Back
भुज में राजनाथ सिंह ने सैनिकों को नई तकनीक और प्रशिक्षण पर जोर दिया
RTRAJENDRA THACKER
Oct 02, 2025 02:32:37
Sadhara, Gujarat
સંરક્ષણ મંત્રીએ સૈનિકોને નવી ટેકનોલોજી અપનાવવા, તાલીમને પ્રાથમિકતા આપવા અને દરેક પડકાર માટે તૈયાર રહેવાનો આગ્રહ કર્યો
શ્રી રાજનાથ સીન્ગે વિજયાદશમીની પૂર્વસંધ્યાએ ભુજમાં સૈનિકો સાથે બડાખાના માં ભાગ લીધો હતો
"આજની દુનિયામાં, અજય તે જ સેના છે જે સતત શીખે છે અને નવા પડકારો મુજબ ઢળે છે"
"આપણા સૈનિકોનું કલ્યાણ સર્વોપરી છે"
"સશસ્ત્ર દળોની પ્રતિબદ્ધતા સાથે, ભારત ટૂંક સમયમાં વિશ્વની શ્રેષ્ઠ સેનાઓમાંની એકનું ઘર બનશે"
સંરક્ષણ મંત્રીએ સૈનિકોને સતત તાલીમ આપવા, નવી તકનીકો અપનાવવા અને દરેક પરિસ્થિતિ માટે તૈયાર રહેવાનો આગ્રહ કર્યો હતો. તેમણે કહ્યું કે, "યુદ્ધો ફક્ત શસ્ત્રોથી જ નહીં, પરંતુ શિસ્ત, મનોબળ અને સંપૂર્ણ તૈયાર હાથ જ જીતાય છે. નવી તકનીકો અપનાવો, તાલીમને તમારા રોજિંદી દિનચર્યાનો અભિન્ન ભાગ બનાવો અને દરેક પરિસ્થિતિ માટે સદાય તૈયાર રહો. આજેના વિશ્વમાં, અજય શક્તિ એવી છે જે સતત શીખે છે અને નવા પડકારોનો સામનો કરે છે."
તેમણે સૈનિકોને ખાતરી આપી કે સરકાર તેમના કલ્યાણ, સશસ્ત્ર દળોના આધુનિકીકરણ, નિવૃત્ત સૈનિકોના સન્માન અને તેમના પરિવારોની સુરક્ષા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે. તેમણે પુનરોચ્ચાર કર્યો, "અમારા સૈનિકોનું કલ્યાણ સર્વોપરી છે."
સંરક્ષણ મંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, "મજબૂત, આત્મનિર્ભર અને વિકસિત ભારતનું સ્વપ્ન આપણા સૈનિકોના ખભા પર છે. તેમનું સમર્પણ અને બલિદાન જ આ સ્વપ્નને દરરોજ વાસ્તવિકતા બનાવી રહ્યું છે."
૨૧મી સદિને ભારતનો યુગ ગણાવતા શ્રી રાજનાથ સિંહે કહ્યું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશ સંરક્ષણ ક્ષેત્રમાં ઝડપથી આત્મનિર્ભરતા તરફ આગળ વધી રહ્યો છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે સશસ્ત્ર દળોની પ્રતિબદ્ધતાથી ભારત ટૂંક સમયમાં વિશ્વની શ્રેષ્ઠ સેનાઓમાંની એક બનશે.
શ્રી રાજનાથ સિંહે ભૂજ અને કચ્છની ભૂમિને આદરાંજલિ આપી, તેને માત્ર ભૂગુોલિક સ્થાન જ નહીં, પરંતુ ભાવના અને હિંમતની ગાથા ગણાવી હતી. 1971ના યુદ્ધ અને 1999ના કારગિલ સંઘર્ષ દરમિયાન દર્શાવેલ બહાદુરી અને 2001ના ભૂકંપ પછી બતાવેલ સ્થિતિસ્થાપકતાને યાદ કરતાં તેમણે કહ્યું કે ભૂજ રાખમાંથી ઉગેલા પૌરાણિક ફોનિક્સ પક્ષીની ભાવનાનું ઉદાહરણ આપે છે. તેમણે કહ્યું "કચ્છની ભૂમિ તેના લોકો અને સૈનિકોની બહાદુરી અને અદમ્ય હિંમતનું પ્રતિનિધિત્વ કરે છે."
આ કાર્યક્રમમાં આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી, સધર્ન આર્મી કમાન્ડના જનરલ ઓફિસર કમાન્ડિંગ ઇન ચીફ લેફ્ટનન્ટ જનરલ ધીરજ સેઠ અને 12મી કોર્પ્સના કોર કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ આદિત્ય વિક્રમ સિંહ રાઠી પણ ઉપસ્થિત હતા.
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
CPCHETAN PATEL
FollowOct 02, 2025 05:15:500
Report
PMPARMAR MAHESHKUMAR AMRUTLAL
FollowOct 02, 2025 05:15:430
Report
ASAshok Singh Shekhawat
FollowOct 02, 2025 05:15:360
Report
AKArpan Kaydawala
FollowOct 02, 2025 05:02:240
Report
AKAtul Kumar Yadav
FollowOct 02, 2025 03:49:282
Report
RMRAJESH MISHRA
FollowOct 02, 2025 03:49:042
Report
PPPraveen Pandey
FollowOct 02, 2025 03:15:540
Report
PPPraveen Pandey
FollowOct 02, 2025 03:15:380
Report
VSVISHAL SINGH
FollowOct 02, 2025 02:46:440
Report
ATAMIT TRIPATHI
FollowOct 02, 2025 02:46:070
Report
VSVISHAL SINGH
FollowOct 02, 2025 02:45:340
Report
RTRAJENDRA THACKER
FollowOct 02, 2025 02:32:501
Report
JPJai Pal
FollowOct 02, 2025 02:31:490
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
FollowOct 01, 2025 19:02:0014
Report