Back
सुरेंद्रनगर में गरीबों के अनाज की कालाबाजारी का बड़ा घोटाला पकड़ा गया
SPSANDHI PARVEZ MAYURBHAI
Mar 12, 2026 10:34:23
Sundar Nagar, Himachal Pradesh
સુરેન્દ્રનગર જિલ્લામાં ગરીબોના હકનું અનાજ કાળાબજારમાં વેચાય તે પહેલા જ પુરવઠા વિભાગે મસમોટું કૌભાંડ ઝડપી પાડ્યું છે. સુરેન્દ્રનગર-લાકતર હાઈવે પર બાતમીના આધારે કાર્યવાહી કરી પુરવઠા અધિકારે સરકારી અનાજ ભરેલું વાહન ઝડપી પાડ્યું છે. આ મામલે પોલીસ મુદ્દામાલ જપ્ત કરી આગળની તપાસ હાથ ધરી છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં સસ્તા અનાજની દુકાનના અનાજની કાળાબજારી કરતું નેટવર્ક સક્રિય થયું હોવાની બાતમી પુરવઠા વિભાગને મળી હતી. જેના આધારે જિલ્લા પુરવઠા અધિકારી એ.જી. ગજ્જર અને તેમની ટીમે લખતર હાઈવે ઉપર ઝંમર ગામના પાટીયા પાસે વોચ ગોઠવી હતી. આ દરમિયાન શંકાસ્પદ હાલતમાં પસાર થતા એક માલવાહક વાહનને અટકાવી તલાસી લેતા તેમાંથી સરકારી અનાજનો જથ્થો મળી ગયો હતો.
માલવાહક વાહનમાંથી સરકારી અનાજના ચોખાના ૪૬ કોથળા તેમજ અન્ય અનાજનો જથ્થો મળી આવતા અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા. પુરવઠા વિભાગે વાહન અને અનાજ મળી કુલ રૂપિયા ૪.૬૨ લાખનો મુદ્દામાલ કબજે કરી લખતર ગોડાઉન ખાતે જપ્ત કર્યો છે. હાલમાં ઝડપાયેલા આરોપીની આકરી પૂછપરછ કરવામાં આવી રહી છે કે આ જથ્થો કઈ સસ્તા અનાજની દુકાનેથી લાવવામાં આવ્યો હતો અને તેને ક્યાં સગવે કરવાનો હતો.
બાઈટ: એ.જી. ગજ્જર (જિલ્લા પુરવઠા અધિકારી, સુરરેન્દ્રનગર)
"અમને બાતમી મળી હતી કે સરકારી અનાજનો જથ્થો કાળાબજારમાં જઈ રહ્યો છે. જેના આધારે અમે ઝુમર પાટીયા પાસે વાહન અટકાવી ૪૬ કોથળા ચોખા અને અન્ય મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ અનાજ ક્યાંથી आएको તેની તપાસ ચાલુ છે અને જે કોઈપણ દોષિત હશે તેની સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે."
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
HBHimanshu Bhatt
FollowMar 12, 2026 11:17:480
Report
HBHimanshu Bhatt
FollowMar 12, 2026 11:16:390
Report
DPDhaval Parekh
FollowMar 12, 2026 11:10:140
Report
URUday Ranjan
FollowMar 12, 2026 10:53:490
Report
SSSapna Sharma
FollowMar 12, 2026 10:30:100
Report
SCSHAILESH CHAUHAN
FollowMar 12, 2026 10:06:100
Report
SVSANDEEP VASAVA
FollowMar 12, 2026 09:31:560
Report
NBNarendra Bhuvechitra
FollowMar 12, 2026 09:27:290
Report
GDGaurav Dave
FollowMar 12, 2026 09:26:200
Report
DRDarshal Raval
FollowMar 12, 2026 09:26:040
Report
JSJayanti solanki
FollowMar 12, 2026 08:35:080
Report
BPBurhan pathan
FollowMar 12, 2026 08:30:540
Report
BPBurhan pathan
FollowMar 12, 2026 08:30:440
Report
DPDhaval Parekh
FollowMar 12, 2026 08:15:520
Report