Back
भुज में किसान न्याय सभा: निजी हाईटेनशन लाइन पर मुआवरे और सुधार की मांग
RTRAJENDRA THACKER
Nov 25, 2025 02:16:18
Sadhara, Gujarat
ભુજમાં કોંગ્રેસના કિસાન સેલ દ્વારા ન્યાય સભા યોજાઈ, વળતર અને વ્યવહાર સુધારવા માંગ હતી. વિશાળ વિસ્તાર ધરાવતા કચ્છ જિલ્લામાં ખાનગી એકમના હાઈટેન્શનલ વીજ લાઈનના ચાલતા કાર્યમાં વપરાશમાં લેવાતી જમીન મામલે ખેડૂતોએ અયોગ્ય વળતરને લઇ અસंतોષ વ્યાપક બન્યો હતો. આ મુદ્દે વિરોધ કરતા ખેડૂતોને સરકારી નિયમ હેઠળ પોલીસ બળ મારફતે પરેશાન કરવામાં આવતા હોવાના આદાદની સ્થિતિને લઈ ભુજમાં કોંગ્રેસ પ્રેરિત કિસાન સેલ દ્વારા કિસાન ન્યાય સભાનું આયોજન કરાયું હતું. ભુજ શહેરના હમીરસર તળાવ પાસે મહાદેવ નાકા નજીક આ જાહેર સભા आयोजित થઇ હતી. આ વખતે વિવિધ વિસ્તારોના આગેવાનો સત્તાપક્ષના વહીવટેના મુદ્દા સામે પોતાની નારાજગી વહેંચી રહ્યા હતા. આગેવાનોે સરકારના વહીવટને અંગ્રેજ શાસન સાથે સરખાવીને કહ્યુ કે ખાનગી એકમોની પેશકદમી સામે સમયસર લોકજાગૃતિ નહીં આવે તો ખૂબ મોટી નુકશાની થઈ શકે છે. આ વેળાએ સમગ્ર કચ્છમાંથી ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત કોંગ્રેસ કિસાન સેલના અધ્યક્ષ પાલભાઈ આંબલિયાએ કહ્યું કે કચ્છના ભચાઉ તાલુકાના વાંઢિયા અને ભુજના લોડાઈ ગામે ખેડૂતની પરવાનગી વિના અદાણી કંપનીના કોન્ટ્રાકટર દ્વારા બળજબરીથી હાઈટેન્સન વીજ લાઈનના કામ કરવામાં આવ્યું હતું. સ્થાનિક ખેડૂતો દ્વારા અયોગ્ય જમીન વળતર મુદ્દે કંપની સામે સતત વિરોધ ચાલી રહ્યો હતો. વિરોધ કરતા ખેડૂતો સામે પોલીસ મારફતે બળપ્રયોગ થયું. ખેતરે જતા ખેડૂતોની દરરોજ અટકાયત કરવામાં આવતી હતી. પરિવારની બહેન-દીકરીઓ સાથે અસભ્ય વર્તન થયું હતું. છતાં સત્તાપક્ષ કે વહીવટી તંત્ર કંપનીની મનમમત સામે મુકપ્રેક્ષક બની રહ્યા હતા. ખેડૂતોએ યોગ્ય વળતર અને સન્માન જળવાય તે હેતુસર આજે ભુજમાં કિસાન ન્યાય સભાનું આયોજન કરાયું છે.
210
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
PMPARMAR MAHESHKUMAR AMRUTLAL
FollowNov 25, 2025 03:51:1198
Report
CPCHETAN PATEL
FollowNov 25, 2025 03:50:5153
Report
RVRajat Vohra
FollowNov 25, 2025 02:33:47175
Report
DMDURGESH MEHTA
FollowNov 24, 2025 18:30:52195
Report
DMDURGESH MEHTA
FollowNov 24, 2025 18:30:39214
Report
DMDURGESH MEHTA
FollowNov 24, 2025 18:30:26170
Report
DRDarshal Raval
FollowNov 24, 2025 16:15:10143
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
FollowNov 24, 2025 15:46:48128
Report
PTPremal Trivedi
FollowNov 24, 2025 12:52:25136
Report
DRDarshal Raval
FollowNov 24, 2025 12:31:33124
Report
CPCHETAN PATEL
FollowNov 24, 2025 12:04:13255
Report
SCSHAILESH CHAUHAN
FollowNov 24, 2025 11:33:48127
Report
URUday Ranjan
FollowNov 24, 2025 11:32:45157
Report
CPCHETAN PATEL
FollowNov 24, 2025 11:30:13180
Report