Back
डांग जिले में डूंगर देव की पारंपरिक पूजा से आदिवासी समुदाय में उत्साह
NMNISHANT MAHENDRABHAI MAHA
Dec 04, 2025 09:18:04
ડાંગમાં ડુંગર દેવની પારંપરિક પૂજા કરવામાં આવે છે. જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે મહત્વની પૂજા વિધિ તરીકે દક્ષિણ ગુજરાતના એકમાત્ર ડાંગ જિલ્લામાં ડુંગર દેવની પૂજા અર્ચના કરી હર્ષભેર ઉજવણી કરવામાં આવે છે.
ડાંગ જિલ્લામાં આદિવાસી સમુદાય માટે આખા વર્ષ દરમિયાન ડુંગર દેવની પૂજાનું પૂજા હોય છે. આ પૂજા ફક્ત ભગત દ્વારા કરવામાં આવે છે. ડાંગમાં ડુંગર દેવ પ્રત્યે આદિવાસીઓની આસ્થા આજે પણ જીવંત છે. વર્ષોથી ચાલતી ડુંગર દેવની પારંપરિક પૂજાની પ્રથાને આદિવાસી સમુદાયે ટકેવી રાખી છે. ધન-દોલત, ધાન્ય સારું હોય તે વ્યક્તિ પ્રસન્ન થઈ ફક્ત દેવીના આભાર માનવા માટે ભાયા રાખે છે. અથવા ડુંગરદેવ રાખનારના ઘર કોઈ બીમાર હોય અને એ બીમારીનું કારણ જો માવલી કોપ હોય એવું भगત દ્વારા બતાવવામાં આવે ત્યારે ભાયા રાખવામાં આવે.
બાઈટ : જયરામ ગાંવિત ( પોલીસ પાટીલ )
ડં કરોસ્ટ નૃત્ય/ડુંગર દેવની પૂજા : ડુંગર દેવ એટલે ડાંગી ભાષામાં શિર ભાયા. ભાયા કરવા માટે ડુંગરદેવનો પુજારી હોય છે. ડુંગર દેવની સ્થાપના જે ઘરે હોય ત્યારે આ ભાયા રહે છે. ડુંગર દેવની પૂજા કરનાર ભાયાને વહેલી સવારે ફરજિયાત નાહવું પડે છે. તેમજ દિવસમાં એક વાર જમવાનું હોય છે. મોડી રાત સુધી પૂજા માટે નાચવાનું, કૂદવાનું હોય છે.
બીજ બે બાઈટ : Bendabhai dalvi ( માજી સરપંચ )
બાઈટ : કલ્પના ગાયકવાડ (સ્થાનિક)
બાઈટ : રેખા ગાયકવાડ( ભાયા નૃત્ય જોવા આવનાર)
ડુંગર દેવની પૂજા માટે ભાયાની પરંપરા : ભાયા વખતે भगતો ધૂણે છે. તેને ડાંગી ભાષામાં વારો આવે એમ કહેવામાં આવે છે. વારા આવ્યા બાદ દેવનું નામ લેવાનું ચાલુ કરે છે. જેને વારો આવ્યો હોય તેને ડુંગર દેવના નામે રોપેલા સ્તંભ પાસે જઈને ગોળ ફરતાં નાચવા લાગે છે. વારા આવતું પ્રમાણ વધી જાય તો ભાયાને આખી રાત પણ જાગતા રહેવું પડે છે.
બાઈટ : મીનલ ગાયકવાડ ( યુવતી )
પરંપરાગત સુડ નૃત્ય : જ્યારે તેમની સંખ્યા વધી જાય ત્યારે ઢોલ અને પાવરી વાદ્ય વગાડવામાં આવે છે. તેમજ બેઠેલ પુરુષો પણ ત્યાં આવી તાલબદ્ધ નાચવા લાગે છે. આને ડાંગી ભાષામાં સુડ પડ્યો એમ કહેવામાં આવે છે. સુડ એટલે દેવી-દેવતા પ્રસન્ન થઈ માનવ શરીરનો અધિકાર લઈ આનંદથી ઝૂમી ઉઠે છે. ભાયા કાર્યક્રમમાં ડુંગર દેવના નામથી નારા બોલાવવામાં આવે છે.
મનુષ્ય કાયામાં દેવતાનો પ્રવेश : અગ્નિદેવ પ્રસન્ન થઈ આવે તે વ્યક્તિ બળતા લાકડા ખાય છે. અંગારા પર નાચે છે. આ વખતે અમને ભાન નથી હોતું. અંગારા તેનો કોઈ અસર કરતા નથી. માનવમાં પ્રસન્ન થયેલા દેવો એ ત્યારે ભગતના માર્ગદર્શન મુજબ જ કરવું પડે છે. ભાયા નાચ વખતે પાવરી વાગે અને ઢોલનો તાલ હોય છે. ઢોલના તાલ પર જ ભાયા નૃત્ય થાય છે.
ભાયાની કઠોર વિધિ : ડુંગર દેવ ફક્ત એક ગામ માટે મર્યાદિત હોતા નથી. આ માટે બહાર ગામથી કેટલાય ભગતો આવે છે. જેને દેવ પ્રસન્ન હોય મંજૂરી આપે એવા તમામ પુરુષો ડુંગર દેવના PROC પ્રસંગમાં ભાગ લે છે. ડુંગર દેવની સ્થાપનાના બીજા દિવસે બધા જ ભાયા સવારે વહેલી ઉઠી નદીને ઠંડા પાણીમાં સ્નાન કરે છે. ત્યાર પછી બીજા ગામમાં ભિક્ષુક તરીકે જવાનું હોય છે.
સુખ-શાંતિ અર્થે પૂજા : બીજા ગામે જ્યારે ભાયા જાય છે. તો ઘરે ગયા માટે નાચે અને ગીતો ગાય છે. ત્યારે તેમને નવું અનાજ આપવામાં આવે છે. નવા અનાજ પર भगતની બરકત ઉતારવામાં આવે છે. ભાયા ગામે-ગામ ફરીને ડુંગર ઉપર જાય છે. ત્યાં માવલી હોય છે. આ માવલીના નજીક આખી રાત ભાયા નૃત્ય થાય છે. દેવી દેવતાઓને ખુશ રાખવાની સાથે ઘર-પરિવાર અને ગામની સુખ-શાંતિ માટે ભાયા કાર્યક્રમ અત્યંત મહત્વનો હોય છે.
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
GPGaurav Patel
FollowDec 04, 2025 09:35:0644
Report
AKAshok Kumar
FollowDec 04, 2025 09:24:0953
Report
DRDarshal Raval
FollowDec 04, 2025 09:21:43122
Report
CPCHETAN PATEL
FollowDec 04, 2025 09:21:2925
Report
CPCHETAN PATEL
FollowDec 04, 2025 09:21:1897
Report
URUday Ranjan
FollowDec 04, 2025 09:21:0298
Report
DRDarshal Raval
FollowDec 04, 2025 09:20:0126
Report
HBHimanshu Bhatt
FollowDec 04, 2025 09:19:4675
Report
CPCHETAN PATEL
FollowDec 04, 2025 09:19:3416
Report
CPCHETAN PATEL
FollowDec 04, 2025 09:19:2539
Report
URUday Ranjan
FollowDec 04, 2025 09:19:1539
Report
AKArpan Kaydawala
FollowDec 04, 2025 09:19:0576
Report
HBHimanshu Bhatt
FollowDec 04, 2025 09:18:5536
Report
CPCHETAN PATEL
FollowDec 04, 2025 09:17:37108
Report