Back
અમદાવાદના રોડ પર વરસાદ પછી ભ્રષ્ટાચારની પોલ ખુલ્લી!
AKArpan Kaydawala
Jul 29, 2025 06:37:16
Ahmedabad, Gujarat
અમદાવાદ
બીજા રાઉન્ડના વરસાદે પણ રોડ મામલે ખોલી તંત્રની પોલ
વરસાદ બંધ થતા જ ઉખડવા લાગ્યા ભ્રષ્ટાચારના પોપડા
વાહનોની અવરજવરથી સૌથી વ્યસ્ત એવા એસજી હાઇવેની ખસ્તા હાલત
વાયએમસીએ ક્રોસ રોડ પર અત્યંત ગંભીર સ્થિતિ
એક તરફ ફલાયઓવરની કામગીરી
બીજી તરફ હાઇવે પર મસમોટા ગાબડાં અને ઉખડેલા પથ્થરો
નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા વેટ મિક્સ મટીરીયલ નાંખી ખાડા પુરવાના નિષ્ફ્ળ પ્રયાસ
વાહનોની સતત અવરજવરના કારણે ગણતરીના સમયમાં તમામ મટીરીયલ નીકળી જાય છે
જુઓ ધમધમતા ટ્રાફિક વચ્ચે લોકોની આંખમાં ધૂળ નાંખવા સમાન કામગીરી
Wkt
14
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
Rajula, Gujarat:
બ્રેકીંગ
અમરેલી- પીપાવાવ મરીન પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરીયાદ નોંધાય
આરોપીએ પીપાવાવ પોર્ટ ફોરવે પર આવેલ ગોડાઉન ONGC કંપની કોન્ટ્રાક ભાડે અપાવવા વિશ્વાસઘાત કરી
હરેશભાઇ વાઘ નામના વ્યક્તિએ રૂપિયા 1,28,00,000 આંગડીયા મારફતે રોકડા લઈ આપ્યા
ONGCmumbai.co.in વાળા ખોટા ઈમેઇલ આઈડી ઉપરથી એગ્રીમેન્ટ લેટર રદ થયેલ ટેન્ડર ઓડર મોકલી આપી છેતરપિંડી કરી
આરોપી પ્રદીપકુમાર શિવકુમાર દિલ્હી,ક્રિષ્ના તિવારી સામે ફરીયાદ નોંધાય
પીપાવાવ મરીન પોલીસ સ્ટેશનમાં હરેશ વાઘ દ્વારા 1 કરોડ 28 લાખની છેતરપિંડી થયાની ફરીયાદ નોંધાવી
14
Report
HBHimanshu Bhatt
FollowJul 29, 2025 14:45:21Morbi, Gujarat:
Slug 2907ZK_MRB_BOGAS_KHEDUT
Format AVB
Reporter HIMANSHU BHATT
Feed 2907ZK_MRB_BOGAS_KHEDUT
Date 29/07/2025
Location MORBI
APPROVAL VISHALBHAI
એંકર
માળીયા મીયાણા તાલુકાના બોગસ ખેડૂત ખાતેદાર પ્રકરણમાં સીઆઇડીની ટીમ દ્વારા સરવડ ગામના તત્કાલીન તલાટી મંત્રીની ધરપકડ કરવામાં આવી છે અને આજે તેને રિમાન્ડની માંગણી સાથે માળિયાની કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે તેના તા. 31/ 7 ના બપોરના 12:00 સુધીના ડિમાન્ડ મંજૂર કર્યા છે
વિયો
મોરબી જિલ્લા કૌભાંડોની હરમાળા હોય તે રીતે 602 જમીન કૌભાંડ સમગ્ર રાજ્યમાં ગુંજી રહ્યું છે તેવામાં માળિયા મીયાણા તાલુકાના રહેવાસી મહેશ પ્રભાશંકર રાવલ કે જેનું થોડા સમય પહેલા જ બીમારી સબબ અવસાન થયું છે તેમણે પોતાના ત્રણ સંતાનો ઉપરાંત જે મહિલા તેની દીકરી ન હતી તેને બોગસ સોગંદનામુ કરીને તેના આધારે મેળવેલ વારસાઈ આંબામાં દીકરી તરીકે દર્શાવી હતી અને તેના આધારે તેઓની ખેતીની જમીનમાં તેની વારસદાર બનાવમાં આવી હતી જે બાબતે ગત મે મહિનામાં માળિયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મહેશ પ્રભાશંકર રાવલ તથા બોગસ વારસાઈ આંબો બનાવનાર, બોગસ સોગંદનામુ બનાવનાર તથા બોગસ ખેડૂત ખાતેદાર બનેલ અને તેમાં મદદ કરનારની સામે સરવડ ગામના હાલના તલાટી મંત્રી દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેની તપાસ હાલમાં રાજકોટ ગ્રામ્યના પીઆઇ કે.કે. જાડેજા અને તેની ટીમ ચલાવી રહી છે અને તેના દ્વારા આરોપી ભરતભાઈ દેવજીભાઈ ખોખર (37) રહે. મોરબી વાળા ની ધરપકડ કરવામાં આવી હતી આ આરોપી અગાઉ સરવડ ગામે તલાટી મંત્રી તરીકે ફરજ બજાવતો હતો ત્યારે તેના દ્વારા બોગસ વારસાઈ આંબો બનાવી દેવામાં આવ્યો હતો જેથી તેની આ ગુનાના કામે ધરપકડ થયેલ છે અને માળિયા (મી)ની કોર્ટમાં આરોપીને રજૂ કરીને તેના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી દરમિયાન મદદનીશ સરકારી વકીલ તેમજ તપાસનીસ અધિકારી અને આરોપીના વકીલે કરેલી દલીલોને ધ્યાને રાખીને કોર્ટે આરોપીના તા. 31/ 7 ના રોજ બપોરે 12:00 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. આ શખ્સે બનાવી આપેલ વારસાઈ આંબો તેને છેકછાક કરી હતી. અને હાલમાં મોરબીના 602 જમીન કૌભાંડમાં પકડાયેલા આરોપી સાગર ફુલતરીયાએ કહ્યું હતું કે તેની પાસે મહેશ રાવલ અને તેનો દીકરો ઉદય રાવલ આવશે તેને વારસાઈ આંબો કાઢી આપવાનો છે. જેથી આરોપીએ વારસાઈ આંબો બનાવી આપ્યો હોવાનું સામે આવ્યું છે જેથી આ ગુનામાં પણ સાગર ફુલતરીયાની ધરપકડ થશે તેવી અધિકારી પાસેથી જાણવા મળેલ છે.
બાઈટ ૧: મનીષ પંડ્યા, મદદનીશ સરકારી વકીલ, માળિયા
14
Report
PTPremal Trivedi
FollowJul 29, 2025 14:32:40Patan, Gujarat:
એન્કર..
પાટણ નગરપાલિકાના ફાયર વિભાગની બેદરકારી બાબતે તાત્કાલિક અસરથી તપાસ કરી કાર્યવાહી કરવા બાબતે આજે કોંગ્રેસના આગેવાનો કાર્યકરોએ નગરપાલિકા ખાતે પહોંચી ભારે હોબાળો મચાવ્યો હતો અને ચીફ ઓફિસર સમક્ષ આવેદનપત્ર આપવા જતા ચીફ ઓફિસરે પોતાનો રૂબાબ બતાવતા મામલો બીચક્યો હતો અને ચીફ ઓફિસર તેમજ કોંગ્રેસના કાર્યકરો વચ્ચે વાંક યુદ્ધ છેડાયું હતું.
વીઓ..
પાટણ શહેરના ડીસા હાઈવે રોડ ઉપર આવેલી મહાલક્ષ્મી વિનિયર એન્ડ પ્લાય ઇન્ડસ્ટ્રીમાં ગત તારીખ 20 જુલાઈના રોજ સવારના સમયે આગ લાગી હતી જે અંગે ની જાણ નગરપાલિકાના ફાયર વિભાગને કરવામાં આવી હતી 20 મિનિટ સુધી ફાયર ફાઈટર અને સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો ન હતો ત્યારબાદ 5: 23 કલાકે ફરીથી ફોન કર્યો હતો ત્યારબાદ ફાયર ફાઈટર પાટણ નગરપાલિકા ખાતેથી નીકળી મોડા ઘટના સ્થળે પહોંચ્યું હતું. ફાયર ફાઈટર મોડું પહોંચવાની કારણે ઇન્ડસ્ટ્રીના માલિકને મોટું આર્થિક નુકસાન થવા પામ્યું હતું જેથી નગરપાલિકાના ફાયર વિભાગની ગંભીર બેદરકારી બાબતે આજે પાટણ શહેર કોંગ્રેસના ચૂંટાયેલા અને પાર્ટીના આગેવાનો કાર્યકરોએ નગરપાલિકા ખાતે પહોંચી નગરપાલિકાના સત્તાધીશોને ભાજપ સામે સૂત્રોચારો પોકારી દેખાવ કર્યા હતા અને ત્યારબાદ ચીફ ઓફિસર ને રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા જ્યાં ચીફ ઓફિસરે પોતાના રૂબાબ બતાવી કોંગ્રેસના કાર્યકરો સાથે ઉદ્ધતાઈભર્યું વર્તન કરતા મામલો બિચક્યો હતો અને ચીફ ઓફિસર તેમજ કોંગ્રેસના કાર્યકરો વચ્ચે તો તું મેં મેં સર્જાતા ભારે હોબાળો મચ્યો હતો ચીફ ઓફિસરના આવા વલણ બદલ કોંગ્રેસના કાર્યકરોએ તેમની ચેમ્બરમાં રામધૂન બોલાવી વિરોધ નોંધાવ્યો હતો તો ચીફ ઓફિસરે તાત્કાલિક પોલીસ બોલાવી હતી.
ધારાસભ્ય કિરીટ પટેલ સાથે પણ ચીફ ઓફિસર હિરલ ઠાકરે અશબ્ય વાણી વર્તન કર્યો હતો અને તેઓને ટેલીફોન ઉપર જણાવ્યું હતું કે હું મારા વાણી વર્તનથી સ્પષ્ટ છું તમે અત્યાર સુધી ગમે તેમ માનતા હો પણ હિરલ ઠાકરને પહેલીવાર જુઓ છો તેમ ધારાસભ્યને એક ચીફ ઓફિસર ટેલીફોનિક વાતચીતમાં જણાવ્યુ હતું.
પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસર હિરલ ઠાકરે ટોળા શાહી કરીને તેને લોકશાહીના નામે એક મહિલા અધિકારીને ડરાવવા ધમકાવવાની જે પ્રવૃત્તિ કરી તે બદલ તમામ સામે લેખિત ફરિયાદ કરવાની તજવીજ હાથ ધરી છે. તો બીજી તરફ કોંગ્રેસના કાર્યકરોએ પણ ચીફ ઓફિસર સામે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે
બાઈટ.1 દિપક પટેલ. પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખ
બાઈટ. 2. ભરત ભાટીયા. કોર્પોરેટર પાટણ નગરપાલિકા
બાઈટ.3. હિરલ બેન ઠાકર. ચીફ ઓફિસર પાટણ પાલિકા
બાઈટ. 4.હિરલ બેન ઠાકર. ચીફ ઓફિસર પાટણ પાલિકા
14
Report
PKPankaj Kumar
FollowJul 29, 2025 14:32:31Motihari, Bihar:
बिहार की राजधानी पटना में ‘डॉग बाबू’ के नाम पर फर्जी निवास प्रमाण पत्र के बाद अब मोतिहारी में भी ऐसा ही सनसनीखेज मामला सामने आया है. दरअसल पूर्वी चंपारण जिले ‘सोनालिका ट्रैक्टर’ के नाम से निवास प्रमाण पत्र के लिए आवेदन किया गया. जिसमें भोजपुरी अभिनेत्री मोनालिसा की तस्वीर का दुरुपयोग किया गया है. आवेदन में पिता का नाम ‘स्वराज ट्रैक्टर’ और माता का नाम ‘कार देवी’ दर्ज किया गया था. इस घटना ने प्रशासनिक व्यवस्था की खामियों को फिर से उजागर कर दिया है.
आवेदन की जानकारी मिलते ही कोटवा अंचल कार्यालय में हड़कंप मच गया. प्रारंभिक जांच में पता चला कि यह आवेदन फर्जी दस्तावेजों के आधार पर किया गया था. अंचलाधिकारी ने तत्काल इसकी सूचना पुलिस को दी, जिसके बाद कोटवा थाने में अज्ञात आवेदक के खिलाफ मामला दर्ज किया गया. पुलिस ने साइबर फ्रॉड और सरकारी दस्तावेजों से छेड़छाड़ के तहत FIR दर्ज की है और साजिशकर्ता के IP एड्रेस की जांच शुरू कर दी है. जिलाधिकारी सौरभ जोरवाल ने इस मामले में त्वरित कार्रवाई का आश्वासन दिया है. जांच में शामिल कर्मचारियों और डेटा ऑपरेटरों पर अनुशासनात्मक कार्रवाई की जाएगी. यह घटना बिहार में दस्तावेज सत्यापन प्रक्रिया की गंभीर खामियों को दर्शाती है. और अब नजरें इस बात पर टिकी है. कि दोषियों को पकड़ने में प्रशासन कितनी पारदर्शिता बरतता है.।आवेदक को।चिन्हित किया गया है
Byte:-- सौरभ जोरवाल डीएम मोतिहारी
14
Report
AKAshok Kumar
FollowJul 29, 2025 13:50:06Junagadh, Gujarat:
એન્કર.....જૂનાગઢના ભેંસાણ ના વિશળ હડમતીયા ગામે રસ્તા મુદ્દે પોલીસ કાફલો દોડ્યો,ટીડીઓ સહિતના અધિકારીઓ દોડ્યા, કોર્ટ મેટર હોઈ ચુકાદો આવે ત્યાં સુધી થોભો અને રાહ જોવોનો નિર્ણય
વિઓ...... જૂનાગઢ જિલ્લાના વિશળ હડમતીયા ગામે બે દિવસ પહેલા એક પરિવારના મકાનના ચાલવાના રસ્તા આડે બેલાના પથ્થર મૂકી બંધ કરાયો હતો જેને વિસાવદર આપ પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટલીયા અને કાર્યકરોએ હટાવી રસ્તો ખુલ્લો કરતા વિવાદનો વંટોળ જાગ્યો હતો જ્યારે આ ઘટનાને પગલે ટીડીઓ, તેમજ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો ત્યારે ગ્રામજનોએ ફરી બેલા મુકી દરવાજો બંધ કરી કરી દીધો હતા જેથી આજે આપ પાર્ટીના જિલ્લા પ્રમુખ તેમજ કાર્યકરો વિશળ હડમતીયા પહોંચ્યા હતા
બાઈટ, 1,હરેશ સાવલિયા
આમઆદમી પાર્ટી
વિઓ.....જ્યારે ભેંસાણ તાલુકા ભાજપ ઉપપ્રમુખ અને ઉપસરપંચ ભૂપત માવલિયાએ જણાવ્યું કે અલગથી આ જગ્યાને બિનખેતી કરી રસ્તો બનાવી નાખ્યો છે અને હાલ આ મેટર કોર્ટમાં ચાલી રહી છે જતા સુધી કોર્ટનો ચુકાદો ન આવે ત્યાં સુધી રાહ જોવી પડશે, આ આઠ વર્ષથી વિવાદ ચાલ્યો આવે છે, ત્યારે આપ પાર્ટીના ગોપાલ ઇટાલિયા અહીં આવી ગામની શાંતિ ડહોડવા ની કોશિશ કરી અને ભાજપ પાર્ટીને ગુંડા કહી વિવાદને મોટું સ્વરૂપ આપ્યું છે
બાયટ, 2, ભુપત મોવલિયા
તાલુકા ભાજપ ઉપપ્રમુખ
વિઓ...3 જયારે ટીડીઓએ જણાવ્યું કે આ મુદ્દે બંને પક્ષકારો કોર્ટમાં ગયા છે જે 2022 થી કોર્ટમાં કેસ ચાલે છે અને જ્યાં સુધી કોર્ટની ન્યાયિક પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી
તંત્ર હસ્તક્ષેપ નથી કરી શકતું
હાલ 6 ઓગષ્ટ ના રોજ કોર્ટની તારીખ હોય હાલ મામલો શાંત પડ્યો..
બાઈટ, 3, એ આઈ શેખ
ટીડીઓ
અશોક બારોટ
જૂનાગઢ
14
Report
CPCHETAN PATEL
FollowJul 29, 2025 12:17:52Surat, Gujarat:
સુરત બિંગ બ્રેકીંગ.
સુરત ડાયમંડ બુર્સ ધમધમતું કરવા માટે કવાયત.
સુરત ડાયમંડ બુર્સ ને આગળ વધારવા માટે અનેક પ્રયાસો.
ગૃહ મંત્રી હર્ષ સંધવી ની અધ્યક્ષમાં મિટિંગ.
સુરત ડાયમંડ વેપારી અને અગ્રણીઓ સાથે બેઠકનું આયોજન.
રાજ્યસભાના સાંસદ ગોવિંદભાઇ ધોળકિયા પણ હાજર.
ડાયમંડ બુર્સ ને શરુ કરવા અનેક પ્રયાસો કરવામાં આવે છે સફળતા મળતી નથી.
સુરત ડાયમંડ બુર્સ ને બન્યાને વર્ષો વીતી ગયા છતાં વેપારીઓ જતા અચકાઈ રહ્યા છે.
વર્ષ 2023 માં વેપારીઓ માટે ખુલ્લું મુકાયું છતાં ઓફિસ નથી ખુલી રહી.
બાઈટ..હર્ષ સંઘવી
14
Report
CPCHETAN PATEL
FollowJul 29, 2025 12:04:19Surat, Gujarat:
સુરત બ્રેક
પુણા ભાગ્યોદય ઇન્ડટ્રીઝમાં લૂંટ વિથ ફાયરીગ મામલો
એલ.સી.બી ની ટીમે મુખ્ય આરોપીની કરી ધરપકડ
દિલીપસિંહે કારીગરોને આ ખાતામાં કામ કરવા આવવાની ના પાડી હતી
તેમ છતા ફરિયાદી કામ પર આવતા ફાયરીગ કરી કારીગરોના મોબાઇલ ફોન નંગ-ર તથા ત્રણસો રૂપિયાની લુંટ કરી ફરાર થઇ ગયો હતો
ફરીવાર ખાતામાં કામ કરવા આવ્યા તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી
આરોપીને બિહારથી ઝડપી પાડવામાં આવ્યો
બાઈટ..આલોક કુમાર.ડીસીપી
14
Report
SBShilu Bhagvanji
FollowJul 29, 2025 11:51:46Porbandar, Gujarat:
2907 ZK PBR AAROPI
FORMAT-PKG
DATE-29-07-2025
LOCATION-PORBANDAR
APPROVAL-DESK
એન્કર-
પોરબંદરના ઉદ્યોગનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં સગીરા સાથે સામુહિક દુષ્કર્મના મામલે તમામ ચારેય આરોપીઓને ઝડપી લેવાયા છે.પોરબંદર એલસીબીએ ત્રણ આરોપીઓને તો બનાવના બીજા દિવસે જ ઝડપી પાડયા હતા પરંતુ મુખ્ય આરોપી જે ફરાર હતો તેને પણ ઝડપી લેવાયો છે.આરોપી જયરાજ દિલીપ સુંડાવદરા જે આ ગુનાનો મુખ્ય આરોપી હોય તે અમદાવાદ હોવાની બાતમીને આધારે પોલીસે અમદાવાદ એસજી હાઇવે ખાતેથી તેને દબોચી લેવાયો છે.આ મામલે જરૂરી ઓળખ પરેડ તથા રીકન્ટ્રકશન સહિતની કાર્યવાહી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી રહી છે.આ મામલાનો રાજુ લખમણ મુળીયાસીયાના બે દિવસના રિમાન્ડ મંજૂર થતાં તેની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે.આ ગુનાના અન્ય બે આરોપીઓ મલ્હારસિંહ ચૌહાણ તથા મેરુ સિંધલ જેલમા બંધ છે.આ મામલે પોલીસે હાલ તો મુખ્ય આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
બાઇટ-1
સુરજીત મહેડુ
ગ્રામ્ય ડિવાયેસપી,પોરબંદર
14
Report
DPDhaval Parekh
FollowJul 29, 2025 11:16:55Navsari, Gujarat:
એપ્રુવ્ડ બાય : વિશાલભાઈ
સ્લગ : NVS KARMCHARI VIRODH
નોંધ : વિઝ્યુઅલ અને બાઈટ FTP માં 7 જુલાઈના ફોલ્ડરમાં આજના 29 જુલાઈના ફોલ્ડરમાં અપલોડ કર્યા છે...
એન્કર : વર્ષોથી નવસારી નગર પાલિકામાં વર્ષોથી કાયમી થવાની આશા સાથે કાર્યરત કર્મચારીઓને મહાનગર પાલિકા બનતા જ રોજમદાર બનાવી દેવાના પરિપત્રથી ખળભળાટ મચી ગયો છે. કર્મચારીઓએ કામથી અળગા રહી, અન્યાય થવાના આક્ષેપો સાથે આજે મહાનગર પાલિકા કચેરીએ વિરોધ પ્રદર્શન કરવા સાથે ડેપ્યુટી કમિશ્નરને રજૂઆત કરી હતી. પરંતુ પરીક્ષા બાદ જ કાયમી થવાની વાતે કર્મચારીઓમા નિરાશા ફેલાઈ છે.
વી/ઓ : નવસારી નગર પાલિકાના વિવિધ વિભાગોમાં 15/20 વર્ષોથી ટાઇમ સ્કેલ, મસ્તર, રોજમદાર ઉપર કર્મચારીઓ કાર્યરત હતા. નવસારી મહાનગર પાલિકા બનતા જ વર્ષોથી કાર્યરત કર્મચારીઓને કાયમી થવાની આશા બની હતી. પરંતુ હાલમાં જ નવસારી મહાનગર પાલિકાએ પરિપત્ર કરીને તમામ કર્મચારીઓને કરાર આધારિત રોજમદાર કરવા સાથે 5 દિવસની રજા ઉપર ઉતારવાની તૈયારી કરતા મહાનગર પાલિકાના વિવિધ વિભાગોમાં કામ કરતા અંદાજે 900 થી વધુ કર્મચારીઓની આશા પર પાણી ફરી વળ્યું છે. હાલમાં મહાપાલિકામાં કરાર આધારિત કર્મચારીઓનો પગાર પણ વધારે છે. જ્યારે વર્ષોથી કામ કાર્યરત કર્મચારીઓનો પગાર તેનાથી ઓછો છે. હાલમાં આવેલા અને વર્ષોથી કાર્યરત કર્મચારીઓને એક લાકડીએ હાંકવાનો પરિપત્ર થતા આક્રોશિત કર્મચારીઓ તેમની કામગીરીથી અળગા થઈ મહાપાલિકા કચેરીએ ભેગા થયા હતા. જ્યાં 5 દિવસની રજા સાથે પગાર કપાત અને રોજમદાર કરવાના પરિપત્રનો વિરોધ દર્શાવ્યો હતો. સાથે જ મહા પાલિકાના ડેપ્યુટી કમિશ્નર ગૌરાંગ વાસાણીને મળીને રજૂઆત કરી હતી. જેમાં નવા જૂનામાં ભેદ હોવો જોઈએ, કાયમી થવાની આશા મુદ્દે પોતાની લાગણી વ્યક્ત કરી પરિપત્ર ઉપર ફેર વિચારણા કરવાની માંગ કરી હતી. જો મહાપાલિકા દ્વારા યોગ્ય નિર્ણય કરવામાં ન આવે, તો યુનિયનના નિર્યણ આધારે આગળ વધશે.
બાઈટ : વમીશ ઢીમ્મર, સુપરવાઈઝર, માયનોર વિભાગ, નવસારી મહાનગર પાલિકા
બાઈટ : મનીષ પટેલ, લાઈટ વિભાગ, નવસારી મહાનગર પાલિકા
વી/ઓ : નવસારી મહાનગર પાલિકાના વિવિધ વિભાગોમાં કાર્યરત કર્મચારીઓને રોજમદાર બનાવવાનો પરિપત્ર ગુજરાત મ્યુનિસિપલ એક્ટ હેઠળ કરવામાં આવ્યો હોવાનો રાગ મહાપાલિકાના ડેપ્યુટી કમિશ્નરે આલાપ્યો હતો. પાલિકામાં વર્ષોથી કામ કરતા કર્મચારીઓ મહાનગર પાલિકામાં સમાવી લેવામાં આવ્યા, પણ 15 કે 20 વર્ષોથી કામ કરતા કર્મચારીઓને પણ 5 દિવસ રજા ઉપર ઉતારી, પગાર કાપ્યા બાદ તેમને પણ કરાર આધારિત રોજમદાર બનાવવામાં આવશે. મહા પાલિકામાં કાયમી થવા માટે કર્મચારીઓએ નિયમાનુસાર પરીક્ષા આપવા પડશે. એના સિવાય કોઈ રીતે કાયમી થવાની સંભાવના નથી.
બાઈટ : ગૌરાંગ વાસાણી, ડેપ્યુટી કમિશ્નર, નવસારી મહાનગર પાલિકા
વી/ઓ : નવસારી મહાનગર પાલિકામાં વર્ષોથી કાયમી થવાના સપના જોતા કર્મચારીઓને મહા પાલિકાએ એક ઝાટકે રોજમદાર બનાવી દેવાના નિર્ણયથી સેંકડો લોકોના સપના ધૂળ થયા છે.
14
Report
UPUMESH PATEL
FollowJul 29, 2025 10:46:00Valsad, Gujarat:
Approved By Vishal
એન્કર : વલસાડ જિલ્લામાં હજુ પણ નેશનલ હાઇવે પર ઠેર ઠેર ખાડાઓ જોવા મળી રહ્યા છે ત્યારે કપરાડા તાલુકા ખાતે થી પ્રસાર થતા નેશનલ હાઇવે નંબર 848 પર ભાજપના જ જિલ્લા પંચાયત પ્રમુખ અને તાલુકા પંચાયત ના પ્રમુખ અને કાર્યકર્તાઓએ બેસી ને વિરોધ નોંધાવ્યો
વિઓ : વલસાડ જિલ્લામાં પડેલા વરસાદ ના કારણે ઠેર ઠેર જગ્યાએ ખાડાઓ પડી જવા પામ્યા છે નેશનલ હાઇવે અને મુખ્ય માર્ગો પર ખાડાના કારણે વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે ત્યારે વલસાડ ડાંગના સાંસદ અને વલસાડ જિલ્લા ના તમામ ધારાસભ્યો દ્રારા રજુઆત બાદ પણ નેશનલ હાઇવે ઓથોરિટી દ્રારા નેશનલ હાઇવે પર પડેલા ખાડા ન પુરવા આવતા ભાજપના જ વલસાડ જિલ્લાના પ્રમુખ મનહર ભાઈ પટેલ અને કપરાડા તાલુકાના પ્રમુખ હવે રસ્તા ઉપર ઉતર્યા છે જિલ્લા પંચાયત પ્રમુખ અને તાલુકા પંચાયત ના પ્રમુખ દ્રારા નેશનલ હાઇવે 848 પર બેસી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો અને હાઇવે ઓથોરિટી સામે રોષ વ્યકત કરવામાં આવ્યો છે નેશનલ હાઇવે 848 પર મસ્ત મોટા ખાડાઓ પડ્યા છે જેને લઈ નાશીક જતા તમામ વાહનોને ભારે મુશ્કેલી સજાઈ રહી છે સાથે સાથે અનેક અકસ્માતો પણ થઈ રહ્યા છે તો ત્યારે આજરોજ જિલ્લા પંચાયત પ્રમુખ અને તાલુકા પંચાયત પ્રમુખ દ્વારા હાઇવે તેને નેશનલ હાઇવે પર પડેલા ખાડા પૂરવા માટે રજૂઆત કરવામાં આવી હતી તે દરમિયાન નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓ દ્વારા જ જિલ્લા પંચાયત પ્રમુખ અને તાલુકા પંચાયત પ્રમુખને જવાબ આપ્યો હતો સાથે પ્રજાના પ્રતિનિધિની વાત જ ક્યાંક ને ક્યાંક અથડતી સાંભળતી નથી જેને લઈને આજરોજ જિલ્લા પંચાયત પ્રમુખ અને તાલુકા પંચાયત પ્રમુખ બંને કાર્યકર્તાઓ સાથે રસ્તા પર બેસી વિરોધ પ્રદર્શન કરી હાઇવે રોક્યો હતો
બાઈટ : મનહર ભાઈ પટેલ જિલ્લા પંચાયત પ્રમુખ
બાઈટ : હીરા બેન મહાલા તાલુકા પંચાયત પ્રમુખ
14
Report
CPCHETAN PATEL
FollowJul 29, 2025 10:16:45Surat, Gujarat:
EFCO
NPK KHATA
સુરત :: ફરી એક વખત ઇફકો કંપની દ્વારા ખાતરના ભાવમાં વધારો કર્યો.
ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોને સીધી અસર.
ઇફકો કંપની દ્વારા NPK ખાતર ની થેલીએ 130 રૂપિયા નો વધારો.
પહેલા એક થેલી પર - ૧૭૨૦ રૂપિયા હતા.હવે ભાવ વધ્યા બાદ - ૧૮૫૦ રૂપિયા થયો
દક્ષિણ ગુજરાત ખેડૂત અગ્રણી જયેશભાઈ પટેલની સબસિડી આપવા માટે રજૂઆત.
યુરિયા ખાતર ની જેમ પણ સબસીડી આપવામાં આવે તેવી માંગ
બાઈટ..જયેશ ડેલાદ..ખેડૂત આગેવાન
14
Report
CPCHETAN PATEL
FollowJul 29, 2025 10:16:26Surat, Gujarat:
ચિયા ગેંગ વિરુદ્ધ વધુ ત્રણ ખંડણીના ગુના નોંધાયા
48 કલાકમાં લિંબાયત પોલીસ મથકે ત્રણ નવી ફરિયાદ નોંધાઈ
ચાઈનીઝ દેખાવના કારણે વડા વાજિદને ઓળખાય છે “ચિયા” તરીકે
ચિયા ગેંગના નામે લિંબાયત વિસ્તારમાં દહેશત ફેલાઈ
વેપારીઓ પાસેથી બકરી બાંધવા જેવી વાત માટે પણ પૈસા વસૂલાતા
ઘરેથી બહાર નીકળવું પણ લોકો માટે જોખમભર્યું બન્યું
વેપારીઓ અને નાગરિકોનો શોષણ કરતી ચિયા ગેંગની દાદાગીરી
ગુનાહિત ઇતિહાસ ધરાવતું ગેંગ, કુલ 13 ગુનાઓ નોંધાયા
મુખ્ય આરોપી વાજિદ ઉર્ફે ચિયા, અન્ય બે ઘેટી અને મરાઠી
ગેંગ વિરુદ્ધ લૂંટ, ધાડ, રાયોટિંગ, હત્યાનો પ્રયાસના કેસ પણ નોંધાયેલા
SOGના DCP રાજદીપસિંહ નકુમે ગુનાની ગંભીર નોંધ લીધી
DCPની પીડિતોને ફરિયાદ કરવા ખુલ્લી અપીલ
પોલીસની ખંતી કાર્યવાહીથી વધુ ત્રણ પીડિતો આવ્યા આગળ
અધિકારીઓ દ્વારા ચિયા ગેંગને નાબૂદ કરવા ઝુંબેશ
લિંબાયત વિસ્તારમાંથી ગુનાગારીના અંધકારને દૂર કરવા પ્રયાસો શરૂ
બાઈટ..રાજદીપ સિંહ નકુમ..ડીસીપી
14
Report
GKGovindbhai Karmur
FollowJul 29, 2025 10:16:20Bhanvad, Gujarat:
* *Devbhumi Dwarka*
*Karmur Govind Ahir Jam-Khambhaliya*
*Mo.9714610000*
બ્રિજ તૂટવાની વધુ એક ઘટના આવી સામે
દેવભૂમિ દ્વારકા જિલના ભાણવડ તાલુકાનો ફોટડી ગામ નજીકનો કોઝવે બ્રિજ તૂટ્યો
મોરઝર થી ફોટડી જતા રોડપર આવેલ રાજાશાહી વખતના બ્રિજનો એક ભાગ તૂટ્યો
ગંભીર બ્રિજ દુર્ઘટના બાદ સમગ્ર ગુજરાતના તમામ જર્જરિત બ્રિજો ની તપાસણી કરવામાં આવી હતી ત્યારે તંત્રને આ બ્રિજ નજરમાં નહિ આવ્યો હોય???
બ્રિજ તૂટ્યો પણ કોઈ જાનહાનિના સમાચાર નથી પણ તંત્ર સુ જાનહાનિ ની રાહ જોઈ રહ્યું છે
હાલ તો સ્થાનિક દ્વારા વિડિઓ વાઈરલ કરી ભારે વાહનોને આ રોડપર ન ચાલવા અપીલ કરાઈ
બાઈટ 01 ચૌહાણ દિલીપભાઈ
બાઈટ 02 નાથાભાઈ સામતભાઈ
બાઈટ 03 ભરતભાઈ ચૌહાણ
14
Report
NJNILESH JOSHI
FollowJul 29, 2025 10:15:45Vapi, Gujarat:
એન્કર -
વલસાડ જિલ્લામાં આજે વરસાદી માહોલ છવાયો છે. સતત વરસાદથી શહેરી વિસ્તારોમાં જનજીવન પ્રભાવિત થઈ રહ્યું છે .જોકે અંતરિયાળ પહાડી વિસ્તારોમાં અત્યારે વાતાવરણ ખુશનુંમાં છે .અને પ્રકૃતિ જાણે સોળે કળાએ ખીલી છે. જિલ્લાનું જાણીતું હિલ સ્ટેશન એવું વિલ્સન હિલમાં આજે અદભુત નજારો જોવા મળી રહ્યો છે. અને આસપાસના વિસ્તાર અને પહાડીઓ વાદળ થી ઘેરાયેલી છે .વાદળોએ અહીં અડીંગો જમાવ્યો છે .આથી આ માહોલને માણવા મોટી સંખ્યામાં પર્યટકો વિલ્સન હિલ પર ઉમટ્યા હતા.ચોમાસા માં વલસાડના કપરાડા અને ધરમપુરના જંગલોમાં મોટી સંખ્યામાં પર્યટકો અને પ્રકૃતિપ્રેમીઓ ઉમટે છે. અને પ્રકૃતિના ખોળે સમય વિતાવિ અને નીરવ શાંતિ અને પ્રકૃતિના સૌંદર્યને માણે છે.સમગ્ર દક્ષિણ ગુજરાત અને રાજ્યમાંથી પર્યટકો અહી ઉમટે છે. અને આ કુદરતી નજારા ને માણે છે.
:વોક thru..1..2..1. નિલેશ જોશી
14
Report
GDGaurav Dave
FollowJul 29, 2025 09:33:28Rajkot, Gujarat:
SLUG - 2907ZK_LIVE_RJT_INDRANEEL_PC
REP - GAURAV DAVE
CAM - UDAY PAWAR
FEED - TVU 75
એન્કર - રાજકોટના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજગુરૂ દ્વારા કૃશક આંદોલનની શરૂઆત કરવામાં આવી છે. કોંગ્રેસ નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરુ દ્વારા આંદોલનને લઈને વિગત આપતા કહ્યું હતું કે, ગામડામાં દીકરાઓના લગ્ન કરવા મુશ્કેલ બન્યા છે, હાલની સ્થિતિમાં ગામડે દીકરીઓ દેવા માટે પરિવાર તૈયાર થતા નથી. ખેતી કરતા લોકોને અનેક મુશ્કેલીઓ પડી રહી છે. ત્યારે આવતીકાલે કોંગ્રેસ દ્વારા વિંછીયા થી આંદોલનનો પ્રારંભ કરવામાં આવશે. ગ્રામ્ય વિસ્તારમાં વીજળી, ખાતર અને પાણી તેમજ રોજગારીની સમસ્યાઓ છે. રાજ્યના ૬૫ ટકા લોકો ખેતી આધારિત જીવન જીવે છે, નાના લોકો અને ખેત મજૂર વર્ગ ઉપર અસહ્ય બોજાઓ આવેલા છે. ખેતી સાથે જોડાયેલા વીજળી, ખાતર, દવા, બિયારણ સહિતના મુદે ગ્રામ્ય લોકોને જાગૃત કરવા અને ન્યાય અપાવવા આંદોલન કરવામાં આવશે. રાજ્યના મહાનગરોનો વિકાસ છે તો નાના ગામડાનો વિકાસ સરકાર ક્યારે કરશે તેવો પ્રશ્ન કર્યો હતો. સરકાર ગ્રામ્ય વિસ્તારના ખેડૂતો અને ખેતી કામ સાથે જોડાયેલા લોકોના વિકાસમાં શું કર્યું તેવો સવાલ ઉઠાવ્યો હતો. આવતીકાલ થી કોંગ્રેસ ખેડૂતોને જોડવાના પ્રયાસ કરશે.
બાઈટ - ઇન્દ્રનીલ રાજ્યગુરૂ, પૂર્વ ધારાસભ્ય, કોંગ્રેસ
14
Report