Back
सूरत शिक्षा समिति घोटाला: 8 लाख रुपए की सरकारी гран्ट का दुरुपयोग—सस्पेंड़ेड आचार्य की भूमिका
PDPRASHANT DHIVRE
Dec 15, 2025 10:09:54
Surat, Gujarat
એંકર:સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ફરી એકવાર વિવાદના વમળમાં ફસાઈ છે. જ્યાં એક સસ્પેન્ડેડ આચાર્ય સંજય પટેલ દ્વારા ''સર્વ શિક્ષા અભિયાન'' હેઠળની સરકારી ગ્રાન્ટમાં লাখો રૂપિયાની ગેરરીતિ આચરવામાં આવી હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે.આચાર્યએ સસ્પેન્ડ થયા બાદ નાણાં ભરી દીધા હોવા છતાં, શિક્ષણ સમિતિએ પોલીસ ફરિયાદ કરવાનું ટાળતા તેની કાર્યપદ્ધતિ પર ગંભીર સવાલો ઊભા થયા છે.
વીઓ:1 સસ્પેન્ડેડ આચાર્ય સંજય પટેલે મ્યુનિસિપલ કોર્પોરેશનની કોઈપણ મંજૂરી વિના સંખ્યાબંધ વખત વિદેશ પ્રવાસ ખેડ્યો હતો. આ પ્રવાસો દરમિયાન જ તેમણે સરકારની સર્વ શિક્ષા અભિયાન હેઠળની રૂ. ૮ લાખની ગ્રાન્ટ અંગત ઉપયોગ માટે વાપરી નાખી હોવાનો ભાંડો ફૂટ્યો છે. સંજય પટેલ સસ્પેન્ડ થયા બાદ આ ગેરરીતિનો ખુલાસો થયો હતો. શિક્ષણ સમિતિ દ્વારા આક્રમક પગલાં ભરવામાં આવે તે પહેલાં જ, સસ્પેન્ડેડ આચાર્યએ આ રકમ સમિતિમાં જમા કરાવી દીધી હતી.
વીઓ:2 સમિતિના પ્રમુખના જણાવ્યા અનુસાર, સsspેન્ડેડ આચાર્ય સંજય પટેલ તપાસમાં સહયોગ આપી રહ્યા નથી. તેઓને પાસપોર્ટ જમા કરાવવા માટે કહેવામાં આવ્યું હોવા છતાં, તેમણે તે જમા કરાવ્યો નથી. પ્રમુખે સ્પષ્ટ કર્યું છે કે, "જો તેઓ 30 દિવસમાં તપાસમાં સહયોગ નહીં કરે, તો તેમને ટર્મિનેટ કરવામાં આવશે." વધુમાં, આચાર્યએ રજાઓ અને અભિયાનના રૂપિયા મળીને અંદાજિત રૂ. ૩ લાખ જેટલી રકમ ભરપાઈ કરવાની બાકી છે. જોકે, શિક્ષણ સમિતિ હાલમાં આચાર્યએ આઠ મહિના સુધી મંજૂરી વિના વાપરેલા નાણાંનું વ્યાજ વસૂલવા માટે કવાયત કરી રહી છે
વીઓ:3 બીજી તરફ, અનેક ગુનાઓમાં ફરિયાદ નોંધાઈ ચૂકી હોય તેવા આ સસ્પેન્ડેડ આચાર્યને નિયમ મુજબ ૭૦ ટકા પગાર ચૂકવવામાં આવી રહ્યો હોવા સામે પણ શિક્ષક આલમમાં અનેક પ્રશ્નો ઊભા થયા છે.
આ સમ્ભાર મામલે શિક્ષણ સમિતિની કાર્યપદ્ધતિ શંકાના દાયરામાં છે. રૂ. ૮ લાખની સરકારી ગ્રાન્ટનો ગેરઉપયોગ અને નિયમોનું ઉલ્લંઘન સ્પષ્ટ હોવા છતાં, સમિતિએ પોલીસ કેસ નોંધાવવાનું ટાળ્યું છે. આ પહેલા પણ સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અનેક ગુનાઓમાંિયર ડીાહી કૌલાણીઓ નોંધાઈ ચૂકી હોયશો. ત્યારે, આટલી મોટી નાણાકીય ગેરરીતિમાં પોલીસે ફરિયાદ ન કરીને માત્ર વ્યાજ વસૂલવાની કવાયત દ્વારા સમિતિ કોને છાવરી રહી છે. તે મોટો સવાલ છે.
પ્રશાંત ઢીવરે - સુરત
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
SSSAPPA SAHIL NAHERUDINBHAI
FollowDec 15, 2025 11:02:240
Report
URUday Ranjan
FollowDec 15, 2025 10:23:050
Report
CPCHETAN PATEL
FollowDec 15, 2025 10:06:440
Report
AKAshok Kumar
FollowDec 15, 2025 09:35:320
Report
URUday Ranjan
FollowDec 15, 2025 08:48:530
Report
DRDarshal Raval
FollowDec 15, 2025 08:32:220
Report
MDMustak Dal
FollowDec 15, 2025 08:32:110
Report
CPCHETAN PATEL
FollowDec 15, 2025 07:48:000
Report
DRDarshal Raval
FollowDec 15, 2025 07:04:210
Report
URUday Ranjan
FollowDec 15, 2025 07:01:050
Report
DRDarshal Raval
FollowDec 15, 2025 05:50:190
Report
CPCHETAN PATEL
FollowDec 15, 2025 05:50:040
Report
CPCHETAN PATEL
FollowDec 15, 2025 05:49:530
Report
NJNitish Jha
FollowDec 15, 2025 05:31:200
Report