Back
जम्मू में 800 किलो नकली पनीर जब्त, क्या श्रद्धालुओं की सेहत खतरे में?
RVRajat Vohra
Jul 25, 2025 16:01:16
Jammu,
BYTE: AJAY SHARMA, SP SOUTH
**जम्मू में 800 किलो नकली पनीर जब्त, फूड सेफ्टी विभाग की बड़ी कार्रवाई**
*कटरा भेजी जा रही थी खेप, दिल्ली से बस में किया गया था ट्रांसपोर्ट*
REPORTER: RAJAT VOHRA, JAMMU
जम्मू : जम्मू में खाद्य सुरक्षा विभाग ने बड़ी कार्रवाई करते हुए 800 किलो नकली पनीर जब्त किया है। ये नकली पनीर दिल्ली से बस के जरिए धर्मनगरी कटरा भेजा जा रहा था। विभाग को मिली गुप्त सूचना के आधार पर यह कार्रवाई की गई।
जानकारी के अनुसार, फूड सेफ्टी विभाग को इनपुट मिला था कि दिल्ली से एक बड़ी मात्रा में नकली पनीर की खेप बस के माध्यम से कटरा भेजी जा रही है। तुरंत कार्रवाई करते हुए विभाग की टीम ने पुलिस के सहयोग से बस को रोका और उसमें से 800 किलो नकली पनीर जब्त कर लिया। *जम्मू साउथ के SP अजय शर्मा ने बताया कि पुलिस को पुख्ता जानकारी मिली थी जिसके बाद ये कारवाही की गई। इस स्लीपर गाड़ी का नंबर AR20 B 0888 और इस बस का ड्राइवर अब्दुल अहद है जो कि लोरन पूंछ का रहने वाला है, अब्दुल अहद को पुलिस ने डिटेन कर आगे की कारवाही शुरू कर दी है। अजय शर्मा ने बताया कि फूड सेफ्टी एक्ट के तहत 3 से 5 लाख रुपए जुर्माना किया जा सकता है। फिलहाल इस पनीर के सैंपल को श्रीनगर लेबोरेटरी भेज दिया गया है, जहां आगे की जांच होगी।*
फूड सेफ्टी अधिकारियों ने मौके पर ही पनीर के सैंपल लेकर लैब टेस्ट के लिए भेज दिए हैं। प्रारंभिक जांच में यह सामने आया है कि पनीर में मिलावटी सामग्री का इस्तेमाल किया गया है, जो सेहत के लिए खतरनाक हो सकती है। इस मामले में संबंधित लोगों के खिलाफ एफआईआर दर्ज कर ली गई है और आगे की जांच जारी है।
फिलहाल यह पता लगाया जा रहा है कि इस नकली पनीर रैकेट के पीछे कौन लोग हैं और क्या इससे पहले भी इस तरह की खेप धार्मिक स्थलों पर भेजी गई है। खास बात यह है कि कटरा जैसे धार्मिक स्थल पर इस तरह की मिलावटी चीजों की आपूर्ति न सिर्फ श्रद्धालुओं की सेहत से खिलवाड़ है, बल्कि यह एक बड़ा अपराध भी है।
फूड सेफ्टी विभाग ने लोगों से अपील की है कि वे बाजार से खाने-पीने की चीजें खरीदते समय सतर्क रहें और शक होने पर तुरंत विभाग को सूचित करें।
14
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
ARAlkesh Rao
FollowJul 26, 2025 09:01:15Banaskantha, Gujarat:
નોંધ-ફીડ FTP કરેલ છે
FTP-2607 ZK BNK KHATAR ACHAT PKG
સ્લગ-ખાતર અછત
બનાસકાંઠા જિલ્લામાં ફરી એકવાર ખાતરની અછત ઉભી થતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે.ધાનેરા તાલુકામાં યુરિયા ખાતરની ભારે અછત હોવાથી ખેડૂતોની સ્થિતિ દયનિય બની છે.વહેલી સવારથી જ ખેડૂતો યુરિયા ખાતર લેવા લાંબી લાઈનોમાં ઉભા રહેવા મજબૂર બન્યા હોવા છતાં પણ પૂરતું ખાતર ન મળતાં ખેડૂતોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.
બનાસકાંઠા જિલ્લામાં મોટાભાગના લોકો ખેતી ઉપર આધારિત છે ,એમાંય જિલ્લાના ખેડૂતો ક્યાંક પાણીની તંગીના કારણે પરેશાન હોય તો ક્યાંક ખાતરની અછતથી તેવામાં હાલ ચોમાસાની સિઝન હોવાથી ખેડૂતોને પાણીની તંગી તો હલ થઈ છે પરંતુ ખાતરની અછતના કારણે ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે પહેલા DAP ખાતરની અછતના કારણે ખેડૂતો પરેશાન થયા હતા તો હાલ યુરિયા ખાતરની તંગીના કારણે ખેડૂતોની હાલત કફોડી બની છે .મોટાભાગના ખેડૂતોએ બાજરી અને મગફળીનું વાવેતર કર્યું છે જેમાં તેમણે યુરિયા ખાતરની જરૂરિયાત હોય ખેડૂતો યુરિયા ખાતર લેવા વલખાં મારી રહ્યા છે .ધાનેરા તાલુકામાં યુરિયા ખાતરની ભારે તંગી સર્જાતા ખેડૂતોને વહેલી સવારથી જ ખાતર લેવા માટે લાંબી લાઈનોમાં ઉભા રહેવા મજબૂર બનવું પડયુ છે ,ધાનેરામાં યુરિયા ખાતરનો સ્ટોક ન હોવાથી ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે.ઉલ્લેખનીય છે કે ધાનેરામાં 50 જેટલા લાઇસન્સ ધારકો ખાતર વેંચતા વેપારીઓ હોવા છતાં ફક્ત એક જ જનતા બીજ કેન્દ્ર ઉપર જ ખાતરનું વેચાણ ચાલુ હોવાથી ખેડૂતો ખાતર લેવા માટે સવારે 6 વાગ્યાથી લાઈનો લગાવીને ઉભા રહી છે તેવામાં ખાતરની અછત વચ્ચે ખેડૂતોને ફક્ત બે કે ત્રણ બોરી ખાતર મળી રહ્યું છે,જોકે આજે 560 જેટલી બોરીની આવક હતી અને ખાતર લેવા માટે હજારો ખેડૂતોની કતારો હોવાથી મોટાભાગના ખેડૂતોને ખાતર મળવું મુશ્કેલ છે જેને લઈને ખાતરની અછતને લઈને ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે તો બીજું બાજુ ખાતરની અછતને લઈને વેપારીઓ પણ તેમને વધુ ખાતરનો જથ્થો મળે તેવી માંગ કરી રહ્યા છે તો બીજી બાજુ ધાનેરા ખરીદ વેચાણ સંઘના મેનેજરનું કહેવું છે કે 24 તારીખ ઓછી યુરિયાનો સ્ટોફ આવ્યો નથી જ્યારે પણ સ્ટોક આવશે ત્યારે ખેડૂતોને તે વેચાણ કરવામાં આવશે ,જોકે સરકાર દ્વારા યુરિયાની જગ્યાએ નેનો યુરિયા ખાતરનું સંશોધન કરીને તેનું વેચાણ કરાઈ રહ્યું છે તેનો પૂરતો સ્ટોક પણ હાજર છે ,જે એક બોરી દાણાદાર યુરિયા ખાતરની સામે ફક્ત એક બોટલ એટલું જ કામ કરે છે જેનો 225 રૂપિયા ભાવ છે પણ ખેડૂતોને સબસીડી કાપીને 125 રૂપિયામાં આપવામાં આવી રહ્યું છે જે દાણાદાર યુરિયા ખાતર કરતા પણ ઉત્તમ હોઈ હાલ યુરિયા ખાતરની અછત હોઈ ખેડૂતો નેનો યુરિયા બોટલનો ઉપયોગ કરે .
બાઈટ-1-નરસિંહભાઈ ચૌધરી- ખેડૂત
( ખેડૂતો સવારે 6 વાગ્યાથી યુરિયા લેવા લાઈનોમાં લાગી રહ્યા છે સરકારે ખાતર વધુ આપવું જોઈએ)
બાઈટ-2-મોહમદ સલીમ મેમણ-વેપારી
( યુરિયા ખાતરનો સ્ટોક ખુબજ ઓછો આવી રહ્યો છે સરકાર અમને વધુ સ્ટોક આપે તો અમે ખેડૂતોને પૂરતું ખાતર આપી શકીએ)
બાઈટ-3-માનસુગ ચૌધરી-મેનેજર ખરીદ વેચાણ સંઘ ધાનેરા
( 24 તારીખ પછી યુરિયાનો સ્ટોક આવ્યો જ નથી જેથી ખેડૂતોને ખાતર આપી શકતા નથી.પણ ખેડૂતો નેનો યુરિયા બોટલનો ઉપયોગ કરે તેવી અપીલ કરું છું.)
અલકેશ રાવ-બનાસકાંઠા
મો-9687249834
0
Report
CPCHETAN PATEL
FollowJul 26, 2025 09:00:17Surat, Gujarat:
સુરત :- ઓલપાડ ચોર્યાસી તાલુકા સહકારી સંઘની ૭૫ મી વાર્ષિક સાધારણ સભા યોજાઇ ...
સંઘના સભાસદો માટે ૧૫ ટકા ડિવિડન્ડ ની જાહેરાત
સંઘના એજન્ડાના તમામ કામો મંજૂર કરાયા
૭૫ માં વર્ષની અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવશે
સંઘ સાથે ૮૫ મંડળોના ઓલપાડ ચોર્યાસી તાલુકાના ૪૦ હજાર ખેડૂતો જોડાયેલા છે
બાઈટ :- જયેશ પટેલ - ખેડૂત આગેવાન સુરત
0
Report
LJLakhani Jaydeep
FollowJul 26, 2025 08:31:07Dwarka, Gujarat:
વીઓ :- દેવભૂમિ દ્વારકા જિલ્લાના અધિક જિલ્લા કલેક્ટરે એક જાહેરનામું બહાર પાડીને જિલ્લાની દરિયાઈ સીમામાં આવેલા 21 નિર્જન ટાપુઓ પર લોકોની અવરજવર પર પ્રતિબંધ મૂક્યો છે. આ પ્રતિબંધ જુલાઈ 29, 2025 થી સપ્ટેમ્બર 26, 2025 સુધી અમલમાં રહેશે.જિલ્લામાં કુલ 24 ટાપુઓ આવેલા છે. જેમાંથી માત્ર 2 ટાપુઓ પર જ માનવ વસાહત છે. આ પ્રતિબંધનો મુખ્ય હેતુ દેશવિરોધી પ્રવૃત્તિઓને અટકાવવા અને દેશની સુરક્ષા સુનિશ્ચિત કરવાનો છે. તંત્રને આશંકા છે કે ધાર્મિક પ્રવૃત્તિઓના બહાને કેટલાક લોકો આ નિર્જન ટાપુઓનો ઉપયોગ દેશવિરોધી ગતિવિધિઓ માટે કરી શકે છે. થોડા સમય પહેલા જ 7 જેટલા ટાપુઓ પરથી ગેરકાયદેસર ધાર્મિક દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ જાહેરનામું સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને બહાર પાડવામાં આવ્યું છે. જેથી કોઈપણ વ્યક્તિ આ 21 નિર્જન ટાપુઓ પર દેશવિરોધી પ્રવૃત્તિઓ ન કરી શકે.
2
Report
LJLakhani Jaydeep
FollowJul 26, 2025 08:30:52Dwarka, Gujarat:
વીઓ 01 -12 જ્યોર્તિલિંગ પૈકીની એક જ્યોર્તિલિંગ નાગેશ્વર જ્યોર્તિલિંગ ખાતે આજે શ્રાવણ માસની શરૂઆત થતાં ભક્તો ભોળાનાથ ના દર્શને ઉમટ્યા હતા નાગેશ્વર જ્યોર્તિલિંગ ખાતે ભક્તોની ભારે ભીડ ઉમટી હતી નાગેશ્વર જ્યોર્તિલિંગ ખાતે ભક્તો આજે દૂર દૂરથી દર્શને ઉમટ્યા હતા નાગેશ્વર જ્યોર્તિલિંગ ખાતે ભકતોએ પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવી હતી
WKT
બાઈટ :- પ્રવિણભાઇ પૂજારી નાગેશ્વર મંદિર
વીઓ 02 - નાગેશ્વર મંદિર નાગનાથ મંદિર દ્વારકાની સીમમાં આવેલું પ્રસિદ્ધ હિંદુ શિવ મંદિર છે. તે દ્વાદશ (૧૨) જ્યોતિર્લિંગમાંનું એક છે.નાગેશ્વરનો અર્થ નાગોના ભગવાન એવો થાય છે અને તે વિષથી મુક્તિ અર્થાત શિવજી દ્વારા ખરાબ વૃત્તિઓથી મુક્તિને પ્રદર્શિત કરે છે. રુદ્ર સંહિતામાં શિવને ''''દારુકાવન નાગેશમ્'''' તરીકે ઓળખાવ્યા છે. નાગેશ્વરને પૃથ્વી પરનું પ્રથમ જ્યોતિર્લિંગ માનવામાં આવે છે. આ જ્યોતિર્લિંગને મળતા આવતાં અન્ય દેવસ્થાનો ૧. જગતેશ્વર, અલમોડા, ઉત્તરાખંડ અને ૨. ઔંધ, મહારાષ્ટ્રમાં છે.શિવ પુરાણ અનુસાર નાગેશ્વર દારુકવન (એક પૌરાણીક જંગલનું નામ)માં આવેલું છે. અન્ય પ્રાચીન ગ્રંથો જેવા કે કામ્યકવન, દ્વૈતવન અને દંડકવન આદિમાં દારુકવનનો ઉલ્લેખ આવે છે ત્યારે આજે શ્રાવણ માસની શરૂઆત થતાં ભકતોએ નાગેશ્વર જ્યોર્તિલિંગ ના દર્શન કરી પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવી હતી અહી નાગ નાગણી ના જોડા ચડાવી નાગ દોષ નિવારણ અહી થતું હોય એનું વિશેષ મહત્વ રહેલું છે ત્યારે આજે નાગેશ્વર જ્યોર્તિલિંગ ખાતે આજે બહોળી સંખ્યામાં યાત્રિકો નાગેશ્વર ખાતે દર્શને આવી પહોંચ્યા હતા
બાઈટ :- વેંકટેશન, કર્ણાટક ના પ્રવાસી
બાઈટ :- કર્ણાટક ના પ્રવાસી
વીઓ 03 - નાગેશ્વર ખાતે ભગવાન ભોળાનાથ ની 85 ફૂટ ઊંચી પ્રતિમા આવેલી છે આ મંદિરનું નિર્માણ ગુલશન કુમાર દ્વારા કરવામાં આવ્યું હતું અહી નાગેશ્વર ખાતે નાગ નાગણી ના જોડા ચડાવવાના વિશેષ મહિમા છે શ્રાવણ માસમાં ખાસ ભક્તો ભારત ભરમાંથી આ બાર જ્યોર્તિલિંગ પૈકીના એક એવા નાગેશ્વર જ્યોર્તિલિંગ ના દર્શને આવી પોતાની મનોકામના પૂર્ણ કરે છે કહેવાય છે કે અહી લોકોના ખૂબ શ્રદ્ધા ભાવ સાથે દર્શને આવે છે અહી દર્શન માત્રથી મનુષ્ય જીવનું કલ્યાણ થાય છે અહી શ્રાવણ માસમાં પૂજાનું વિશેષ મહત્વ છે ત્યારે દર્શને આવતા ભક્તો અહી પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવે છે
બાઈટ :- સંજય માવડિયા, પ્રવાસી
બાઈટ :- આનંદ પલવે, પ્રવાસી
એન્ટ્રી માટે છે સ્ટોરી whatsapp કરેલ છે
4
Report
CPCHETAN PATEL
FollowJul 26, 2025 08:30:25Surat, Gujarat:
સાપુતારા બ્રેક
સાપુતારામાં ૨૬મીથી પર્યટકોના પ્રિય મોન્સૂન ફેસ્ટિવલનો પ્રારંભ
એક ભારત શ્રેષ્ઠ ભારત'''' થીમ પર ૧૩ રાજ્યોના ૩૫૪ કલાકારોની ‘ફોક કાર્નિવલ પરેડ
તા.૨૬ જુલાઇથી ૧૭ઓગસ્ટ ૨૦૨૫ એમ કુલ ૨૩ દિવસ સુધી રંગારંગ ફેસ્ટિવલનું આયોજન
સાપુતારા તળાવ ખાતે એમ્ફિથિયેટર ગાર્ડનમાં જુદી જુદી એકિટવિટી કરવા માટે, ફૂડ કોર્ટ ખાતે વિવિધ ખાણીપીણીના સ્ટોલ, રેકડી બજાર ખાતે બેમ્બુ આર્ટ તેમજ ક્રાફ્ટને લગતા સ્ટોલ ઉભા કરાયા
પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃતિઓ, વન અને પર્યાવરણ, કલાઈમેટ ચેન્જ વિભાગનાં મંત્રી મુળુભાઈ બેરા રહેશે ઉપસ્થિત
1
Report
CPCHETAN PATEL
FollowJul 26, 2025 08:19:16Surat, Gujarat:
સુરત :: સુરત ની મુલાકાતે ગૃહ મંત્રી.
ગૃહમંત્રી સુરતમાં બેઠક માટે જઈ રહ્યા હતા ત્યારે એક બહેને તેમને મળી પોતાની ઘટનાની જાણ કરી.
પોતાની સાથે થયેલ છેતરપીંડી માં પોલીસે સારી સફળતા મળેવી.
એક બહેનના જીવનભરના બચતના રૂપમાં સોનાનું મૂલ્ય હતું.
બહેનના ચહેરા પર ખુશી જોઈ ગૃહ મંત્રી પણ ખુશ થયા હતા.
છેતરપિંડી થતાં જ તે તરત જ પોલીસ સ્ટેશને ગયા.
માત્ર ૩ દિવસમાં જ પોલીસ દ્વારા આરોપીને અમદાવાદથી પકડવામાં આવ્યો.
ત્યાર બાદ પોલીસને સલામ કર્યું.
10
Report
PDPRASHANT DHIVRE
FollowJul 26, 2025 08:15:38Surat, Gujarat:
અપ્રુવલ:વિશાલ ભાઈ
STORY
એંકર:સુરતના પુણા સીતાનગર વિસ્તારમાં BRTS કોરિડોરમાં સાયકલ લઈને ઘૂસી ગયેલા એક બાળકનો BRTS બસ ચાલકની સમયસૂચકતાને કારણે આબાદ બચાવ થયો છે. આ ઘટનાના હચમચાવી દેનારા CCTV ફૂટેજ સામે આવ્યા છે. જેમાં બાળક માંડ માંડ બચતો જોવા મળે છે.
વીઓ:1 સુરત શહેરના પુણા ગામ સીતાનગર પાસે એક બાળક સાયકલ લઈને પ્રતિબંધિત BRTS કોરિડોરમાં પ્રવેશી ગયો હતો. પાછળથી આવી રહેલી BRTS બસે હોર્ન વગાડ્યો હતો. જોકે, બાળકે અચાનક BRTS બસની આગળ જ સાયકલનો ટર્ન લીધો હતો. આ ભયાવહ દ્રશ્ય જોઈને BRTS બસ ચાલકે તત્કાળ બ્રેક મારી હતી, જેના પરિણામે બાળકનો ચમત્કારિક બચાવ થયો હતો.
વીઓ:2 ઉલ્લેખનીય છે કે, શહેરમાં BRTS કોરિડોરમાં ખાનગી વાહનો પર કડક પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તેમ છતાં, અનેકવાર વાહનચાલકો નિયમોનું ઉલ્લંઘન કરીને BRTS રૂટમાં પ્રવેશી જતા હોય છે. જેના કારણે અકસ્માતો સર્જાવાની શક્યતા રહે છે.
વીઓ:3 આ ઘટના બાદ મનપા ડેપ્યુટી કમિશનરે ફરી એકવાર લોકોને BRTS કોરિડોરનો ખાનગી વાહનો માટે ઉપયોગ ન કરવા અપીલ કરી છે. તેમણે જણાવ્યું હતું કે કમિશનરના પરિપત્ર હોવા છતાં અનેક વાહનચાલકો BRTS કોરિડોરમાં પ્રવેશ કરે છે. ભવિષ્યમાં આવા વાહનચાલકો સામે જરૂર પડ્યે પોલીસ ફરિયાદ પણ નોંધવામાં આવશે. આ ઘટના ફરી એકવાર BRTS રૂટમાં સુરક્ષા અને નિયમોના પાલનનું મહત્વ દર્શાવે છે.
બાઈટ:પ્રવીણ આર પ્રસાદ (મનપા ડે કમિશનર)
પ્રશાંત ઢીવરે - સુરત
STORY
12
Report
GDGaurav Dave
FollowJul 26, 2025 08:10:51Rajkot, Gujarat:
SLUG - 2607ZK_LIVE_RJT_MELO
REP - GAURAV DAVE
CAM - UDAY PAWAR
FEED - TVU 75
એંકર - રાજકોટ સહિત સૌરાષ્ટ્ર માટે જન્માષ્ટમીએ લોકમેળાનું આયોજન થાય છે...ત્યારે રાજ્યસરકાર દ્વારા SOP માં હળવાશ કરતા મેળાનું આયોજન શરૂ થયું હતું...ત્યારે ફરી રાજકોટનો લોકમેળા તથા પ્રાઇવેટ મેળાના રાઇડ્સ સંચાલકો ફરી એકવાર ચકડોળે ચડ્યા છે...કલેક્ટર તેમજ પોલીસ તંત્રએ રાઇડ્સ સંચાલકોની સમસ્યાઓનું મૌખિક નિરાકરણ કર્યા બાદ ફટાકડા ફોડી રાઇડ્સ સંચાલકોએ ઉજવણી પણ કરી લીધી હતી...બાદમાં લોકમેળા તેમજ પ્રાઇવેટ મેળાના રાઇડ્સ સંચાલકો R & B વિભાગમાં ગયા તો હકીકત જુદી જ સાંભળવા મળી હતી...R & B ના અધિકારીઓએ રાઇડ્સ સંચાલકોને કહ્યું કલેક્ટર ને કહો નવા નિયમો અમને લેખિતમાં આપે અથવા પરિપત્ર જાહેર કરે તોજ અમે પોઝિટિવ અભિપ્રાય આપીશું...ત્યારે આવતીકાલે રાઇડ્સ સંચાલકોની હરરાજી યોજાવાની છે ત્યારે લાખો રૂપિયાના રોકાણ બાદ પણ રાઇડ્સની મંજૂરી મળશે કે કેમ ? તેના પર પ્રશ્નાર્થ છે...રાજ્ય સરકારે પરિપત્રમાં સ્પષ્ટ ઉલ્લેખ કર્યો હોવા છતાં કલેક્ટર અને પોલીસ તંત્ર શા માટે SOP માં ફેરફારનો પરિપત્ર જાહેર નથી કરતા તે સૌથી મોટો સવાલ છે...શું કલેક્ટર કે પોલીસ તંત્ર પોતાના પર જવાબદારી લેવા નથી માગતું ? અનેક સવાલો વચ્ચે મેળો રાઇડ્સ સહીત યોજાશે કે કેમ તે મોટો સવાલ સામે આવ્યો છે...
બાઈટ - કૃષ્ણસિંહ જાડેજા - રાઈડસ સંચાલક, રાજકોટ
8
Report
DPDhaval Parekh
FollowJul 26, 2025 07:55:03Navsari, Gujarat:
એપ્રુવ્ડ બાય : સ્ટોરી આઈડિયા
સ્લગ : NVS NAISARGIK APP
એંકર : રાસાયણિક ખેતી છોડી નવસારીના ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળી રહ્યા છે, ત્યારે પ્રાકૃતિક ખેતી પાકોને બજાર અને ગ્રાહકોને સીધો રાયસણ વિનાનો તેમજ ગુણવત્તા સભર પાક મળી રહે એવા ઉદ્દેશ્ય સાથે જિલ્લા ખેતીવાડી વિભાગે નૈસર્ગિક નવસારી મોબાઈલ એપ્લિકેશન બનાવી ખેડૂતોને વૈશ્વિક પેલ્ટફોર્મ આપી આર્થિક મજબૂતી આપવાનો પ્રયાસ કર્યો છે.
વી/ઓ : નવસારીમાં સીધા પ્રાકૃતિક ખેડૂતોના ખેતરમાંથી શાકભાજી, ફળ, કઠોળ, અનાજ તેમજ મૂલ્યવર્ધિત વસ્તુઓની ખરીદી શક્ય બનાવવા જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા ટેક્નોલોજીના માધ્યમથી સમગ્ર રાજ્યમાં નવી પહેલ કરી છે. ખેતીવાડી વિભાગે " નૈસર્ગિક નવસારી " મોબાઈલ એપ્લિકેશન બનાવી છે. જેમાં જિલ્લામાં પ્રાકૃતિક ખેતી કરતા 3000 ખેડૂતોને જોડી તેમના ખેતરમાં પાકતા પ્રાકૃતિક પાકને સીધા ગ્રાહકો સુધી પહોંચાડવાનો નવતર પ્રયોગ કર્યો છે. મોબાઈલ એપ્લિકેશનમાં ખેડૂતનું નામ, તેનું સરનામું સાથે કયો પાક છે, એનો ભાવ સાથે જ કેટલી માત્રામાં છે અને કેટલા સમય માટે ઉપલબ્ધ રહેશે એની સીધી માહિતી મળશે. ખેડૂતોની માહિતી સાથે તેનો મોબાઇલ નંબર પણ આપવામાં આવ્યો છે, જેથી મોબાઈલ નંબર ઉપર ક્લિક કરતા સીધો તેને ફોન કરી સંપર્ક કરી શકાશે. ખાસ વાત એ છે કે ગ્રાહક પોતાના ઘર નજીકના ખેડૂતોને શોધી તેમની પાસેથી તાજા અને શુધ્ધ શાકભાજી, ફળ, કઠોળ, અનાજ તેમજ મૂલ્યવર્ધિત વસ્તુઓની ખરીદી કરી શકશે. ક્યારેક ગ્રાહક ખેડૂતના ખેતરમાં જઈને પણ શાકભાજી કે ફળ જાતે તોડી અને તેની ખરીદી કરી શકશે. ખેડૂતો વેપારીઓને પોતાનો પાક વેચે, ત્યારે ઘણીવાર બજારમાં ભરાવો થતા પાણીના ભાવે અથવા ફેંકી દેવાના ભાવે પોતાની મહેનત વેચવી પડતી હોય છે, ત્યારે શાકભાજીમોબાઈલ એપ્લિકેશન થકી ખેડૂતો સીધા ગ્રાહકો સાથે જોડાઈ શકશે, જેથી તેમને પોષણક્ષમ ભાવ મળશે અને ગ્રાહકોને પણ ઓછા ભાવે શુદ્ધ ખેતી પાકો મળશે, જેના થકી તેમનું આરોગ્ય પણ સુધરશે.
બાઈટ : ચંદુભાઈ પટેલ, પ્રાકૃતિક ખેડૂત, ઇટાળવા, નવસારી
વી/ઓ : પ્રાકૃતિક ખેત પેદાશો સીધી ઘર સુધી આંગળીના ટેરવે મળવાની વાતથી ગૃહિણીઓ પણ ખુશ છે. કારણ બજારમાં જઈને શાકભાજી, ફળ ફળાદી, કઠોળ, અનાજ અને મૂલ્યવર્ધિત વસ્તુઓ ખેતરમાંથી ઘરે ખેડૂતના હાથે મળશે. ક્યારેક સીધા ખેડૂતના ખેતરમાં પણ જઈને જાતે તોડીને ખરીદી કરી શકવાની વાત રોમાંચ અપાવે છે. નૈસર્ગિક નવસારી મોબાઈલ એપ્લિકેશનથી આંગળીના ટેરવે પ્રાકૃતિક ખેત પેદાશો મળવાની વાતથી ગ્રાહકોમાં પણ ખુશી છે.
બાઈટ : કિન્નરી શેઠના, ગૃહિણી, નવસારી
વી/ઓ : નવસારી જિલ્લા પંચાયતના ખેતીવાડી વિભાગે પ્રાકૃતિક ખેત પેદાશોને ઓનલાઇન પ્લેટફોર્મ આપી વૈશ્વિક બજાર આપ્યું છે. સાથે જ ખેતીવાડી વિભાગ દ્વારા ઉત્પાદિત થતા ઘન જીવામૃતને પણ ખેડૂતો સુધી પહોંચાડવાની વ્યવસ્થા પણ નૈસર્ગિક નવસારી મોબાઈલ એપ્લિકેશન થકી કરવામાં આવી છે. જેથી પ્રાકૃતિક ખેતીને પણ પ્રોત્સાહિત કરી શકશે. એપ્લિકેશનમાં પ્રાકૃતિક ખેડૂતોના તાલુકા અને પાક આધારિત યાદી પણ મળી રહશે. જેથી ગ્રાહકોને નજીકના ખેડૂતો પાસે પહોંચવાની સરળતા રહેશે.
બાઈટ : પરેશ કોટડીયા, નાયબ ખેતી નિયામક, નવસારી
વી/ઓ : નવસારી જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા રાજ્યમાં પ્રથમ વાર નૈસર્ગિક નવસારી મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરી, પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને આર્થિક રીતે મજબૂત કરવાનો અનેરો પ્રયાસ કર્યો છે.
6
Report
NJNILESH JOSHI
FollowJul 26, 2025 07:33:07Vapi, Gujarat:
એન્કર
રાજ્ય ના પડોશમાં આવેલા સંઘપ્રદેશ દમણની પોલીસે સાયબર ક્રાઇમમાં માહેર એવી એક સાઈબર ઠગ ગેંગ ના 3 સાગરીતો ને દબોચી લીધાં છે. . આ સાયબર ઠગોની મોડસ ઓપરેન્ડી સાંભળીને આપનુ માથું પણ ચક્કર ખાઈ જશે .આ ગેંગ ભોગ બનનાર ના ખાતામાંથી બારોબાર અને પૈસા ટ્રાન્સફર કરી ચાઉં કરી લેતા હતા ..આમ અત્યાર સુધી અનેક ગુનાઓને અંજામ આપનાર આ સાયબર ઠગો ને ઝારખંડ થી ઝડપી સળિયા પાછળ ધકેલી દીધા છે.. આવો આપને બતાવીએ કેવી રીતે આચરતા હતા સાયબર ઠગાઈ....??? જોઈએ આ અહેવાલમાં...
વી ઓ :1
દમણ પોલીસના જાપ્તામાં નીચી નજરે ઉભેલા વ્યક્તિઓ કોઈ સાધારણ વ્યક્તિઓ નથી... પરંતુ આ માસૂમ ચહેરાઓ પાછળ શાતિર દિમાગ છે ...આ માસૂમ લાગતા આરોપીઓ પોતે સાયબર ગુનાઓ ના માસ્ટર માઈન્ડ છે.. આરોપીઓ સાયબર એકસપર્ટ છે અને પોતાની આવડતનો ઉપયોગ તેઓએ સીધી રીતે પૈસા કમાવા માટે નહીં પરંતુ શોર્ટકટમાં પૈસા કમાવવા માટે ગેરકાયદેસર કામોમાં વાપરતા હતાં... અને પોતાના શાતિર દિમાગ નો ઉપયોગ કરી એક પછી એક સાયબર ઠગાઇનો સિલસિલો શરૂ કર્યો .. અને અત્યાર સુધી અનેક ઠગાઈ ને અંજામ આપી અનેક લોકોને રાતા પાણીએ રડાવ્યા છે.. આપને જણાવી દઇએ કે 2024 ના અંતમાં દમણ ના કચીગામ પોલીસ સ્ટેશનમાં એક વ્યક્તિએ પોતાના ખાતામાંથી તેની જાણ બહાર 5 લાખથી વધુ ની રકમ કોઈ એ ટ્રાન્સફર કરી લીધા હોવાની ફરિયાદ દાખલ કરી હતી ..આથી દમણ પોલીસે લાખો રૂપિયાના આ ઠગાઈની આ ફરિયાદને ગંભીરતાથી લઇ તપાસ હાથ ધરી હતી.. દમણ પોલીસે વિવિધ ટીમો બનાવી અને આ સાયબર ઠગાઇનો ગુનો ડીટેકટ કરવા માટે સાયબર એક્સપર્ટ ની પણ મદદ લઈ તપાસ હાથ ધરી હતી ..અને આખરે દમણ પોલીસની મહેનત રંગ લાવી ..અને ઝારખંડ ના જામતારા અને ધનબાદ ની સાઈબર ઠગ ગેંગ ના 3 સાગરીતો ની ધરપકડ કરી છે .આ શાતીર ઠગો એજ ફરિયાદી ના ખાતામાંથી લાખો રૂપિયા ચાઉ કરી લીધા હોવાનું બહાર આવ્યું છે...
બાઇટ: કેતન બંસલ sp દમણ
વી ઓ:2
પોલીસના હાથે ઝડપાયેલા આ સાઈબર ઠગ ના નામ પર નજર કરીએ તો ....
મોહમ્મદ નઇમુદ્દીન
મુજફર અન્સારી
મોહમ્મદ મંજૂર
નો સમાવેશ થાય છે...
આ ત્રણેય ઠગ આરોપીઓ ઝારખંડના જામતારા ની કુખ્યાત સાઈબર ઠગ ગેંગના સાગરીતો છે.. આ આરોપીઓ સોશિયલ મીડિયા કે મેસેજ ના માધ્યમથી લોકોના મોબાઇલ પર અજાણી લીંક કે APK ફાઇલ મોકલતા હતા.. જ્યારે કોઈ વ્યક્તિ આ APK ફાઈલ ને ઓપન કરતા જ સ્યાય સોફ્ટવેર સામેવાળી વ્યક્તિના મોબાઈલમાં ઇન્સ્ટોલ થઈ જતું હતું..ત્યાર બાદ ભોગ બનનાર ના મોબાઇલની તમામ એસેસ આ ઢગો પાસે આવી જતું હતું.. અને આ મોબાઇલ એસએસના માધ્યમથી તેઓ લોકોના બેંકના ડીટેલ જાણી અને બેંકના એકાઉન્ટમાંથી રૂપિયા ઉપાડી અને બેંક એકાઉન્ટનું તળિયું સાફ કરી દેતાં હતા.. સાયબર ઠગો ભોગ બનનાર ના એકાઉન્ટમાંથી ધનબાદની ગેંગના એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરી દેતા હતા.. અને ધનબાદ ની ગેંગ પોતાનું કમિશન કાપી અને આ સાઈબર ઠગોને પૈસા ચૂકવી દેતા હતા... આમ હજારો કિલોમીટર દૂર બેસી અને આ ગેંગ લોકોને શિકાર બનાવતી હતી.. અને જે લોકો ભૂલમાં કે જાણ બહાર અજ્ઞાનતાને કારણે આ એપીકે ફાઇલ ડાઉનલોડ કરે એ સાથે જ તેઓ તેમની કરામત શરૂ કરી દેતા હતા...
બાઈટ: કેતન બંસલ sp દમણ
વી ઓ:3
આજના ડિજિટલ યુગમાં મોબાઈલ હાથવગુ સાધન બની રહ્યું છે.. મોટાભાગના લોકોના બેંકની ડિટેલ મોબાઈલમાં જ હોય છે.. અને હવે ઓનલાઇન પેમેન્ટ નું ચલણ વધી ગયું હોવાથી બેંકની તમામ ડીટેલ મોબાઈલમાં જ મળી રહે છે. ત્યારે આ સાઈબર ઠગો ઘરે આવીને નહીં પરંતુ હજારો કિલોમીટર દૂર બેસી અને ડિજિટલ માધ્યમથી ઠગાઈ આચર આચરે છે .આથી આપના મોબાઇલમાં પણ જો કોઈ અજાણી લિંક સોફ્ટવેર કે apk ફાઈલ આવે તો ચેતી જજો .. ક્યાંક આવી અજાણી લિંક પર ટચ કરવું કે એપીકે ફાઈલો ડાઉનલોડ કરવી કે વિશ્વાસ કરવો આપને રાતા પાણીએ રોવડાવી શકે છે અને આપનું બેંકનું એકાઉન્ટ ના તળિયા પણ સાફ થઈ શકે છે.. આથી દમણ પોલીસે લોકોને આવી અજાણી લિંક સોફ્ટવેર કે એપીકે ફાઈલ થી દૂર રહેવા અપીલ કરી રહી છે..
બાઈટ: કેતન બંસલ sp દમણ
વી ઓ:4
ધનબાદ અને ઝારખંડના જામતારા ની ગેંગો દેશભરમાં કુખ્યાત છે .આ ગેંગો હવે ડિજિટલ બની રહી છે.. અને લૂંટ અને ઠગાઈની પદ્ધતિ પણ બદલાવી છે. હવે આ ગેંગ દૂર બેઠા જ સામેવાળી વ્યક્તિના બેંકના તળિયા સાફ કરી શકે છે.. અત્યારે પોલીસે આ ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. આથી પોલીસની આગામી તપાસમાં આ ગેંગે આચરેલા અનેક કારનામાઓના ભેદ ઉકેલવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
નિલેશ જોશી ઝી મીડીયા દમણ.
લોકેશન - દમણ
ftp/vapi/july25/26.7.25/2607zk_daman_cyber_crime/3bite/2visual.
12
Report
JBJayendra Bhoi
FollowJul 26, 2025 07:31:48Godhra, Gujarat:
એન્કર:
પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાનું દરૂણિયા ગામ... જ્યાં ચોમાસા દરમિયાન લોકો જીવનના જોખમે અવરજવર કરવા મજબૂર બન્યા છે. ગામની નજીકથી વહેતી મેયો નદી પર વર્ષો જૂનો કોઝ વે તૂટી જતાં, 100થી વધુ પરિવારોની બહારની દુનિયાથી કનેક્ટિવિટી જ જાણે કપાઈ ગઈ છે. વરસાદી મૌસમમાં આ તૂટેલા કોઝવે પરથી જ લોકોને જીવના જોખમે પસાર થવું પડે છે.
વી.ઓ-૧
ટીવી સ્ક્રિન પર દેખાતા દ્રશ્યો છે ગોધરા તાલુકાના દરૂણિયા ગામના... જ્યાં મેયો નદી ઉપર આવેલ કોઝવે ચોમાસાના ભયંકર પાણીમાં ધોવાઈ જતાં ગામના લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. અંદાજે 100થી વધુ ઘરો માટે આ એક માત્ર રસ્તો છે. હવે મહિલાઓ, બાળકો,વિદ્યાર્થીઓ અને વૃદ્ધો બધાંએ તૂટેલી પાળીઓ પરથી પસાર થવું પડે છે.ચોમાસા આધારિત ખેતી પર નિર્ભર રહેનાર ખેડૂતો માટે તો આ કોઝવેનો તૂટવો ગંભીર સમસ્યા બની ગયો છે. ટ્રેક્ટર બળદ ગાડું કે બાઇક સહિતનો ખેતી સાધનો ખેતરમાં લઈ જવાઈ શકતા નથી, પરિણામે ખેડૂતને ભારે આર્થિક નુકશાની થઇ રહી છે.જો ગામમાં કોઈ બીમાર થાય, કે પછી કોઈ ગર્ભવતી મહિલાને તાત્કાલિક દવાખાને લઈ જવું હોય તો 4-5 લોકોની મદદથી ઊંચકીને, જોખમભરી પાળીઓમાંથી પસાર થવું પડે છે. બજારેથી સામાન લાવવો હોય તો માથે લઈ જવું પડે છે.
શાળાએ જતા બાળકો પણ આ તૂટી ગયેલા કોઝવે પરથી પસાર થાય છે. જ્યાં એક બાજુ પથ્થરો છે અને બીજી બાજુ ઉંડું પાણી — જેમાં મગર જેવી જીવલેણ વન્યપ્રજાતિઓનું વસવાટ છે જેની પણ દહેશત છે.
બાઈટ: મેંત્રા ભાઈ રાઠવા (સ્થાનિક):
બાઈટ: અખમ ભાઈ રાઠવા (સ્થાનિક):
બાઈટ: પારસીંગભાઈ રાઠવા (સ્થાનિક):
વી.ઓ- 2
આમ તો આ નાળુ છેલ્લા 4 વર્ષ થી તૂટી જ જાય છે પરંતુ સ્થાનિક રહીશો દર વખતે પોતાના ખર્ચે અહીં માટી નું પુરાણ કરી ચોમાસા સિવાય ના સમય માં અવરજવર માટે ઉપયોગ કરવા માટે મજબૂર બન્યા છે.આ બાબતે ગામ ના સરપંચ સહિત તાલુકા અને જિલ્લા કક્ષા એ પણ રજૂઆતો કરી થાકી ગયેલા દરૂનીયા ગામ ના રહીશો હવે ભગવાન ભરોસે જોખમ વચ્ચે નાળા પર થી પસાર થવા મજબુર બન્યા છે.બીજી તરફ ગ્રામ પંચાયત થી લઈ તાલુકા અને જિલ્લા માં કોઈ પણ વિભાગ કે અધિકારીઓ આ બાબતે જવાબ આપવા નું ટાળી રહ્યા છે
દરૂણિયા ગામની આ દયનીય સ્થિતિ જોઈને તંત્ર માટે વિચારણીય બાબત છે કે ક્યાં સુધી લોકો આવા જોખમો વચ્ચે જીવી રહ્યાં છે. સ્થાનિક રહીશોની માંગ છે કે તાત્કાલિક નવો કોઝવે બનાવવામાં આવે...
વોક થ્રુ :: જ્યેન્દ્ર ભોઈ
10
Report
AKArpan Kaydawala
FollowJul 26, 2025 07:03:28Ahmedabad, Gujarat:
અકસ્માતની પ્રાથમિક વિગત
તા 26/7/25
Bus :- ABP 3
Route :- 49/2
Driver :- જીતેન્દ્ર 10283
સ્થળ : વિજય ચાર રસ્તા
સમય : 6.00 am
વિગત :
બસ મેમનગર ડિપો થી સવારે 6.00 વાગે નીકળી ગુ.યુનિવર્સિટી થી ઓન રોડ થવા જતા ત્યારે વિજય ચાર રસ્તા ઉપર આશરે સવારે 6.05 વાગે એક્ટિવા ચાલક એકદમ ટર્ન મારતા તેને બચાવવા જતા બસ ડ્રાઈવર નો સ્ટેરીંગ પર નો કન્ટ્રોલ ન રહેતા ચાર રસ્તા ઉપર આવેલ ટ્રાફિક સિગ્નલ ના થાંભલા ને ટક્કર મારતા થાંભલો નીચે પડી ગયેલ છે
પ્રાઇવેટ સુપરવાઈઝર દ્વારા સ્થળ ઉપર આવી પોલીસને જાણ કરી બસ મેમનગર ડિપો લઈ ગયેલ છે.
કોઈને ઈજા થયેલ નથી.
14
Report
UPUMESH PATEL
FollowJul 26, 2025 04:47:02Valsad, Gujarat:
Approved By Dayplan
એન્કર : વલસાડ શહેરના નજીક આવેલ પારડી સાંઢપોર ગામ નજીક એક યુવક ઇજા ગ્રસ્ત હાલત માં મળ્યો યુવક પર ચપ્પુ વડે જીવલેણ હુમલો થયો હતો જે બાદ પોલીસે યુવકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડી તપાસ હાથ ધરતા યુવકે પોતાને જ જાતે ચપ્પુ માર્યા હોવાનું સામે આવ્યું છે ત્યારે કોણ છે આ યુવક અને શા માટે પોતાને માર્યા હતા ચપ્પુ ના ધા જોઈ આ ક્રાઈમ રિપોર્ટ માં
વિઓ 01 : વલસાડ શહેરના નજીક આવેલ પારડી સાંઢપોર ગામના ગુંદલાવ રોડ પર થોડા દિવસ અગાઉ મહારાષ્ટ્રના નાસિકના એક યુવક પર ચપ્પુ જેવા તીક્ષણ હથિયારો થી જીવલેણ હુમલો કરવામાં આવ્યો હોવાની એક ફરિયાદ સીટી પોલીસ સ્ટેશનમાં દાખલ થઈ હતી. મહારાષ્ટ્ર થી રોજગારી માટે ગુજરાત આવેલા આ યુવક પર જીવલેણ હુમલાના ફરિયાદ દાખલ થતા જ વલસાડ સીટી પોલીસ એક્ટિવ થઈ હતી.. અને આ મામલે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી હતી. અને ગણતરીના દિવસોમાં જ આ બનાવનો ભેદ ઉકેલાયો છે.. અને ચોંકાવનાર ખુલાસા થયા છે.. હકીકતમાં મહારાષ્ટ્રના આ રાહુલ પાટીલ નામના યુવક પર કોઈ અન્ય નહીં પરંતુ તેણે પોતે જ પોતાની જાતે ચપ્પુ વડે ઇજા પહોંચાડી હુમલો કર્યો હતો.જેમાં ગંભીર ઇજા થઇ હોવાથી આ યુવક સારવાર માટે હોસ્પિટલમાં દાખલ છે..
બાઇટ:ડૉ કરણરાજ વાઘેલા
વલસાડ જિલ્લા પોલીસ વડા
વિઓ 02: 19 જુલાઈના રોજ એક મહારાષ્ટ્ર ના નાસિક થી વલસાડ આવેલ રાહુલ પાટીલ નામનો યુવક વલસાડ થી ગુંદલાવ તરફ જઈ રહ્યો હતો.. આ દરમિયાન ઝાડી ઝાખરામાંથી તે લોહી લુહાણ હાલતમાં મળી આવ્યો હતો.. આથી આસપાસના લોકોએ તાત્કાલિક તેને 108 દ્વારા સારવાર માટે હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યો હતો. આ યુવકે પોલીસ સમક્ષ જણાવ્યું હતું કે તે નોકરીની તલાશમાં તે વલસાડ આવ્યો હતો .પરંતુ કોઈ અજાણ્યાં લોકોએ તેના ઝાડી ઝાખરામાં લઈ જઈ અને ચપ્પુ જેવા હથિયારથી હુમલો કર્યો હોવાની ફરિયાદ દાખલ કરી હતી .આ બાબત ને પોલીસે ગંભીરતાથી લઈ આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ ની સહિત અન્ય લોકોની પૂછપરછ કરતાં ચોંકાવનારો ખુલાસો થયો હતો.. હકીકતમાં આ યુવક પર કોઈ અન્ય એ નહીં પરંતુ તેને પોતે જ દુકાનથી એક ચપ્પુ ખરીદી અને બનાવ વાળી જગ્યા પર જઇ અને પોતાને જ ઈજા પહોંચાડી હતી. ત્યારબાદ તેની સાથે લૂંટનો બનાવ બન્યો હોવાની ખોટી ફરિયાદ પોલીસ સ્ટેશનમાં દાખલ કરાવી હતી. પોલીસની તપાસમાં બહાર આવ્યું કે આ યુવક રાહુલ પાટીલ મહારાષ્ટ્રના નાસિકનો છે. તેને ત્યાં આર્થિક સંકળામણમાં હતી. લોકો પાસે મોટી રકમ વ્યાજે લીધી હતી.. આથી પૈસા આપનારા લોકોએ ઉઘરાણી શરૂ કરતાં જ તે ઘર છોડી અને ત્યાંથી નીકળી ગયો હતો.. અને અહીં આવી તેને કોઈ પરેશાન ન કરે તે હેતુથી પોતાની પર આવી રીતે જીવલેણ હુમલો થહો હોવાનો બનાવ ઉપજાવી કાઢ્યો હતો. ..
બાઇટ:ડૉ કરણરાજ વાઘેલા
વલસાડ જિલ્લા પોલીસ વડા
વિઓ 03 : દેવાદાર બને લા રાહુલે પોતે જ પોતાના પર ચપ્પુ વડે કરેલી ઇજા ગંભીર બનતા અત્યારે પણ તે સારવાર માટે હોસ્પિટલમાં દાખલ છે .. પરંતુ ફરિયાદી રાહુલ પોતે જ આરોપી નીકળતા હવે પોલીસે તેના વિરુદ્ધ પણ કાયદેસરથી કાર્યવાહી હાથ ધરી છે..ઉમેશ પટેલ ઝી મીડિયા વલસાડ
14
Report
CPCHETAN PATEL
FollowJul 26, 2025 03:48:37Surat, Gujarat:
નવસારીના ચીખલીમાં આવેલી દુકાનોમાં ઝુડિયોની ફ્રેન્ચાઈઝી લેવા માટે ગુગલના સહારો લેનાર સુરતનાં વેપારીએ ૩૧ લાખ રૂપિયા ગુમાવવા પડયા હતા. જે બનાવવા અંગે સાયબર સેલમાં બે આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી. જે ફરિયાદના આધારે પોલીસે બંને ઠગ આરોપીઓની ધરપકડી જલ ભેગા કર્યા હતા.
વિઓ.1
સુરતના રાંદેર વિસ્તારમાં આવેલી સાંઈ આશિષ સોસાયટી માં રહેતાં અનુરાગ રાજકુમાર હીરાણી પાસે નવસારીના ચીખલીમાં કમર્શિયલ દુકાનો હોઇ તેણે તે ટાટા ઝુડીયોની કંપનીને ભાડે આપવાનું નક્કિ કર્યું હતું. ૨૨મી માર્ચે તેણે ઝૂડિયોની મેઇલ આઇ.ડી. સર્ચ કરતાં ઝુડિયો હેલ્પ લાઈન ઉપરથી એક મેઈલ આઈ.ડી. મળી હતી. તેને પોતાની દુકાનો ફ્રેન્ચાઇઝી માટે ભાડે આપવાનો મેઇલ કર્યો હતો. થોડાંક દિવસો બાદ તેમને વળતો મેઇલ આવ્યો હતો. આ દુકાનોમાં ફેન્ચાઈઝી આપવા માટે તત્પરતા દાખવી કંપની કરાર કરવા તૈયાર હોવાનું જણાવી ઝુડીયોના નામથી અલગ અલગ લેટર મોકલાવ્યા હતા. દુકાન ભાડે લેવા પહેલાં રજિસ્ટ્રેશન ફી, એન.ઓ.સી., કરારના નામે નાણાં ઉસેટવાનું શરૂ કર્યું હતું. અલગ અલગ બહાના હેઠળ ૩૧ લાખ રૂપિયા પડાવી લેવાયા હતા છતાં ફ્રેન્ચાઈ ઝી તો મળી ન હતી. પરંતુ વધુ નાણાં માંગવાની સતત ચાલુ રહેતાં મામલો શંકાસ્પદ લાગ્યો હતો. તપાસ કરતાં તેઓ ટેલિ ફિંશીંગ ગેંગના સંકજામાં સપડાયા હોવાનું બહાર આવતાં તેઓ સાયબર ક્રાઈમ પોલીસ મથકે પહોંચ્યા હતા. જે બનાવવામાં સાયબર ક્રાઇમ પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે
> હાલ અટક કરેલ આરોપી:-
- (૧) રવી S/o મનોહર પાટીદાર
ગુન્હામાં ભૂમિકા :- સદર આરોપી આઇ.ટી. સેક્ટર, વેબ ડવલોપગ, ડીઝીટલ માર્કેટીંગ, વેબસાઇટ ડીઝાઇનીંગ અને કન્ટેન્ટ માર્કેટીંગનો જાણકાર છ આરોપી દ્વારા Nexan Tech | Digital Marketing | Software Company નામની કંપની ચલાવી web and Digital services ના નામે ઉજ્જૈન ખાતે ઓફિસમાં ચાલાવતો હતો.
- (૨) પ્રશાંત S/o મોહનદાસ કસેરા
ગુન્હામાં ભૂમિકા :- સદર આરોપીએ અટક કરવામાં આવેલ આરોપી રવી પાટીદારનો સંપર્ક બિહાર રાજ્યના નાસતા ફરતા આરોપીઓ સાથે ઓનલાઈન વ્હોટ્સએપના માધ્યમથી કરાવી આપેલ હતો
બાઈટ..શ્વેતા ડેનિયલ..એસીપી
14
Report
AKAshok Kumar
FollowJul 25, 2025 17:30:59Junagadh, Gujarat:
એન્કર...
વિસાવદરની પેટા ચૂંટણીમાં આપેલા ખોટા વચન અને વાયદાનો ભોગ ત્રણ જિલ્લાના 50,000 થી વધુ ખેડૂતોને બનવાનો વારો આવ્યો છે. જેડીસીસી બેંકમાંથી ત્રણને બદલે પાંચ લાખનું વગર વ્યાજે ધિરાણ આપી હવે બે લાખ રૂપિયા ખેડૂતોને પરત ભરવાનો આદેશ કરતા ખેડૂતોમાં રોષ ભભુકી ઉઠયો છે.
વીઓ-1
?? ખેડૂતોને ?? દર ?? વર્ષે ?? પાક ?? ધિરાણ ?? માટે ?? ત્રણ ?? લાખ ?? સુધીનુ ?? ધિરાણ ?? વગર ?? વ્યાજે ?? આપવામાં ?? આવે ?? છે ?? તેનુ ?? વ્યાજ ?? કેન્દ્રને ?? રાજ્ય ?? સરકાર ?? ભોગવે ?? છે. ?? આ ?? વખતે ?? કેન્દ્રના ?? બજેટમાં ?? ત્રણમાંથી ?? પાંચ ?? લાખ ?? વ્યાજ ?? વગર ?? આપવાની ?? જાહેરાત ?? થઈ ?? હતી ?? પરંતુ ?? તે ?? અંગેનો ?? કોઈ ?? સત્તાવાર ?? પરિપત્ર ?? ન ?? થયો ?? જેથી ?? એક ?? પણ ?? રાષ્ટ્રીયકૃત ?? બેંક ?? દ્વારા ?? પાંચ ?? લાખનું ?? વગર ?? વ્યાજે ?? ધિરાણ ?? આપવામાં ?? આવ્યું ?? નથી. ?? પરંતુ ?? વિસાવદરની ?? પેટા ?? ચૂંટણી ?? લડતા ?? ભાજપના ?? ઉમેદવાર ?? કિરીટ ?? પટેલ ?? કે ?? જેવો ?? જૂનાગઢ ?? જિલ્લા ?? સહકારી ?? બેંકના ?? ચેરમેન ?? છે ?? તેઓએ ?? વિસાવદરની ?? ચૂંટણી ?? સમયે ?? માત્ર ?? કેન્દ્ર ?? સરકારની ?? જાહેરાતના ?? આધારે ?? ખેડૂતોને ?? પાંચ ?? પાંચ ?? લાખ ?? વગર ?? વ્યાજે ?? પાક ?? ધિરાણ ?? આપવાનો ?? નિર્ણય ?? કરી ?? 50000 ?? જેટલા ?? ખેડૂતોને ?? પાંચ ?? લાખ ?? રૂપિયા ?? પાક ?? ધિરાણના ?? આપી ?? દીધા ?? હતા. ?? હવે ?? તેને ?? ધ્યાને ?? આવ્યું ?? કે ?? કેન્દ્ર ?? સરકારે ?? કોઈ ?? આવો ?? પરિપત્ર ?? કર્યો ?? નથી ?? જેથી ?? પાંચ ?? લાખ ?? રૂપિયા ?? જે ?? ખેડૂતોને ?? વગર ?? વ્યાજે ?? આપ્યા ?? હતા ?? તેની ?? પાસેથી ?? બે ?? લાખની ?? રકમ ?? પરત ?? ભરવા ?? ખેડૂતોને ?? આદેશ ?? કર્યો ?? છે. ?? જો ?? ખેડૂત ?? 2,00,000 ?? પરત ?? ન ?? ભરે ?? તો ?? તેને ?? 12% ?? લેખે ?? વ્યાજ ?? ચૂકવવાનો ?? વારો ?? આવશે. ?? જુનાગઢ ?? જિલ્લા ?? સહકારી ?? બેંકનું ?? કાર્યક્ષેત્ર ?? જુનાગઢ, ?? ગીર ?? સોમનાથ ?? અને ?? પોરબંદર ?? જિલ્લો ?? છે ?? કુલ ?? 1 ?? લાખથી ?? વધુ ?? બેંકના ?? સભાસદ ?? ખેડૂતો ?? છે ?? તેમાંથી ?? 50,000 ?? જેટલા ?? ખેડૂતોએ ?? ત્રણને ?? બદલે ?? પાંચ ?? લાખ ?? ધિરાણ ?? લઈ ?? લીધું ?? હતું. ?? હવે ?? ખેડૂતો ?? પાસે ?? બે ?? લાખ ?? પરત ?? માગતા ?? મોટો ?? વિવાદ ?? થયો ?? છે. ?? ખેડૂતો ?? કહે ?? છે ?? કે ?? અમે ?? પાંચ ?? લાખ ?? રૂપિયાનું ?? પાક ?? ધિરાણ ?? લીધું ?? હતું ?? તે ?? રકમ ?? ખેતીના ?? કામમાં ?? વાપરી ?? નાખી ?? હતી ?? હવે ?? અમારી ?? પાસે ?? હાલ ?? તે ?? રકમ ?? છે ?? નહીં ?? અમે ?? કેવી ?? રીતે ?? ભરીએ ?? ?? ?? આ ?? સમગ્ર ?? મામલે ?? વિવાદ ?? છેડાયો ?? છે ?? આ ?? મુદ્દે ?? વિસાવદરના ?? ધારાસભ્ય ?? ગોપાલ ?? ઇટાલીયાએ ?? પણ ?? આક્ષેપ ?? કર્યો ?? છે ?? કે ?? એકવાર ?? જે ?? પદ્ધતિથી ?? રકમ ?? આપી ?? દેવામાં ?? આવી ?? છે ?? હવે ?? તેમાં ?? અધવચ્ચે ?? કોઈ ?? ફેરફાર ?? થઈ ?? શકે ?? નહીં. ?? આ ?? અંગે ?? મુખ્યમંત્રી, ?? કૃષિ ?? મંત્રી ?? સહિતનાઓને ?? રજૂઆત ?? કરી ?? જવાબદારો ?? પર ?? કાર્યવાહી ?? થાય ?? તેવી ?? માંગ ?? કરીશ. ?? ??
બાઈટ...1 મુળુભાઈ છૈયા ખેડૂત દગડ
બાઈટ...2 વાલાભાઈ છૈયા ખેડૂત દગડ
બાઈટ...3 ગોપાલભાઈ ઇટાલીયા ધારાસભ્ય વિસાવદર
અશોક બારોટ
જુનાગઢ
14
Report