Back
Surat में भ्रष्ट पुलिसकर्मी गिरफ्तार: ACB ने एक लाख की लाच मांगी
CPCHETAN PATEL
Sept 17, 2025 07:04:18
Surat, Gujarat
એકર
સુરત જિલ્લામાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરોએ એક મોટી કાર્યવાહી કરીને સુરત જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાંચના એક કોન્સ્ટેબલને લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યો છે. આ કોન્સ્ટેબલે એક લાખ રૂપિયાની લાંચ માંગી હતી. ફરિયાદીના પતિ અને જમાઈ વિરુદ્ધ કામરેજ પોલીસ મથકમાં પ્રોહિબિશનનો ગુનો નોંધાયો હતો. આ ગુનામાં ફરિયાદીના જમાઈની અટકાયત કરવામાં આવી હતી.આ અટકાયત કરેલા આરોપીને પોલીસ માર ન મારે અને વોન્ટેડ આરોપીને હાજર કર્યા બાદ પણ માર ન મારે તે માટે કોન્સ્ટેબલે એક લાખ રૂપિયાની લાંચની માંગણી કરી હતી.આ બાબતથી નારાજ થઈને ફરિયાદીએ તાત્કાલિક ACBનો સંપર્ક કર્યો અને સમગ્ર ઘટનાની જાણ કરી. ફરિયાદીની ફરિયાદના આધારે ACB એ એક સુનિયોજિત છટકું ગોઠવ્યું. આ છટકા દરમિયાન જ્યારે કોન્સ્ટેબલ લાંચની રકમ સ્વીકારી રહ્યો હતો ત્યારે ACBની ટીમે તેને રંગેહાથ ઝડપી પાડ્યો હતો. આ ઘટનાથી પોલીસ બેડામાં ભારે ચકચાર મચી ગઈ છે.ACBએ આ કોન્સ્ટેબલ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ મામલામાં વધુ તપાસ ચાલી રહી છે અને કોન્સ્ટેબલ સાથે અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે દિશામાં પણ તપાસ હાથ ધરવામાં આવી છે. આ ઘટના ફરી એકવાર દર્શાવે છે કે પોલીસ વિભાગમાં ભ્રષ્ટાચારનું દૂષણ હજી પણ વ્યાપક છે અને ACB જેવી સંસ્થાઓ તેને નાબૂદ કરવા માટે સતત પ્રયાસ કરી રહી છે
બાઈટ..આર. આર.ચૌધરી..એસીબી એસીપી
1
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
DRDarshal Raval
FollowSept 17, 2025 08:31:260
Report
CPCHETAN PATEL
FollowSept 17, 2025 08:17:340
Report
AKAshok Kumar
FollowSept 17, 2025 07:45:360
Report
DPDhaval Parekh
FollowSept 17, 2025 07:36:033
Report
NBNARESH BHALIYA
FollowSept 17, 2025 07:35:551
Report
PAParakh Agarawal
FollowSept 17, 2025 07:17:491
Report
GPGaurav Patel
FollowSept 17, 2025 07:17:324
Report
DRDarshal Raval
FollowSept 17, 2025 07:04:272
Report
CPCHETAN PATEL
FollowSept 17, 2025 07:04:121
Report
CPCHETAN PATEL
FollowSept 17, 2025 07:03:090
Report
CPCHETAN PATEL
FollowSept 17, 2025 07:03:020
Report
PMPARMAR MAHESHKUMAR AMRUTLAL
FollowSept 17, 2025 06:34:452
Report
CPCHETAN PATEL
FollowSept 17, 2025 06:15:180
Report
CPCHETAN PATEL
FollowSept 17, 2025 06:15:100
Report