Back
1.35 करोड़ के डायमंड घोटाले में आरोपी गिरफ्तार
CPCHETAN PATEL
Sept 25, 2025 10:21:41
Surat, Gujarat
એકર
રૂ 1.35 કરોડની કિંમતનો હીરાનો માલ ખરીદ્યા બાદ માલના પૈસા નહિ આપતા મામલો ઇકો સેલ પોલીસ મથક ખાતે પહોંચ્યો હતો ઇકોસેલ પોલીસે સમગ્ર બનાવવામાં તપાસા ધરી આરોપી જીમિત સવાણીની ધરપકડ કરી હતી.જીમિતે રૂ 1.35 કરોડનો માલ ખરીદ્યા બાદ માત્ર 35 લાખ ચૂકવ્યા હતા બાકીની રકમ ચૂકવવામાં ગલ્લા તલ્લા કરતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.
વિઓ.1
સુરતમાં હીરા ઉદ્યોગકાર મિલન અમરતલાલ દોશીએ આર્થિક ગુના નિવારણ શાખામાં એક ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ વર્ષ 2024માં એપ્રિલ માસમાં
આરોપી જીમીત જીમીન્દ્રકુમાર સવાણી તેમની ઓફીસ પહોંચ્યો હતો.જ્યાં તેને મિલનભાઈને વિશ્વાસમાં લઇ જીમીતના પિતા જીતેન્દ્રકુમાર અરવિંદલાલ સવાણી તથા ભાઇ ઋત્વીક જીતેન્દ્રકુમાર સવાણી ત્રણેય ભેગા મળી મુંબઇ હીરાબજારમાં છુટકમાં નેચરલ ડાયમંડ એલ.બી.હીરાનો વેપાર કરતો હોવાનું જણાવ્યું હતું. સુરત ખાતેથી અલગ-અલગ પાર્ટીઓ પાસેથી ઉધારીમાં ૪૫ થી ૬૦ દિવસની ઉધારીમાં માલ ખરીદ કરી વેપારી શિરસ્તા મુજબ પેમેન્ટ ચુકવી આપતો હોવાનો વિશ્વાસ અપાવ્યો હતો .તેમને મિલન ભાઈને કહ્યું હતું કે જો તમેં પણ અમને નેચરલ ડાયમંડ એલ.બી. હીરાનો માલ આપશો તો તમને પણ સમયસર પેમેન્ટ ચુકવી આપવાની વાત કરી હતી. આ વાતમાં મિલન આવી જતા આરોપી જીમિતે 30 એપ્રિલ 2024 થી 26 સપ્ટેમ્બર 2024 સુધી માં 1.35 કરોડનો નેચરલ ડાયમડ નો માલ ખરીદ્યો હતો. ખરીદેલા નેચરલ ડાયમંડ એલ.બી. હીરાનો માલ ૩૦ થી ૭૫ દિવસની ઉધારીમાં રૂબરૂ તથા આંગડીયા મારફતે મેળવ્યો હતો . જીતેન્દ્રકુમાર અરવિંદલાલ સવાણી તથા ઋત્વીક જીતેન્દ્રકુમાર સવાણી નાઓએ ફોન ઉપર માલ મળી ગયા નું કહી મિલન ને રૂ 34.79 લાખની રકમ ચુકવી આપી હતી. જ્યારે રૂ 1 કરોડનું પેમેન્ટ આપેલ નિયત સમયમાં ચુકવણું કરી આપવાની વાત કરી હતી. પેમેન્ટ આપવાના સમય દરમિયાન આરોપીઓએ અલગ-અલગ વાયદાઓ આપી સમય પસાર કર્યો હતો. ત્યારબાદ મિલને ઉઘરાણી ચાલુ રાખતા જીતેન્દ્રકુમાર સવાણી નાઓએ વોટસઅપ ઉપર એક ચીઠ્ઠીમાં હિશાબ મોકલી આપ્યો હતો.જેમાં તેઓએ ફરીયાદી મિલનને ૮૧,૭૮,૧૩૭/-જ ચુકવી આપવાના બાકી હોવાનો હીશાબ મોકલી આપયો હતોમ જેથી મિલને આરોપીને ફોન કરી જણાવેલ કે, તેને રૂ.1 કરોડનુ પેમેન્ટ લેવાનુ છે.આ વાત કરતા આરોપીઓએ થોડો સમય માંગી પેમેન્ટ ચૂકવી આપવાની વાત કરી હતી. ત્યારબાદ જીમીત સવાણી તથા જીતેન્દ્રકુમાર સવાણી તથા ઋત્વીક સવાણીએ મિલન નો ફોન બ્લોક કરી દીધો હતો. ફોન બ્લોક કરી દેતા મિલન ને એ વાતનો અહેસાસ થઈ ગયો હતો કે પોતે ઠગ ના હાથે છેતરાય ગયો છે. જેથી મિલને આ બાબતે ઇકો સેલમાં ત્રણેય આરોપીઓ વિરુદ્ધ છેતરપીડીની ફરિયાદ દાખલ કરાવી હતી. જે ફરિયાદના આધારે પોલીસે ત્રણ પૈકી જીમિત ની ધરપકડ કરી તેને જેલ ભેગો કર્યો હતો.
બાઈટ..કિરણસિંહ વાઘેલા.ડીસીપી ઇકો સેલ
2
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
CPCHETAN PATEL
FollowSept 25, 2025 12:21:280
Report
SBShilu Bhagvanji
FollowSept 25, 2025 12:04:200
Report
NDNavneet Dalwadi
FollowSept 25, 2025 12:04:030
Report
CPCHETAN PATEL
FollowSept 25, 2025 12:01:570
Report
CPCHETAN PATEL
FollowSept 25, 2025 11:48:460
Report
GDGaurav Dave
FollowSept 25, 2025 11:22:530
Report
CPCHETAN PATEL
FollowSept 25, 2025 11:16:410
Report
GDGaurav Dave
FollowSept 25, 2025 11:02:090
Report
GPGaurav Patel
FollowSept 25, 2025 10:34:580
Report
GPGaurav Patel
FollowSept 25, 2025 10:34:500
Report
GPGaurav Patel
FollowSept 25, 2025 10:34:430
Report
KHKHALID HUSSAIN
FollowSept 25, 2025 10:20:510
Report
KHKHALID HUSSAIN
FollowSept 25, 2025 10:20:450
Report
KHKHALID HUSSAIN
FollowSept 25, 2025 10:20:370
Report