Back
જામનગરમાં ફૂડ વિભાગે દરોડા, મીઠાઈની ગુણવત્તા ચકાસી!
MDMustak Dal
Aug 06, 2025 09:00:25
Jamnagar, Gujarat
જામનગર... મુસ્તાક દલ
જામનગર શહેરમાં ફૂડ વિભાગ દ્વારા મીઠાઈ ફરસાણ વિક્રતાને ત્યાં દરોડા...
શહેરના મીઠાઈ ફરસાણની દુકાનમાં મીઠાઈના નમૂના લેવામાં આવ્યા...
જેમાં પેડા, બરફી, જાંબુ સહિતની વસ્તુઓ ચેક કરી સેમ્પલીંગ કરવામાં આવ્યા...
આ તમામ સેમ્પલ લીધા બાદ તેના પરીક્ષણ માટે વડોદરા લેબ. માં મોકલવામાં આવશે...
ખાસ કરીને તહેવાર દરમિયાન તાજું ફરસાણ અને મીઠાઈ લોકોને મળી રહે તે માટે ચેકીંગ કાર્યવાહી...
આ કાર્યવાહી કરવામાં આવતા અન્ય મીઠાઈ ફરસાણ ના વેપારીઓમાં ફફડાટ...
બાઈટ:- દશરથસિંહ પરમાર, ફુડ વિભાગ, અધિકારી JMC
14
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
HBHimanshu Bhatt
FollowAug 06, 2025 17:16:06Morbi, Gujarat:
Slug 0608ZK_MRB_PATRAKR_AAROPI
Format AVB
Reporter HIMANSHU BHATT
Feed 0608ZK_MRB_PATRAKR_AAROPI
Date 05/08/2025
Location MORBI
APPROVAL TAPANBHAI
એંકર
મોરબીના ચકચારી જમીન કૌભાંડમાં એક પછી એક આરોપીને પકડવામાં આવી રહ્યા છે અને અત્યાર સુધીમાં જેટલા આરોપીઓને પકડવામાં આવ્યા છે તે તમામ મોરબીની જેલમાં છે તેવામાં સીઆઇડી ક્રાઇમ ગાંધીનગરની ટીમે મોરબીના પત્રકાર અતુલ જોશીની આરોપી તરીકે ધરપકડ કરેલ છે. અને આવતી કાલે તેને રિમાન્ડની માંગણી સાથે મોરબીની કોર્ટમાં રજૂ કરવામાં આવશે તેવી માહિતી સીઆઇડી ક્રાઇમના ડીવાયએસપી દ્વારા આપવામાં આવી છે.
વીઓ
મોરબીના વજેપર ગામે સર્વે નંબર 602 વાળી જમીનનું કૌભાંડ કરવામાં આવ્યું હતું જે જમીનના મૂળ માલિક ભીમજીભાઇ બેચારભાઈ નકુમએ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી જેની તપાસ હાલમાં ગાંધીનગર સીઆઇડી ક્રાઇમના ડીવાયએસપી આર.એસ. પટેલ અને તેની ટિમ કરી રહી છે તેવામાં આજે આ ગુનામાં હાલમાં આરોપી તરીકે અતુલ જોશીની ધરપકડ કરવામાં આવેલ છે અત્રે ઉલેખનીય છે કે, આ ગુનામાં પહેલા સીઆઇડી ક્રાઇમની ટીમે સાગર ફૂલતરિયા, ભરત દેગામા, હેતલબેન ભોરણિયા, સાગરભાઈ સાવધાર અને શાંતાબેન પરમારની ધરપકડ કરી હતી અને તે પાંચેય આરોપીઓ હાલમાં મોરબીની જેલમાં છે વધુમાં માહિતી આપતા સીઆઇડી ક્રાઇમના ડીવાયએસપી આર.એસ. પટેલે જણાવ્યુ હતું કે, જે જમીનમાં પાકી એન્ટ્રી કરવા માટેનું કામ કરવામાં આવ્યું છે તેનું સંકલન હાલમાં આરોપી તરીકે જેને પકડવામાં આવેલ છે તે અતુલ જોશી દ્વારા કરવામાં આવેલ છે. અને હાલમાં પકડેલા આરોપીને કાલે કોર્ટમાં રિમાન્ડની માંગણી સાથે રજૂ કરવામાં આવશે અને તેના રિમાન્ડ મેળવીને આ બાબતે કલેક્ટર કચેરી, ડેપ્યુટી કલેક્ટર કચેરી, મામલતદાર કચેરી, તલાટિ મંત્રી આર્થિક વ્યવહાર કરવામાં આવેલ છે કે કેમ તે અંગેની વિગતવાર પૂછપરછ કરવા માટે અતુલ જોશીની ધરપકડ કરવામાં આવેલ છે.
બાઇટ 1: આર.એસ. પટેલ, ડીવાયએસપી, સીઆઇડી ક્રાઇમ, ગાંધીનગર
2
Report
GPGaurav Patel
FollowAug 06, 2025 16:15:18Ahmedabad, Gujarat:
આજે તમામ ધારાસભ્યોએ પ્રભારી મંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં મળેલ બેઠકમાં પોતાની રજૂઆત કરી
ટ્રાન્સપોર્ટ સર્વિસમાં નવી ઇલેક્ટ્રિક AMTS બસ ચલાવવા પ્રતિ કિલોમીટર માટે 94 રૂપિયા આવ્યા જેમાં 24 રૂપિયાનો ભાવ ફેર છે જેનાથી વર્ષે 232 કરોડ જેટલું કોર્પોરેશનને નુકસાન થાય
સાબરમતી રિવરફ્રન્ટમાં અનેક કામો થયા જેના કારણે નદીમાં કાપ ભરાઈ ગયો છે અને ડેમના 3 દરવાજાના રિપેરિંગ કરવાનું છે ત્યારે પાણી ડિસ્લ્ટિંગની કામગીરી કરવામાં આવે
પાલડીમાં અશાંતધારાના અમલ માટે કલેકટર સાથે કમિશનર પણ કામ કરે તેની રજૂઆત
*મારા મત વિસ્તારમાં 2 બ્રિજ બની રહ્યા છે જેની ડિઝાઇન વિશે માહિતી માંગી તો મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેનને પણ ખબર નથી અને કામ ચાલુ થઈ ચૂક્યું છે*
કમિશનરે ખાતરી આપી છે કે હવેથી ધારાસભ્યને સંકલનમાં રાખી કામ થશે
ગઈકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પણ રજૂઆત કરી છે
અશાંતધારામાં દસ્તાવેજ વિના રહેવા આવી ગયા છે તેની સામે કાર્યવાહી કરવા પણ કહ્યું છે
બાઈટ : અમિત શાહ, ધારાસભ્ય, એલીસબ્રીજ
13
Report
GPGaurav Patel
FollowAug 06, 2025 16:15:12Ahmedabad, Gujarat:
Z:\INPUT DEPARTMENT\2025\AUGUST\06-08-2025\AHEMDABAD\elishvrij byte acp\I
\I
\I
\I0608ZK_LIVE_AHD_CLUB\I
\Iઅમદાવાદના એલિસબ્રિજમાં આવેલા ઓરિએન્ટ ક્લબમાં બે ગ્રુપ વચ્ચે મારામારી થયાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં ભૂપેન્દ્ર શાહ અને તેના પરિવારની મેમ્બરશીપ રદ થતાં બે ગ્રુપ વચ્ચે મારામારી થઈ હતી. આ મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. પોલીસે મારામારી મામલે બે અલગ અલગ ગુના નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.ક્લબમાં તોડફોડ થઈ ઓરિએન્ટ ક્લબના સભ્ય ભદ્રેશ શાહની મેમ્બરશિપ રદ કરવાને લઈને ભદ્રેશભાઈની ક્લબના અન્ય સભ્યો સાથે બોલાચાલી થઈ હતી. આ દરમિયાન ભદ્રેશભાઈએ બહારથી બોલાવેલા માણસોએ ક્લબમાં આવીને મારામારી અને તોડફોડ કરી હતી. ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા ભદ્રેશભાઈ અને તેમનો પરિવાર તથા અન્ય લોકો અને ક્લબના સભ્યો અને અન્ય લોકો વચ્ચે મારામારીનો બનાવ બન્યો હતો. આ બનાવ દરમિયાન ક્લબમાં તોડફોડ પણ થઈ હતી અને કેટલાક લોકોનો સામાન પણ ગુમ થયો છે. બંને પક્ષે એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં સામસામે ફરિયાદ નોંધાવી છે.\I
\Iબાઈટ એ બી વાળંદ\I
\Iએસીપી m ડિવિજન\I
13
Report
KBKETAN BAGDA
FollowAug 06, 2025 13:03:12Amreli, Gujarat:
અમરેલી
સાવરકુંડલા પંથકના અને લીલીયા પંથકના ખેડૂતોના આઠ જેટલા મુદ્દાઓને લઈને આજે ખેડૂત આંદોલન કરવામાં આવ્યું હતું. સાવરકુંડલાના નગરપાલિકા ના મેદાનમાં મોટી સંખ્યામાં ખેડૂતો એકઠા થયા હતા. ત્યારબાદ રેલી રૂપે પ્રાંત કચેરીનો ઘેરાવ કરી આવેદનપત્ર અપાયું.
વિઓ - 1
આ દ્રશ્યો છે સાવરકુંડલા લીલીયા વિસ્તારના ખેડૂતોના પ્રશ્નો માટે એકઠા થયેલા ખેડૂતોના. આ વિસ્તારના આઠ જેટલા મુદ્દાઓને લઈ અને ખેડૂતોમાં આંદોલન કરવાનો આ પ્રયાસ કરાઈ રહ્યો છે કોંગ્રેસના પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણી તેમજ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને સાવરકુંડલા વિસ્તારના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાત સહિતના અગ્રણીઓ એકઠા થઈ ખેડૂતો સાથે જે મુદ્દા ની માંગણી છે તેની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી પરેશ ધાનાણીએ સરકારને આડે હાથ લીધી તેમ જ ખેડૂતોની આવક બમણી કરવાનું સરકારનું વચન ખેડૂતોને મોંઘવારીના બોજા નીચેથી દબાયેલા ને બહાર કાઢવા માટે નિયમિત વીજળી આપવા માટે ખાતર બિયારણના ભાવ નિયંત્રણમાં લાવવા માટે આ ખેડૂતોને ખેતી બચાવો આંદોલન ની પરેશ ધાનાણીએ સાવરકુંડલા થી શરૂ કર્યા ની જાહેરાત કરી છે આ આંદોલન વિવિધ સાત મુદ્દા માટે કરવામાં આવી રહ્યું છે. ખેડૂતોના ખાતામાં સરકારે રૂપિયા પાંચ લાખ ઝીરો ટકા વ્યાજે આપવાની જાહેરાત કરી પરંતુ બે લાખ પરત લઈ લીધા પરિપત્ર ના બહાના તળે પરત લઈ ખેડૂતોની સાથે છેતરપિંડી કરી છે બીજો મુદ્દો 2024 માં અતિવૃષ્ટિમાં રાજ્ય સરકારે ખેડૂતોને વળતર ચૂકવવાની જાહેરાત કરી તે પણ એક સમાન છે પોર્ટલ ન ખોલવાને કારણે ખેડૂતો ફોર્મ ભરી શક્યા નથી તો તેમને તાત્કાલિક વળતર ચૂકવવા ની માંગણી છે ત્રીજો મુદ્દો ખેડૂતોને પાયાનું ખાતર ન મળવાને કારણે ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે યુરિયા ખાતર નહીં મળતા આત્મવિલોપન કરવો પડે તેવી દહેશત છે ચોથો મુદ્દો ઉનાળુ પાક ડુંગળી મગ અડદ તલ બાજરી જેવામાં કમોસમી વરસાદે પારાવારની નુકસાની કરી છે ત્યારે ખેડૂતોને રાહત પેકેજ તાત્કાલિક ચૂકવવામાં આવે પાંચમો મુદ્દો ડુંગળીના પૂરા ભાવ ખેડૂતોને મળ્યા નથી ડુંગળી ખેડૂતોએ ફેંકી દીધી છે ત્યારે સહાય સબસિડીની જાહેરાત કરવામાં આવે અને ખેડૂતોના ખાતામાં સહાય સબસીડી ની રકમ જમા કરવામાં આવે છઠ્ઠો મુદ્દો છેલ્લા દોઢ વર્ષમાં ખાતરના ભાવમાં વધારો થયો છે જેને કારણે ખેડૂતની સ્થિતિ દયનીય થઈ છે રૂપિયા 1232 માંથી 1480 અને સીધા રૂપિયા 1720 અને હાલ 1850 નો ભાવ ખાતરનો પહોંચ્યો છે ત્યારે તે ભાવ વધારો પાછો ખેંચવામાં આવે સાતમો મુદ્દો ખેડૂતોને ખેતીવાડી ફીડરમાંથી પૂરતા સમય માટે વીજળી મળતી નથી તો 12 કલાક વીજળી આપવામાં આવે અને આઠમો મુદ્દો 2025-26ના વર્ષમાં ભારે વરસાદથી સાવરકુંડલા તાલુકાના ગામડાઓમાં ખેતરોમાં મોટે પાયે ધોવાણ થયું છે. તે નુકસાની નો સર્વે કરી તેનું વળતર ચૂકવવામાં આવે આઠ મુદ્દા સાથે ખેડૂતોને ખેતી બચાવ આંદોલન કરવામાં આવી રહ્યું છે જેનો ઉકેલ 15 દિવસમાં નહીં આવે તો આ આંદોલન આંદોલન બનશે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન થશે અને સમગ્ર અમરેલી જિલ્લો અને ગુજરાતમાં આ જન આંદોલન ફેલાઈ જશે તેવી પણ સરકાર સામે ચીમકી ઉચ્ચારવામાં આવી હતી સાવરકુંડલાના નગરપાલિકા ગ્રાઉન્ડમાંથી સુત્રો ચાર સાથે મોટી સંખ્યામાં ખેડૂતો ચાલીને પ્રાંત કચેરીએ પહોંચ્યા હતા પ્રાંત કચેરીનો ઘેરાવ કરીએ સૂત્રચાર કરી પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી ખેડૂતોનો અવાજ રાજ્યપાલ સુધી પહોંચાડવામાં આવે તેવી પ્રાંત અધિકારીને વિનંતી કરવામાં આવી હતી.
બાઈટ - 1 - પ્રતાપ દુધાત - પૂર્વ ધારાસભ્ય - સાવરકુંડલા
વિઓ
ખેડૂતોના વિવિધ પ્રશ્નોને લઈને આજે મોટી સંખ્યામાં ખેડૂતો સાવરકુંડલા નગરપાલિકા ના મેદાનમાં એકઠા થયા હતા.ત્યારે પ્રતાપ દુધાત અને પરેશ ધાનાણી ની આગેવાનીમાં રેલી કાઢી સૂત્રોચ્ચાર કરી સાવરકુંડલા પ્રાંત કચેરીએ જઈને આવેદનપત્ર આપ્યું હતું.
રિપોર્ટર - કેતન બગડા અમરેલી
14
Report
CPCHETAN PATEL
FollowAug 06, 2025 12:47:47Surat, Gujarat:
FEED:TVU
FORMAT ; AVBW
0608ZK_SRT_DUMPER_KARYAVAHI (ડ્રોન શોટ્સ પણ છે)
સુરત...
બેફામ દોડતા ડમ્પર સહિત ભારે વાહનો સામે સુરત પોલીસ કમિશ્નર ની લાલ આંખ
પ્રતિબંધિત વિસ્તારમાં પ્રવેશ કરી જાહેરનામાં નું ઉલ્લઘન કરતા વાહન ચાલકો સામે કાર્યવાહી
40 જેટલા ડમ્પર સહિત ભારે વાહનો ડિટેઇન કરાયા
પ્રતિબંધિત વિસ્તારમાં પ્રવેશ અને જાહેરનામાં નું ઉલ્લઘન
પોલીસ કમિશ્નરે કહ્યું શહેરના લોકોની સલામતી જોખમાશે તો કડક કાર્યવાહી થશે
પ્રતિબંધિત સમય સિવાય શહેરમાં પ્રવેશ કરતા ભારે વાહનો સામે કડક કાર્યવાહી શરૂ કરી છે,
હમણાં સુધી દંડ ભરી વાહનોને છોડી દેવામાં આવતા હતા,હવે ડિટેઇન કરવાની સાથે rto મેમો અને fir દાખલ કરવાની કાર્યવાહી
વારંવાર નિયમોનું ઉલ્લંઘન કરતા આવા વાહન ચાલકોને લઈ પાલિકા કમિશ્નર ને પણ પત્ર લખાશે
ઇંટ, રેતી ,કપચી લઈ બેફામ દોડતી ટ્રકના ચાલકો સામે પણ કાર્યવાહી કરાશે
પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોતે જાતે ચાલકોને આપી ચીમકી
બાઈટ :અનુપમસિંહ ગેહલોત (સુરત પો.કમી.)
14
Report
AKArpan Kaydawala
FollowAug 06, 2025 12:46:18Ahmedabad, Gujarat:
નોંધઃ ચંડોળા અથવા અન્ય ડિમોલિશનના ફાઈલ શોટ્સ લેવા.
અમદાવાદ
મ્યુનિસિપલ કોર્પોરેશનની ટાઉન પ્લાનિંગ એન્ડ એસ્ટેટ કમિટીની બેઠક મળી. જેમાં શહેરમાં જરૂરિયાત મુજબ કરવામાં આવતી રોડ પહોળા કરવાની કામગીરીમાં અસરગ્રસ્ત થતા કાચા પાકા મકાનો અંગે ચર્ચા કરવામાં આવી. Amc ના 7 ઝોનમાં સમયાંતરે tp સ્કીમના અમલ અથવાતો ટ્રાફિકના નિવારણ માટે રોડ પહોળા કરવામાં આવતા હોય છે. જેથી સેંકડો કાચા પાકા મકાનોને અસર થતી હોવાથી તેને તોડી પડાય છે. જેઓને વૈકલ્પિલ વ્યવસ્થા આપવાની હોય છે. તંત્ર દ્વારા કરવામાં આવેલા સર્વે મુજબ Amc ના સાતેય ઝોનમાં મળી આવા અસરગ્રસ્ત મકાનોની સંખ્યા 8000 કરતા વધુ છે. જેને સરકારની પોલિસી મુજબ સમયાંતરે અમલ કરી વૈકલ્પિક વ્યવસ્થા આપવામાં આવશે.
બાઈટ : પ્રિતિશ મહેતા, ચેરમેન - ટાઉન પ્લાનિંગ કમિટી , amc
14
Report
URUday Ranjan
FollowAug 06, 2025 12:32:39Ahmedabad, Gujarat:
Slug : 0608ZK_LIVE_AHD_CLUB_VIVAD
Reporter : UDAY RANJAN
Injgst Feed : 0608ZK_LIVE_AHD_CLUB_VIVAD
Date : 06 - 08 - 2024
Format : PKG & WEB
એન્કર :
અમદાવાદ શહેરમાં ક્લબનો કલ્ચર દિવસનો દિવસે વધી રહ્યું છે ત્યારે ક્લબની અંદર પ્રવેશવાના મામલે શહેરના એલિસબ્રીજ વિસ્તારમાં આવેલ ઓરિએન્ટ ક્લબ માં મોડી રાત્રે સભ્યો વચ્ચે મારામારી થઈ હતી અને આખી રાત સભ્યો વચ્ચે માથાકૂટ બાદ બંને પક્ષે સામ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
વિઓ : 1
અમદાવાદ ના ઓરિએન્ટ ક્લબમાં મોડી રાત્રે સભ્યો સભ્યો વચ્ચે જ માથાકૂટ થઈ હતી માથાકૂટ એટલી મોટી થઈ ગઈ કે આખી રાત પોલીસ સ્ટેશનમાં લોકોએ રાત વિતાવી છે જ્યારે સમગ્ર મામલે ભદ્રેશ શાહ ના દીકરીએ નિવેદન આપ્યું હતું કે કાલે રાત્રે અમે ક્લબ પર ગયા હતા ત્યારે સભ્ય દ્વારા પટ્ટો કાઢીને માર મારવામાં આવ્યો હતો જેમાં મારા પપ્પા પણ બચાવવા આવતા અમને બધાને ઢોર માર મારવામાં આવ્યો છે જ્યારે ફરિયાદને હાથ પગમાં ફ્રેક્ચર થયા છે જ્યારે ફરિયાદીઓ ક્લબ ના સભ્ય ઉપરાંત પોલીસ ઉપર પણ આક્ષેપ કર્યા છે અને પોલીસ પણ કામગીરી નથી કરી રહ્યા હોવાનો દાવો કર્યો છે.
બાઈટ
હેતા શાહ ફરિયાદી
વિઓ : 2
ફરિયાદી ના આક્ષેપ અને દાવાને ધ્યાનમાં લઈને ઓરિએન્ટ ક્લબ પ્રમુખ અજીત પટેલે પણ નિવેદન આપ્યું હતું કે મેં 2025 માં આજે ભદ્રેશ શાહને કાયદેસરના સભ્યમાંથી અમે તેઓને સસ્પેન્ડ કર્યા છે અને નીતિ નિયમ પ્રમાણે તેઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા જ્યારે તેઓ સભ્ય હતા તે દરમિયાન વારંવાર સભ્યોને હેરાન કરવા અને કોઈને કોઈ રીતે માથાકૂટ કરવા અને પોલીસ બોલાવતા હતા જેથી કંટાળીને તેઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા જ્યારે તેમની પાસેથી પ્લબ ને પૈસા પણ લેવાના બાકી હતા અને સસ્પેન્ડ કર્યા હોવા છતાં પણ તેઓએ ગેરકાયદે છે રીતે ક્લબમાં ટોળાને ભેગો કરીને પ્રવેશે લીધો હતો જેથી તેમના ઉપર પણ હાલમાં અમે ક્રોધ ફરિયાદ દાખલ કરી છે. અત્યારે હવે પોલીસે પણ સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.
બાઈટ
અજિત પટેલ પ્રેસિડેન્ટ ઓરિએન્ટ ક્લબ
વીઓ : 3
આમ કલ્બના સભ્યો વચ્ચે થયેલી માથાકૂટ ગંભીર સ્વરૂપ ધારણ કરી દીધું છે અને બંને તરફે ક્રોસ ફરિયાદ પણ થઈ છે ત્યારે હવે ખરેખર પોલીસ તપાસમાં જ ખરેખર તથ્ય શું છે તે આવનારા દિવસોમાં બહાર આવશે
ઉદય રંજન ઝી મીડિયા અમદાવાદ
14
Report
UPUMESH PATEL
FollowAug 06, 2025 12:16:04Valsad, Gujarat:
Approved By Assignment
એન્કર---વલસાડ જિલ્લા માં યુરિયા અને અન્ય ખાતર ની અછત જોવા મળી રહી છે ત્યારે ખેડૂતોને ખાતર લેવા માટે લાંબી લાઇન લગાવવી પડે છે સાથે નોંધણી કરાવવા મજૂર બન્યા છે વલસાડ જિલ્લા માં 1200 મેટ્રિક ટન જેટલા ખાતર ની જરૂરિયાત હોય એની સામે 135 મેટ્રિક ટંન ખાતર આવ્યું હોય જેને લઈને હાલ ખેડૂતો ખાતર લેવા પડાપડી કરી રહ્યા છે, હાલ વલસાડ જિલ્લા માં જે રીતે વરસાદ ની પેટર્ન છે એ ખેડૂતો માટે ખુબજ લાભકારી છે અને એટલે પણ ખાતર ખેડૂતો ને જલ્દી મળે એ જરૂરી...
વીઓ--01--ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી યુરિયા ખાતર ની અછત વર્તાઈ રહી હતી જેને લઇને ખેડૂતો અને એગ્રો સંચાલકો દ્વારા યુરિયા ખાતરની માંગ કરવામાં આવી રહી હતી સરકાર દ્વારા યુરિયા ખાતરનો જથ્થો ઉપલબ્ધ કરાવતા ખેડૂતોએ યુરિયા ખાતર મેળવવા માટે હવે લાઈનમાં ઊભા રહેવાનો વારો આવ્યો છે કારણ કે યુરિયા ખાતરનો જે જથ્થો આવ્યો છે તે ખૂબ જ ઓછો છે જેના સામે ખેડૂતોની માંગણી વધુ છે વલસાડના ધરમપુર ખાતે આજરોજ મોટી સંખ્યામાં ખેડૂતો દ્વારા યુરિયા ખાતર મેળવવા માટે એગ્રો સેન્ટર ઉપર લાઈન લગાવી હતી કુલ 1 km જેટલી લાંબી લાઈનમાં ઊભા રહીને ખેડૂતોએ કુપન મેળવી રહ્યા છે પરંતુ હજુ પૂરતા પ્રમાણમાં ખાતર ન આવતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે એક ખેડૂતને તેના ખેતરમાં 25 ગુણી ખાતર જોઈતું હોય છે તેના સામે ખેડૂતો ને 1 જ બોરી ખાતર આપવામાં આવી રહ્યું છે આગામી દિવસોમાં સરકાર દ્વારા પૂરતો પ્રમાણમાં જથ્થો ઉપલબ્ધ કરાવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે ..
બાઈટ : ચોપાલ ખેડૂતો
14
Report
HBHimanshu Bhatt
FollowAug 06, 2025 12:15:58Morbi, Gujarat:
Slug 0608ZK_MRB_BHAI_HATIYA
Format PKG
Reporter HIMANSHU BHATT
Feed 0608ZK_MRB_BHAI_HATIYA
Date 06/08/2025
Location MORBI
APPROVAL TPANBHAI
એન્કર
વર્તમાન સમયમાં ઘણી વખત સમાજ માટે ચિંતાજનક બનાવો સામે આવે છે આવો જ એક બનાવ મોરબી તાલુકાનાં રાજપર ગામે બનેલ છે જેમાં કોઈ કામ ધંધો ન કરતાં અને વ્યાજે તેમજ ઉછીના રૂપિયા લઈને સતત દેણું કરતાં ભાઈની તેના જ સગા ભાઈએ હત્યા કરી નાખેલ છે અને આ બનાવની ફરિયાદ નોંધાતાની સાથે જ પોલીસે હત્યારા ભાઈની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.
વીઓ
મોરબીના રાજપર ગામે રહેતા મોહનભાઈ અઘારાનો દીકરો પ્રવીણ મોહનભાઈ અઘારા (37) કોઈ કામ ધંધો કરતો ન હતો અને ગામમાં જુદાજુદા લોકો પાસેથી હાથ ઉછીના તેમજ વ્યાજે રૂપિયા લઈને જલસા કરતો હતો અને ગામમાં દેણું કરતો હતો જેથી પ્રવીણનું દેણું ભરવા માટે તેના પિતા મોહનભાઇએ અગાઉ તેની ખેતીની જમીનમાંથી 10 વીઘા જેટલી જમીન વેચી નાખી હતી અને તેનું દેણું ભર્યું હતું તો પણ પ્રવીણ ગામમાં દેણું કરતો હતો જેથી કંટાળી ગયેલા તે યુવાનના મોટા ભાઈ મહેશભાઇએ આવેશમાં આવીને તેના નાના ભાઈ પ્રવીણને માથા, કપાળ અને ડોકની આગળ તથા પાછળના ભાગે લાકડી અને શાક સુધારવાના ચપ્પા વડે મારમારીને ગંભીર ઇજા કરી હતી જેથી તે ઇજા પામેલા પ્રવીણનું મોત નીપજયું હતું અને બનાવ હત્યામાં પલટયો હતો.
બાઇટ 1: પી.એ.ઝાલા, ડીવાયએસપી, મોરબી
વીઓ
નાના એવા ગામમાં ભાઈએ જ તેના ભાઈની હત્યા કરી નાખી હતી જે બનાવમાં મૃતક યુવાનના મોરબીમાં રહેતા બહેન ભાવનાબેન નિલેશભાઈ ભીમાણીએ તેના સગા ભાઈ મહેશભાઈ મોહનભાઈ અઘારા રહે. રાજપર વાળાની સામે હત્યાની ફરિયાદ નોંધાવેલ હતી જેમાં જણાવ્યુ હતું કે, રાજપર ગામે તેઓના પિતા મોહનભાઈ અઘારા, ભાઈ મહેશભાઈ અને પ્રવીણભાઈ સાથે રહેતા હતા અને ફરિયાદીનો પ્રવીણ કોઈ કામ ધંધો કરતો ન હતો દેણું કરતો હતો જેથી કરીને તેના પિતાને અગાઉ જમીન પણ વેંચાવી પડી હતી જેથી ત્યાર બાદ પણ પ્રવીણ દેણું કરતો હતો જેથી કંટાળી ગયેલા મહેશભાઈએ તેની હત્યા કરી નાખી હતી. જેથી હત્યાના આ બનાવમાં પોલીસે આરોપી મહેશ મોહનભાઈ અઘારાની ધરપકડ કરીને તેના રિમાન્ડ લેવા તજવીજ હાથ ધરી છે.
બાઇટ 2: પી.એ.ઝાલા, ડીવાયએસપી, મોરબી
વીઓ
એક જ ઘરમાં રહેતા બે સગા ભાઈ વચ્ચે ક્ષણિક આવેશમાં આવીને થયેલ બોલાચાલીનો મામલો ઉગ્ર બની ગયો હતો અને યુવાને તેના જ ભાઈની હત્યા કરી નાખી હતી જે બનાવના લીધે પરિવારનો માળો વેરવિખેર થઈ ગયેલ છે કેમ કે, એક ભાઈની હત્યા થઈ ગયેલ છે અને બીજો ભાઈ જેલમાં જશે જો કે, પિતા રોજગારી કરવા જઈ શકે તેમ નથી. ત્યારે મોજશોખ પૂરા કરવા કે પછી જલસા કરવા માટે સતત દેણા કરનારાઓ માટે મોરબીના રાજપર ગામની ઘટના લાલબતી સમાન છે તેવું કહીએ તો જરાપણ અતિશયકતો નથી.
14
Report
AKArpan Kaydawala
FollowAug 06, 2025 12:15:46Ahmedabad, Gujarat:
અમદાવાદ
મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સામે આવ્યો મોટો વિવાદ
વિપક્ષી નેતાના ગંભીર આરોપ બાદ amc માં રાજકારણ ગરમાયુ
આઇટી સેક્ટરના ભૂતિયા કર્મચારીઓને તોતિંગ પગાર ચુકવાતો હોવાનો વિપક્ષનો આરોપ
પ્રોજેક્ટ મેનેજર, સિસ્ટમ એનાલિસ્ટ, પ્રોગ્રામ મેનેજર જેવા હોદ્દાઓ માટે 20 લોકોને મહિને લાખો રૂપિયા ચુકવાતા હોવાનો આરોપ
Amc માં ફરજ બજાવતા ias અધિકારીઓ કરતા આ કર્મચારીઓને વધુ પગાર ચૂકવાઈ રહ્યો છે - વિપક્ષ
તેમની ઓળખ, કામની જવાબદારી , ઓફિસ સહિતની કોઈ માહિતી નથી - વિપક્ષ
Amc માં આઇટી પ્રોફેશનલની કોઈ કેડર જ નથી - વિપક્ષ
મળતિયાઓને સાચવવા એક વર્ષ અગાઉ આ નિર્ણય કરાયો - વિપક્ષ
બાઈટ : શેહઝાદખાન પઠાણ, નેતા - વિપક્ષ
-- -- -- -- -- -- -- -- -- -- --
14
Report
URUday Ranjan
FollowAug 06, 2025 12:15:20Ahmedabad, Gujarat:
Slug : 0608ZK_LIVE_AHD_PITA_AROPI
Reporter : UDAY RANJAN
Injgst Feed : 0608ZK_LIVE_AHD_PITA_AROPI
Date : 06 - 08 - 2024
Format : PKG & WEB
0608ZK_AHD_PITA_AROPI
નોંધ :
સ્ટોરી ને લગતા સીસી ટીવી આપ્યાં છે ....
એન્કર.
અમદાવાદમાં પિતા પુત્રી ના સંબંધો લજવતો કિસ્સો સામે આવ્યો છે.. સાવકા પિતાએ પોતાની બે સગીર દીકરીઓ સાથે શારીરિક અડપલા કર્યા છે.. માતા નોકરી માટે બહાર જતા પિતાએ એકલતાનો લાભ લઈ બે સગીર દીકરીઓ સાથે અડપલા કર્યા હતા.. જે અંગે માહિતી મળતા મામલો પોલીસ મથકે પહોંચ્યો,, જે અંગે પોલીસે ગુનો દાખલ કરી નરાધમ સાવકા પિતાની ધરપકડ કરી છે..
વિઓ : 01
ગાયકવાડ હવેલી પોલીસની કસ્ટડીમાં બુરખા મા રહેલા આ નરાધમ સાવકા પિતા એ તેની બે દિકરી ઓ સાથે શારીરિક અડપલા કર્યા હતા... 15 અને 14 વર્ષની બે સગીર દીકરીઓની એકલતાનો લાભ લઈ શારિરીક છેડછાડ કરી હતી... નોકરી માટે બહાર જતી માતાને દીકરીઓએ જાણ કરતા મા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.. જે પહેલા માતા એ ઘરમાં લગાવેલા સીસીટીવી કેમેરામા નરાધમ પિતા ની કરતૂત કેદ થઈ હતી.. જેથી પોલીસે ગુનો નોંધી નરાધમ પિતા ની ધરપકડ કરી છે.
બાઈટ.. વાણી દુધાત.. એસીપી.. ઈ ડિવિઝન
વિઓ : 02
છેડતી અંગેની ફરિયાદ નોંધી પોલીસે તપાસ કરતા હકીકત સામે આવી કે ફરિયાદી મહિલાના વર્ષ 2005માં પહેલા લગ્ન થયા હતા.. અને 2018માં છૂટાછેડા બીજા લગ્ન કર્યા હતા.. જેમાં પહેલા લગ્નમાં સંતાનમાં બે દીકરી હતી... જે દીકરીઓ લઈને તે બીજા પતિ સાથે રહેવા આવી હતી.. જોકે મે મહિનામાં 21 અને 29 તારીખે બંને દીકરીઓ સાથે પિતાએ છેડતી કરી હોવાની ફરિયાદ મળી હતી.. જે બાદ ઘરમાં સીસીટીવી કેમેરા લગાવતા 2 જૂને ફરી વખત નરાધમ સાવકા પિતાએ છેડતી કરી હતી.. જે બનાવના સીસીટીવી ફૂટેજ સામે આવતા પોલીસે નરાધમ સાવકા પિતા વિરુધ્ધ.. પોકસો અને છેડતી ની કલમો હેઠળ ગુનો નોંધી આરોપી ની ધરપકડ કરી છે...
બાઈટ.. વાણી દુધાત.. એસીપી.. ઈ ડિવિઝન
વિઓ : 03
પહેલા પતિ સાથે છૂટાછેડા થયા બાદ માતાએ પોતાની બંને દીકરીઓના ઉજવળ ભવિષ્ય માટે બીજા લગ્ન કર્યા હતા... પરંતુ બીજા પતિએ નોકરીએ જતી પત્નીની ગેરહાજરીમાં બંને બાળકીઓ સાથે છેડછાડ કરી હતી.. જેથી માતા એ પતિ વિરુદ્ધ શારીરિક અને માનસિક ત્રાસ ઉપરાંત દિકરી ની છોડતી અને પોક્સો હેઠળ ગુનો નોધાવ્યો છે.. જે અંગે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે..
ઉદય રંજન ઝી મીડિયા અમદાવાદ
14
Report
URUday Ranjan
FollowAug 06, 2025 11:32:23Ahmedabad, Gujarat:
Slug : 0608ZK_LIVE_AHD_BOPAL_SUCIDE
Reporter : UDAY RANJAN
Injgst Feed : 0608ZK_LIVE_AHD_BOPAL_SUCIDE
Date : 06 - 08 - 2024
Format : PKG & WEB
નોંધ : સ્ટોરી ને લગતા ફોટો વિડીયો સેન્ડ કરેલ છે
એન્કર :
અમદાવાદના બોપલ માં પૈસા ની લેતીદેતી માં યુવકે આત્મહત્યા કર્યા નો બનાવ બોપલ પોલીસ સ્ટેશન વિસ્તાર માં સામે આવ્યો છે .. ઉલ્લેખનીય છે કે લમણે ગોળી મારી આત્મહત્યા કર્યા બાદ હથિયાર ગાયબ થતા પોલીસને અનેક શંકાઓ ઉભી થઈ રહી છે ત્યારે અમદાવાદ ગ્રામ્ય પોલીસે ઊંડાણપૂર્વ તપાસ હાથ ધરી છે ...
વીઓ : 01
અમદાવાદ ના બોપલ પોલીસ સ્ટેશન વિસ્તાર માં આવેલા શિવાલિક સોસાયટી ના આવેલા આ ઘર ના મંગળવારની રાત્રિ એ ફાયરિંગ થયા ના મેસેજ બોપલ પોલીસ ને મળ્યા હતા મેસેજ મળતા ની સાથે જ અમદાવાદ ગ્રામ્ય પોલીસ ઘટના સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી હતી જેમાં સામે આવ્યું હતું કે બોપલમાં આવેલા કબીર એન્કલેવ પાસેના શિવાલિક રો હાઉસમાં ગત મંગળવારે રાત્રે ફાયરિંગનો બનાવ બનવા પામ્યો હતો. આશરે છ માસથી ભાડે રહેતા શેરબ્રોકર નું ગોળી વાગવાથી મોત નિપજ્યુ હતું. બોપલમાં બનેલી આ ઘટનાને લઇને પાંચેક શંકાસ્પદ લોકોની અટકાયત કરીને પોલીસે પૂછપરછ હાથ ધરી છે. પ્રાથમિક તપાસ દરમિયાન મૃતકના પેન્ટના ખિસ્સામાંથી એક સ્યુસાઇડ નોટ મળી આવી હતી. જેમાં મૃતક કલ્પેશ ટુડીયાએ જે પરિચિત વ્યક્તિને 25 લાખ આપ્યા હતા તે ઉઘરાણી કરવા છતાં પૈસા ન આપતો હોવાનો ઉલ્લેખ કરાયો છે. સાથે જ ઘટનાની બેએક મિનીટ પહેલા જ મૃતકને મળવા આવેલા બે શખ્સો ભાગી જતા આ ઘટના આત્મહત્યા છે કે હત્યા તે અંગે અવઢવ ઉભી થઇ છે. બીજી તરફ હથિયાર કોણ લઈ ગયુ તેવા અનેક સવાલો વચ્ચે પોલીસે તપાસ શરૂ કરી છે.
બાઈટ : નીલમ ગોસ્વામી , ડીવાયએસપી , અમદાવાદ ગ્રામ્ય પોલીસ,
વીઓ : 02
અમદાવાદ ગ્રામ્યના બોપલમાં આવેલા કબીર એન્કલવ પાસે શિવાલિક બંગ્લોઝ આવેલા છે. જ્યાં મુળ રાજકોટના અને 13 વર્ષથી અમદાવાદમાં રહેતા 41 વર્ષીય મૃતક કલ્પેશ ટુડિયા છએક માસથી પત્ની અને પુત્રી સાથે ભાડે રહેતા હતા. કલ્પેશ ટુડિયા શેર બ્રોકિંગ નું કામ કરતા હતા જ્યારે તેમના પત્ની વીઆઇપી રોડ પર ફુડ સ્ટોલ ધરાવે છે અને તેમની 14 વર્ષીય પુત્રી ધો.8માં અભ્યાસ કરે છે. ગત મંગળવારે કલ્પેશ ટુડિયા અને તેમની પુત્રી ઘરે હાજર હતા. ત્યારે આઠેક વાગ્યાની આસપાસ બે શખ્સો તેમને મળવા આવ્યા હતા. કલ્પેશ ટુડિયા અને બે શખ્સો ઉપરના માળે રૂમમાં એકાદ કલાક બેઠા હતા. જ્યારે તેમની પુત્રી નીચેના માળે અભ્યાસ કરી રહી હતી. જ્યારે કલ્પેશ ટુડિયા અને શખ્સોની મિટીંગ પૂરી થઇ ત્યારે બંને શખ્સો રવાના થયા હતા. બંને શખ્સોને કાર પાસે મૂકી આવીને કલ્પેશ ટુડીયા તેમની પુત્રીને કપડાં બદલવા જવાનું કહીને ઉપરના માળે ગયા હતા. અચાનક જ ફાયરિંગનો અવાજ આવતા કલ્પેશટુડીયાની પુત્રી અને બંને શખ્સો બહારથી દોડી આવીને ઘરના ઉપરના માળે પહોંચ્યા હતા. જ્યાં કલ્પેશભાઇ લોહીલુહાણ હાલતમાં પડ્યા હતા. પુત્રીએ તેની માતાને વીડિયો કોલ ફોન પર જાણ કરતા કલ્પેશ ટુડીયાના પત્ની પણ દોડી આવ્યા હતા. આ દરમિયાનમાં મળવા આવેલા બંને શખ્સો ત્યાંથી નાસી ગયા હતા. કલ્પેશ ટુડીયાને તાત્કાલિક સારવાર માટે ખસેડ્યા હતા. જ્યાં ફરજ પરના ડોક્ટરે મૃત જાહેર કર્યા હતા. આ મામલે પોલીસને જાણ કરાતા બોપલ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે
બાઈટ : નીલમ ગોસ્વામી ડીવાયએસપી અમદાવાદ ગ્રામ્ય પોલીસ
વીઓ : 03
અમદાવાદ ગ્રામ્ય પોલીસ ની પ્રાથમિક તપાસમાં કલ્પેશ ટુડિયા પાસેથી દીકરી ના અભ્યાસ ના નોટબુકના કાગળમાં લખેલી એક ચિઠ્ઠી મળી આવી છે. જેમાં તેમને પરિચીત વ્યક્તિ પાસેથી 25 લાખ લેવાના હોવા છતાં તે આપતો ન હોવાનો ઉલ્લેખ કરાયો છે. જોકે, ઘટનાસ્થળ પરથી માત્ર એક ગોળી અને ખાલી ખોખુ મળી આવ્યુ છે પરંતુ જે હથિયારથી ફાયરિંગ થયું તે હથિયાર ગુમ હોવાનું સામે આવતા પોલીસે આ મોત આત્મહત્યા છે કે હત્યા તે અંગે તપાસ શરૂ કરી છે ત્યારે જે બે વ્યક્તિઓ મૃતક કલ્પેશ ટુડીયા ને મળવા માટે આવ્યા હતા એ સુરેન્દ્રનગર થી હથિયાર આપવા માટે આવ્યા હોવા ના અનુમાન પર અમદાવાદ ગ્રામ્ય પોલીસે તપાસ શરૂ કરી છે સાથે જ પોલીસ નું અનુમાન છે કે કલ્પેશ ટુડિયા એ આત્મહત્યા કર્યા બાદ આ બંને શખ્સો હથિયાર લઈ ને ફરાર થઈ ગયા હોય શકે છે સાથે જ કલ્પેશ ટુડિયા એ સ્યુસાઇટ માં જે મિત્ર પાસે થી અંદાજે 25 લાખ લેવા ની ઉલેખ કર્યો છે તે મિત્ર ની અટકાયત કરી ને વધુ તપાસ શરૂ કરી છે ત્યારે તપાસ ના અંત ના આ સમગ્ર બનાવ ના જે રહસ્યો માં શું ખુલાસા થાય છે એ જેવું રહ્યું
ઉદય રંજન ઝી મીડિયા અમદાવાદ
14
Report
CPCHETAN PATEL
FollowAug 06, 2025 10:47:43Surat, Gujarat:
શહેરનાં યુવા ધનને ડ્રગ્સનાં નશામાં ધકેલનારા ઈસમો વિરૂદ્ધ પોલીસ કમિશનર અનુપમ સિંહ ગેહલોત દ્વારા વિશેષ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. નો ડ્રગ્સ ઇન સુરત પોલીસ દ્વારા ભાઠેના ખાતે માથાભારે શિવા દરબારને ૧૧.૮૩ લાખનાં મેફેડ્રોન ડ્રગ્સની ઝડપી પાડ્યો હતો.. કુખ્યાત આરોપી શિવા પાસેથી પોલીસે બે લોડેડ પિસ્ટલ સહિત ચાર નંગ વોકીટોકીના પણ ઝડપી પાડ્યા હતા. પોલીસથી બચવા માટે શિવા દરબાર અને તેના સાથીઓ મોબાઈલને બદલે વોકીટોકીથી એક્બીજાના સંપર્કમાં રહેતા હોવાનું જાણવા મળ્યું છે. વધુમાં, આરોપીઓ પોલીસ માટે
કાટી અને ડ્રગ્સ માટે કપડું શબ્દનો કોડવર્ડ તરીકે ઉપયોગ કરતા હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. હાલમાં પોલીસ દ્વારા શિવા દરબારની સાથે સાથે લાલગેટ-સલાબતપુરા અને આસપાસનાં વિસ્તારમાં ડ્રગ્સનું વેચાણ કરનાર તેના અન્ય સહયોગી મોહસીન ઉર્ફે છત્રીને પણ ઝડપી પાડ્યો છે. જ્યારે સગરામપુરા ખાતે રહેતો ઈમરાન ઉર્ફે ઈમરાન ગઢીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.
વિઓ.1
શહેરનાં ભાઠેના ખાતે આવેલ ઉમિયા માતા મંદિર પાસે પંચશીલ નગરનાં એક મકાનમાં માથાભારે શિવરાજ સિંહ ઉર્ફે શિવો દરબાર છેલ્લા કેટલાક સમયથી મોટા પાયે ડ્રગ્સનો વેપલો કરતો હોવાની બાતમી એસઓજી પીઆઈ એ.પી. ચૌધરીને મળી હતી. એસઓજી પોલીસ દ્વારા બાતમીનાં આધારે ગત રોજ પંચશીલ નગરમાં દરોડો પાડીને કુખ્યાત શિવા દરબારને ઝડપી ઘરની પાડ્યો તલસ્પર્શી હતો. પોલીસ તપાસ દ્વારા ધરતાં ૧૧.૮૪ લાખ રૂપિયાનું ૧૧૮.૩૯ ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. આ સિવાય તેની પાસેથી એક લાખ રૂપિયાની બે પિસ્ટલ પણ મળી આવી હતી. પોલીસે આરોપી પાસેથી ૧૩ નંગ કારતૂસ પણ મળી આવ્યા હતા. પોલીસ દ્વારા ઘરની તપાસ દરમિયાન ડ્રગ્સના વેપલા થકી 16 લાખ રૂપિયાની કાળી કમાણીનો દલ્લો પણ જોઈ પોલીસ ખુદ એક તબક્કે ચોકી ઉઠી હતી.એસઓજી પોલીસ દ્વારા શીવા દરબાર પાસેથી કુલ્લે ૩૦.૫૫ લાખનો મુદ્દામાલ કબ્જે કરીને પ્રાથમિક પુછપરછ કરતાં તે મુંબઈ ખાતેથી મોટા પાયે ડ્રગ્સ લાવીને સુરતમાં છૂટક વેચાણ કરતો દરબારની સાથે - સાથે તેની પાસેથી હોવાનું જાણવા મળ્યું છે. પોલીસ દ્વારા ડ્રગ્સ ખરીદીને છુટક વેચાણ કરનાર લાલગેટના સીધીવાડ ખાતે રહેતા મોહસીન અબ્દુલ વહાબ રોખ ઉર્ફે છત્રીને ઝડપી પાડ્યો હતો. હાલમાં એસઓજી પોલીસ દ્વારા આ બંને આરોપીની સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી છે જ્યારે સગરામપુરા ખાતે રહેતો વધુ એક સાથીદાર ઈમરાન ગહી અમીરૂદ્દીન શેખને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યાછે
ભાઠેના અને આસપાસનાં વિસ્તારમાં માથાભારે છાપ ધરાવતો શીવા દરબાર છેલ્લા ઘણા સમયથી ડ્રગ્સના વેપલામાં સંડોવાયેલો હોવાનો ઘટસ્ફોટ થયો છે. આરોપી -4 શીવા દરબાર અને તેના બે પંટરો મુંબઈથી વિનોદ દયારામ - વર્મા નામક ઈસમ પાસેથી મોટા પાયે મેલેડ્રોન ડ્રગ્સ લાવીને સુરતમાં છૂટકમાં વેચાલ કરતો હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. હાલમાં પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી તપાસ દરમિયાન શીવા દરબાર અને તેના બે સાથીઓ મોહસીન અને ઈમરાન પણ આ ગોરખધંધોમાં સંડોવાયેલા હોવાનું જાણવા મળ્યું છે. અલબત્ત, પોલીસના હાથે ઝડપાયેલા શીવા દરબાર અને મોહસીનની સધન પૂછપરછ હાથ ધરવામાં આવી છે
સુરતમાં મોટા પાયે ડ્રગ્સ પેડલરો દ્વારા મુંબઈથી ડ્રગ્સની ખરીદી કરવામાં આવતી હોય છે. જેને પગલે વધુ એક વખત આ પ્રકરણમાં પણ ડ્રગ્સનો સપ્લાયર મુંબઈનો હોવાનો ખુલાસો થયો હતો. શીવા દરબાર મુંબઈમાં રહેતા વિનોદ દયારામ વર્મા પાસેથી મોટા પાયે ડ્રગ્સની ખરીદી કરીને સુરતમાં વેચાણ કરતી હોવાની જાણ થતાં જ એસઓજીની એક ટીમ મુંબઈ ખાતે વિનોદ વર્મિની ધરપકડ માટે રવાના કરવામાં આવી છે. જ્યારે શીવા દરબાર સાથે મળીને સુરતમાં ડ્રગ્સનું વેચાણ કરનાર સગરામપુરાનાં ઈમરાન ગડીને પદા ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે
ભાઠેના અને આસપાસનાં વિસ્તારમાં કુખ્યાત બની ચુકેલો શીવા દરબારને એસઓજી પોલીસ હારા ૧૧.૮૩ લાબ રૂપિયાનાં ડ્રગ્સ અને બે પિસ્તોલ સાથે ઝડપી પાડ્યા ભાદ વધુ તપાસ હાથ ધરવામાં આવતાં ચોંકાવનારા ખુલાસા થયા છે. શીવા દરબાર વિરુદ્ધ સુરત શહેરનાં જ સલાબતપુરા, ઉમરા, રાંદેર અને સચીન જીઆઈડીસી સહિત ઈચ્છાપોર પોલીસ મથકમાં ૧૦ જેટલા ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. જેમાં હત્યા, મારામારી, અપહરણ અને ખંડણી સહિતની ગંભીર કરિયાદો તેની વિરૂદ્ધ પોલીસ મથકમાં દાખલ થયેલ છે. આશ્ચર્યની વાત છે કે, શીવા દરબાર વિરૂદ્ધ માત્ર સલાબતપુરા પોલીસ મથકમાં જ સાત હરિયાદો નોંધાઈ છે.
બાઈટ..રાજદીપસિંહ નકુમ..ડીસીપી
14
Report
NBNARESH BHALIYA
FollowAug 06, 2025 10:47:30Jetpur, Gujarat:
SULG:- ZK RJT NAFED NA GODAUN MATHI MAGFALINI CHORI.....
FORMANT:- PKG.....
APPROVEL:- VISHAL BHAI.....
FEED:-વોટ્સઅપ કરી હતી....બાઈટ વોક થ્રુ...વિસ્યુઅલ....
એન્કર:- જેતપુરમાં નાફેડ દ્વારા ટેકાના ભાવે ખરીદ કરેલ મગફળીની બોરીઓની જેતલસર પાસેના ગોડાઉન માંથી મગફળીની 1212 જેટલી બોરીઓની ચોરી થઈ હોવાની ફરિયાદ તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાઇ હતી,......
વિઓ:- જેતપુરમાંથી નાફેડ દ્વારા ખરીદ કરેલ મગફળી અલગ અલગ ગોડાઉનમાં રાખવામાં આવતી હતી,જેમાંના જેતલસર ગામ પાસેના ગોડાઉનમાંથી અલગ અલગ સમયે મગફળીની 1212 બોરીઓની ચોરી થઈ હતી,જેની કિંમત 31,64,965 લાખ ની ચોરી થઈ હોવાનું સામે આવ્યું હતું, સાથે ગોડાઉનના દેખરેખ માટે અમદાવાદ ની શ્રી રામ એન્ટરપ્રાઈઝ નામની એજન્સી ને સિક્યુરિટી ના માણસો રાખવામાં આવ્યા હતા,દર છ મહિને ગોડાઉનનું ફિઝિકલી વેરીફિકેશન કરવામાં આવતું હતું,
ગોડાઉન મેનેજર ની બદલી થતા નવા મેનેજર ને ચાર્જ આપતા ફિઝિકલ વેરિફિકેશન કરવામાં આવતા જેમાં જેતલસર પાસેના ગિરિરાજ ગોડાઉનમાં ફિઝિકલ વેરિફિકેશન દરમિયાન મગફળીની થપ્પી ઓમાંથી મગફળીની બોરીઓ ઓછી થઈ હોવાનું સામે આવ્યું હતું,ગોડાઉનમાં રહેલ જથ્થો 57,600 બોરીઓ માંથી તપાસ કરતા 53,388 બોરીઓ જોવા મળી હતી,ત્યારે 1212 મગફળીની બોરીઓની ચોરી અજાણ્યા શખ્સે સામે ગોડાઉન મેનેજરે ચોરી થઈ હોવાની ફરિયાદ નોંધાવી હતી,
ભાડે રાખેલ ગોડાઉન બહાર CCTV હોવા જોઈએ પરંતુ ગોડાઉન બહાર CCTV કેમેરા ક્યાંય જોવા મળ્યા નહ્યા જેથી અધિકારીઓની પણ બેદરકારી સામે આવી હતી,
જ્યારે માગફળની બોરિંઓની ચોરી થઈ હોવાનું માલુમ પડતા રાતોરાત ગોડાઉન બહાર CCTV કેમરા લગાવામાં આવ્યા હતા જે ઘોડા છૂટી ગયા પછી તબેલા ને તાળા મારવા જેવો ઘાટ જોવા મળ્યો હતો,
મગફળીની ચોરી બાબતે ગોડાઉન મેનેજરે મીડિયા સાથેની વાત માં કહ્યું હતું કે નાફેડ દ્વારા ખરીદેલ 5 - 12 - 2024 થી 16 - 12 - 204 દરમિયાન ખરીદી કરેલ મગફળીની બોરીઓ આ ગોડાઉનમાં રાખવા આવી હતી,સાથે ફિઝિકલ વેરિફિકેશન દરમિયાન બોરીઓ ઓછી જોવા મળી હતી,તેમજ અલગ અલગ શિફ્ટમાં ત્રણ સિક્યુરિટી નો સ્ટાફ ગોડાઉન ઉપર હતો,સાથે CCTV ગોડાઉન બહાર ન હોવાથી ગોડાઉન માલિકને પણ નોટિસ આપવામાં આવી હતી,CCTV બાબતે ઉપર પણ જાણ કરી હોવાનું કહી પોતાનો બચાવ કરતા ગોડાઉન મેનેજર જોવા મળ્યા હતા,સાથે મગફળીની ચોરીમાં સિક્યુરિટી ની પણ સંડોવણી હોવાની વાત કરી હતી,
બાઈટ:- અમિત - ગીલ્લા - ગોડાઉન મેનેજર - ફરિયાદી...
વિઓ:- નાફેડના ગોડાઉનમાં મગફળીની ચોરી ની ફરિયાદ બાદ તાલુકા પોલીસ સ્ટાફ દ્વારા ગોડાઉનમાં પંચરોજ કામ કરવામાં આવ્યું હતું,તેમજ ડોગ સ્કોડ ની મદદ લેવામાં આવી હતી,ઉપરાંત મગફળીની ચોરી બાદ તાલુકા પોલીસ અને LCB દ્વારા ચાર આરોપીઓને હાલ રાઉન્ડઅપ કરીને પૂછપરછ શરૂ કરવામાં આવી હોવાની માહિતી પોલીસ સૂત્રો પાસેથી મળી છે,
મગફળીની ચોરી મુદ્દે કોંગ્રેસ નેતા પાલ અંબાલિયા એ CCTV કેમરા,સિક્યુરિટી સહિતના મુદ્દે સવાલ ઉઠાવ્યા હતા,જ્યારે જેતપુર કોંગ્રેસ ના કાર્યકારી પ્રમુખ એ 2018 માં પણ જેતપુરના પેઢલા ગામ પાસે મગફળી કૌભાંડ થયું હોવાથી ભાજપના રાજમાં કૌભાંડ જ થતા હોવાનું કહી પ્રહાર કર્યા હતા,.....
14
Report
RTRAJENDRA THACKER
FollowAug 06, 2025 10:31:38Sadhara, Gujarat:
Rajendra Thacker Kutch
Approved: Assignment
location Bhuj
FTP KUTCH 0608ZK_4LOVE_JEHAD
ભુજમાં લવજેહાદ વિરુદ્ધ હિન્દુ સમાજે વિશાળ રેલી યોજી કચ્છ કલેક્ટરને આવેદન પત્ર પાઠવી રજૂઆત કરી
અબડાસાના ખારુઆ ગામની દલિત યુવતીને મુસ્લિમ યુવકે ભગાડી ગયાના બનાવમાં પોલીસની ઢીલી નીતિ સામે હિંદુ સમાજમાં ઉગ્ર રોષ
અબડાસા તાલુકાના ખારુઆ ગામની દલિત સમાજની યુવતીને ગયા મહિને 4 જુલાઈના સવારના સમયે સામત્રા ગામના ઈક્રમ બાફણ નામના મુસ્લિમ યુવકે લલચાવી ફોસલાવીને ભગાડી ગયેલ હતો જે બાદ પરિવારે કોઠારા પોલીસને જાણ કરી હતી જેને આજે એક મહિનો વીતી ગયા છતાં પરિવારને યુવતી મળી નથી પરિવારના સભ્યોએ ન્યાય માટે પોલીસ સ્ટેશનના ધક્કા ખાઈ ખાઇ થાકી ગયા પરંતુ પોલીસે એક મહિના સુધી આશ્વાસન માથે આશ્વાસન આપ્યા રાખ્યા જેને લઈ સમાજમાં ઉગ્ર રોષ ફેલાયો છે પોલીસની ઢીલી નીતિ સામે સમાજ આગેવાનોએ સખત વિરોધ નોંધાવ્યો છે
ભુજની કલેક્ટર કચેરી સામે ધરણા પર બેઠલ પીડિત પરિવારને ન્યાય ન મળતા આજે ભુજની ડો.બાબા સાહેબ આંબેડકરજી પ્રતિમા પાસે સર્વે હિન્દુ સમાજ એકત્રિત થઈ લવજેહાદ વિરુદ્ધ વિશાળ રેલી સાથે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચી લવજેહાદી પ્રવૃતિ સામે, પોલીસ ઢીલી સામે કચ્છ કલેક્ટર ને આવેદન પત્ર પાઠવી ન્યાયની માંગ સાથે રજૂઆત કરવામાં આવી હતી
કોઠારા પોલીસ મથકે ગુમનોંધ નોંધાયા બાદ પરિવાર સહિત સમાજ આગેવાનોએ યુવતીની શોધખોળ માટે પોલીસ અધિક્ષક સમક્ષ રજૂઆત કરી હતી પરંતુ યુવતી ગુમ થયાને છેલ્લા 30 દિવસ વીતી ગયા છતાં યુવતી ન મળતા સમાજ આગેવાનોને પ્રથમ દ્રષ્ટિ એવી શંકા ઉપજી રહી છે કે સામત્રાના મુસ્લિમ યુવકે યુવતીને ભગાડી ગયો છે તેની પાછળ કોઈ મોટું લવજેહાદી સંગઠન કામ કરી રહ્યું છે. યુવતી ગુમ થયા બાદ મુસ્લિમ યુવકના રહેઠાણ, મુસાફરી અને જમવાના બિલ કે પોલીસ ને હાથે લાગ્યા નથી કોઇ મોટું લવજેહાદી સંગઠનનું કોઈ મોટું શખ્સ આર્થિક મદદ કરી રહ્યું હોય એવું લાગી રહ્યું છે યુવતીને મુસ્લિમ યુવકએ લવજેહાદનો શિકાર બનાવ્યો છે કારણ કે જે તારીખના યુવતીને મુંબઈ ખાતે લઈ જવાઈ હતી તે જ દિવસે મુંબઈમાં તેના મેરેજ થઈ ગયા બનાવટી ડોક્યુમેન્ટ બનાવીને મેરેજ કરવામાં આવ્યું હોવાનું પરિવારનું આક્ષેપ તે દિશામાં પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં તેવી સમાજ આગેવાનોએ માંગ કરી છે એટલે કે બધું પ્રિ પ્લાનિંગ સાથે કરવામાં આવ્યું છે જેથી આ ઘટનાક્રમ પાછળ કોઈ મોટું લવજેહાદી સંગઠન કોઈ મોટું માથું કામ કરી રહ્યું છે તેવી શંકા પરિવાર અને સમાજના આગેવાનોએ વ્યક્ત કરી છે યુવતી સુરક્ષિત છે કે કેમ તેને લઈ પોલીસ તાત્કાલિક પરિવાર સમક્ષ યુવતી હાજર કરે તેવી માંગ કરાઈ છે જો યુવતી પરિવારને નહી મળે તો હજુય આગામી દિવસો જલદમાં જલદ આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારાઇ છે
લવજેહાદના બનાવ અંગે વાત કરતા અખિલ હિન્દુ યુવા સંગઠન અધ્યક્ષ રઘુસિંહ જાડેજાએ જણાવ્યું હતું કચ્છમાં વધતા લવજેહાદ બનાવોએ હિન્દુ સમાજ માટે ખતરારૂપ છે હમણાં કચ્છમાં આવા લવજેહાદના ચાર કિસ્સા બન્યા છે જે હિન્દુ સમાજ માટે ચિંતાજનક છે પોલીસને ગુમ થયેલ દીકરી મળતી નથી પરિવાર ન્યાય માટે હેરાન પરેશાન થતું રહે છે તે દુઃખદ છે પોલીસ કડક કાર્યવાહી કરી પીડિત પરિવારને ન્યાય અપાવે.
બાઈટ
નરેશ મહેશ્વરી - સમાજ અગ્રણી
જગશી મહેશ્વરી - ભાઈ - પરિવાર
રઘુવીરસિંહ જાડેજા -
અધ્યક્ષ - અખિલ હિન્દુ યુવા સંગઠન
14
Report