Back
सूरत में गैस की भारी कमी से नाश्ता-भाजी दुकानों के धंधे बंद
PDPRASHANT DHIVRE
Mar 15, 2026 06:30:37
Surat, Gujarat
સુરત શહેરમાં છેલ્લા કેટલાય સમયથી કોમર્શિયલ ગેસ સિલિન્ડરની ભારે અછત સર્જાઈ છે. આ અછતની સીધી અસર હવે શહેરના સ્વાદપ્રિય લોકો અને નાના ખાણીપીણીના ધંધાર્થીઓ પર જોવા મળી રહી છે. ઉધના-નવસારી રોડ જેવા ધમધમતા વિસ્તારોમાં ગેસ ન મળવાને કારણે અનેક નાસ્તાની દુકાનો બંધ થઈ ગઈ છે. પરિસ્થિતિ એટલી ગંભીર છે કે ધંધા વગર લાચાર બનેલા દુકાનદારો હવે દુકાનો વધાવીને વતન તરફ હિજરત કરી રહ્યા છે.
સુરતના ઉધના-નવસારી રોડ પર જ્યાં સાંજ પડતા જ મનચુરીયન, પાવભાજી અને ઈડલી-ઢોસાની સુગંધ આવતી હતી, ત્યાં આજે સન્નાટો જોવા મળી રહ્યો છે. કોમર્શિયલ ગેસની બાટલાની તીવ്ര અછતને કારણે નાના વેપારીઓ માટે ધંધો چلાવવો અશક્ય બન્યો છે. ગેસ વગર નાસ્તો બનવો કેવી રીતે? એ પ્રશ્ન આજે સેકડો પરિવારોના રસોડા અને રોજગાર પર તરાપ મારી રહ્યો છે. ગેસ ન મળતા અનેક વેપારીઓએ પોતાની દુકાનોને તાળા મારી દીધા છે.
સતીશ કુમાર યાદવ (દુકાનદાર)
કોમર્શિયલ ગેસના બાટલા ન મળતા ખાણીપીણીની દુકાનો બંધ થઈ રહી છે. ઉધના-નવસારી રોડ પર મનચુરીયન, પાવભાજી, ઈડલી-ઢોસાની લારીઓ ઠપ થઈ ગયાં છે.
ધંધો બંધ થતા અનેક સંચાલકો વતન પરત ફર્યા. ગેસનો એક બાટલો 5 થી 7 હજાર રૂપિયામાં બ્લેકમાં વેચાતો હોવાનો વેપારીઓનો દાવો. અમે ક્યાંથી લાવીએ આટલો મોંઘો ગેસ? ઓફિશિયલ મળતો નથી અને બ્લેકમાં 5 થી 7 હજાર માંગે છે. આટલા मોંઘા ગેસમાં નાસ્તો બનાવીએ તો ગ્રાહક પાસે કેટલા પૈસા લેવા? આ સમયે દુકાન બંધ કરવી પડી છે, હવે વતન જઈ રહ્યા છીએ.
સતીશ કુમાર યાદવ (દુકાનદાર)
સુરતની ઓળખ તેના સ્વાદથી છે, પરંતુ હાલમાં આ સ્વાદ પર 'ગેસની અછત'નું ગ્રહણ લાગ્યું છે. જે દુકાનદારો વર્ષોથી અહીં રોજગારી ધરાવતા હતા, તેઓ આજે ગેસના કાળો બજાર અને અછત સામે લાચાર છે. જો તંત્ર વહેલી રીતે ગેસનો પુરવઠો નિયમ અનુસાર કરવામાં આવે તો આગામી દિવસોમાં મધ્યમ વર્ગ માટે બહારનું જમવું પણ મોંઘું બની શકે છે.
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
NJNILESH JOSHI
FollowMar 15, 2026 05:32:34151
Report
ASANIMESH SINGH
FollowMar 15, 2026 05:30:59144
Report
RMRAJESH MISHRA
FollowMar 15, 2026 05:30:39172
Report
GKGovindbhai Karmur
FollowMar 14, 2026 18:30:47168
Report
DPDhaval Parekh
FollowMar 14, 2026 18:00:49141
Report
NMNISHANT MAHENDRABHAI MAHA
FollowMar 14, 2026 17:15:15121
Report
DRDarshal Raval
FollowMar 14, 2026 14:52:04112
Report
CPCHETAN PATEL
FollowMar 14, 2026 14:50:46117
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
FollowMar 14, 2026 14:04:35172
Report
CPCHETAN PATEL
FollowMar 14, 2026 13:31:39180
Report
DPDhaval Parekh
FollowMar 14, 2026 12:30:41164
Report
VPVasu Parmar
FollowMar 14, 2026 12:18:08111
Report
AKAjay Kashyap
FollowMar 14, 2026 11:33:25118
Report
PAParakh Agarawal
FollowMar 14, 2026 11:19:50166
Report