Back
पूर्वी मध्य युद्ध का असर सूरत 48 के होटलों में गैस संकट मेनू बदले
SVSANDEEP VASAVA
Mar 15, 2026 08:50:17
Surat, Gujarat
મધ્ય-પૂર્વના યુદ્ધની માઠી અસર દેશના જોવા મળી, સુરત જિલ્લામાં ગેસની અછતને પગલે નેશનલ હાઈવેઆર 48ની હોટલોમાં મેનૂ બદલાા છે. ઘણી હોટલમાં વધુ ગેસ વપરાશ થતી આઇટમો બંધ કરી દેવાય છે. तसे કોલસા અને બળતણનો ઉપયોગ વધારી દેવાયો છે. હોટેલ સંચાલકો ચિંતિત
વીઓ...
મધ્ય-પૂર્વમાં అమెరికાં, ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધની વૈશ્વિક અસરો હવે સ્થાનિક સ્તરે ભારત પર પણ દેખાવા લાગી છે. ખાસ કરીને રાંધણ ગેસના સપ્લાયમાં સર્જાયેલી ખેંચને કારણે સુરત જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવે 48 પર આવેલી હોટલો અને રેસ્ટોરન્ટ્સની હાલત કફોડી બની છે. ગેસની અછતના ભણકારા વાગતા જ અનેક હોટલ સંચાલકોએ રાતોરાત પોતાના મેનૂમાં મોટા ફેરફાર કરવાની ફરજ પડી છે. હાઈવે પરની હોટલોમાં જે આઇટમો બનાવવામાં ગેસનો વધુ વપરાશ થાય છે. તેવી વાનગીઓ હાલ પૂરતી બંધ કરી દેવામાં આવી છે. નવાઈની વાત એ છે કે, લોકપ્રિય એવી સાઉથ ઈન્ડિયન ડિશ પણ અનેક હોટલોમાં મળતી બંધ થઈ ગઈ છે. સંચાલકોના જણાવ્યા મુજબ, ઢોંસા કે અન્ય સાઉથ ઈન્ડિયન વાનગીઓ માટે સતત ગેસ ચાલુ રાખવું પડતો હોવાથી હાલના તબક્કે આ નિર્ણય લેવાયો છે.
બાઈટ - રવિ તિવારી - (ગ્રાહક)
વીઓ...
આધુનિક રસોઈ મશીનરીઓ, જે સંપૂર્ણપણે ગેસ પર નિર્ભર હતી, તેને હાલ બંધ કરી દેવામાં આવી છે. તેની જગ્યાએ હવે ફરી જૂની પદ્ધતિ મુજબ કોલસા અને લાકડાના બળતણનો ઉપયોગ વધારી દેવાયો છે. રસોડામાં ફરી ધુમાડાના સામ્રાજ્ય વચ્ચે રસોઈ બનાવવાની ફરજ પડી રહી છે. પોતાના મનપસંદ વાનગીઓ મેનૂમાંથી ગાયબ જોતા ગ્રાહકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. અનેક મુસાફરો અને ગ્રાહકો ઓર્ડર આપ્યા વગર જ હોટલમાંથી પરત ફરી રહ્યા છે. જેના કારણે હોટલ ઉદ્યોગને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. હોટલ સંચાલકોનું કહેવું છે કે જો સ્થિતિ જલ્દી નહિં સુધરે તો ધંધો ચલાવવો અશક્ય બની જશે. સરકાર આ મામલે વહેલી તકે દખલગીરી કરવા અને ગેસના પુરવઠાની વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરવા માંગ કરી રહી છે. જો યુદ્ધ લાંબુ ચાલશે તો આગામી દિવસોમાં સામાન્ય જનતાના રસોડા સુધી પણ આની આકરી અસરો પહોંચી શકે તેવી ભીતિ સેવાઈ રહી છે.
બાઈટ - મંજૂર ભાઈ - ભાગ્યોદય હોટેલ સંચાલક કીમ
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
VPVasu Parmar
FollowMar 15, 2026 10:04:360
Report
VPVasu Parmar
FollowMar 15, 2026 09:46:5362
Report
PAParakh Agarawal
FollowMar 15, 2026 09:37:40147
Report
DRDarshal Raval
FollowMar 15, 2026 09:37:18128
Report
TDTEJAS DAVE
FollowMar 15, 2026 09:37:04116
Report
NMNISHANT MAHENDRABHAI MAHA
FollowMar 15, 2026 09:35:1596
Report
BPBurhan pathan
FollowMar 15, 2026 09:05:1796
Report
JBJayendra Bhoi
FollowMar 15, 2026 08:49:58122
Report
JBJayendra Bhoi
FollowMar 15, 2026 08:49:46143
Report
URUday Ranjan
FollowMar 15, 2026 08:49:36147
Report
PDPRASHANT DHIVRE
FollowMar 15, 2026 06:30:37203
Report
NJNILESH JOSHI
FollowMar 15, 2026 05:32:34151
Report
ASANIMESH SINGH
FollowMar 15, 2026 05:30:59144
Report
RMRAJESH MISHRA
FollowMar 15, 2026 05:30:39172
Report