Back
જાણો કેમ યુવકે પોતાને જ ચપ્પુ માર્યો?!
UPUMESH PATEL
Jul 26, 2025 04:47:02
Valsad, Gujarat
Approved By Dayplan
એન્કર : વલસાડ શહેરના નજીક આવેલ પારડી સાંઢપોર ગામ નજીક એક યુવક ઇજા ગ્રસ્ત હાલત માં મળ્યો યુવક પર ચપ્પુ વડે જીવલેણ હુમલો થયો હતો જે બાદ પોલીસે યુવકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડી તપાસ હાથ ધરતા યુવકે પોતાને જ જાતે ચપ્પુ માર્યા હોવાનું સામે આવ્યું છે ત્યારે કોણ છે આ યુવક અને શા માટે પોતાને માર્યા હતા ચપ્પુ ના ધા જોઈ આ ક્રાઈમ રિપોર્ટ માં
વિઓ 01 : વલસાડ શહેરના નજીક આવેલ પારડી સાંઢપોર ગામના ગુંદલાવ રોડ પર થોડા દિવસ અગાઉ મહારાષ્ટ્રના નાસિકના એક યુવક પર ચપ્પુ જેવા તીક્ષણ હથિયારો થી જીવલેણ હુમલો કરવામાં આવ્યો હોવાની એક ફરિયાદ સીટી પોલીસ સ્ટેશનમાં દાખલ થઈ હતી. મહારાષ્ટ્ર થી રોજગારી માટે ગુજરાત આવેલા આ યુવક પર જીવલેણ હુમલાના ફરિયાદ દાખલ થતા જ વલસાડ સીટી પોલીસ એક્ટિવ થઈ હતી.. અને આ મામલે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી હતી. અને ગણતરીના દિવસોમાં જ આ બનાવનો ભેદ ઉકેલાયો છે.. અને ચોંકાવનાર ખુલાસા થયા છે.. હકીકતમાં મહારાષ્ટ્રના આ રાહુલ પાટીલ નામના યુવક પર કોઈ અન્ય નહીં પરંતુ તેણે પોતે જ પોતાની જાતે ચપ્પુ વડે ઇજા પહોંચાડી હુમલો કર્યો હતો.જેમાં ગંભીર ઇજા થઇ હોવાથી આ યુવક સારવાર માટે હોસ્પિટલમાં દાખલ છે..
બાઇટ:ડૉ કરણરાજ વાઘેલા
વલસાડ જિલ્લા પોલીસ વડા
વિઓ 02: 19 જુલાઈના રોજ એક મહારાષ્ટ્ર ના નાસિક થી વલસાડ આવેલ રાહુલ પાટીલ નામનો યુવક વલસાડ થી ગુંદલાવ તરફ જઈ રહ્યો હતો.. આ દરમિયાન ઝાડી ઝાખરામાંથી તે લોહી લુહાણ હાલતમાં મળી આવ્યો હતો.. આથી આસપાસના લોકોએ તાત્કાલિક તેને 108 દ્વારા સારવાર માટે હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યો હતો. આ યુવકે પોલીસ સમક્ષ જણાવ્યું હતું કે તે નોકરીની તલાશમાં તે વલસાડ આવ્યો હતો .પરંતુ કોઈ અજાણ્યાં લોકોએ તેના ઝાડી ઝાખરામાં લઈ જઈ અને ચપ્પુ જેવા હથિયારથી હુમલો કર્યો હોવાની ફરિયાદ દાખલ કરી હતી .આ બાબત ને પોલીસે ગંભીરતાથી લઈ આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ ની સહિત અન્ય લોકોની પૂછપરછ કરતાં ચોંકાવનારો ખુલાસો થયો હતો.. હકીકતમાં આ યુવક પર કોઈ અન્ય એ નહીં પરંતુ તેને પોતે જ દુકાનથી એક ચપ્પુ ખરીદી અને બનાવ વાળી જગ્યા પર જઇ અને પોતાને જ ઈજા પહોંચાડી હતી. ત્યારબાદ તેની સાથે લૂંટનો બનાવ બન્યો હોવાની ખોટી ફરિયાદ પોલીસ સ્ટેશનમાં દાખલ કરાવી હતી. પોલીસની તપાસમાં બહાર આવ્યું કે આ યુવક રાહુલ પાટીલ મહારાષ્ટ્રના નાસિકનો છે. તેને ત્યાં આર્થિક સંકળામણમાં હતી. લોકો પાસે મોટી રકમ વ્યાજે લીધી હતી.. આથી પૈસા આપનારા લોકોએ ઉઘરાણી શરૂ કરતાં જ તે ઘર છોડી અને ત્યાંથી નીકળી ગયો હતો.. અને અહીં આવી તેને કોઈ પરેશાન ન કરે તે હેતુથી પોતાની પર આવી રીતે જીવલેણ હુમલો થહો હોવાનો બનાવ ઉપજાવી કાઢ્યો હતો. ..
બાઇટ:ડૉ કરણરાજ વાઘેલા
વલસાડ જિલ્લા પોલીસ વડા
વિઓ 03 : દેવાદાર બને લા રાહુલે પોતે જ પોતાના પર ચપ્પુ વડે કરેલી ઇજા ગંભીર બનતા અત્યારે પણ તે સારવાર માટે હોસ્પિટલમાં દાખલ છે .. પરંતુ ફરિયાદી રાહુલ પોતે જ આરોપી નીકળતા હવે પોલીસે તેના વિરુદ્ધ પણ કાયદેસરથી કાર્યવાહી હાથ ધરી છે..ઉમેશ પટેલ ઝી મીડિયા વલસાડ
14
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
LJLakhani Jaydeep
FollowJul 26, 2025 13:48:44Dwarka, Gujarat:
વીઓ 01 :- દ્વારકા પોલીસે નરસંગ ટેકરી વિસ્તારમાં ચાલતા એક કૂટણખાનાનો પર્દાફાશ કર્યો છે. પોલીસે દરોડા પાડીને જુબીબેન જુસબભાઈ શેખ (ઉ.વ. ૫૦) નામની મહિલા અને સુલતાન ઉર્ફે ખુશ્બુ જુનુસભાઈ આંબળા (ઉ.વ. ૨૮, કિન્નર) એમ બે આરોપીઓની ધરપકડ કરી છે. આ કાર્યવાહી દરમિયાન કૂટણખાનામાં ફસાયેલી અન્ય ત્રણ મહિલાઓને પણ મુક્ત કરાવવામાં આવી હતી.
વીઓ 02 :- પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે જુબીબેન જુસબભાઈ શેખ પોતાના રહેણાંક મકાનનો ઉપયોગ કૂટણખાના તરીકે કરતી હતી. તે બહારથી સ્ત્રીઓને બોલાવી વેશ્યાવૃત્તિનો ધંધો કરાવતી હતી. ધરપકડ કરાયેલા બંને આરોપીઓ, જુબીબેન શેખ અને સુલતાન ઉર્ફે ખુશ્બુ આંબળા, આર્થિક રીતે મજબૂર મહિલાઓને પૈસાની લાલચ આપી વેશ્યાવૃત્તિના ધંધામાં ધકેલતા હતા અને ગેરકાયદેસર રીતે અટકાયતમાં રાખતા હતા.
વિઓ 03 :- આ કૂટણખાનાનો પર્દાફાશ ત્યારે થયો જ્યારે કૂટણખાનામાં ફસાયેલી એક મહિલાએ વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો, જેના આધારે પોલીસે કાર્યવાહી કરી. દ્વારકા પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને દ્વારકા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે બંનેની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે. આ દરોડાથી શહેરમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચલાવનારાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.
બાઈટ :- સાગર રાઠોડ DYSP દેવભૂમિ દ્વારકા
7
Report
DRDarshal Raval
FollowJul 26, 2025 11:53:14Ahmedabad, Gujarat:
માર્કેટિંગ માટે છે
રોબો અને સર્જરીના કેટલાક ફોટો વિડિઓ વોટ્સપ કર્યા..
એન્કર.
અમદાવાદમાં કર્ણાવતી ક્લબ સામે આવેલ શેલબી હોસ્પિટલ ની એક શાખામાં દુનિયાની પ્રથમ ઓટોમેટિક રોબો ની રિપ્લેસમેન્ટ સર્જરી થઈ હોવાનો દાવો હોસ્પિટલે કર્યો છે. જેનાથી સર્જરી કરનાર દર્દીને અને આવનાર ભવિષ્યમાં રોબો થી સર્જરી કરનાર દર્દીઓને મોટો લાભ થશે તેવું હોસ્પિટલ નું માનવું છે.
મૂળ us ની માઇન્ટ સાઈના કંપની કે જે અલગ અલગ સર્જરી કરતા રોબો બનાવતી હોય છે. તે કંપનીએ ફૂલી ઓટોમેટિક ની રિપ્લેસમેન્ટ સર્જરી કરતો રોબો બનાવ્યો છે. જેની પ્રથમ ટ્રાયલ અને સર્જરી અમદાવાદમાં શેલબી હોસ્પિટલ ની એક શાખામાં કરવામાં આવી. જે રોબો મોંનોગ્રામ ટેકનોલોજી પર આધારિત છે. રાજસ્થાનના એક દર્દીને ઘૂંટણમાં તકલીફ હોવાની ફરિયાદ હતી. જ્યાં તેનું નિદાન કરાયું. અને આખરે સર્જરી નક્કી કરાઈ. જેની આજે ફૂલી ઓટોમેટિક એટલે કે ડોક્ટરો દ્વારા માત્ર કમાન્ડ આપી બાદમાં પુરી સર્જરી રોબો કરે તે રીતે સર્જરી કરવામાં આવી. જે સર્જરી સફળ રહી હોવાનો ડોક્ટરો અને રોબો કંપનીનો દાવો છે. Us બેઝ કંપનીએ ભારત મેડિકલ ક્ષેત્રે આગળ હોવાથી અને ભારતમાં ઘૂંટણ ની તકલીફ વધુ હોવાથી અહીંની પસંદગી કરી. જ્યાં 4 વર્ષથી રોબો બનાવતી કંપની સાથે દોઢ વર્ષ પહેલાં શેલબી હોસ્પિટલ નું ટાઈપ થયું. અને અન્ય સેમી ઓટોમેટિક રોબો કે જેનાથી ઓપરેશન થાય છે તેના કરતાં સવા ગનું એટલે કે અંદાજે 4 કરોડ નો મોનોગ્રામ રોબો લાવી સર્જરી કરી છે . જોકે ડોક્ટરો સર્જરી કરે તેમ અડધો કલાક જેટલો સમય થાય તો ફૂલી ઓટોમેટિક રોબો સર્જરીમાં 50 મિનિટ જેટલો સમય થાય. જોકે ફૂલી રોબો સર્જરીમાં સર્જરી સમાન અને પરિણામ પણ સમાન હોવાથી ભવિષ્યમાં દર્દીઓ ની સર્જરી બાદની વિવિધ ફરિયાદો દૂર થશે તેવું પણ ડૉક્ટરોનું માંનવું છે. આ સાથે જ 6 મહિના બાદ અમદાવાદમાં બેસી દિલ્હી ખાતે સર્જરી કરી શકાય તેવા રોબો પર કામ ચાલી રહ્યું હોવાનો પણ ડોક્ટરે દાવો કર્યો છે. અને તેમ થશે તો ભવિષ્યમાં મેડિકલ ક્ષેત્રે આ એક મોટી ક્રાંતિ કહી શકાશે...
બાઈટ.
ડો. વિક્રમ આઈ શાહ. ઓર્થોપેડિક સર્જન. રેકોર્ડ હોલ્ડર 1.75 લાખ સર્જરી
બાઈટ. ડો. ડગલાશ. રોબોની શોધ કરનાર
13
Report
DRDarshal Raval
FollowJul 26, 2025 11:52:21Ahmedabad, Gujarat:
અમદાવાદ
અમદુપુરા વોરા ના રોઝા પાસે આગનો બનાવ
ડેકોરેશનના ગોડાઉનમ લાગેલી આગ પર કાબુ મેળવાયો
ફાયર બ્રિગેડની 3 ગાડી અને ટીમ સ્થળ પર હાજર
આગ બુઝાવવાની કામગીરી કરી
હાલ સુધી જાનહાનીના કોઈ સમાચાર નહિ
આગ લાગવાનું કારણ અકબંધ
વિડિઓ વોટ્સપ કરેલ છે
14
Report
GKGovindbhai Karmur
FollowJul 26, 2025 11:48:17Khambhalia, Gujarat:
* *Devbhumi Dwarka*
*Karmur Govind Ahir Jam-Khambhaliya*
*Mo.9714610000*
જામ ખંભાળિયામાં પંથકમાં પણ ઉભી છે જર્જરીત સરકારી શાળા...
સોડસલા ગામે પ્રાથમિક શાળાની જુની બિલ્ડિંગ જર્જરીત હાલતમાં...
ધોરણ એક થી આઠ ના 175 જેટલા વિદ્યાર્થીઓ ની માથે ખતરારૂપ ઉભી છે સ્કૂલ ની ઇમારત...
સ્કુલનુ બાંધકામમાં નબળું હોવાથી વિધાર્થીઓ ને અન્ય રૂમ માં બે પાળી થી ભણાવવામાં આવી રહ્યા છે...
સ્કુલ દ્વારા આ અંગે ઉચ્ચ કક્ષાએ લેખીતમાં રજૂઆત કરવામાં આવી છે...
શાળાના ગ્રાઉન્ડમાં રમતા બાળકો માટે બની શકે છે ખતરારૂપ...
તંત્ર દ્વારા વહેલી તકે જર્જરીત બિલ્ડીંગ ને જમીન દોસ્ત કરવામાં નહીં આવે તો અકસ્માત સર્જાવાની ભિતી...
બાઇટ 01 બ્રિજરાજ સિંહ ઝાલા,
સ્થાનિક,
બાઇટ 02 વીરલ બગડાઇ,
શિક્ષક,
બાઇટ 03 મંજુ આંબલિયા,
આચાર્ય,
13
Report
RTRAJENDRA THACKER
FollowJul 26, 2025 11:05:24Sadhara, Gujarat:
Rajendra Thacker Kutch
Approved: assignment
location : Mandvi
https://sendgb.com/WJG5v8lHnY1
mandvi briz
એન્કર:
અમદાવાદમાં માત્ર 4 વર્ષમાં હાટકેશ્વર બ્રીજ તુટી ગયો જ્યારે કચ્છમાં 150 વર્ષથી પણ બ્રીજ અડીખમ ઉભો છે
કેવી મજબુતાઈથી આ બ્રીજનુ બાંધકામ થયુ છે…
તો ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ સમગ્ર રાજ્યમાં જર્જરિત બ્રિજ બંધ કરવામાં આવી રહ્યા છે. આજે આધુનિક ટેક્નોલોજી અને વર્લ્ડ કલાસ એન્જીનીયરીંગની કુશળતા હોવા છતાં પણ બ્રિજ 100 વર્ષ સુધી નથી ટકતા નથી. ત્યારે આજે વાત કરીએ માંડવીમાં આવેલા 142 વર્ષ જુના બ્રિજની.. જેની હજુ સુધી એક કાંકરી પણ નથી ખરી..
વિઓ: 01
100 વર્ષની આવરદા ધરાવતો ગંભીરા બ્રિજ 40 વર્ષમાં તૂટી ગયો છે. ત્યાં કચ્છના માંડવીમાં આવેલો રુકમાવતી પુલ 142 વર્ષ પછી પણ અડીખમ ઊભો છે. જો કે મોરબી દુર્ઘટના બાદ આ પુલને બંધ કરી દેવામાં આવ્યો છે જો કે નાના વાહનો તો પસાર થાય છે પણ ભૂકંપ સહેન કરનારા આ પુલમાં હજુ ક્યાંય તિરાડ નથી પડી.. આ પુલ જૂની કહેવત "જૂનું તે સોનું” ને સાર્થક કરતો હોય તેવું લાગે છે.1883 માં બંધાયેલો આ પુલ ઈસ્ટ ઈન્ડિયા કંપની અને તે સમયના મહારાવના આદેશ હેઠળ કચ્છના ચંદિયા ગામના વિશ્રામ કર્મણ ચાવડા દ્વારા સંપૂર્ણ પણે પથ્થરોથી બનાવવામાં આવ્યો હતો. 199 મીટરનો પથ્થરથી બનેલો આ પુલ ભારતનો સૌથી લાંબો અને એકમાત્ર પુલ મનાય છે. હાલમાં દેશમાં આ પ્રકારનો આ એકમાત્ર હયાત પુલ છે.
બાઈટ: 01 હર્નિશ શાહ- ઇતિહાસ પ્રેમી
વિઓ: 02
રૂકમાવતી નદીના ઘોડાપુર અને અરબી સમુદ્રના ખારા પાણીની થપાટો સહન કર્યા પછી પણ 142 વર્ષ જૂનો પુલ અડીખમ ઊભો છે. આનાથી વિપરીત 40 વર્ષ જૂનો ગંભીરા પુલ ધ્વસ્ત થઈ ગયો. જેણે તંત્રની કામગીરી અને આધુનિક બાંધકામની ગુણવત્તા પર પ્રશ્નાર્થ ચિહ્ન મૂક્યું છે. પણ માંડવીનું આ બ્રિજ રાજશાહી સમયની અદ્ભુત ઇજનેરી કૌશલ્ય અને કચ્છના ઐતિહાસિક વારસાનું જીવંત ઉદાહરણ છે. માંડવી શહેરના મુખ્ય પ્રવેશદ્વાર પર આવેલો આ પુલ આજે પણ પ્રવાસીઓ અને ઇતિહાસપ્રેમીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે. જે ભૂતકાળની ભવ્યતા અને કારીગરીની ગાથા કહે છે.
બાઈટ: 02 હર્નિશ શાહ- ઇતિહાસ પ્રેમી
વિઓ: 03
માંડવી નગરપાલિકા દ્વારા આ રજવાડી ધરોહર સમાન પુલને હેરિટેજ પુલ તરીકે વિકસાવવાનો ઠરાવ કરવામાં આવ્યો છે. જેથી પ્રવાસીઓ માટે આ પુલ આકર્ષણનું કેન્દ્ર બની રહેશે..
Approved: assignment
location : Mandvi
https://sendgb.com/WJG5v8lHnY1
mandvi briz
એન્કર:
અમદાવાદમાં માત્ર 4 વર્ષમાં હાટકેશ્વર બ્રીજ તુટી ગયો જ્યારે કચ્છમાં 150 વર્ષથી પણ બ્રીજ અડીખમ ઉભો છે
કેવી મજબુતાઈથી આ બ્રીજનુ બાંધકામ થયુ છે…
તો ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ સમગ્ર રાજ્યમાં જર્જરિત બ્રિજ બંધ કરવામાં આવી રહ્યા છે. આજે આધુનિક ટેક્નોલોજી અને વર્લ્ડ કલાસ એન્જીનીયરીંગની કુશળતા હોવા છતાં પણ બ્રિજ 100 વર્ષ સુધી નથી ટકતા નથી. ત્યારે આજે વાત કરીએ માંડવીમાં આવેલા 142 વર્ષ જુના બ્રિજની.. જેની હજુ સુધી એક કાંકરી પણ નથી ખરી..
વિઓ: 01
100 વર્ષની આવરદા ધરાવતો ગંભીરા બ્રિજ 40 વર્ષમાં તૂટી ગયો છે. ત્યાં કચ્છના માંડવીમાં આવેલો રુકમાવતી પુલ 142 વર્ષ પછી પણ અડીખમ ઊભો છે. જો કે મોરબી દુર્ઘટના બાદ આ પુલને બંધ કરી દેવામાં આવ્યો છે જો કે નાના વાહનો તો પસાર થાય છે પણ ભૂકંપ સહેન કરનારા આ પુલમાં હજુ ક્યાંય તિરાડ નથી પડી.. આ પુલ જૂની કહેવત "જૂનું તે સોનું” ને સાર્થક કરતો હોય તેવું લાગે છે.1883 માં બંધાયેલો આ પુલ ઈસ્ટ ઈન્ડિયા કંપની અને તે સમયના મહારાવના આદેશ હેઠળ કચ્છના ચંદિયા ગામના વિશ્રામ કર્મણ ચાવડા દ્વારા સંપૂર્ણ પણે પથ્થરોથી બનાવવામાં આવ્યો હતો. 199 મીટરનો પથ્થરથી બનેલો આ પુલ ભારતનો સૌથી લાંબો અને એકમાત્ર પુલ મનાય છે. હાલમાં દેશમાં આ પ્રકારનો આ એકમાત્ર હયાત પુલ છે.
બાઈટ: 01 હર્નિશ શાહ- ઇતિહાસ પ્રેમી
વિઓ: 02
રૂકમાવતી નદીના ઘોડાપુર અને અરબી સમુદ્રના ખારા પાણીની થપાટો સહન કર્યા પછી પણ 142 વર્ષ જૂનો પુલ અડીખમ ઊભો છે. આનાથી વિપરીત 40 વર્ષ જૂનો ગંભીરા પુલ ધ્વસ્ત થઈ ગયો. જેણે તંત્રની કામગીરી અને આધુનિક બાંધકામની ગુણવત્તા પર પ્રશ્નાર્થ ચિહ્ન મૂક્યું છે. પણ માંડવીનું આ બ્રિજ રાજશાહી સમયની અદ્ભુત ઇજનેરી કૌશલ્ય અને કચ્છના ઐતિહાસિક વારસાનું જીવંત ઉદાહરણ છે. માંડવી શહેરના મુખ્ય પ્રવેશદ્વાર પર આવેલો આ પુલ આજે પણ પ્રવાસીઓ અને ઇતિહાસપ્રેમીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે. જે ભૂતકાળની ભવ્યતા અને કારીગરીની ગાથા કહે છે.
બાઈટ: 02 હર્નિશ શાહ- ઇતિહાસ પ્રેમી
વિઓ: 03
માંડવી નગરપાલિકા દ્વારા આ રજવાડી ધરોહર સમાન પુલને હેરિટેજ પુલ તરીકે વિકસાવવાનો ઠરાવ કરવામાં આવ્યો છે. જેથી પ્રવાસીઓ માટે આ પુલ આકર્ષણનું કેન્દ્ર બની રહેશે..
13
Report
CPCHETAN PATEL
FollowJul 26, 2025 11:00:59Surat, Gujarat:
સરકારના વધુ એક MLAના સરકારી અધિકારી પર ભ્રષ્ટાચારના આક્ષેપ
અશાંતધારા મામલે અધિકારીઓ ભ્રષ્ટાચાર કરતા હોવાની ધારાસભ્યની ગાંધીનગરમાં જઈ કરાઇ ફરિયાદ
અશાંતધારા વિસ્તારની મિલકત તબદિલ મુદ્દે ફરી એક વખત માહોલ ગરમાયો
પૂર્વ વિધાનસભાના ધારાસભ્ય અરવિંદ રાણાએ મહેસુલ વિભાગના અધિક મુખ્ય સચિવ ડો.જયંતિ રવિને કરી ફરિયાદ
પોલીસ ,મામલતદાર અને ડે. કલેકટર પ્રાંત કચેરી સામે ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે કરી ફરિયાદ
અશાંતધારા વિસ્તારમાં વિધર્મીઓએ ખરીદેલી મિલકત અંગે તપાસ અને SOP બનાવવાની માંગ
હિન્દુ વિસ્તારોમાંથી વિધર્મીઓને અપાયેલી મંજૂરીઓમાં ભ્રષ્ટાચારના ગંભીર આરોપો લગાવ્યા
2022 થી 2025 સુધીની તબદીલ કરાયેલી મિલકતોને રીવૉક કરવાની કરી માંગ
આજુબાજુના લોકોને પરવાનગી વગરના હુકમો રદ કરવાની કરી આકરી માંગ
પોલીસ નેગેટિવ રિપોર્ટ છતાં મહેસૂલ વિભાગના કેટલાક અધિકારીઓએ મિલકતોને વગર મંજૂરીએ આપી દીધી હોવાનો આક્ષેપ
રજૂઆતની ગંભીરતા સમજતા ડો.જયંતી રવિએ સુરતના કલેક્ટરને ગાંધીનગરમાં રૂબરૂ દરેક કેસની પુનઃ તપાસ કરવા આપ્યા આદેશ
13
Report
CPCHETAN PATEL
FollowJul 26, 2025 11:00:55Surat, Gujarat:
સાપુતારા બ્રેક
સાપુતારામાં સહેલાણીઓ નો ઘસારો
ખાણીપીણી ની દુકાનોમાં ભીડ
હોટલો પણ હાઉસફુલ જોવા મળી
અલગ અલગ શહેરોથી લોકો પહોંચ્યા સાપુતારા
વોક થ્રુ..ચેતન
14
Report
CPCHETAN PATEL
FollowJul 26, 2025 10:46:53Surat, Gujarat:
સુરત બ્રેક
સાપુતારામાં આહલાદક દ્રશ્યો
સહેલાણીઓ ની જોવા મળી ભીડ
બાઇક રાઇડીગ કરી સહેલાણીઓ પહોંચી રહ્યા છે સાપુતારા
આકાશમાં સફેદ ચાડળ પથરાયેલ જોવા મળી
3 વોક થ્રુ..ચેતન
14
Report
RRRaju Raj
FollowJul 26, 2025 10:31:21Ghaziabad, Uttar Pradesh:
[26/07, 13:36] Rajurajzee: *खुशबू खान बनी खुशबू साहू*
- 12 साल पहले यूसुफ से शादी हुई थी। यूसुफ से 3 बच्चे है जिसमे एक बेटी भी है।
- कभी यूसुफ ने हमारी इजज्जत नही दी, बेटी को बोझ समझता था, मारता पीटता था, यूसुफ को महिला सिर्फ जरूरत लगती थी। शक करता था,
- 3 साल पहले विपिन साहू से मिली और 1 साल पहले विपिन साहू से शादी हुई। विपिन के साथ मुझे सम्मान मिला, विपिन मुझे देवी मानता है और मेरी बेटी को लक्ष्मी मानता है।
- यूसुफ अक्सर मुझे घर वापिस भेज देता था, आज़ादी नही थी, बुरखे में रहना पड़ता था, हर बात पर पाबंदी थी।
- *कभी देवर बदतमीजी करता था, कभी बहनोई गलत नजर से देखता था*
- यूसुफ से तालाक होने के बाद एक और मुस्लिम रिश्ता आया जिसका बेटा मुझसे भी बड़ा था।
- मेरी बुआ का लड़का मुझसे शादी करना चाहता था।
- लेकिन हिन्दू धर्म मे रिश्तों की इज्जत है।
- खुशबू साहू 5 बार कावड़ लेकर आई है। इस बार भी कावड़ लेकर आई है खुशबू, इस बार अपने तीनो बच्चो के साथ कावड़ लेकर आई खुशबू।
सोनिया खान बनी सोनिया चौधरी
- सनातन धर्म मे हम सुरक्षित महसूस करते है। मेरे पिता ने 80 साल की उम्र में तीसरी शादी की वो भी बांग्लादेशी रोहिंग्या से।
14
Report
UPUMESH PATEL
FollowJul 26, 2025 10:22:13Valsad, Gujarat:
Approved By Vishal
એન્કર : વલસાડ શહેરના અબ્રામા ખાતે આવેલા પોલીસ હેડક્વાર્ટર નજીક સ્કૂલમાંથી પરત ફરી રહેલા ત્રણ વિદ્યાર્થીઓ ઉપર 100 વર્ષ જૂનું લીમડાનું મોટું ઝાડ ધરાશાય થયું હતું. મોપેડ ઉપર પસાર થતા 3 વિદ્યાર્થીઓ ઉપર ઝાડ પડતા ઘટનામાં એક વિદ્યાર્થીનીનું મોત થયું છે, જ્યારે બે અન્ય વિદ્યાર્થી ગંભીર રીતે ઘાયલ થયા છે.
વિઓ 01 : વલસાડ શહેરના પોલીસ હેડક્વાર્ટરસ નજીક આજ રોજ વરસાદના પગલે 100 વર્ષ જૂનું લીમડાનું મહાકાય વૃક્ષ અચાનક તૂટી પડ્યું હતું વૃક્ષ પડવાના કારણે મોપેડ બાઈક પર જઈ રહેલા એક પરિવાર ના ત્રણ વિદ્યાર્થી શાળા એ થી પરત ફરી ઘરે પરત ફરી રહ્યા હતા તે દરમિયાન વૃક્ષ સીધું બાઈક પર પડી ગયું, જેના કારણે મોપેડ ઉપર સવાર 3 વિદ્યાર્થીઓ આ વૃક્ષ નીચે દબાતા તાત્કાલીક સ્થાનિક રહેવાસીઓ તરત જ દોડી આવ્યા અને વૃક્ષ નીચે દબાયેલા બાળકોને બહાર કાઢી સારવાર માટે 108 એમ્બ્યુલન્સ ને જાણ કરી હતી પરંતુ એમ્બ્યુલન્સ સમય સર ન આવતા સ્થાનિક યુવક દ્રારા ગંભીર ઇજા ગ્રસ્ત બાળકી ને પોતાની ઇકો કારમાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી સારવાર દરમિયાન 10 વર્ષીય વિધાર્થીનીનું નું મોત નીપજ્યું છે તો એક વિદ્યાર્થીની અને વિધાર્થી સારવાર હેઠળ છે તો સ્થાનિક લોકો દ્રારા ખરાબ રસ્તા અને રેલવે ઓવર બ્રિજ ના કામને લઈ એમ્બ્યુલન્સ સમયસર ન આવી હોવા થી બાળકી નું મોત થવા પામ્યું હોવાનું જણાવી રહ્યા છે તો બીજી બાજુ પાલિકા દ્રારા વૃક્ષ જોખમી ન હોવાના કારણે ન કાપવામાં આવ્યા હોવાનું પણ બહાર આવ્યું છે
બાઈટ : રૂપેશ શેઠિયા ઘટના જોનાર
બાઈટ : નિમેષ પાંચલ મદદ કરનાર
બાઈટ : રોનક શાહ સ્થાનિક આગેવાન
14
Report
GDGaurav Dave
FollowJul 26, 2025 09:07:37Rajkot, Gujarat:
SLUG - 2607ZK_LIVE_RJT_BUILDER_MANDI
REP - GAURAV DAVE
CAM - UDAY PAWAR
FEED - TVU 75
એન્કર - રાજ્યમાં હાઇરાઇઝ બિલ્ડિંગોમાં ફ્લાવર બેડનો ઇસ્યુ ઘણા સમયથી ઉભો થયો છે. બિલ્ડરો દ્વારા સરકાર પાસેથી FSIમાં છુટછાટ લઇ ગ્રાહકો પાસેથી કાર્પેટ મુજબ પૈસા વસુલવામાં આવતા હોવાની ફરિયાદો ઉઠતા શહેરી વિકાસ મંત્રાલયે ફલાવર બેડના નામે મળતી છૂટછાટ બંધ કરી હતી. જેના લીધે છેલ્લા એક વર્ષ થી બાંધકામ ક્ષેત્ર મંદીનો માર સહન કરી રહ્યો છે. રાજ્યભરમાં બાંધકામ ક્ષેત્રે મંદી ચાલતા બિલ્ડરોના મોટાભાગના પ્રોજેક્ટોમાં ફ્લેટ અને મકાનો વેંચતા નથી. માત્ર રાજકોટમાં જ મિલકતોની કિંમતમાં 20 ટકાનો ઘટાડો થયો છે. ફ્લેવર બેડના નિયમના કારણે પ્લાન-કમ્પ્લીશન અટવાયા છે. રાજકોટમાં મહાનગરપાલિકા દ્વારા 1 વર્ષમાં માત્ર 14 કમ્પ્લીશન આપવામાં આવ્યા છે. જ્યારે 214 હાઇરાઈઝ તૈયાર છે પરંતુ કમ્પ્લીશન અને બિલ્ડીંગ યુઝ પરમીશન નહિ મળતા ફ્લેટ વેંચાણ પર બ્રેક લાગી ગઈ છે. રાજકોટ મહાનગરપાલિકામાં 5077 કમ્પ્લીશન માટે અરજીઓ આવી છે. હાઇરાઇઝને બદલે લો-રાઇઝને જ BU આપવામાં આવ્યા છે. રાજકોટ બિલ્ડર એસોસિએશનના ઉપ પ્રમુખ અને બિલ્ડર સુજીત ઉદાણીએ કહ્યું, છેલ્લા 1 વર્ષ થી રિયલ એસ્ટેટ ક્ષેત્રે બિલ્ડરો મંદીનો સામનો કરી રહ્યા છે. પ્લાન, કમ્પ્લીશન અને BU પરમિશન મળતા ન હોવાથી અનેક બિલ્ડીંગો તૈયાર છતાં વેંચાણ નથી થયા. જેને કારણે ફાઈનાન્સરો પણ બજારમાં રૂપિયા નાખતા બંધ થઈ ગયા છે. હવે જે ખરીદ વેંચાણ થાય છે તે માત્ર બેન્ક લોન ઉપર જ થઈ રહી છે. આ ફ્લેવર બેડ મુદ્દે મુખ્યમંત્રી અને રાજ્યના સચિવો સાથે બેઠક થઈ છે જેમાં પોઝિટિવ જવાબ આવશે તેવી આશા છે.
કારણો -
* TRP ગેમઝોન બાદ સરકારે નિયમોમાં કર્યા ફેરફાર
* બિલ્ડરો માર્જિનની જગ્યામાં 2 ફૂટની બાલકની આપતા તે નવા નિયમોમાં ગેરકાયદેસર
* બાલકનીને ફ્લેવર બેડ તરીકે દર્શાવી 1 થી 1.5 ફૂટ નીચી બનાવવાનો નિયમ મુશ્કેલ
* બાલકની બિલ્ડીંગનું એલિવેશન સારું બનાવે છતાં મંજૂરી નહિ
* મુખ્યમંત્રી અને સચિવો સુધી રજૂઆતો, નિયમ હળવો કરવા માંગ
*બાઈટ - સુજીત ઉદાણી, બિલ્ડર*
14
Report
VMVimlesh Mishra
FollowJul 26, 2025 09:07:29Mandla, Madhya Pradesh:
मण्डला - नगर में आवारा पशुओं का आतंक है जबकि नगर पालिका प्रशासन उदासीन है । नगर के बाजार, गली - चौराहे इन आवारा पशुओं के आतंक से परेशान है आये दिन इन पशुओं की शहर में चहलकदमी, लड़ाई भिड़ाई से लोग या तो चोटिल हो रहे हैं या तो दुकानदारों का नुकसान हो रहा है बावजूद इसके स्थानीय प्रशासन उदासीन है । उक्त वीडियो नगर के बिंझिया क्षेत्र का है जंहा दो सांडों की लड़ाई से क्षेत्र में अफरातफरी मच गई । सांडों की लड़ाई से आटोपर्ट्स की दुकान ओर वंहा खड़ी गाड़ियों को नुकसान हुआ ।
14
Report
ARAlkesh Rao
FollowJul 26, 2025 09:01:15Banaskantha, Gujarat:
નોંધ-ફીડ FTP કરેલ છે
FTP-2607 ZK BNK KHATAR ACHAT PKG
સ્લગ-ખાતર અછત
બનાસકાંઠા જિલ્લામાં ફરી એકવાર ખાતરની અછત ઉભી થતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે.ધાનેરા તાલુકામાં યુરિયા ખાતરની ભારે અછત હોવાથી ખેડૂતોની સ્થિતિ દયનિય બની છે.વહેલી સવારથી જ ખેડૂતો યુરિયા ખાતર લેવા લાંબી લાઈનોમાં ઉભા રહેવા મજબૂર બન્યા હોવા છતાં પણ પૂરતું ખાતર ન મળતાં ખેડૂતોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.
બનાસકાંઠા જિલ્લામાં મોટાભાગના લોકો ખેતી ઉપર આધારિત છે ,એમાંય જિલ્લાના ખેડૂતો ક્યાંક પાણીની તંગીના કારણે પરેશાન હોય તો ક્યાંક ખાતરની અછતથી તેવામાં હાલ ચોમાસાની સિઝન હોવાથી ખેડૂતોને પાણીની તંગી તો હલ થઈ છે પરંતુ ખાતરની અછતના કારણે ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે પહેલા DAP ખાતરની અછતના કારણે ખેડૂતો પરેશાન થયા હતા તો હાલ યુરિયા ખાતરની તંગીના કારણે ખેડૂતોની હાલત કફોડી બની છે .મોટાભાગના ખેડૂતોએ બાજરી અને મગફળીનું વાવેતર કર્યું છે જેમાં તેમણે યુરિયા ખાતરની જરૂરિયાત હોય ખેડૂતો યુરિયા ખાતર લેવા વલખાં મારી રહ્યા છે .ધાનેરા તાલુકામાં યુરિયા ખાતરની ભારે તંગી સર્જાતા ખેડૂતોને વહેલી સવારથી જ ખાતર લેવા માટે લાંબી લાઈનોમાં ઉભા રહેવા મજબૂર બનવું પડયુ છે ,ધાનેરામાં યુરિયા ખાતરનો સ્ટોક ન હોવાથી ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે.ઉલ્લેખનીય છે કે ધાનેરામાં 50 જેટલા લાઇસન્સ ધારકો ખાતર વેંચતા વેપારીઓ હોવા છતાં ફક્ત એક જ જનતા બીજ કેન્દ્ર ઉપર જ ખાતરનું વેચાણ ચાલુ હોવાથી ખેડૂતો ખાતર લેવા માટે સવારે 6 વાગ્યાથી લાઈનો લગાવીને ઉભા રહી છે તેવામાં ખાતરની અછત વચ્ચે ખેડૂતોને ફક્ત બે કે ત્રણ બોરી ખાતર મળી રહ્યું છે,જોકે આજે 560 જેટલી બોરીની આવક હતી અને ખાતર લેવા માટે હજારો ખેડૂતોની કતારો હોવાથી મોટાભાગના ખેડૂતોને ખાતર મળવું મુશ્કેલ છે જેને લઈને ખાતરની અછતને લઈને ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે તો બીજું બાજુ ખાતરની અછતને લઈને વેપારીઓ પણ તેમને વધુ ખાતરનો જથ્થો મળે તેવી માંગ કરી રહ્યા છે તો બીજી બાજુ ધાનેરા ખરીદ વેચાણ સંઘના મેનેજરનું કહેવું છે કે 24 તારીખ ઓછી યુરિયાનો સ્ટોફ આવ્યો નથી જ્યારે પણ સ્ટોક આવશે ત્યારે ખેડૂતોને તે વેચાણ કરવામાં આવશે ,જોકે સરકાર દ્વારા યુરિયાની જગ્યાએ નેનો યુરિયા ખાતરનું સંશોધન કરીને તેનું વેચાણ કરાઈ રહ્યું છે તેનો પૂરતો સ્ટોક પણ હાજર છે ,જે એક બોરી દાણાદાર યુરિયા ખાતરની સામે ફક્ત એક બોટલ એટલું જ કામ કરે છે જેનો 225 રૂપિયા ભાવ છે પણ ખેડૂતોને સબસીડી કાપીને 125 રૂપિયામાં આપવામાં આવી રહ્યું છે જે દાણાદાર યુરિયા ખાતર કરતા પણ ઉત્તમ હોઈ હાલ યુરિયા ખાતરની અછત હોઈ ખેડૂતો નેનો યુરિયા બોટલનો ઉપયોગ કરે .
બાઈટ-1-નરસિંહભાઈ ચૌધરી- ખેડૂત
( ખેડૂતો સવારે 6 વાગ્યાથી યુરિયા લેવા લાઈનોમાં લાગી રહ્યા છે સરકારે ખાતર વધુ આપવું જોઈએ)
બાઈટ-2-મોહમદ સલીમ મેમણ-વેપારી
( યુરિયા ખાતરનો સ્ટોક ખુબજ ઓછો આવી રહ્યો છે સરકાર અમને વધુ સ્ટોક આપે તો અમે ખેડૂતોને પૂરતું ખાતર આપી શકીએ)
બાઈટ-3-માનસુગ ચૌધરી-મેનેજર ખરીદ વેચાણ સંઘ ધાનેરા
( 24 તારીખ પછી યુરિયાનો સ્ટોક આવ્યો જ નથી જેથી ખેડૂતોને ખાતર આપી શકતા નથી.પણ ખેડૂતો નેનો યુરિયા બોટલનો ઉપયોગ કરે તેવી અપીલ કરું છું.)
અલકેશ રાવ-બનાસકાંઠા
મો-9687249834
14
Report
CPCHETAN PATEL
FollowJul 26, 2025 09:00:17Surat, Gujarat:
સુરત :- ઓલપાડ ચોર્યાસી તાલુકા સહકારી સંઘની ૭૫ મી વાર્ષિક સાધારણ સભા યોજાઇ ...
સંઘના સભાસદો માટે ૧૫ ટકા ડિવિડન્ડ ની જાહેરાત
સંઘના એજન્ડાના તમામ કામો મંજૂર કરાયા
૭૫ માં વર્ષની અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવશે
સંઘ સાથે ૮૫ મંડળોના ઓલપાડ ચોર્યાસી તાલુકાના ૪૦ હજાર ખેડૂતો જોડાયેલા છે
બાઈટ :- જયેશ પટેલ - ખેડૂત આગેવાન સુરત
14
Report
LJLakhani Jaydeep
FollowJul 26, 2025 08:31:07Dwarka, Gujarat:
વીઓ :- દેવભૂમિ દ્વારકા જિલ્લાના અધિક જિલ્લા કલેક્ટરે એક જાહેરનામું બહાર પાડીને જિલ્લાની દરિયાઈ સીમામાં આવેલા 21 નિર્જન ટાપુઓ પર લોકોની અવરજવર પર પ્રતિબંધ મૂક્યો છે. આ પ્રતિબંધ જુલાઈ 29, 2025 થી સપ્ટેમ્બર 26, 2025 સુધી અમલમાં રહેશે.જિલ્લામાં કુલ 24 ટાપુઓ આવેલા છે. જેમાંથી માત્ર 2 ટાપુઓ પર જ માનવ વસાહત છે. આ પ્રતિબંધનો મુખ્ય હેતુ દેશવિરોધી પ્રવૃત્તિઓને અટકાવવા અને દેશની સુરક્ષા સુનિશ્ચિત કરવાનો છે. તંત્રને આશંકા છે કે ધાર્મિક પ્રવૃત્તિઓના બહાને કેટલાક લોકો આ નિર્જન ટાપુઓનો ઉપયોગ દેશવિરોધી ગતિવિધિઓ માટે કરી શકે છે. થોડા સમય પહેલા જ 7 જેટલા ટાપુઓ પરથી ગેરકાયદેસર ધાર્મિક દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ જાહેરનામું સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને બહાર પાડવામાં આવ્યું છે. જેથી કોઈપણ વ્યક્તિ આ 21 નિર્જન ટાપુઓ પર દેશવિરોધી પ્રવૃત્તિઓ ન કરી શકે.
14
Report