Back
રાજકોટમાં સાઇબર ફ્રોડ: 16 લાખ રૂપિયાનું ઠગાઈનું કિસ્સું ઉલટાયું!
GDGaurav Dave
Aug 15, 2025 01:47:06
Rajkot, Gujarat
SLUG - 1408ZK_LIVE_RJT_CYBER_CHEATING
REP - GAURAV DAVE
CAM - UDAY PAWAR
FEED - TVU 75
(ફીડ 14 તારીખે ઉતારેલી છે)
એન્કર : રાજકોટ સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા સાઇબર ફ્રોડના ગુનામાં ગોંડલના 34 વર્ષીય પરેશ મકવાણા તેમજ 33 વર્ષીય મોનેક દુધરેજીયા નામના વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે. સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશન રાજકોટ શહેર ખાતે ગત 7 ઓગસ્ટ 2025 ના રોજ 39 વર્ષીય જય રાઠોડ નામના વ્યક્તિ દ્વારા જુદા જુદા બેન્ક એકાઉન્ટ ધારક વિરુદ્ધ બીએનએસની કલમ 316(2), 318(4) તેમજ આઇટી એકટ સહિતની કલમ અંતર્ગત ગુનો નોંધાવામાં આવ્યો હતો. પ્રાઇવેટ કંપનીમાં મેન્ટેનન્સ મેનેજર તરીકે પ્રાઇવેટ નોકરી કરનારા જય રાઠોડ દ્વારા પોલીસને આપવામાં આવેલી ફરિયાદમાં જણાવવામાં આવ્યું હતું કે, 29 મે 2025 ના રોજ facebookમાં તેણે શેર માર્કેટમાં રોકાણ બાબતેની પોસ્ટ જોઈ હતી. તે પોસ્ટ ઉપર ક્લિક કરતા એક ફોર્મ ખૂલી હતું જેમાં તેણે પોતાની વિગતો ભરી હતી. તેમજ ત્યારબાદ તેને એક whatsapp ગ્રુપમાં એડ પણ કરવામાં આવ્યું હતું જેમાં શેર માર્કેટ રિલેટેડ ટીપ્સ આપવામાં આવતી હતી. ત્યારબાદ આરોપીઓ દ્વારા તેને એક લિંક મોકલવામાં આવી હતી. જે લિંક ઉપર ક્લિક કરતા ફીન વોલ્ટ નામની એપ્લિકેશન ડાઉનલોડ થઈ હતી. જેમાં તેનું એકાઉન્ટ બનાવવામાં આવ્યું હતું. તેમજ રાઠોડ આરોપીઓના બેન્ક એકાઉન્ટમાં જે એમાઉન્ટ ટ્રાન્સફર કરતો હતો તે એમાઉન્ટ તેના વોલેટમાં જોવા મળતી હતી. 30 જૂન 2025 થી લઈ 24 જુલાઈ 2025 દરમિયાન તેણે અંદાજિત 16 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હતું. તેમજ પોતે રોકાણ કરેલ રકમ પ્રોફિટ સાથે પોતાના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવા બાબતે રીક્વેસ્ટ જનરેટ કરતા આરોપીઓ દ્વારા 15% ટેક્સ ભરવો પડશે તો જ રકમ પરત મળશે તેવું જણાવવામાં આવતા રાઠોડને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું જણાય આવ્યું હતું.
સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશન રાજકોટ શહેરના સિનિયર પીઆઇ જે.એમ કૈલા દ્વારા મીડિયા સાથેની વાતચીતમાં જણાવવામાં આવ્યું હતું કે, રાઠોડ દ્વારા જે બેન્ક એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા તે બાબતે સાઇબર ક્રાઇમ પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી. જે અંતર્ગત ગોંડલ ખાતે રહેતા અને મજૂરી કામકાજ કરનારા બે વ્યક્તિઓના બેન્ક એકાઉન્ટનો ઉપયોગ થયો હોવાનું ખુલ્યું હતું. ત્યારે હાલ પોલીસ દ્વારા પરેશ મકવાણા તેમજ મોનેક દુધરેજીયાની ધરપકડ કરવામાં આવી છે. જે બંનેની પૂછપરછ કરતાં તેમણે ધર્મિષ્ઠા યાદવ નામની મહિલાને પોતાના બેંક એકાઉન્ટ ઓપન કર્યા બાદ તેની કીટ આપી હોવાનું જણાવ્યું છે. બેન્ક એકાઉન્ટ ખોલાવ્યા બાદ બેન્ક એકાઉન્ટની કીટ આપવા બદલ બંનેને દસ દસ હજાર રૂપિયા જેટલી રકમ મળી હોવાનું જણાવ્યું હતું. ત્યારે હાલ સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશન રાજકોટ શહેર દ્વારા ધર્મિષ્ઠા યાદવની શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે. સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન રાજકોટ શહેરની પ્રાથમિક તપાસમાં પરેશ મકવાણાના બેન્ક એકાઉન્ટ વિરુદ્ધ અલગ અલગ 17 જેટલી જગ્યાએથી ફરિયાદ દાખલ થઈ હોવાનું સામે આવ્યું છે. દિલ્હી, કર્ણાટક, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, ગુજરાત, તમિલનાડુ તેમજ તેલંગાણા સહિતના રાજ્યોમાં ફરિયાદ દાખલ થઈ હોવાનું સામે આવ્યું છે. તેમજ મોનેક દુધરેજીયા નામના વ્યક્તિના એકાઉન્ટ વિરુદ્ધ ભારત મહાન જુદી-જુદી ત્રણ જેટલી જગ્યાએથી ફરિયાદ દાખલ થઈ હોવાનું સામે આવ્યું છે. પોલીસની પ્રાથમિક તપાસમાં બંને આરોપીઓના એકાઉન્ટમાં ભારતભરમાંથી અંદાજિત 1 કરોડ 16 લાખ જેટલી રકમ જમા થઈ હોવાનું સામે આવ્યું છે.
બંને આરોપીઓના એકાઉન્ટમાં સાયબર ફ્રોડની રકમ જેવી જમા થતી ત્યારબાદ તે રકમ અન્ય એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી લેવામાં આવતી હતી. ત્યારે સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશન રાજકોટ શહેર દ્વારા ધર્મિષ્ઠા નામની મહિલા તેમજ અન્ય મુખ્ય આરોપીઓની શોધખોળ હાથ ધરવામાં આવી છે. આરોપીઓ દ્વારા જે એપ્લિકેશનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તે એપ્લિકેશન કોના દ્વારા બનાવવામાં આવી હતી. એપ્લિકેશનનો ઉપયોગ કોણ કોણ અને કઈ કઈ જગ્યાએથી કરતું હતું તે સહિતની બાબતો અંગે તપાસ કરવામાં આવી રહી છે.
બાઈટ - જે. એમ.કૈલા, પીઆઇ, સાયબર ક્રાઇમ - રાજકોટ
14
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
KYKaniram yadav
FollowAug 15, 2025 04:02:16Agar, Madhya Pradesh:
एंकर – मध्यप्रदेश के आगर मालवा जिले के नलखेड़ा स्थित विश्वप्रसिद्ध माँ बगलामुखी मंदिर में 15 अगस्त के अवसर पर विशेष श्रृंगार किया गया। इस मौके पर माँ को माँ भारती के स्वरूप में सजाया गया, जिससे मंदिर परिसर देशभक्ति की भावना से सराबोर हो उठा।
वीओ – स्वतंत्रता दिवस के उपलक्ष्य में माँ बगलामुखी मंदिर में भक्तों ने अद्वितीय श्रृंगार किया। माँ को सफेद चुनरी ओढ़ाकर माँ भारती के रूप में सजाया गया, वहीं मंदिर परिसर को तिरंगे रंगों से सजाया गया। माँ के आंगन में तिरंगे की थीम से बनी सजावट भक्तों के लिए आकर्षण का केंद्र बनी हुई है। इस विशेष श्रृंगार के दर्शन के लिए बड़ी संख्या में श्रद्धालु पहुँच रहे हैं और देशभक्ति के साथ माँ के दर्शन का आनंद ले रहे हैं।
बाइट- पंडित दिनेश गुरु, पुजारी
3
Report
RRRAJA REHBER JAMAL
FollowAug 15, 2025 04:02:07Kishtwar, :
Spl Story;Chashoti Cloudburst Tragedy: Hindu-Muslim Unity Shines in Doda, Janmashtami Celebrations Cancelled
Slug-1508ZS_KTR_TRAGEDY_SPL_R
By Raja Rehber Jamal
Location: Doda, Jammu and Kashmir
Anchor: In the aftermath of the devastating cloudburst in the Chashoti area of Kishtwar, a heartwarming example of communal harmony and compassion emerged from Doda district, where members of the Hindu and Muslim communities have come together to help the stranded pilgrims of the Machail Mata Yatra.
With the Yatra temporarily suspended following the natural disaster, several yatris found themselves stranded. In response, locals across communities in Doda opened their homes and community halls, providing shelter, food, and medical help.
Two injured pilgrims were brought to GMC Doda. Sadly, one of them, a woman, succumbed to her injuries, while the other has been referred to GMC Jammu for advanced treatment.
To ensure all necessary arrangements, DDC Chairman Doda Dhananter Singh Kotwal, MLA Doda East Mehraj Malik, and Deputy Commissioner Harvinder Singh visited GMC Doda and reviewed the situation and readiness of the medical teams.
Amid this humanitarian response, Sanatan Dharam Sabha President Gagan Sharma and AAP Spokesperson Farooq Dar personally stepped in, offering accommodation and meals to the distressed pilgrims.
In a gesture of mourning and solidarity, Janmashtami celebrations have been cancelled in District Doda this year by local religious groups and civil society.
This tragic event, though marked by loss, has also brought forth a strong message of unity, humanity, and the spirit of Jammu and Kashmir — where communities rise above differences to stand by one another in times of crisis.
FEED.
SHOTS
BYTES.
1. DDC Chairman Dhananter Singh.
2. SDS Doda President Gangan Sharma.
3. Farooq Dar, AAP Spokesman.
4. P2C Raja Rehber Jamal.
Regards
Raja Rehber Jamal
Chenab Valley
E-mail :- rehberjamal12@gmail.com, rehberjamal12@rediffmail.com
Mob:- 8803163150, 7006027038 , 7051440613
2
Report
CPCHETAN PATEL
FollowAug 15, 2025 03:31:24Surat, Gujarat:
સુરત બ્રેક
બોગસ પાનકાર્ડ થી મુસ્લિમ યુવક અને નેપાળી યુવતી ઓળખ છુપાવી હતી
સુનિલ ઉર્ફે સુલતાન અને સ્વાતિ પટેલ ઉર્ફે ઇશિકા ની ધરપકડ
નોકરી અને રૂમ ભાડેથી મેળવવા બોગસ આઈડી પ્રુફ બનાવ્યા હોવાનું રટણ
એસ.ઓ.જી પોલીસના હાથે લાગી સફળતા
ખાટું શ્યામ મંદિર પાસેથી બંનેની ધરપકડ કરવામાં આવી
અલગ અલગ ચાર આધારકાર્ડ એક પાનકાર્ડ ચાર મોબાઈલ મળી રૂપિયા 75 હજારનો મુદ્દામાલ કબજે
બોગસ આધારકાર્ડ અને પાનકાર્ડ કોની પાસેથી અને કેટલા રૂપિયામાં બનાવ્યા તે અંગે તપાસ
8
Report
CPCHETAN PATEL
FollowAug 15, 2025 03:31:15Surat, Gujarat:
SVNITના સિક્યુરિટી ગાર્ડ જીતેન્દ્ર સિંહનો અનોખો દેશપ્રેમ
2,07,000થી વધુ શહીદોની માહિતી અને તસવીરોનો અદ્દભુત સંગ્રહ
પ્રથમ વિશ્વયુદ્ધથી આજ સુધીના શહીદોની જીવંત ગાથા
કારગિલથી અત્યાર સુધી 5,000થી વધુ શહીદ પરિવારો સાથે નિયમિત સંપર્ક
શહીદોના માતા-પિતાના ચરણોની 300થી વધુ માટીનો પવિત્ર સંગ્રહ
23,156 શહીદોની તસવીરો સાથે ભવ્ય “શહીદ હોલ” બનાવવાનું સ્વપ્ન
જીતેન્દ્ર સિંહ: માત્ર સિક્યુરિટી ગાર્ડ નહીં, શહીદોની વાર્તાઓનું જીવંત પુસ્તક
શહીદોના સન્માનની અનોખી ગાથા: એક સિક્યુરિટી ગાર્ડની દેશભક્તિ
સુરતના સિક્યુરિટી ગાર્ડે બનાવ્યું ''''શહીદ મ્યુઝિયમ''''
2,07,000 જવાનોની માહિતીનો અનોખો સંગ્રહ
શહીદોના પિતાના શબ્દોથી પ્રેરિત: પોસ્ટકાર્ડથી 5000 પરિવારો સાથે જોડાઈને જીવંત રાખે છે યાદ
બાઈટ.. જીતેન્દ્ર સીહ સિક્યુરિટી ગાર્ડ
6
Report
LJLakhani Jaydeep
FollowAug 15, 2025 01:47:42Dwarka, Gujarat:
વીઓ 01 જન્માષ્ટમીનો પર્વ નજીક આવતાં, સમગ્ર દ્વારકામાં ઉત્સાહનો માહોલ છવાયો છે. દ્વારકાધીશનું જગત મંદિર કલાત્મક લાઈટિંગથી શણગારવામાં આવ્યું છે. જેનું સૌંદર્ય દૂરથી જ નજરે પડે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ મંદિરને વિવિધ રંગબેરંગી લાઈટોથી સજાવવામાં આવ્યું છે. જેના કારણે મંદિર પરિસર ઝગમગી ઉઠ્યું છે. આ અદ્ભુત દ્રશ્ય ભક્તોના હૃદયમાં ભગવાન કૃષ્ણના જન્મોત્સવને લઈને અનેરો ઉમંગ ભરી રહ્યું છે.
WKT
વીઓ 02 :- આ શણગાર દ્વારકાના વાતાવરણમાં એક દિવ્ય અને આકર્ષક રોનક ઉમેરી રહ્યો છે. ભક્તો દૂર-દૂરથી આ સુંદરતાને નિહાળવા અને જન્માષ્ટમીની ઉજવણીમાં ભાગ લેવા માટે આવી રહ્યા છે. ભક્તોમાં જોવા મળતો આ ઉત્સાહ અને આનંદ, આગામી જન્મોત્સવની ભવ્યતાની ઝાંખી કરાવે છે. આ શણગાર માત્ર મંદિરની સુંદરતા જ નથી વધારતો, પરંતુ ભક્તોની શ્રદ્ધા અને ભક્તિને પણ વધુ મજબૂત બનાવે છે.
બાઈટ :- હિમાંશુ ચોહાણ, વહીવટદાર દ્વારકાધીશ જગત મંદિર ,દ્વારકા
14
Report
GDGaurav Dave
FollowAug 15, 2025 01:47:15Rajkot, Gujarat:
SLUG - 1408ZK_LIVE_RJT_LOOT_AROPI
REP - GAURAV DAVE
CAM - UDAY PAWAR
FEED - TVU 75
એંકર : એક સામટું દેવું ઉતારવા માટે આંગડિયા પેઢીના કર્મચારી દ્વારા બનાવવામાં આવ્યો હતો એવો પ્લાન કે જે પ્લાન એક્શનમાં આવતા શહેરભરની પોલીસ દોડી ગઈ હતી. તેમજ શહેર પોલીસ કમિશનરેટ એરિયામાં નાકાબંધી કરવાની પણ ફરજ પડી હતી. જોકે પોલીસે તપાસ શરૂ કરતાં ભોગ બનનાર પોતે જ આરોપી નીકળ્યો હોવાનું સામે આવ્યું છે.
વિઓ _ 01
તારીખ : 13 ઓગસ્ટ 2025
સ્થળ : રાજકોટ ભાવનગર હાઇવે
સમય : બપોરના પોણા બે કલાકે
પોલીસ સ્ટેશન વિસ્તાર : આજીડેમ પોલીસ સ્ટેશન
13 ઓગસ્ટ 2025 ના રોજ બપોરના પોણા બે વાગ્યાના અરસામાં રાજકોટ શહેર પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન રણક્યો હતો. ફોન કરનાર વ્યક્તિએ ત્રણ જેટલા વ્યક્તિઓએ બંદૂક બતાવી પોતાની પાસે રહેલા 34 લાખ 55 હજાર રૂપિયા જેવી રોકડ રકમ લૂંટીને ચાલ્યા ગયા હોવાનું જણાવ્યું હતું. બનાવ રાજકોટ ભાવનગર હાઇવે ઉપર અણીયારાને ત્રંબા ગામ વચ્ચે બન્યો હોવાનું જણાવ્યું હતું. ત્યારે સમગ્ર મામલાની જાણ રાજકોટ શહેર પોલીસને થતા તાત્કાલિક અસરથી ડીસીપી, એસીપી, પીઆઈ તેમજ પીએસઆઇ સહિતના રેન્કના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળ ખાતે દોડી ગયા હતા. તો સાથે જ સ્થાનિક આજીડેમ પોલીસ, લોકલ ક્રાઈમ બ્રાન્ચ તેમજ ડિપાર્ટમેન્ટ ઓફ ક્રાઈમ બ્રાન્ચની ટીમ ઘટના સ્થળ ખાતે દોડી ગઈ હતી.
બાઈટ : ડો.પાર્થરાજ સિંહ ગોહિલ, ડીસીપી ક્રાઈમ, રાજકોટ
વિઓ _ 02
ઘટના સ્થળ પર દોડી ગયેલી પોલીસે ભોગ બનનાર જગદીશ ચૌહાણ પાસેથી કઈ રીતે તેની સાથે બનાવ બન્યો તે અંગે વિગતો મેળવી હતી. પરંતુ જગદીશ ચૌહાણ પોલીસની પ્રાથમિક પૂછપરછમાં જ તેના દ્વારા આપવામાં આવેલી માહિતી શંકાસ્પદ હોવાનું પોલીસને જણાઈ આવ્યું હતું. પોલીસે જ્યારે જગદીશ ચૌહાણને પૂછ્યું કે, ત્રણ જેટલા વ્યક્તિઓ કાળા કલરની કારમાં આવ્યા હતા. તો તે કાળા કલરની કાર કઈ હતી? પરંતુ જગદીશ ચૌહાણ તે બાબતે કોઈ સંતોષકારક જવાબ નહોતો આપી શક્યો. ત્યારબાદ પણ જગદીશ ચૌહાણ દ્વારા જે જે બાબતો પોલીસને જણાવવામાં આવી હતી તે તે બાબતો અંગે પોલીસે તપાસ કરતા જગદીશ ચૌહાણ દ્વારા જણાવવામાં આવેલ હકીકત તેમજ તપાસમાં ખૂલેલી વિગતો બંને એકબીજા સાથે સામ્યતા દર્શાવતી ન હતી. આમ પોલીસને ગણતરીની જ મિનિટોમાં ખ્યાલ આવી ગયો હતો કે, ભોગ બનનાર જ ષડયંત્રનો હિસ્સો હોઈ શકે છે.
બાઈટ : ડો.પાર્થરાજ સિંહ ગોહિલ, ડીસીપી ક્રાઈમ, રાજકોટ
વિઓ _ 03
ત્યારે પોલીસે જગદીશ ચૌહાણની પોતાની ભાષામાં કડકાઇની રીતે પૂછપરછ કરી, ત્યારે જગદીશ ચૌહાણ દ્વારા પોતે લૂંટનું તરકટ રચ્યું હોવાનું જણાવ્યું હતું. તેમજ રૂપિયા કોઈ લુટી ગયું ન હતું પરંતુ પોતે જ પોતાના મિત્રના ઘરે મૂકીને આવ્યો હોવાનું જણાવ્યું હતું. ત્યારે પોલીસ દ્વારા 34 લાખ 55 હજાર રૂપિયા જેટલી રકમ હાલ કબજે કરવામાં આવી છે. જગદીશ ચૌહાણ દ્વારા પોલીસ સમક્ષ કબુલાત આપવામાં આવી હતી કે, પોતાને દેણું થઈ જતા લૂંટનું તરકટ રચ્યું હતું. જેથી પેઢીના પૈસા તેને આપવા ન પડે.
બાઈટ : ડો.પાર્થરાજ સિંહ ગોહિલ, ડીસીપી ક્રાઈમ, રાજકોટ
વિઓ _ 04
પોલીસની પ્રાથમિક તપાસમાં જગદીશ ચૌહાણ મૂળ મહેસાણાનો વતની હોવાનું તેમજ હાલ ઢસા ખાતે રહેતો હોવાનું સામે આવ્યું છે. તેમજ અગાઉ પણ પોતે પોતાના આંગડિયા પેઢીના માલિકના 9 લાખ રૂપિયા પોતે વાપરી ગયો હોવાનું પણ સામે આવ્યું છે. જોકે બાદમાં તે કટકે કટકે પોતાના માલિકને તે પૈસા ચૂકવી રહ્યો હોવાનું પણ સામે આવ્યું છે.
ગૌરવ દવે, zee 24 કલાક, રાજકોટ
14
Report
AKAshok Kumar
FollowAug 14, 2025 18:45:05Junagadh, Gujarat:
એન્કર.
જેલની સુરક્ષા વ્યવસ્થા પર ગંભીર સવાલો ઊભા થયા છે. સુરત જેલમાં હત્યાના ગુનામાં સજા કાપી રહેલા એક આરોપીએ જેલમાંથી જ ફોન કરીને જૂનાગઢના એક વેપારી પાસે ₹10 લાખની ખંડણી માંગી હતી. આ મામલામાં પોલીસે બે આરોપીઓને ઝડપી પાડ્યા છે.
વીઓ 1
સુરત જેલમાં બંધ હત્યાના આરોપી અમીન સંઘે 21 જુલાઈના રોજ ફરિયાદી ધવલ પાઠકને ફોન કર્યો હતો. ફોન પર અમીન સંઘે અઢી વર્ષ પહેલાં અવસાન પામેલા રામ રાઠોડ સાથેના નાણાકીય વ્યવહારનો ઉલ્લેખ કરીને પાઠક પાસેથી ₹10 લાખની ખંડણી માંગી હતી. પાઠકે સ્પષ્ટતા કરી કે રાઠોડ સાથેનો તેમનો વ્યવહાર પૂરો થઈ ગયો છે, તેમ છતાં અમીન સંઘે વારંવાર ફોન કરીને રૂપિયા ચૂકવવા દબાણ કર્યું હતું......જ્યારે ફોન પરની ધમકીથી કામ ન થયું, ત્યારે અમીન સંઘે પોતાના સાગરીતોને પાઠકના ઘરે મોકલ્યા. 26 જુલાઈની સાંજે લગભગ 8 વાગ્યે, એજાઝ ઉર્ફે અજુ બલોચ અને ઓમાન જાફાઈ સહિત 4-5 અજાણ્યા ઈસમો પાઠકના ઘરે પહોંચ્યા. આરોપીઓએ ઘરમાં પ્રવેશીને પાઠકને ધમકી આપી કે જો ₹10 લાખ નહીં આપે તો તેને જાનથી મારી નાખવામાં આવશે. એક આરોપીએ તો હથિયાર બતાવીને ધમકી આપતાં કહ્યું કે તેમના પર ઘણા કેસ છે, તેથી તેઓ પાઠકને ગમે ત્યારે ઉપાડી જશે....
બાઈટ
ધવલ પાઠક
ફરિયાદી
જુનાગઢ
વીઓ 2
આ ઘટના બાદ ધવલ પાઠકે જૂનાગઢ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. ફરિયાદના આધારે પોલીસે તત્કાળ કાર્યવાહી કરીને એજાઝ બલોચ અને ઓમાન જાફાઈને ઝડપી પાડ્યા. એજાઝ બલોચ રાજકોટમાં GUJCTOC હેઠળના કેસમાં જામીન પર છે.....પોલીસે બંને આરોપીઓને વેપારીના ઘરે લઈ જઈને ઘટનાનું રી-કન્સ્ટ્રક્શન કર્યું અને જરૂરી પુરાવા એકત્ર કર્યા. હાલ પોલીસ ઝડપાયેલા આરોપીઓની સઘન પૂછપરછ કરી રહી છે, જેથી અન્ય સાગરીતોની ઓળખ થઈ શકે અને જેલમાંથી ચાલતી આ ગેરકાયદે પ્રવૃત્તિઓના મૂળ સુધી પહોંચી શકાય
બાઈટ હિતેશ ધાંધલીયા
ડી વાય એસ પી
જુનાગઢ
વીઓ 3
આ ઘટનાએ જેલની સુરક્ષા વ્યવસ્થા પર ગંભીર સવાલો ઊભા કર્યા છે. પોલીસ માટે સૌથી મોટો પ્રશ્ન એ છે કે, અમીન સંઘ જેલમાં હોવા છતાં તેને ફોન કેવી રીતે મળ્યો? આ દિશામાં પણ પોલીસે અલગથી તપાસ શરૂ કરી છે. આ ઘટનાએ માત્ર ખંડણીના ગુનાને જ નહીં, પરંતુ જેલ પ્રશાસનની બેદરકારીને પણ ઉજાગર કરી છે, જેને સુધારવા માટે તાત્કાલિક પગલાં લેવા જરૂરી છે.
અશોક બારોટ
જુનાગઢ
14
Report
KAKAYESH ANSARI
FollowAug 14, 2025 17:31:30Darjeeling, West Bengal:
*Visual and Byte Sended*
*Teesta -Darjeeling Routh Also Closed By Which Local Resident Pubic Facing Problem For Necessary Work- Saying We Are In Trap Medical Person Faced More Problem*
From yesterday night the Movement of Vehicle had been stop in Teesta due to Water Level High. Where as the NH10 is also closed till tomorrow 6pm which was started from 13rd August 8pm. Before that in one day Heavy Vehicle movement was stop in NH10 due to Landslide and Road Wash Out.
The problem is facing by the local resident of Kalimpong and Teesta Public as all the routh had been closed only the Lava Route is open and that is also damage.
Mainly the Teesta Public facing the Big problem regarding the health issue out there is only one Primary Health Center and ifajor health issue coke that they don't had road to reach Siliguri soon.
*
14
Report
AKAshok Kumar
FollowAug 14, 2025 17:02:30Junagadh, Gujarat:
એન્કર : જૂનાગઢ જિલ્લામાં ફરી એકવાર જ્ઞાતિવાદી માનસિકતા ધરાવતો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. ખંભાળીયા (ઓઝત) ગામે અનુસૂચિત જાતિના યુવક સાગર મનજીભાઈ મકવાણાને દાઢી-મૂછ રાખવાને લઈને અપમાનિત કરી, મારમારવામાં આવ્યો. આ ઘટનામાં યુવકના સસરા જીવણભાઈને પણ આરોપીઓએ માર માર્યો. બંને ઈજાગ્રસ્તોને જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા છે. વિસાવદર પોલીસે ચાર આરોપીઓ સામે એટ્રોસિટી એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી, તપાસ હાથ ધરી છે.
વિઓ : જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના માંગનાથ પીપળી ગામના રહેવાસી સાગર મકવાણા, જે મજૂરી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે, તે ગત 11 ઓગસ્ટે પોતાનું બગડેલું મોટરસાયકલ રિપેર કરાવવા ખંભાળીયા (ઓઝત) ગામે ગયા હતા. ગેરેજ બંધ હોવાથી તેઓ પાન-મસાલો ખાઈ પરત ફરી રહ્યા હતા. સાંજે લગભગ 7:15 વાગ્યે વાજળી ગામના રેલવે પુલ પાસે નવી ચાવંડના શૈલેષ જેબલીયાએ તેમને રોક્યા અને દાઢી-મૂછ રાખવા બાબતે અપશબ્દો બોલી, જ્ઞાતિવાદી અપમાન કર્યું. સાગરે પોતાના સસરા જીવણભાઈને જાણ કરતાં તેઓ સ્થળ પર પહોંચ્યા. આ દરમિયાન, શૈલેષ જેબલીયા સાથે લાલો ભૂપત કાઠી દરબાર અને ત્રણ અજાણ્યા શખ્સો સિલ્વર કલરની I-20 ગાડીમાં આવ્યા. તેમણે સાગર અને જીવણભાઈને જ્ઞાતિવાદી ગાળો બોલી, ગેરબંધારણીય શબ્દોનો ઉપયોગ કર્યો. આરોપીઓએ ગાડીના પાના વડે સાગરને માર માર્યો, જ્યારે જીવણભાઈને મોઢા, માથા અને કાન પર મુક્કા-થપ્પડો મારી નીચે પાડી દીધા. ઘટનાસ્થળે સાગરનો સાળો હાર્દિક અને ગામના અન્ય લોકો ભેગા થયા, જેથી આરોપીઓ ધમકી આપી ગાડીમાં બેસી ખંભાળીયા તરફ ભાગી ગયા.
બાઈટ (ASP રોહિત કુમાર ડગર):
"આ ઘટનામાં અનુસૂચિત જાતિના યુવક અને તેના સસરા પર જ્ઞાતિવાદી અપમાન સાથે મારપીટનો મામલો નોંધાયો છે. વિસાવદર પોલીસે શૈલેષ જેબલીયા, લાલો કાઠી દરબાર અને ત્રણ અજાણ્યા શખ્સો સામે એટ્રોસિટી એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. આરોપીઓ હાલ ફરાર છે, અને તેમને ઝડપવા તપાસ શરૂ કરવામાં આવી છે."
વિઓ : ઈજાગ્રસ્ત સાગર અને જીવણભાઈને જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે, અને બંને ભાનમાં છે. આ ઘટનાએ જ્ઞાતિવાદી માનસિકતા સામે ગંભીર સવાલો ઉભા કર્યા છે. વિસાવદર પોલીસ આ મામલે આગળની કાર્યવાહી કરી રહી છે.
અશોક બારોટ, જૂનાગઢ,
14
Report
AKArpan Kaydawala
FollowAug 14, 2025 15:31:03Ahmedabad, Gujarat:
અમદાવાદ
કથિત વોટ ચોરીના કોંગ્રેસના ભાજપ સામેના આરોપથી હાલમાં દેશભરમાં રાજકારણ ગરમાયું છે. જેને લઈને કોંગ્રેસ સત્તત વિરોધ પ્રદર્શન કરી રહી છે. વિરોધની આજ ઝુંબેશ અંતર્ગત અમદાવાદ શહેર કોંગ્રેસ દ્વારા રિલીફ રોડથી સરદારબાગ સુધી રેલીનું આયોજન કરવામાં આવ્યું. જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો અને વિવિધ નેતાઓ ઉપસ્થિત રહ્યા. વોટ ચોર ગદ્દી છોડના સતત સૂત્રોચ્ચાર સાથે રેલીમા મશાલ સળગાવી કોંગ્રેસને પોતાનો આ મુદ્દો સતત ઉઠવતી રહેશે એવો સંદેશો આપવામાં આવ્યો
બાઈટ : સોનલ પટેલ, પ્રમુખ - અમદાવાદ શહેર કોંગ્રેસ
14
Report
KBKETAN BAGDA
FollowAug 14, 2025 14:51:00Amreli, Gujarat:
સ્લગ - માછલી ની ઉલ્ટી
લોકેશન - અમરેલી
રિપોર્ટર - કેતન બગડા
ફોર્મેટ - પેકેજ
એપૃલ - ડેસ્ક
તારીખ - 14/8/25
એન્કર.......
અમરેલી શહેરમાં વહેલ માછલી ની ઉલ્ટી નું વહેંચાણ કરે તે પહેલાજ અમરેલી એલ.સી.બી.ની ટીમે 2 ઇસમોને ઝડપી લઈ આગળની કાર્યવાહી કરી છે. જંગલ વિસ્તાર તેમજ દરિયાઈ વિસ્તારમાં વન્યપ્રાણી સરક્ષણ અધિનિયમની સંરક્ષિત જીવોના અવશેષોના વેચાણ સંગ્રહ નહીં હેરાફેરીની ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા ઉપર વોચ રાખીને અમરેલી શહેરમાંથી બે ઈસમોને માછલીની ઉલટી ના 3 ટુકડા સાથે ઝડપી લીધા હતા.
વિઓ - 1
અમરેલી શહેરના સેન્ટર પોઈન્ટ વિસ્તારમાં થી 2 ઇસમોને વ્હેલ માછલીની ઉલ્ટી ના ત્રણ ટુકડા સાથે 2 ઇસમોને ઝડપી લીધા છે. અમરેલી જિલ્લામાં વન્ય સરક્ષણ અધિનિયમનો ભંગ કરનાર ઇસમો ઉપર વોચ રાખી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે ની સુચના અમરેલી એસ.પી સંજય ખરાત દ્વારા આપવામાં આવતા અમરેલી એસીબી ની ટીમે દેશોમાં ઉપર વોચ રાખીને અમરેલી સેન્ટ્રલ પોઇન્ટ નજીકથી વ્હેલ માછલીની ઉલટી ના 3 ટુકડા સાથે ઝડપી લીધા હતા. આ બંને ઇસમોની પૂછપરછ કરતા વહેલ માછલી ની ઉલટી તળાજા તાલુકાના રાજપરા ગોપનાથ ના દરિયા કિનારેથી માછીમારી કરવા ગયેલ તે વખતે દરિયા કિનારે મળેલ હોય અને આ વહેલ માછલીની ઉલટી ની કિંમત બહુ ઊંચી હોવાનું બંને કિસ્સોને જાણ થતા આ બંને ઈસમો ગ્રાહકની શોધમાં અમરેલી શહેરના સેન્ટર પોઇન્ટ નજીક ફરતા હતા ત્યારે જ અમરેલી એસીબી ની ટીમે આ બંને શખ્સો ઉપર વોચ રાખીને તેમને ઝડપી લીધા હતા ત્રણ ટુકડા નું વજન 2.910 કિલોગ્રામ જેની કિંમત 29100000 લાખ રૂપિયા થાય છે. અમરેલી એલસીબી ની ટીમે મોબાઈલ અને મોટરસાયકલ સહિત કુલ રૂપિયા 29147000 નો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી.
પકડાયેલ આરોપી ના નામ : -
1 - કિશન ભુપતભાઈ બારીયા ઉમર- વર્ષ 32 - જુના રાજપરા - વાડી વિસ્તાર તાલુકો - તળાજા
2 - દિનેશ ડોળાસિયા - 36 વર્ષ - જુના રાજપરા - વાડી વિસ્તાર
બાઈટ - 1 - જયવીર ગઢવી - એ.એસ.પી - ધારી
14
Report
BPBurhan pathan
FollowAug 14, 2025 14:50:41Anand, Gujarat:
એન્કરઃ આણંદ જિલ્લામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસની ઉજવણી અંતર્ગત આણંદ શહેરમાં ડી.એન હાઈસ્કુલ કાતે સભા તેમજ મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, આણંદના મહાત્મા ગાંધી હોલ, ડી.એન. હાઈસ્કૂલ ખાતે આયોજીત સ્મૃતિ સભામાં મુખ્ય વક્તા તરીકે ગુજરાત પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ તથા ભૂતપૂર્વ ગૃહ મંત્રી ગોરધનભાઈ જડફિયાએ વિભાજનની કરૂણ ઘટનાઓ, દેશભક્તિ અને રાષ્ટ્ર એકતાના સંદેશ પર પ્રવચન આપ્યું હતું, ત્યારબાદ મશાલ રેલીનું પ્રસ્થાન ડી.એન. હાઈસ્કૂલમાંથી કરવામાં આવ્યું, જે બેઠક મંદીર પાસે ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીની પ્રતિમા પાસે સમાપ્ત થઈ હતી, રેલીમાં ભાજપનાં પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
બુરહાન પઠાણ
ઝી મીડીયા
આણંદ
14
Report
LJLakhani Jaydeep
FollowAug 14, 2025 14:50:32Dwarka, Gujarat:
વીઓ 01 :- દ્વારકામાં જન્માષ્ટમીના પાવન પર્વની ઉજવણી માટે તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે. લાખોની સંખ્યામાં ઉમટી પડનારા શ્રદ્ધાળુઓ માટે ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. દર્શન સુગમ અને શાંતિપૂર્ણ રીતે થાય તે માટે પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. તંત્ર દ્વારા આયોજિત આ વ્યવસ્થાથી યાત્રાળુઓ કોઈપણ અગવડતા વગર દ્વારકાધીશના દર્શન કરી શકશે.
WKT
બાઈટ :- હિમાંશુ ચોહાણ દ્વારકાધીશ જગત મંદિર વહીવટદાર દ્વારકા
વીઓ 02 :- યાત્રાળુઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ભક્તોની ભીડને નિયંત્રિત કરવા માટે કીર્તિ સ્તંભથી છપ્પન સીડી સુધીના માર્ગ પર બેરિકેડ્સ લગાવવામાં આવ્યા છે. 5 હજાર થી વધુ પોલીસ જવાનોનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો.
બાઈટ :- સાગર રાઠોડ DYSP દેવભૂમિ દ્વારકા
વીઓ 03 :- દર વર્ષની જેમ આવખતે પણ વિવિધ વ્યવસ્થા કરવામાં આવી છે. દ્વારકાધીશ જગત મંદિર ની જોડતા રસ્તા પર ફ્રી મેડિકલ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું.નાના બાળકો સાથે આવતા મહિલાઓ માટે ખાસ બેબી ફીડિંગ રૂમ રાખવામાં આવ્યા છે.લખો યાત્રિકો માટે દ્વારકા વહીવટી તંત્ર દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.
બાઈટ :- સુહાની બોરડા, પ્રવાસી
બાઈટ :- સૌરભ જયસ્વાલ, પ્રવાસી
બાઈટ :- આકાશ પાઠક, પ્રવાસી
14
Report
AKArpan Kaydawala
FollowAug 14, 2025 14:50:17Ahmedabad, Gujarat:
અમદાવાદ
વટવામાં ફાયરિંગ મામલે આરોપીની ધરપકડ
શહેર ક્રાઈમ બ્રાંચે 5 આરોપીઓની ધરપકડ કરી
આરોપીઓ પાસેથી 3 દેશી તમંચા, એજ જીવતું કારતુસ અને 4 ફાયરિંગમાં વપરાયેલા કારતુસ કબ્જે કર્યા
પોલીસે આર્મ્સ એક્ટ હેઠળ પણ અલગથી ગુનો નોંધ્યો
ઝડપાયેલા આરોપીઓ હિસ્ટ્રીશીટર છે
અગાઉ વિવિધ ગુનામાં પાસામાં પણ સજા ભોગવી ચુક્યા છે
ફાયરિંગના કેસમાં ઝડપાયેલા આરોપીઓને લઈને પોલીસ ઘટનાસ્થળે તપાસ કરી
ઘટનાસ્થળે લોક ટોળા એકઠા થતા મોટો બંદોબસ્ત ગોઠવવો પડ્યો
10 ઓગસ્ટે વટવા ચાર માળિયા આવાસમાં ચાર રાઉન્ડ ફાયરિંગ થયું હતું
શાહિસ્તા બાનુ નામની મહિલાના ઘરમાં થયું ચાર રાઉન્ડ ફાયરિંગ થયું હતું
બનાવ પહેલા ફરિયાદી મહિલા સાથેની જૂની અદાવતમાં આરોપીઓ મહિલાને ત્યાં ગયા હતા
ફરિયાદીએ તુરંત પોલીસનો સંપર્ક કરતા આરોપીઓને ભાગી જવું પડ્યું હતું
જે બાદ મહિલાએ સોશ્યલ મીડિયા પર ટિપ્પણી કરતા તેનાથી ઉશ્કેરાઈ પુનઃ મહિલાને ત્યાં પહોંચ્યા હતા અને હવાઈ ફાયરિંગ કર્યું હતું
ઇમરાન ગામડિયા નામના આરોપીએ કર્યું હતું ફાયરિંગ
ઇમરાન ગામડિયા ખંડણીના કેસમાં છેલ્લા બે વર્ષથી હતો જેલમાં
ખંડણી ના કિસ્સામાં જેલમાં સજા કાપી બહાર આવીને અદાવત રાખી મહિલાના ઘર પર આરોપીએ કર્યું હતું ફાયરિંગ
ઘટનાસ્થળે ફરિયાદી મહિલાએ એકાએક હોબાળો મચાવી આરોપીઓ પર બંગળીઓ ફેંકી હતી
Wkt
બાઈટ : ભરત પટેલ, acp - ક્રાઇમ બ્રાન્ચ - અમદાવાદ
14
Report