામજનો વહેલી તકે 7 વર્ષ અગાઉ બનેલા રસ્તા નું નવીનીકરણ કરવામાં આવે અને કોઝવે ની જગ્યાએ નાળા બનાવવામાં આવે તેવી ગ્રામજનો માંગ કરી રહ્યા છે
બાઈટ : ગોપાલભાઈ રાઠવા.ગ્રામજન
WKT.હકીમ ઘડિયાલી, કોઝવે વિજોલ
વી.ઓ.
આ બાબતે ગામના સરપંચ રમણભાઈ રાઠવા સાથે વાત કરતા વિજોલ ગામન લોકોએ રજુઆત કરી હોવાનું જણાવ્યું સાથે વિજોલ ગામના લોકોનો ભારે મુશ્કેલીઓ પડે છે પરંતુ હાલ વરસાદ પડતો હોવાથી રીપેરીંગ કામ થતું નથી વરસાદ બંધ થતાં તત્કાલિ કામગીરી શરૂ કરી દેવામાં આવશે તેમ જણાવ્યું હતું
બાઈટ :રમણભાઈ રાઠવા, સરપંચ ભીલપુર જૂથ ગ્રામપંચાયત
13
Report
HBHimanshu Bhatt
FollowAug 11, 2025 08:31:39Morbi, Gujarat:
Slug 1008ZK_MRB_DEM_HONARAT
Format PKG
Reporter HIMANSHU BHATT
Feed 1008ZK_MRB_DEM_HONARAT
Date 10/08/2025
Location MORBI
APPROVAL DAY PALN
એન્કર
મોરબીની મચ્છુ જળ હોનારતની ઘટનાને આજે 46 વર્ષ પુરા થઇ ગયા છે જો કે, ન માત્ર ગુજરાત પરંતુ દેશ વિદેશના લોકો પણ જે ઘટનાને આજની તારીખે ભૂલ્યા નથી તે ઘટનાને મોરબીવાસીઓ કદી ન ભૂલી શકે તે નક્કી છે અને 46 વર્ષ વીતી ગયા હોવા છતા પણ હોનારતની તારીખ આવતા જૂની યાદો લોકોને તાજી થઇ જવાથી અનેક આંખોમાં ફરી પાછું હોનારત આવશે અને જળ પ્રલયમાં સ્વજનોને ગુમાવનારા અનેક લોકોની આંખોના બાંધ પણ તૂટશે તે નિશ્ચિત છે
વીઓ
11 મી ઓગસ્ટના દિવસને મોરબીના રહેવાસીઓ ક્યારે પણ ભૂલી શકે તેમ નથી કેમ કે, આ દિવસે આજથી 46 વર્ષ પહેલા મોરબી નજીકનો મચ્છુ-2 ડેમ તુટ્યો હતો અને મોરબી ભારતના નકશામાંથી હતું ન હતું થઇ ગયું હતું જે તે સમયે શ્રાવણ મહિનાના પવિત્ર દિવસો હોવાથી મેળા સહિતની રજાઓ હોવાથી મોરબીની જુદીજુદી કચેરીઓમાં ફરજ બજાવતા અધિકારીઓ અને કર્મચારો પોતાના વતનમાં કે ગામડે જતા રહ્યા હતા અને 11 મી તારીખ પહેલાના દિવસોમાં પડેલા ભારે વરસાદના કારણે મચ્છુ-2 ડેમ છલોછલ ભરેલો હતો તેવા સમયે એક એક ડેમનો માટીનો પાળો તૂટવાથી સર્જાઈ હતી જળપ્રલયની ભયાનક ઘટના જેની યાદ માત્રથી આજની તારીખે લોકોના શરીરમાંથી કંપારી છૂટી જય છે જો કે, મોરબીના જળ હોનારતમાં માનવ મૃત્યુનો સાચો આંકડો તો આજની તારીખે બહાર આવ્યો નથી અને મચ્છુ ડેમમાંથી નીકળેલ પાણી મોરબી ઉપરાંત આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં ફરી વળતા હજારોની સંખ્યામાં લોકો મચ્છુના ધસમસતા પાણીમાં તણાઈ ગયા હતા અને મોતને ભેટયા હતા
બાઇટ ૧: એસ.જી.તેરૈયા, નિવૃત મામલતદાર, મોરબી
વીઓ
મોરબી હોનારતમાં માત્ર માણસો જ નહીં ગાય, ભેસ સહિતના દુધાળા પશુઓ ઉપરાંત અન્ય હજારો અબોલ જીવના પણ પાણીમાં તણાઈ જવાથી મોત નીપજતા શેરી ગલ્લીઓ તો ઠીક વીજપોલ ઉપર, મકાનની છત ઉપર, વૃક્ષની ડાળીઓ ઉપર જ્યાં નજર કરો ત્યાં લટકતી લાશો જ જોવા મળતી હતી અને હોનારત બાદ શહેરમાં રોગચાળો ફેલાઈ અને લોકો રોગનો ભોગ બને તેવી સ્થિતિનું નિર્માણ થયું હતું જેથી તે સમયે સરકાર દ્વારા તાત્કાલિક કર્મચારીઓની ભરતી કરીને જુદાજુદા સર્વે સહિતની કામગીરીમાં તે કર્મચારીઓને લગાવવામાં આવ્યા હતા અત્રે ઉલેખનીય છે કે, ભારે વરસાદના કારણે તે દિવસે સવારથી જ શહેરમાં પાણી ભરાવ લાગ્યા હતા તેવામાં મચ્છુ ડેમ તૂટતા લોકોને પોતાના જીવ બચાવવા મુશ્કેલ બની ગયા હતા અને ઘણા લોકોએ તો મચ્છુના પાણીમાં નજરો નજર પોતાના સ્વજનોને ડૂબતા જોયા હતા જેથી મચ્છુની હોનારતનો દિવસ નજીક આવે એટલે આજે પણ મોરબીવાસીઓના કાળજા કંપી ઉઠે છે.
બાઇટ ૨: હરેશભાઈ તેરૈયા, હોનારત નજરે જોનાર, મોરબી
વીઓ
મોરબીમાં મકાનો અને ઇમારતો પત્તાના મહેલની જેમ તુટવા લાગ્યા હતા જેથી હોનારતમાં બચી ગયેલા લોકો આજે પણ કહે છે કે, તેઓને ભગવાને જ બચાવ્યા છે નહિ તો મોત તો તેઓએ પોતાની નજર સામે જ જોયું હતું ત્યારે હોનારતના કારણે મોરબી શહેર ટાપુ સામન બની ગયેલ હતું અને ચોમેર પાણી જ પાણી હતું જો કે, પાણી ઓસરવા લાગ્યા બાદ એક બાજુ મોરબીમાં લાશોના ઢગલા, ગંદકીના ગંજ હતા જેથી આરએસએસ સહિતની જુદીજુદી સંસ્થાઓના લોકો બચાવ રાહતની કામગીરી માટે મોરબીમાં આવતા હતા તો બીજી બાજુ તે સમયે ચોરી લુંટફાટ કરવા માટે જુદાજુદા વિસ્તારોમાંથી ગેંગો આવવા લાગી હતી જેની ફરિયાદો અધિકારીને મળવા લગતા ત્યારે બહારથી શહેરની અંદર આવતા અને શહેરમાંથી બહાર જતા લોકોને ચેક કરવામાં આવતા હતા
બાઇટ ૩: વલ્લભભાઈ પ્રજાપતિ, પરિવારજન ગુમાનાર, મોરબી
વીઓ
દર વર્ષે મોરબી મોતના તાંડવ એટલે કે હોનારતના કાળા દિવસને યાદ કરે છે કેમ કે ક્ષણવારમાં આવેલા હોનારતના પાણી ભલે ઓસરી ગયા હોય પરંતુ આજે 46 વર્ષ પછી પણ નગરજનોના હૃદયમાં કોતરાયેલા ઘાવ હજુ પણ રૂઝાયા નથી કેમ કે, હોનારત પછીના દિવસે લાચારી, બેબસી અને અસહાયતા સિવાય બીજું કશું જ લોકો પાસે હતું નહી મોરબીના હોનારતની ગીનીસ બુકમાં પણ સૌથી ભયાનક હોનારત તરીકે નોંધ કરવામાં આવી છે દર વર્ષે 11 ઓગસ્ટના દિવસે મોરબી પાલિકા દ્વારા મૌનરેલીનું આયોજન કરવામાં આવે છે જેમા રાજકીય, સામાજિક આગેવાનો સહિતના લોકો તેમજ અધિકારી સહિતના હાજર રહેતા હોય છે
13
Report
RTRAJENDRA THACKER
FollowAug 11, 2025 08:20:38Sadhara, Gujarat:
કચ્છ :
રાપર ના ઉમૈયા ગામમાં બોરવેલ માં પડેલ બાળકને બચાવી લેવાયો
રમતાં રમતાં બાળક 100 ફૂટ ઊંડા બોરવેલ પડ્યો
રમત રમતા સાથી બાળકોએ ગામલોકો ને જાણ કરી
ગામલોકોની સૂઝબૂઝ થકી દોરડા વડે બાળકનો સફળ રેસ્ક્યુ કરાયો
100 ફૂટ ઊંડા બોરવેલમાં ખાબકેલા બાળકને રસ્સા વડે બહાર કઢાયો
રેસ્ક્યુ નો લાઈવ વિડિઓ આવ્યો સામે
100 ફૂટ ઊંડા બોરવેલમાં પડેલા બાળકને ગ્રામજનોએ બચાવ્યું, મજબૂત દોરડા નાખી સૂઝબૂઝથી ઉપર લાવ્યા
રાપર તાલુકાના ઉમૈયા ગામે 'રામ રાખે તેને કોણ ચાખે' કહેવતને સાર્થકનો કિસ્સો સામે આવ્યો છે. વાડી વિસ્તારમાં રમતા 9 વર્ષીય બાળક અચાનક 100 ફૂટ ઊંડા બંધ બોરવેલમાં પડી ગયો હતો, પરંતુ ગ્રામજનોની ત્વરિત અને સૂઝબૂઝભરી કાર્યવાહીથી તેનો આબાદ બચાવ થયો હતો.
મિત્રો સાથે રમતાં રમતાં બાળક બોરવેલમાં પડ્યો ઘટના મુજબ, બાળક તેના મિત્રો સાથે વાડી વિસ્તારમાં રમી રહ્યો હતો. રમતા રમતા તેઓ બોરવેલ પાસે પહોંચ્યા, જે પથ્થરથી ઢાંકેલો હતો. પથ્થર ખસેડીને અંદર જોવાની ઉત્સુકતામાં અચાનક રાકેશ બોરવેલમાં ગબડી પડ્યો. તેના સાથી મિત્રો ગભરાઈને તરત જ ઘરે દોડી ગયા અને વડીલોને જાણ કરી. આ સમાચાર મળતા જ ખેત મજૂરી કરતા શ્રમજીવી પરિવાર અને સમગ્ર ગામમાં ચિંતાનો માહોલ ફેલાઈ ગયો હતો.
ગ્રામજનોની સૂઝબૂઝથી જીવ બચ્યો
આ ઘટનાની જાણ થતાં ગ્રામીણોએ ગભરાયા વગર સંયમ અને સમજદારી દાખવી. તેઓએ તાત્કાલિક બોરવેલ પાસે પહોંચી બાળક સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો. રાકેશના રડવાનો અવાજ સાંભળીને તેના જીવિત હોવાની ખાતરી થઈ, જેથી બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી.
ગ્રામજનોએ ધીમેથી એક મજબૂત રસ્સો બોરવેલમાં નાખ્યો અને બાળકને શાંતિથી સમજાવ્યો કે તે રસ્સાને પકડી લે.
બાળકે રસ્સો પકડી લીધા બાદ ગ્રામજનોએ ધીમે ધીમે તેને સલામત રીતે બહાર કાઢ્યો. આ ચમત્કારિક બચાવમાં બાળકને ફ્રેક્ચર જેવી સામાન્ય ઈજાઓ સિવાય કોઈ ગંભીર નુકસાન થયું નથી.
14
Report
DRDarshal Raval
FollowAug 11, 2025 08:02:55Ahmedabad, Gujarat:
નિકોલ વિસ્તારમાં કોર્પોરેટર અને સ્થાનિકો વચ્ચે બોલાચાલીનો વીડિયો વાઇરલ
ધારાસભ્ય અને ચારેય કોર્પોરેટરને સ્થાનિકોએ ઘેર્યા નો વિડિયો
ચૂંટણી નજીક આવતા ધારાસભ્ય અને કોર્પોરેટરો ગયા હતા લોકોની સમસ્યા જાણવા
નિકોલ વિસ્તારની જનતા એ કોર્પોરેટર પાસે કામગીરીનો માંગ્યો હિસાબ
છેલ્લા પાંચ વર્ષની નિકોલમાં કેટલા કરોડના કયા કામો થયા તેનો માંગ્યો હિસાબ
નિકોલ વિસ્તારમાં વરસાદી પાણીના ભરવાની મુખ્ય સમસ્યા
પાણી ભરાય ત્યારે એક પણ કોર્પોરેટર ફોન નથી ઉપાડતા નો આક્ષેપ
વોટ માંગવા આવતા પ્રતિનિધિઓ સમસ્યા સમયે થાય છે ગાયબ
સ્થાનિકોના સવાલોથી કોર્પોરેટર બળદેવ પટેલ થયા ઉગ
AMC ના બજેટ માંથી નિકોલમાં કેટલા કરોડ વપરાયાનો સવાલ પૂછતા કોર્પોરેટર થયા ઉગ્ર
કોર્પોરેટ દ્વારા જવાબ આપવાના બદલે સ્થાનિકોને RTI કરી જવાબ માંગવા જણાવાયું
નિકોલ વિસ્તારમાં ખરાબ રોડ રસ્તા,ગટરો ઉભરાવી,પીવાનું ચોખ્ખું પાણી ન મળવું અને વરસાદી પાણીનો ભરવો થવો છે મુખ્ય સમસ્યા
અમદાવાદ
કોર્પોરેશનની ચૂંટણીની તૈયારીના ભાગરૂપે નીકળેલા નિકોલ ના કોર્પોરેટર અને ધારાસભ્યને થયો કડવો અનુભવ
ચોમાસાની સિઝન દરમિયાન નિકોલ ના રહીશોને પડેલી હાલાકી ને લઈને સ્થાનિકોની નારાજગી કોર્પોરેટર અને ધારાસભ્ય ઉપર જોવા મળી
રવિવારે નિકોલ વોર્ડમાં નીકળેલા ચાર કોર્પોરેટર અને ધારાસભ્ય બાબુ જેમના પટેલ ને કેટલાક સ્થાનિકોએ ઘેર્યા
નિકોલ વોર્ડમાં સર્જાયેલ પાણી ભરાવાની હાલાકી, ખરાબ રસ્તા, ગટરો બેક મારવી, ટ્રાફિક સમસ્યા જેવી બાબતોને લઈને સ્થાનિકોએ કોર્પોરેટર અને ધારાસભ્યને ઘેર્યા
કોર્પોરેટર અને ધારાસભ્યને ઘેરવાના મામલે અને ઉગ્ર રજૂઆતનો વિડીયો પણ થયો વાયરલ
નિકોલમાં અમર જવાન સર્કલ પાસે સત્યાગ્રહ લાઈફ સ્ટાઈલ સ્કીમ ના ગેટ પાસે કોર્પોરેટર અને ધારાસભ્યને સ્થાનિકોએ ઘેરી ઉગ્ર રજૂઆત કરી હતી
સત્યાગ્રહ લાઈફ સ્ટાઈલ સાથે આસપાસની સ્કીમો ખાતે કોર્પોરેટર અને ધારાસભ્ય રાઉન્ડ પર નીકળ્યા હતા
સમગ્ર મામલે z મીડિયાએ સ્થાનિકો સાથે કરેલી વાતમાં સ્થાનિકોએ તંત્રની કામગીરી પર ઉઠાવ્યા સવાલ
તંત્ર દ્વારા નિકોલ વોર્ડ પર ધ્યાન નહીં અપાયું હોવાના તેમજ આ વખતની ચોમાસાની સિઝનમાં સૌથી વધુ હાલાકી પડ્યા હોવાના પણ કર્યા આક્ષેપ
ચૂંટણી હોય ત્યારે વોટ માંગવા આવો અને પછી દેખાવો નહિ તેવા પણ લોકોના આક્ષેપ
તો બીજી તરફ નિકોલ વોર્ડના કોર્પોરેટર દિપક પંચાલે વાયરલ વીડિયો મામલે કર્યો ખુલાસો
વીડિયોમાં સ્થાનિકોની નારાજગી નહીં પણ વધુ અપેક્ષા હોવાનો કર્યો ખુલાસો
નિકોલ વોર્ડ અમદાવાદનો સૌથી મોટો વોર્ડ હોવાનું આપ્યું નિવેદન
નિકોલ વોર્ડમાં ભરાતા વરસાદી પાણી અને ઉભરાતા ડ્રેનેજના પાણી દૂર કરવા આ વર્ષે 20 કિલોમીટરના પટ્ટામાં સ્ટ્રોમ વોટર લાઈનનું કામ હાથ ધરાયાનો કર્યો ખુલાસો
30 કરોડના ખર્ચે પંપિંગ સ્ટેશન અને 10 થી વધુ કરોડના ખર્ચે સ્ટ્રોંમ વોટર લાઈનનું કામ હાથ લીધું હોવાનું જણાવ્યું
80% કામ પૂર્ણ થયા અને 20 ટકા કામગીરી ચાલુ હોવાનો પણ કોર્પોરેટરનો ખુલાસો
આ સાથે જ નિકોલ વોર્ડમાં સમસ્યા સર્જાઇ હોવાની કબુલાત કરીને દિવાળી સુધી નિકોલ વોર્ડમાં સૌથી સારી સુવિધા મળશે તેવી પણ કોર્પોરેટરે ખાતરી આપી
તો રસ્તા પર પડેલી સ્ટ્રોંમ વોટરની મોટી પાઇપો ના કારણે પણ સર્જાઈ હાલાકી
બે મહિનાથી રસ્તા ઉપર પાઇપો પડી રહેતા સર્જાઈ ટ્રાફિક સમસ્યા
ટ્રાફિક સમસ્યા સાથે લોકોના વેપાર ધંધા ઉપર પણ પડી અસર
અમર જવાન સર્કલ પાસે દેવકૃપા 4 પાસે પાઈપો ના કારણે વાહન પાર્ક નહીં થઈ શકવા હોવાના કારણે લોકોના વેપાર ધંધા થયા ઓછા
બે મહિનાથી 50% જેટલા વેપાર ધંધા ભાંગી પડ્યા હોવાના વેપારીઓના આક્ષેપ
વેપારીઓએ કાં તો પાઇપો હટાવો કાં તો કામગીરી ઝડપી પૂર્ણ કર્યા હોવાની કરી રજૂઆત
કામગીરી કરે તેનો કોઈ વાંધો નહીં પણ અગવડતા પડે તેને લઈને વેપારીઓમાં જોવા મળી નારાજગી
દસ દિવસ અગવડતા પડે એ ચાલે પણ બે ત્રણ મહિનાથી અગવડતા પડી રહી છે તે બાબતે વ્યાપારીઓમાં જોવા મળી નારાજગી
વિઝ્યુલ અને કોર્પોરેટરને ઘેર્ય તેના પર પબ્લિક ટિકટેક
નિકોલ કોર્પોરેટર દિપક પંચાલ સાથે 121 અને હિન્દી બાઈટ પણ છે
વેપારીઓ સાથે ટિકટેક
સલગ. નિકોલ સમસ્યા
પેકેજ ફીડ અને વિગત આપી
ફીડ. લાઈવ કીટ
સારું પેકેજ બનશે...
વોટ્સપ વિડિઓ એડ કરવો...
14
Report
CPCHETAN PATEL
FollowAug 11, 2025 06:46:06Surat, Gujarat:
સુરત :: શહેરમાં ગુનાખોરી વધી.
અડાજણ વિસ્તારમાં જૈન મંદિર માં ચોરી ની ઘટના.
બે ઈસમો જૈન મંદરી માં પ્રવેશ કરી ચોરી કરી ફરાર થયા.
મંદિરમાં મૂર્તિ પર લગાવેલ આભૂષણ ની ચોરી.
અડાજણ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો.
14
Report
CPCHETAN PATEL
FollowAug 11, 2025 06:45:53Surat, Gujarat:
1. સુરતના ડીંડોલી વિસ્તારમાં પોલીસ કાર્યવાહી સામે કોર્પોરેટરના પુત્રની નારાજગી
2. બાંધકામ સમિતિના સભ્ય સુધાકર ચૌધરીના પુત્ર રાહુલે પોલીસ મથકમાં અરજી કરી
3. રાહુલનો આક્ષેપ – કોલર પકડી ગેરકાયદેસર વર્ક ટુન અને અભદ્ર ભાષાનો ઉપયોગ
4. પોલીસ પર ગાળો આપવાનો પણ આક્ષેપ
5. ડીંડોલી પોલીસ – કાયદો અને વ્યવસ્થા જાળવવા મોડી રાત સુધી દુકાનો બંધ કરાવી રહ્યા છીએ
6. અસામાજિક તત્વો ભેગા ન થાય તે માટે રાત્રે 10થી 10:30 સુધી કાર્યવાહી
7. રાહુલ ચૌધરી – અમારી રેસ્ટોરન્ટ સમયસર બંધ, છતાં આસપાસની દુકાનો ચાલુ હતી
8. અમે BJPમાં છીએ, કદી સત્તાનો પ્રયોગ કે અશબ્દનો ઉપયોગ કર્યો નથી – રાહુલ
9. અમારી લાગણી દુભાઈ, પોલીસનું વર્તન ગલત – રાહુલનો આક્ષેપ
10. ડીસીપી ભગીરથ ગઢવી – ફરિયાદની સત્યતા તપાસી આગળની કાર્યવાહી થશે
બાઈટ..રાહુલ ચૌધરી..કોર્પોરેટર પુત્ર
14
Report
CPCHETAN PATEL
FollowAug 11, 2025 04:17:26Surat, Gujarat:
સુરત બ્રેક
23 વર્ષ પહેલાં ઘોડદોડ રોડ ઉપર થયેલી લૂંટનો આરોપી મથુરાથી ઝડપાયો
2002માં સુરતમાં લૂંટ ચલાવનાર ટોળકીનો એક આરોપી એન્કાઉન્ટરમાં ઠાર મરાયો છે
છરી અને પિસ્તોલની અણીએ રોકડ લૂંટી હતી
2003માં અજયનું એન્કાઉન્ટ કરાયું હતું
રબલવીર 23 વર્ષ સુધી ફરાર હતો
PCBએ 23 વર્ષથી ફરાર રહેલા ઉત્તર પ્રદેશના લૂંટારાને ઝડપી પાડયો
ઘોડદોડ રોડ પર તેના ત્રણ સાથીઓ સાથે મળીને લૂંટ ચલાવી હતી
છેલ્લા બે દાયકા સુધી પોતાનું નિવાસસ્થાન વારંવાર બદલી ગુપ્ત જીવન જીવી રહ્યો હતો
14
Report
CPCHETAN PATEL
FollowAug 11, 2025 04:17:21Surat, Gujarat:
સુરત બ્રેક
આ તે કેવું સ્માર્ટ સિટી ? પાસોદરા વિસ્તારમાં સ્વામિનારાયણ મિશનનો રોડ 2 વર્ષથી ટલ્લે ચડ્યો
રસ્તાના કામોમાં ભ્રષ્ટાચારની બૂમ વચ્ચે રાજ્યના મંત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરાયેલો રોડ બે વર્ષે પણ પૂરો બન્યો નથી
આખેઆખો વિસ્તાર રેસીડેન્સીયલ ઝોનમાં આવી ગયો છે
પાસોદરા વિસ્તારના સ્વામિનારાયણ મિશન રોડ પર સિંચાઈ વિભાગ દ્વારા છોડવામાં આવતું પાણી આગળ જતું નથી અને રસ્તા પર જ ફેલાય છે
અહીં આવતા જતા રાહદારીઓને ખુબ જ હેરાનગતિ થઈ રહી છે
સિંચાઈનું પાણી રસ્તા પરથી ફેલાતા મનપાના પ્લોટમાં પણ ઘૂસી જાય છે
રોડનું પ્રફુલ્લ પાનશેરીયા દ્વારા ખાયમુહૂર્ત કરાયું હતું
અડધો રોડ બનાવવામાં બાકી રાખ્યો
બાઈટ..મહેશ અણધન..વિપક્ષી સભય આપ
14
Report
CPCHETAN PATEL
FollowAug 11, 2025 04:17:16Surat, Gujarat:
હત્યાના સિલસિલા વચ્ચે લિંબાયતના સંજયનગરમાં ધોળે દિવસે એક યુવાનને રહેંસી નાંખવામાં આવતાં પોલીસ દોડતી થઇ હતી. હત્યામાં સંડોવાયેલા યુવક સહિત બેને લિબાયત પોલીસે ડિટેઇન કરાયા હતા.
વિઓ.1
લિબાયત આસ્તિકનગરમાં રહેતા અરુણ રવીન્દ્ર પાટિલને હત્યાના ઈરાદે ચપ્પુના ઘા ઝીંકવામાં આવ્યાની વિગતોને પગલે પોલીસની ટીમ દોડતી થઈ હતી. ઘાયલને હોસ્પિટલમાં લઈ જવાયો હતો. જોકે તે પહેલાં જ તેનું મૃત્યુ થયાનું બહાર આવ્યું હતું. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે તપાસ કરતાં મૃતકનો મહોલ્લામાં જ રહેતા દાદુ નામના શખ્સ સાથે ગતરોજ ઝઘડો થયો હતો. તેની અદાવતમાં દાદુએ તેની હત્યા કરી હોવાનું સ્પષ્ટ થયું હતું. દરમિયાન પોલીસે દાદુ અને તેના સાગરીત સન્નીને દબોચી લીધા હતા. પોલીસની પ્રાથમિક તપાસમાં આરોપી અને મૃતક વચ્ચે ગતરોજ અપશબ્દો બોલવાને લઈ ઝઘડો થયો હતો. તેની અદાવત રાખી અરુણ પાટિલને આરોપીઓએ આસ્તિક નગર અને રત્નપ્રભા સોસાયટી તરફ જતાં રોડ પર આવેલી નિરંકારી કિરાણા સ્ટોર્સ પાસે આંતરી ચપ્પુના ઘા ઝીંકયા હતા. મૃતક અને આરોપી બંને ગુનાહિત ભૂતકાળ ધરાવતા હોવાનું પોલીસે જણાવ્યું હતું. પોલીસે અહીંથી સીસીટીવી ફૂટેજ પણ કબજે કર્યા હતા. હત્યાનું ચોક્કસ કારણનો તાગ મેળવવા પોલીસે મૃતકનાં પરિવાર અને અટકાયતમાં લેવાયેલા આરોપીઓ વધુ પૂછપરછ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે ગત શનિવારે ડુંભાલમાં આલોક અગ્રવાલની ઘાતકી હત્યા થઈ હતી. બીજા અઠવાડિયે વધુ એકની હત્યાને પગલે પોલીસ ધંધે લાગી છે
બાઈટ.ભગીરથ ગઢવી..ડીસીપી
14
Report
KSKartar Singh Rajput
FollowAug 11, 2025 03:18:13Morena, Madhya Pradesh:
ग्वालियर ब्रेकिंग
दो कार सवार युवकों ने बाइक सवार तीन युवकों को कुचल कर मारने का किया प्रयास
दो युवक जान बचाकर भागे तो तीसरा युवक जमीन पर गिरा
कार सवार युवको ने डंडे से जमीन पर गिरे युवक को पीटा
सूचना मिलते ही पुलिस मौके पर पहुचीं
पुलिस ने दो युवकों को इलाज के लिए अस्पताल पहुंचाया
सीसीटीवी कैमरे में वारदात हुई कैद
पुलिस ने किया तीन आरोपी युवको के खिलाफ मामला दर्ज।
पुरानी छावनी थाना क्षेत्र के पुरानी छावनी स्थित सैनिक होटल की घटना
14
Report