Back
નવસારીમાં સાયબર સ્ટ્રોમ: 64 આરોપીઓની ધરપકડ, 9 રાજ્યોમાં ફેલાયેલી જાળ
DPDhaval Parekh
Jul 28, 2025 13:20:42
Navsari, Gujarat
એપ્રુવ્ડ બાય : એસાઇનમેન્ટ
સ્લગ : 2807ZK_NVS_CYBER_STROM
નોંધ : વિઝ્યુઅલ અને બાઈટ FTP માં 7 જુલાઈના ફોલ્ડરમાં આજના 28 જુલાઈના ફોલ્ડરમાં અપલોડ કર્યા છે...
એંકર : અલગ અલગ રીતે સાયબર ફ્રોડ કરી કરોડો રૂપિયાની છેતરપિંડીના 30 ગુનાઓમાં સંડોવાયેલા 64 લોકોને નવસારી જિલ્લા પોલીસે ઓપરેશન સાયબર સ્ટ્રોમ હેઠળ 9 રાજ્યોમાંથી પકડી પાડી, સાયબર ક્રાઇમના નેટવર્કને ક્રેક કરવાનો પ્રયાસ કર્યો છે.
વી/ઓ : છેલ્લા થોડા વર્ષોમાં સાયબર ક્રાઈમની ઘટનાઓ વધી છે. ખાસ કરીને સોશ્યલ મીડિયાના માધ્યમથી નવસારી જિલ્લાના અનેક લોકોને ઈન્વેસ્ટમેન્ટ, હાઉસ એરેસ્ટ, લોભામણી જાહેરાતો સહિતના અનેક તુક્કાઓ લગાવીને કોરોડો રૂપિયા ખંખેર્યા હોવાની ફરિયાદો સાયબર ક્રાઈમ પોલીસ મથકના ચોપડે નોંધાઈ હતી. જેમાં સાયબર ક્રાઈમની ટીમ સાથે જિલ્લા પોલીસના અલગ અલગ પોલીસ મથકોની પોલીસ ટુકડી પણ જોડાઈ હતી. જેમાં પ્રથમ જે સાયબર ક્રાઈમમાં રૂપિયા મેળવવા જે બેંક એકાઉન્ટનો ઉપયોગ થયો હોય, એવા બેંક એકાઉન્ટ શોધી, તેના ખાતા ધારકોની ધરપકડ કરવા સાથે આગળની કડી જોડીને દેશવ્યાપી ગુનાના નેટવર્કને ભેદવામાં નવસારી પોલીસ સફળ થઈ છે. જેમાં ગુજરાતના સુરત, અમદાવાદ, રાજકોટ જેવા શહેરો સહિત મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ, હરિયાણા, દિલ્હી, તેલંગાણા, આસામ અને કેરળ મળી 9 રાજ્યનો સમાવેશ થાય છે. દેશના 9 રાજ્યોમાં ફેલાયેલા નેટવર્કમાંથી પોલીસે છેલ્લા બે મહિનામાં કુલ 64 આરોપીઓને ઝડપી પાડી જેલ હવાલે કર્યા છે. 64 આરોપીઓમાં પોલીસે અગાઉ 35 આરોપીઓ પકડ્યા હતા અને ત્યારબાદ તેમની પૂછપરછ થકી વધુ 29 આરોપીઓને પકડવામાં સફળ રહી છે. જેમાં મહત્વની ઈન્વેસ્ટમેન્ટ, બેન્કિંગ કસ્ટમર સર્વિસ, સોશ્યલ મીડિયા, ડીજીટલ એરેસ્ટ અને ખેતીવાડીમાં લેનદેન બાબતની 5 સાયબર ક્રાઇમની પધ્ધતિને પોલીસે ઉકેલી તેમાં આરોપીઓને જેલમાં ધકેલ્યા છે. સમગ્ર ઓપરેશન દરમિયાન નવસારી પોલીસની કુલ 22 ટીમોએ અલગ અલગ રાજ્યોમાંથી 60 આરોપીઓ પકડ્યા, જ્યારે 4 આરોપી દેશની અલગ અલગ જેલોમાં કેદ હોય, તેમને ટ્રાન્સફર વોરંટથી કબ્જો મેળવી ધરપકડની તજવીજ હાથ ધરી છે.
બાઈટ : સુશિલ અગ્રવાલ, જિલ્લા પોલીસ અધિક્ષક, નવસારી
વી/ઓ : નવસારી પોલીસે હાલમાં જ 24 વર્ષીય કરણ ઉર્ફે શિવા પાંડે અને રાજસ્થાનના 33 વર્ષીય આનંદ શ્રીવાસ્તવની સાયબર સ્ટ્રોમ હેઠળ ધરપકડ કરી છે. જેમાં આનંદ શ્રીવાસ્તવ સાયબર ગુનાઓનો માસ્ટર માઇન્ડ હોવાનું ખુલ્યું છે. આનંદ તેના ભાઈઓ સચિન અને નવીન સાથે મળીને મોટાપાયે સાયબર ગુનાને અંજામ આપતો હતો. રાજસ્થાનમાં બેંક દ્વારા ગામડામાં બેંક સુવિધા પહોંચાડવા ઈ મિત્ર બનાવવામાં આવે છે. ત્યારે આનંદ અને તેના ભાઈઓની ટોળકી ઈ મિત્રને બેંક મેનેજરના નામે ફોન કરીને તેમનો આધારકાર્ડ મેળવી, તેમનો પોતાનો મોબાઇલ ફોન તેની સાથે જોડી લેતા હતા. બાદમાં તેઓ દ્વારા એ આધાર લિંક્ડ મોબાઇલ નંબર થકી બેંક એકાઉન્ટ ખોલાવીને, તેનો સાયબર ગુનામાં ઉપયોગ કરતા હતા. આનંદ પાસેથી પોલીસને 9 મોબાઈલ મળ્યા છે. જેના દ્વારા સાયબર ક્રાઈમમાં ઉપયોગમાં લેવાતા 164 મોબાઈલ નંબર અને તેના થકી 214 બેંક એકાઉન્ટ ખોલાવ્યા છે. સાથે જ 200 થી વધુ ઈમેઇલ પણ બનાવાયા હતા. જોકે મોબાઈલ નંબરોમાં 134 ની પોલીસ ચોપડે ફરિયાદ પણ નોંધાઈ છે. શ્રીવાસ્તવ બ્રધર્સની બેંકના ગ્રાહકો નહીં, પણ બેંકના ઈ મિત્રને શોધી તેમના નામે ફ્રોડ કરવાની નવી જ મોડ્સ ઓપરેન્ડી વિકસાવી હતી.
બાઈટ : સુશિલ અગ્રવાલ, જિલ્લા પોલીસ અધિક્ષક, નવસારી
વી/ઓ : નવસારી જિલ્લા પોલીસ દ્વારા સાયબર સ્ટ્રોમ હેઠળ પકડેલા આરોપીઓમાં 40 ગુજરાતના, 9 મહારાષ્ટ્રના, 2 તેલંગાણાથી, 2 હરિયાણાથી, 1 મધ્યપ્રદેશથી અને એક દિલ્હીથી પકડ્યો હતો. પોલીસની ઉંડાણ પૂર્વકની તપાસમાં સાયબર ક્રાઈમનું આ નેટવર્ક દેશના અલગ અલગ રાજ્યોમાં ફેલાયેલું છે. જેની સાથે જ આંતરરાષ્ટ્રીય સ્તરે દુબઈ અને ત્યાંથી કંબોડિયા, વિયેતનામ, લાઓસ જેવા દેશોમાંથી ચાઇનીઝ ગુનેગારો સુધીનું નેટવર્ક હોવાનું સામે આવ્યું છે. જેમાં કંબોડિયા, વિયેતનામ, લાઓસ જેવા દેશોમાં રીતસરના કોલ સેન્ટરો જ કાર્યરત છે. જોકે અત્યાર સુધીમાં પોલીસ રાષ્ટ્રીય સ્તરે જ આરોપીઓને પકડી શકી છે. પરંતુ અંતરરાષ્ટ્રીય સ્તરના આરોપીઓને શોધી, તેમના નેટવર્કને ક્રેક કરવા સાથે જ તેમને પકડવા સુધીની કવાયત હાથ ધરી છે.
14
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
PAParakh Agarawal
FollowJul 28, 2025 17:15:20Ambaji, Gujarat:
અંબાજી બ્રેકિંગ
અંબાજી ગ્રામ પંચાયતની પ્રથમ વાર સામાન્ય સભા યોજાઈ
પંચાયત ની પ્રથમ સામાન્ય સભામાં હોબાળો
13 એજન્ડા મૂકવામાં આવ્યા હતા
સેક્રેટરી, સરપંચ, અને18 સભ્યો હાજર રહ્યા હતા
અમુક એજન્ડામા તીખી નોકખોકથતા તું તું મેં મેં જેવા દ્રશ્યો જોવા મળ્યા
ગામના હિત અને વિકાસને લઈને તમામ સભ્યોએ પોતાની સહમતિ આપી હતી
દબાણ મુદ્દે પણ સામાન્ય સભામાં અસરગસ્તો ને ઘર મળે અને વળતર મળે તેવી મુદ્દાઓ મુખ્ય રહ્યા
સામાન્ય સભામાં ભારે હોબાળા બાદ મહિલા સરપંચની તબિયત લથડી હતી
મહિલા સરપંચ ની તબિયત લથડી
108 મારફતે સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા
અમુક સભ્યોએ સરપંચની વ્હાલાદવાલાની નીતિ અપનાવવાનો આરોપ લગાવ્યો ...
10 નંબર વોર્ડની સમસ્યા ને લઈ સભ્ય દ્વારા સરપંચ અને સેક્રેટરીને રજૂઆત કરવા છતાં પણ કોઇજ નિકાલ ન આવ્યું હોવાનું સભ્ય નો આક્ષેપ
મહિલા સરપંચ એ ગામના વિકાસ માટે સાથ ન આપતા હોવાનો આક્ષેપ..... પોલીસ ફરિયાદ કરવા સરપંચ ની ચીમકી. ( મહિલા ની બૂમ વગર ની બાઈટ છે)
બાઈટ:- 01સેક્રેટરી અનિલ ચૌધરી
બાઇટ:- 02. સભ્ય સમીર અગ્રવાલ
બાઈટ...03 કલ્પના બેન દવે નવનિયુક્ત સરપંચ ગ્રામ પંચાયત અંબાજી
13
Report
RTRAJENDRA THACKER
FollowJul 28, 2025 15:47:21Sadhara, Gujarat:
Rajendra Thacker Kutch
Approved: Assignment
Location: Bhuj
Avb story
FTP:kutch
2807ZK_BHARTNGR_LC_DROP
એન્કર
ભુજના ભારત નગર પ્રાથમિક શાળા માં સ્વતંત્ર શાળાનો દરજ્જો ન મળતા વિધાર્થીઓએ સામુહિક ડ્રોપ આઉટ કર્યો છે અને તે અંગે આજે કલેક્ટર ને આવેદનપત્ર આપ્યું હતું
વિઓ: 01
ભારતનગરમાં વિધાર્થીઓની સંખ્યા વધુ હોવાના કારણે વર્ષ 2019માં અહીં ભારતનગર પેટા શાળા શરૂ કરવામાં આવી હતી. છેલ્લા છ વર્ષથી વાલીઓ સ્વતંત્ર શાળાનો દરજ્જા માટે માંગણી કરી રહ્યા છે... પરંતુ અનેક વખતની રજૂઆતો બાદ પણ શિક્ષણ વિભાગ દ્વારા નક્કર કામગીરી કરી નથી..પરિણામે 154 જેટલા વિદ્યાર્થીઓ પોતાની સર્ટિફિકેટ કઢાવીને સામૂહિક ડ્રોપ આઉટ કર્યું હતું.
આજે મોટી સંખ્યામાં વાલીઓ વિદ્યાર્થીઓ ભુજની કલેકટર કચેરીમાં પહોંચ્યા હતા અને કલેક્ટરને દરમિયાનગીરી કરી અને આ પ્રશ્નનો નિવેડો લાવવા માટેની વાત કરી હતી જો આ પ્રશ્નનો હલ નહીં આવે તો હવે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે ની ચીમકી પણ આપી હતી.
બાઈટ: 01 સિકંદર સુમરા- સ્થાનિક આગેવાન
વિધાર્થીઓને ભણવા માટે ઓરડાની સુવિધા પણ સરકાર આપતી નથી... વાલીઓ હવે સ્વતંત્રશાળાની માંગને લઈને લડી લેવાના મૂડમાં જોવા મળી રહ્યા છે.
વાલીઓ અને વિધાર્થીઓ કલેક્ટર મળીને લેખિત રજુઆત કરી હતી
14
Report
CPCHETAN PATEL
FollowJul 28, 2025 14:02:07Surat, Gujarat:
સુરત બ્રેક
હત્યાના આરોપીને ક્રાઇમબ્રાંચે ઝડપી પાડ્યો
૧૦ વર્ષ પહેલા શરીરનાં પાંચ ટુકડા કરી કંતાનમાં વિટાળી લાશ ફેકી દેવાઈ હતી
હત્યામાં સંડોવાયેલ આરોપીને પાકીસ્તાન બોર્ડરના રામસર નજીકથી ઝડપી પાડયો
આરોપી હબીબુલ્લા ઉર્ફે હબીબ સુલેમાન સમા ને ઝડપી પાડ્યો
રાંદેર વિસ્તારમાં યુસુફ અન્સારીની હત્યા કરી હતી
14
Report
Rajula, Gujarat:
રાજુલા શહેરમાં કુંભારીયા ગામ ભાગવત સપ્તાહ ની ભવ્ય આયોજન
રાજુલા તાલુકાનું નાનું એવું એક ગામ એટલે કુંભારીયા આ ગામના શ્રી દિનેશભાઈ ભગવાનભાઈ શેલડીયા દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાની યજ્ઞ નું ભવ્ય આયોજન કરવામાં આવેલ હોય ત્યારે આ ભાગવત સપ્તાહના વક્તા તરીકે આજ ગામના મહાવક્તા પરમ પૂજ્ય શ્રી શ્રેય દાદા જોશી એટલે આ બાળક કથાકાર ફક્ત 15 વર્ષ ની ખૂબ જ નાની વયે તેમણે આ પ્રથમ કથા પોતાના ગામમાં બાલુભાઈ કરમશીભાઈ ના પરિવાર દ્વારા કથા ના ભવ્ય આયોજનમાં પોતાની દ્વારા આ કથા માં રસપાન કરાવશે કથાના પ્રથમ દિવસે પોથી યાત્રા રામજી મંદિરથી શરૂ કરવામાં આવેલી જે ગામના વિવિધ મંદિરોમાં આ પોથીની પધરામણી કર્યા બાદ બહેનો દ્વારા રાસ ગરબા ની રમઝટ બોલાવિ
14
Report
Rajula, Gujarat:
*આજરોજ સોમનાથ મંદિર ખાતે રાજુલા ના ધારાસભ્ય હિરાભાઇ સોલંકી ના સુપુત્ર અને અખિલ ભારતીય કોળી સમાજ પ્રદેશ યુવા ઉપપ્રમુખ શ્રી ભાવેશભાઈ સોલંકી સોમનાથ પોહચી શિવ ભક્તો ને પ્રસાદી આપી દર વર્ષેની જેમ આ વર્ષે પણ પવિત્ર શ્રાવણ માસ દરમિયાન સોમનાથ દાદાની પ્રસાદ નું નિ:શુલ્ક વિતરણ કરી લાખો શિવ ભક્તો ના આશીર્વાદ પ્રાપ્ત કરે છે*
14
Report
DPDhaval Parekh
FollowJul 28, 2025 13:45:36Navsari, Gujarat:
એપ્રુવડ બાય : એસાઇનમેન્ટ
નોંધ : ફક્ત નોંધ માટે... અગાઉ વિઝ્યુઅલ અને વોક થ્રુ વ્હોટ્સ એપથી મોકલ્યા હતા...
એન્કર : નવસારી અને ઉપરવાસના જિલ્લાઓમાં પડી રહેલા અવિરત વરસાદને કારણે નવસારીની લોકમાતાઓમાં નવા નીર આવ્યા છે આજે શ્રાવણના પ્રથમ સોમવારે જ મેઘો નવસારી ઉપર થયો છે અને જિલ્લામાં વરસી રહેલા વરસાદને કારણે જન જીવન પ્રભાવિત થયું છે બીજી તરફ પૂર્ણ નદી માં જળસ્તર વધતા સુપા કુરેલ ને જોડતો લો લેવલ બ્રિજ પૂર્ણના પાણીમાં ગરકાવ થતા સામે કાંઠાના 10 થી વધુ ગામોને 10 કિલોમીટર લાંબો ચકરાવો ખાવાની નોબત આવી છે નવસારી અને જલાલપુર તાલુકામાં અત્યાર સુધીમાં એક ઇંચ થી વધુ વરસાદ વરસી ચુક્યો છે જ્યારે ઉપરવાસના વાલોડ ડોલવણ અને મહુવા તાલુકામાં પોણો ઇંચ વરસાદ વરસ્યો છે. ત્યારે આ જ રીતે અવિરત વરસાદ રહે તો નવસારીની સ્થિતિ ચિંતાજનક થઈ શકે છે
સુપા કુરેલ લો લેવલ બ્રિજ પાસેથી વોક થ્રૂ કર્યુ છે
14
Report
DPDhaval Parekh
FollowJul 28, 2025 13:45:21Navsari, Gujarat:
એપ્રુવડ બાય : એસાઇનમેન્ટ
નોંધ : ફક્ત નોંધ માટે... અગાઉ વિઝ્યુઅલ, બાઈટ અને વોક થ્રુ વ્હોટ્સ એપથી મોકલ્યા હતા..
એન્કર : ગંભીરા બ્રિજની દુર્ઘટનાએ રાજ્ય સરકારને રાજ્યના તમામ જૂના બ્રિજોનો સ્ટેબિલિટી રિપોર્ટ કરવા મજબૂર કર્યા છે. નવસારી શહેરના વિરાવળ ગામ નજીક પૂર્ણા નદી પર 47 વર્ષ પહેલાં બનેલા નેશનલ હાઇવેના બ્રિજનો સ્ટેબિલિટી રિપોર્ટ નેગેટિવ આવતા જાહેરનામું કરી એક સપ્તાહ પહેલા બંધ કરવામાં આવ્યો હતો. બ્રિજના બંને છેડે એંગલ મૂકી આડસ ઊભી કરવામાં આવી હતી. જેને આજે સવારે એક તેજ રફતાર ટેમ્પાના ચાલકે તોડી પાડી હતી. ગંભીર ઘટના ન ઘટે એને ધ્યાને રાખી બેરીકેટિંગ કરવામાં આવ્યું હતું. પરંતુ હલકી કક્ષાના કામને કારણે એંગલ તૂટી પડતા રાહદારીઓ કામ ઉપર સવાલ ઉઠાવી રહ્યા છે. એંગલ પડવાને કારણે બ્રિજ ઉપર ટ્રાફિક જામની સ્થિતિ પણ બની છે. ત્યારે મજબૂત એંગલ મૂકવામાં આવે, એવી માંગ રાહદારીઓ કરી રહ્યા છે.
બાઈટ : મુખ્તાર હુસેન, રાહગીર, નવસારી
પુલ ઉપરથી વોક થ્રૂ કર્યુ છે...
14
Report
LJLakhani Jaydeep
FollowJul 28, 2025 13:30:54Dwarka, Gujarat:
એંકર :- એકાદશ મહારુદ્ર મહાદેવ મંદિર દ્વારકાનો અનૂપમ શિવ ધામ
વીઓ 01:- દ્વારકાના રમણીય દરિયાકિનારે એક અદ્ભુત અને ઐતિહાસિક શિવ મંદિર આવેલું છે, જે એકાદશ મહારુદ્ર મહાદેવ મંદિર તરીકે ઓળખાય છે. ઓખા-દ્વારકા હાઈવે પર સમુદ્ર કિનારે સ્થિત આ મંદિરની સૌથી વિશિષ્ટતા એ છે કે દરિયાદેવ પોતે સમુદ્રરૂપે મહાદેવનો અભિષેક કરવા આવે છે. આ દિવ્ય દ્રશ્યમાં સમુદ્રની અવિરત જળધારા દ્વારા ભગવાન શિવનો સ્વયંભૂ અભિષેક થાય છે, જે ભક્તો માટે એક અનોખો અને અલૌકિક અનુભવ બની રહે છે.
વીઓ 02 :- આ મંદિરનો ઇતિહાસ મહાભારત કાળ સાથે ગાઢ રીતે સંકળાયેલો છે. એવી લોકવાયકા છે કે કુરુક્ષેત્રના ભીષણ યુદ્ધ બાદ પાંડવોએ આ પવિત્ર સ્થળની મુલાકાત લીધી હતી, જે આ મંદિરના આધ્યાત્મિક મહત્વમાં અનેકગણો વધારો કરે છે. એકાદશ મહારુદ્ર મહાદેવના મુખ્ય શિવલિંગ ઉપરાંત, અહીં તેની આજુબાજુ નાના શિવલિંગ પણ આવેલા છે, જે આ પવિત્ર સ્થળની દિવ્યતાને વધુ ઉજાગર કરે છે.
વીઓ 03 :- આ મંદિરમાં સોમવારના દિવસે રાત્રિ દરમિયાન મહાપૂજાનું અનેરું મહત્વ છે. આ દિવસે ભક્તો દૂર-દૂરથી આ મહાપૂજાના દર્શન અને તેમાં ભાગ લેવા માટે ઉમટી પડે છે. દરિયાકિનારે છવાયેલા શાંત અને રમણીય વાતાવરણમાં ભગવાન શિવના દર્શન અને સમુદ્ર દ્વારા થતો તેમનો અભિષેક એક અત્યંત શાંતિપૂર્ણ અને આધ્યાત્મિક અનુભવ પ્રદાન કરે છે. એકાદશ મહારુદ્ર મહાદેવ મંદિર એવું સ્થળ છે જ્યાં પ્રકૃતિની ભવ્યતા અને ભક્તિનો અદ્ભુત સંગમ જોવા મળે છે, અને તે દ્વારકાની આધ્યાત્મિક યાત્રાનો એક અનિવાર્ય ભાગ બની ગયું છે.
WKT
13
Report
Rajula, Gujarat:
ધાતરવડી ડેમ-2 માં માછલીઓના મોતથી ચકચાર: તંત્ર નિષ્ક્રિય.
રાજુલા નજીક ધાતરવડી ડેમ-2 માં માછલીઓ મૃત હાલતમાં જોવા મળતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગયો છે. કુદરતી સંપત્તિના મહત્વપૂર્ણ સ્ત્રોત ગણાતા આ ડેમમાં માછલીઓના મોતની અચાનક ઘટના પ્રવાહી જીવનતંત્ર માટે ગંભીર ચેતવણીરૂપ જણાઈ રહી છે.
પ્રાપ્ત માહિતી મુજબ, રાજુલા બાયપાસ નજીક આવેલા ધાતરવડી ડેમ નં. 2 માં નાના-મોટા માપની અસંખ્ય માછલીઓ મૃત હાલતમાં જળતળ ઉપર તરતી જોવા મળતાં સ્થાનિક લોકો અને જીવદયા પ્રેમીઓમાં ભારે ઉચાટ જોવા મળ્યો છે. નોંધનીય છે કે, આ ડેમ સિંચાઈ વિભાગના નિયંત્રણ હેઠળ આવે છે. છતાં, આ ઘટના અંગે હજુ સુધી તંત્ર દ્વારા કોઈ સત્તાવાર માહિતી કે નિવેદન જાહેર કરાયું નથી.
આ અચાનક ઘટના પાછળનું સાચું કારણ હજુ સુધી બહાર આવી શક્યું નથી,
14
Report
DSDM Seshagiri
FollowJul 28, 2025 13:20:33Hyderabad, Telangana:
हैदराबाद में सरोगेसी घोटाले का खुलासा: डॉक्टरों पर ₹35 लाख में दंपति को बच्चा बेचने का आरोप
स्लग: HYD BABY CHEATING
रिपोर्टर: गिरी
स्थान: हैदराबाद
कैमरा: सेल्फ
एंकर:
सिकंदराबाद में सामने आए सरोगेसी रैकेट ने चौंका देने वाला मोड़ ले लिया है। हैदराबाद पुलिस ने एक बड़ा राज़ उजागर किया है — आरोप है कि एक ग़रीब परिवार से खरीदा गया बच्चा एक शहर के दंपति को सरोगेट शिशु बताकर सौंपा गया। हैदराबाद से हमारे संवाददाता गिरी आपको पूरी कहानी बता रहे हैं...
VO 1:
हैदराबाद में सनसनी फैलाने वाले इस मामले में पुलिस ने सिकंदराबाद स्थित यूनिवर्सल सृष्टि फर्टिलिटी सेंटर के खिलाफ बड़ी कार्रवाई की है। जांच में पता चला कि 2024 में एक दंपति इस क्लिनिक में IVF इलाज के लिए पहुँचा था।
हालांकि, क्लिनिक के डॉक्टरों ने मेडिकल प्रोटोकॉल का पालन करने के बजाय दंपति को झूठी सरोगेसी का सुझाव दिया और भरोसा दिलाया कि बच्चा जैविक रूप से उन्हीं का होगा।
पुलिस बाइट:
एस. रश्मि पेरुमल, IPS, डीसीपी नॉर्थ ज़ोन, हैदराबाद पुलिस
"उन्होंने दंपति को गुमराह किया। हमारी जांच में सामने आया है कि बच्चा न तो IVF से और न ही सरोगेसी से जन्मा था। वह एक ग़रीब परिवार से खरीदा गया और गैरकानूनी रूप से सौंपा गया। अब तक 8 आरोपियों को गिरफ्तार किया गया है। कई और लोग इसमें शामिल हैं और यह अंतरराज्यीय मामला है। जांच तेजी से जारी है। यूनिवर्सल सृष्टि फर्टिलिटी सेंटर की शाखाएं विजाग, विजयवाड़ा और अन्य शहरों में भी हैं।"
इसी मामले में एक वकील, एक सरकारी अस्पताल का डॉक्टर और एक तकनीशियन भी शामिल पाए गए हैं। दंपति ने ₹35 लाख यह सोचकर दिए कि यह कानूनी सरोगेसी है। गिरफ्तार किए गए लोगों में मुख्य आरोपी डॉ. अतलुरी नम्रता (64) और डॉ. नर्गुला सदानंदम (41), जो गांधी अस्पताल में एनेस्थेटिस्ट हैं, के अलावा कई एजेंट्स और तकनीशियन शामिल हैं।
(गांधी अस्पताल के विजुअल्स)
जनता की राय:
धनंजय, नागरिक
"वैद्यो नारायणो हरि — डॉक्टरों को भगवान कहा जाता है... लेकिन ऐसे डॉक्टरों पर शर्म आती है! इस तरह किसी की ज़िंदगी और भावनाओं से खेलना अमानवीय है। सख्त सज़ा ज़रूरी है। लोग ऐसी धोखाधड़ी से बचें — किसी अनाथ बच्चे को गोद लें या अनाथालय को दान दें, पर ऐसा विश्वासघात न सहें।"
END P2C:
(हैदराबाद के गांधी अस्पताल के सामने से, जहाँ दो स्टाफ सदस्य भी मामले में शामिल पाए गए हैं।)
14
Report
NDNavneet Dalwadi
FollowJul 28, 2025 12:50:00Bhavnagar, Gujarat:
રિપોર્ટર : નવનીત દલવાડી.
લોકેશન : ભાવનગર
તારીખ : ૨૮/૦૭/૨૦૨૫.
સ્ટોરી : એવીબીબી.
સ્લગ: ગુજરાતનાં ડીજી વિકાસ સહાયનુ ભાવનગરમા વાર્ષિક ઇન્સ્પેકશન.
એન્કર:
રાજ્યના DG દ્વારા દર વર્ષે રાજ્યની વિવિધ પોલીસ કમિશ્નર કચેરી અને આઈજી કચેરી ખાતે વાર્ષિક ઇન્સ્પેકશન હાથ ધરી જરૂરી નોંધ સાથે કરેલી અને બાકી કામગીરી અંગે નું સર્વે કરવામાં આવે છે. ત્યારે આજે ભાવનગર રેન્જ આઈજી કચેરી ખાતે રાજ્યના DG વિકાસ સહાય ઇન્સ્પેકશન માટે પહોંચ્યા હતા. મુલાકાત દરમ્યાન આઈજી કે DG કચેરી પર મેઈલ કે લેખિત કરેલી ફરિયાદ કરનાર અરજદારો ને પણ રૂબરૂ મળી તેઓની ફરિયાદ સાંભળી તેને ન્યાય મળે તે દિશામાં કામગીરી કરવાની સૂચના આપી હતી.
વિઓ ૧:
વાર્ષિક ઇન્સ્પેકશન અંતર્ગત ભાવનગર આઈજી કચેરી ખાતે આજે રાજ્યના DG વિકાસ સહાય આવી પહોંચ્યા હતા. જ્યાં તેનું અદકેરું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ તકે ભાવનગર રેન્જ આઈજી ગૌતમ પરમાર તેમજ ભાવનગર, અમરેલી અને બોટાદના એસપી ડીવાયએસપી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. DG દ્વારા રેન્જ આઈજી કચેરી ખાતે વાર્ષિક ઇન્સ્પેકશનમાં જરૂરી નોંધ સાથે અધિકારીઓને વિવિધ બાબતે સૂચનાઓ આપી હતી તેમજ કરેલી અને બાકી કામગીરી અંગે નોંધ લીધી હતી. ઉપરાંત ત્રણેય જિલ્લાના 16 જેટલા અરજદારો કે જેમણે અગાઉ DG ઓફીસ કે આઈજી કચેરી પર લેખિત કે મેઈલ દ્વારા ફરિયાદ કરી હોય તેવા અરજદારો ને સાંભળી તેની ફરિયાદ અંગે યોગ્ય અને ઝડપી કાર્યવાહી અને જરૂર પડે ફરી તપાસ કરવા નિર્દેશ કર્યા હતા. તેમજ કોઈપણ ફરિયાદીની ફરિયાદ તાકીદે નોંધી કાર્યવાહી કરવા આદેશ કર્યો હતો. આ સમયે મહુવાના એક પરિવાર ને પોલીસ દ્વારા અવારનવાર ક્નડગત કરવામાં આવતી હોવાની ફરિયાદના પગલે ફરી તપાસ કરવા આદેશ આપ્યા હતા. આ પ્રસંગે સરદાર પટેલ ટ્રસ્ટ દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓને જરૂરી બુક્સનું DG ના હસ્તે વિતરણ કરવામાં આવ્યું હતું.
બાઈટ : વિકાસ સહાય, DG, ગુજરાત.
બાઈટ : ગોપાલભાઈ જોળિયા, ફરિયાદી, મહુવા.
(નોંધ:યોગ્ય લાગે તો જ લેવું)
ટિકર:
રાજ્યના DG વિકાસ સહાય વાર્ષિક ઇન્સ્પેકશન અંતર્ગત ભાવનગર આઈજી કચેરી આવી પહોંચ્યા.
DG નું ગાર્ડ ઓફ ઓનર સાથે અદકેરું સ્વાગત કરવામાં આવ્યું.
ત્રણેય જિલ્લાના 16 જેટલા અરજદારો દ્વારા કરવામાં આવેલી ફરિયાદ સાંભળી.
ફરિયાદનો નિકાલ અંગે જરૂરી સૂચનાઓ વિવિધ અધિકારીઓને આપી.
કોઈપણ વ્યક્તિની ફરિયાદ અંગે તાત્કાલિક નોંધ કરી અમલ કરવા કર્યો નિર્દેશ.
14
Report
GDGaurav Dave
FollowJul 28, 2025 12:49:48Rajkot, Gujarat:
SLUG - 2807ZK_LIVE_RJT_MELO
REP - GAURAV DAVE
CAM - UDAY PAWAR
FEED - TVU 75
એન્કર - છેલ્લા કેટલાય સમય થયા વિવાદના ચકડોળે ચડેલો રાજકોટનો લોકમેળા માટે યાંત્રિક રાઈડની હરાજી યોજાઇ હતી. કુલ 34 પ્લોટ માટેની આ હરાજી યોજવામાં આવી હતી. યાંત્રિક રાઈડ સંચાલકની રાડ્સની ટિકિટના ભાવ વધારાની માંગ તંત્રએ સ્વીકારી હતી. યાંત્રિક રાઈડના ભાવમાં 5 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. રાઈડમાં આનંદ માણવા માગતા લોકોએ હવે રાઇડ્સના 45ના બદલે હવે 50 રૂપિયા ચૂકવવા પડશે. હરાજી શાંતિપૂર્ણ રીતે પૂરી થતાં રાઇડ સંચાલકોએ પણ ખુશી વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે આ મેળો ખૂબ જ સારી રીતે થશે. ગત વર્ષે થયેલી નુકસાનીની ભરપાઈ આ લોકમેળામાં થઈ જશે. તો સાથે જ કહ્યું કે વહીવટી તંત્રએ ખૂબ જ સહયોગ આપ્યો છે. ત્યારે આર એન્ડ બી વિભાગ દ્વારા જે નિયમોની વાત કરવામાં આવી છે તે પૂર્ણ કરવામાં આવશે તેવી વાત પણ રાઇડ સંચાલકોએ કરી હતી નોંધનીય છે કે, રાજકોટમાં મોટી રાઇડની SOPને લઈને વિવાદ વકર્યો હતો. લોકમેળામાં રાઈડ હશે કે નહીં એને લઈને પણ સવાલો ઉઠી ગયા હતા પહેલા લોકમેળાના સ્થળને લઈને અને ત્યારબાદ રાઈડ લઈને અલગ અલગ નિયમોને લઈને વિવાદો સર્જાયા હતા.
બાઈટ - ઝાકીર બ્લોચ, રાઇડ સંચાલક
14
Report
NJNitish Jha
FollowJul 28, 2025 12:49:19Mumbai, Maharashtra:
TVU-17 server 82
"390 करोड़ की ड्रग फैक्ट्री का पर्दाफाश: साकीनाका पुलिस की सबसे बड़ी कार्रवाई, मैसूर से 187 किलो एम.डी. जब्त"
मुंबई पुलिस की एंटी नारकोटिक्स सेल द्वारा की गई एक सशक्त कार्रवाई में, मुंबई के साकीनाका पुलिस थाने ने कर्नाटक के मैसूर में छिपकर संचालित की जा रही एक बड़ी मेफेड्रॉन (एमडी) ड्रग फैक्ट्री का पर्दाफाश किया है। इस छापेमारी के दौरान लगभग 192.53 किलो एमडी जब्त किया गया, जिसकी अन्तरराष्ट्रीय बाजार में अनुमानित कीमत करीब 390 करोड़ रुपये है। पुलिस ने कार्रवाई में चार आरोपियों को गिरफ्तार किया है।
मुख्य घटनाक्रम:
24 अप्रैल 2025 को साकीनाका पुलिस में एनडीपीएस एक्ट के तहत मामला दर्ज हुआ था, जिसमें एक शख्स पर ड्रग बेचने की कोशिश का आरोप था।
इसके बाद पालघर के कामण गांव से 4.053 किलो एमडी और निर्माण में इस्तेमाल होने वाले उपकरण बरामद हुए, जिसकी कीमत 8.04 करोड़ आंकी गई।
प्रारंभिक पूछताछ के बाद मुंबई के बांद्रा निवासी सलीम इम्तियाज शेख उर्फ सलीम लंगड़ा (45) को 25 जुलाई को गिरफ्तार किया गया।
सलीम की निशानदेही व तकनीकी विश्लेषण के आधार पर पुलिस टीम ने कर्नाटक के मैसूर रिंग रोड के पास बने, एक गेराज के पीछे छुपी इस फैक्ट्री पर छापा मारा।
फैक्ट्री का संचालन इस तरह किया जा रहा था कि बाहर से कोई शंका न कर सके।
पुलिस ने वहां से भारी मात्रा में मादक पदार्थ और निर्माण में प्रयुक्त सामग्री जब्त की।
जब्ती का ब्यौरा:
कुल जब्त एमडी ड्रग: 192.53 किलो
कुल आंकी गई कीमत: लगभग ₹390 करोड़
आगे की जांच: पुलिस को असमाश है कि यह गिरोह एक बड़े रैकेट का हिस्सा है और फैक्ट्री से मिले सुरागों के जरिए आगे की जांच चल रही है। पुलिस नेटवर्क के अन्य सदस्यों को भी ट्रैक करने और गिरफ्तार करने की कोशिश कर रही है।
यह कार्रवाई मुंबई पुलिस की हालिया नशा विरोधी मुहिम की सबसे बड़ी सफलता मानी जा रही है, जिससे ड्रग तस्करों के बड़े गिरोह का नेटवर्क सामने आया है।
(नोट: अन्य खबर स्रोतों में जब्ती की जगह वसई, मीरा-भायंदर और लखनऊ तक की भी जानकारी दी गई है, परंतु आपके संदर्भानुसार यह छापा कर्नाटक के मैसूर में बताया गया है, जो उपलब्ध समाचारों में नई और बड़ी उपलब्धि के रूप में देखा जा सकता है।)
DCP DATTA NALAWDE BYTE (CAM) ACCUSED VISUALS (CAM) DRUGS SHOTS (MOB)
14
Report
AKArpan Kaydawala
FollowJul 28, 2025 12:22:45Ahmedabad, Gujarat:
નોંધઃ આ મેટરમાં ગઈકાલની મારી ફીડ માથી પાણી ભરાવાના અને કન્ટ્રોલ રૂમ વિઝીટના શોટ્સ ખાસ લેવા.આજના લાંભા વિઝિટના ફોટો પણ લેવા.
અમદાવાદ
વરસાદના કારણે શહેરમાં પાણી ભરાવની સ્થિતિનો મામલો
સમગ્ર વિષયને લઈને વિપક્ષ કોંગ્રેસના ભાજપ આકરા પ્રહાર
પાછલા 20 વર્ષથી amc માં ભાજપ રાજ કરે છે
આ 20 વર્ષમાં ભાજપે લોકોને સુવિધા ઓછી અને દુવિધા વધુ આપી છે
ભાજપે શહેરને સ્માર્ટસીટી નહીં પણ સ્વિમિંગ પુલ સીટી બનાવીને મૂકી દીધી છે
ગઈકાલથી આવી રહેલા વરસાદના કારણે તમામ વોર્ડમાં એક સરખી હાલત હતી
અધિકારીઓ ac ચેમ્બરમાં બેસી નેતાઓ સાથે ફક્ત પ્રેસનોટ જાહેર કરી દે છે
આ વર્ષે ai ની મદદથી એડવાન્સ એલર્ટ અને પૂરતી તૈયારી કરવાની વાત કરી હતી
ટેક્નોલોજીની મદદથી કામ લેવાની ફક્ત મોટી મોટી જાહેરાત કરે છે
વરસાદના સમયે એકપણ અધિકારી ગ્રાઉન્ડ પર ફરતા જોવાતા નથી
પાછલા 10 વર્ષમાં નજીવા કિલોમીટરની વરસાદી પાણીની લાઈન નાંખી શકાઈ છે
ગત સપ્તાહે ઇસ્ટર્ન મેઈન ટ્રન્ક લાઇનનું ઉદ્ઘાટન કરાયું પણ કોઈ લાભ નથી થયો
પાલડી સ્થિત કંટ્રોલ રૂમમાં અડધો અડધ cctv બંધ બતાવે છે
સૌથી પોશ એવા સીંધુભવન રોડ પર વરસાદી પાણી જોવાના એકે કેમેરા નથી
ભાજપના ભ્રસ્ટાચારના કારણે શહેરની જનતા પરેશાન છે - વિપક્ષ
બાઈટ : શહેઝાદખાન પઠાણ ,નેતા - વિપક્ષ - amc
-- -- -- -- -- -- -- -- --
વિપક્ષના આરોપ સંપૂર્ણ બેબુનિયાદ છે
તમામ તંત્ર અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ ફિલ્ડમાં હતા
કોર્પોરેટર થી લઇ ધારાસભ્ય સહિતના પ્રતિનિધિઓ ફિલ્ડમાં હતા
પૂર્વના અનેક જુના પ્રશ્નો aa વર્ષે ઉકેલાઈ ગયા છે
મેયરની આગેવાનીમાં લાંભામાં વિઝીટ કરી હતી
હજીપણ કાર્યવાહી સતત ચાલુ છે
વરસાદ આવજા કરે છે, રોડની કામગીરી અને સફાઈ કામગીરી સતત ચાલુ છે
Ai ટેક્નોલોજીનો ઉપયોગ થઇ જ રહ્યો છે, જેનો લાભ લઈને સ્ટાફને એડવાન્સમાં સ્થળ પર મોકલાઈ રહ્યા છે
જ્યાં જ્યાં કેમેરા નથી ત્યાં લાગી રહ્યા છે, નવા કેમેરા પણ નાખીશું
વિપક્ષને ઇસ્ટર્ન મેઈન ટ્રંક લાઈનમાં ખામી દેખાતી હશે પણ એનો લાભ મળ્યો છે
રાજ્યના મંત્રી અને અમારા કોર્પોરેટર સતત એના પર કામ કરી રહ્યા છે
ભૂતકાળમાં દિવસો સુધી ભરાઈ રહેતા પાણી આજે કલાકોમાં પાણી ઉતરી જાય છે
બાઈટ : દેવાંગ દાણી, ચેરમેન - સ્ટે કમિટી , amc
14
Report