Back
नवसारी में 15 वर्षीय से दुष्कर्म, आरोपी सलमान गिरफ्तार
DPDhaval Parekh
Sept 17, 2025 15:00:51
Navsari, Gujarat
એપ્રુવડ બાય : એસાઇનમેન્ટ
સ્લગ : NVS RAPE AROPI
નોંધ : વિઝ્યુઅલ અને બાઈટ FTP માં 9 સપ્ટેમ્બરના ફોલ્ડરમાં આજના 17 ઓગસ્ટના ફોલ્ડરમાં અપલોડ કર્યા છે... ભૂલમાં આગળની એક મેટરનો વિડિઓ ftp થયો છે...
એન્કર : નવસારીના બીલીમોરામાં સેલુનમાં કામ કરતા પરપ્રાંતીય નરાધમે સોશ્યલ મીડિયા થકી 15 વર્ષીય સગીરાને પ્રેમ જાળમાં ફસાવ્યા બાદ તેની સાથે અનેક વાર દુષ્કર્મ કરી ગર્ભવતી બનાવી હતી. સગીરાને પેટ દર્દ ઉપડ્યા બાદ ગર્ભપાત થયો હતો. સમગ્ર મુદ્દે બીલીમોરા પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે આરોપી નરાધમને ઝડપી પાડી, આજે શહેરમાં વરઘોડો કાઢી તેની જાહેરમાં સરભરા કરી હતી.
વી/ઓ : નવસારીના બીલીમોરા શહેર નજીકના એક ગામડામાં રહેતી 15 વર્ષીય સગીરાને ગણદેવીના નાંદરખા ગામે આવેલ હેર સેલુનમાં કામ કરતાં પરપ્રાંતીય 23 વર્ષીય સદ્દામ હુસેન રમજાન અલી સલમાનીએ સોશ્યલ મીડિયા થકી મિત્રતા કેળવી પ્રેમ જાળમાં ફસાવી હતી. છેલ્લા એક વર્ષથી વધુ સમયથી સદ્દામ સગીરાને લગ્ન કરવાની લાલચ આપી તેની સાથે અંગત પળો વિતાવતો હતો. સદ્દામ સગીરાને તેના રૂમ ઉપર અથવા અવાવરૂ જગ્યાએ લઈ જઈ દુષ્કર્મ ગુજારતો, આ સમયગાળા દરમિયાન સગીરાને ગર્ભ રહી ગયો હતો. પરંતુ તેના શરીરમાં કોઈ મોટો બદલાવ ન થતા પરિવારજનોને પણ જાણ થઈ ન હતી. છ થી સાત મહિનાનો ગર્ભ થતા ગત દિવસોમાં સગીરાને અચાનક પેટમાં દર્દ ઉપડ્યું હતુ. પેટ દર્દ થતાં સગીરા ઘરના બાથરૂમમાં ગઈ, જ્યાં પીડા વચ્ચે સગીરાને ગર્ભપાત થઈ ગયો હતો. સગીરાનું નવજાત ભૃણ મૃત નીકળ્યું હતું. ઘટનાની જાણ પરિવારજનોને થતા તેમના પગ તળેથી જમીન સરકી ગઈ હતી. સગીર દીકરીને ગર્ભ હોવાનું જાણતા તેમણે તેની સારવાર કરાવવા સાથે જ પૂછપરછ કરી હતી. જેમાં સગીરાએ સદ્દામ સલમાનીએ તેની સાથે લગ્નની લાલચે અનેક વાર શરીર સંબંધ બાંધ્યા હોવાની જાણ કરતા પરિવારે બીલીમોરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. બીલીમોરા પોલીસે દુષ્કર્મ આચરી સગીરાને ગર્ભવતી બનાવવા તેમજ પોસ્કો એક્ટ હેઠળ ગુનો નોંધી, આરોપી સદ્દામ હુસેન સલમાનીને દબોચી લઈ ધરપકડ કરી હતી. બીલીમોરા પોલીસે આજે સદ્દામ હુસેનને સાથે રાખી ઘટનાનું રી કન્સ્ટ્રક્શન પંચનામું કર્યું હતુ. જેમાં શહેરના રાજમાર્ગો પર સદ્દામનો વરઘોડો કાઢી, તેની જાહેરમાં સરભરા કરી હતી. સમગ્ર મુદ્દે પોલીસે તપાસને વેગ આપ્યો છે.
બાઈટ : ભગીરથસિંહ ગોહિલ, નાયબ પોલીસ અધિક્ષક, ચીખલી વિભાગ, નવસારી
વી/ઓ : આરોપી સદ્દામ હુસેનનો બીલીમોરા પોલીસે શહેરના રાજમાર્ગ ઉપર વરઘોડો કાઢી અસામાજિક તત્વોને કાયદામાં રહેવાનો સંદેશો આપ્યો હતો. આગામી દિવસોમાં નવરાત્રી અને દિવાળીના તહેવારો આવતા હોય પોલીસે ગુનાહિત પ્રવૃત્તિ કરતા તત્વો ઉપર પણ લગામ કસવાની તૈયારી કરી છે.
1
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
RMRaghuvir Makwana
FollowSept 17, 2025 16:32:170
Report
CPCHETAN PATEL
FollowSept 17, 2025 16:32:070
Report
PTPremal Trivedi
FollowSept 17, 2025 16:32:000
Report
DMDURGESH MEHTA
FollowSept 17, 2025 16:31:240
Report
CPCHETAN PATEL
FollowSept 17, 2025 15:30:150
Report
GPGaurav Patel
FollowSept 17, 2025 15:00:400
Report
AKAshok Kumar
FollowSept 17, 2025 14:07:324
Report
URUday Ranjan
FollowSept 17, 2025 14:06:391
Report
KBKETAN BAGDA
FollowSept 17, 2025 14:02:120
Report
CPCHETAN PATEL
FollowSept 17, 2025 12:24:102
Report
AKAshok Kumar
FollowSept 17, 2025 12:20:513
Report
MSManish Shanker
FollowSept 17, 2025 12:20:142
Report
BPBurhan pathan
FollowSept 17, 2025 12:06:564
Report
HShakimuddin shabbirbhai
FollowSept 17, 2025 12:06:171
Report