Back
Tapan Parmar का पत्र: वार्ड 11 के गटर-रोडें नहीं पूरे हुए
MDMustak Dal
Sept 10, 2025 10:48:23
Jamnagar, Gujarat
તા.10-09-2025
રિપોર્ટર : મુસ્તાક દલ...જામનગર
સ્ટોરી ટાઇટલ : બીજેપી નગરસેવક પત્ર
Slug : 1009 ZK JMR JMC LETTER
ફોર્મેટ : PKG
લોકેશન : જામનગર
ટીકર...
જામનગર મનપામાં શાસક પક્ષના નગરસેવક અને પૂર્વ ડેપ્યુટી મેયર તપન પરમારે કમિશનરને લખ્યો પત્ર
ખુદ શાસક પક્ષના નગરસેવકના જ મનપામાં કામ થતા ન હોવાનો પત્રમાં કરાયો આક્ષેપ
વોર્ડ નંબર 11ના ભાજપના નગરસેવક તપન પરમારે મનપા કમિશનરને પત્ર લખતા ખળભળાટ મચી ગયો
ખુદ કોર્પોરેટર દ્વારા પણ અધિકારીઓને અનેક વખત મૌખિક અને લેખિત જાણ કરી હોવા છતાં કામો થતાં નથી
વોર્ડ નંબર 11ના અલગ-અલગ વિસ્તારોના ભૂગર્ભ ગટર તથા પાણીની પાઈપલાઈનના તેમજ રોડ રસ્તાઓના પેચવર્કના કામો અંગે અનેક વખત કરાઈ રજુઆત
છતાં અધિકારીઓ આ કામો બાબતે ધ્યાન ન આપતાં આખરે નગરસેવક તપન પરમારે કમિશનરને પત્ર લખ્યો
આ મામલે મનપાના પદાધિકારીઓ, અધિકારીઓએ કંઈ પણ બોલવા માટે મૌન સેવી લીધું
ખુદ શાસક પક્ષ ભાજપના જ નગરસેવકના મનપામાં કામ ન થતા હોય તો વિરોધ પક્ષની દશા કેવી હશે...
એન્કર :
જામનગર મહાનગરપાલિકામાં વોર્ડ નંબર 11ના ભાજપના નગરસેવક અને પૂર્વ ડેપ્યુટી મેયર તપન પરમારે જામનગર મહાનગરપાલિકામાં પેચ વર્કના કામો ન થવા બાબતે મહાનગરપાલિકાના કમિશનરને પત્ર લખતા ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે અને હાલ આ મુદ્દો મહાનગરપાલિકામાં પણ શાસક અને વિપક્ષમાં ચર્ચાનો વિષય બન્યો છે.
વિઓ : 01
જામનગર શહેરના વોર્ડ નંબર 11 ના કોર્પોરેટર તપન પરમારે કમિશનરને લખેલા પત્રમાં જણાવાયું છે કે, વોર્ડ નંબર 11ના અલગ-અલગ વિસ્તારોના રહેવાસીઓએ ભૂગર્ભ ગટર તથા પાણીની પાઈપલાઈનના તેમજ રોડ રસ્તાઓના પેચવર્કના કામો અંગે અનેક વખત અધિકારીઓને મૌખિક તથા લેખિત રજૂઆતો કરી છે. આ અંગે ખુદ કોર્પોરેટર દ્વારા પણ અધિકારીઓને અનેક વખત મૌખિક અને લેખિત જાણ કરવામાં આવી છે. આમ છતાં અધિકારીઓ આ કામો બાબતે ધ્યાન આપતાં નથી. આથી કમિશનરને આ પત્રમાં એવી વિનંતી કરવામાં આવી છે કે, લગત અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી આગળ દર્શાવેલા તમામ પ્રશ્નોનો નિકાલ કરાવી આપવામાં આવે.
વિઓ : 02
આ પત્રમાં વધુમાં કહેવાયું છે કે, આ વિસ્તારમાં ભૂગર્ભ ગટર નવી બનાવવા અંગે અધિકારીને મૌખિક અને લેખિત જાણ કરવામાં આવી છે. આમ છતાં આજદિન સુધી સ્થળ પર કોઈ કામગીરીઓ કરવામાં આવી ન હોય, લગત અધિકારીને સૂચનાઓ આપવા લખ્યું છે.
આ પત્રના અંતે લખવામાં આવ્યું છે કે, 78-વિધાનસભા ધારાસભ્યની સ્પેશિયલ ગ્રાન્ટમાંથી આ વિસ્તારમાં કમ્પાઉન્ડ વોલ બનાવવા માટે નાણાંની ફાળવણી કરવામાં આવી છે. આ વોલનું કામ આજદિન સુધી શરૂ કરવામાં આવ્યું નથી. આ બાબતે અમારાં દ્વારા અનેકવખત રજૂઆત બાદ પણ આ કામગીરીઓ ચાલુ કરવામાં આવી નથી. આ બાબતે લગત અધિકારીને સૂચનાઓ આપવામાં આવે અને પત્રમાં કહેવાયું છે કે, ઉપરોકત બાબતો અંગે થયેલી કાર્યવાહીઓની જાણ પણ કરવામાં આવે.
વિઓ : 03
આ પત્રથી એટલું સૌ કોઈ સમજી શકે કે, ખુદ શાસકપક્ષના કોર્પોરેટર અને પૂર્વ ડેપ્યુટી મેયરે તંત્રને આટલાં કાલાવાલા લોકોના કામો માટે કરવા પડે અને એ પછી પણ કામો ન થતાં હોય, એ સ્થિતિઓ વચ્ચે આ મહાનગરપાલિકા કરદાતા નગરજનોની શી વલે કરતી હશે. જોકે મનપાના પદાધિકારીઓ આ બાબતે પણ પોતાનો લૂલો બચાવ કરી રહ્યા છે.
મહત્વનો તો એ છે કે હવે આગામી ચારથી પાંચ મહિનાની અંદર જ મહાનગરપાલિકાની ચૂંટણીઓ આવી રહી છે. ત્યારે મહાનગરપાલિકા જામનગરમાં હાલ ભાજપનું શાસન છે અને ભાજપના નગરસેવકોના ખુદના કામો થતા નથી ત્યારે શું આગામી મહાનગરપાલિકાની ચૂંટણીમાં વિકાસના નામે મત માગતા ભાજપના નગરસેવકોને પ્રજા ફરીથી ચૂંટશે કે કેમ... એ પણ મોટો સળગતો સવાલ છે...
બાઈટ : તપન પરમાર ( ભાજપ નગરસેવક અને પૂર્વ ડેપ્યુટી મેયર JMC )
બાઈટ : નિલેશ કગથરા ( સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન JMC )
P2C... મુસ્તાક દલ, ઝી મીડિયા, જામનગર
14
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
PDPRASHANT DHIVRE
FollowNov 18, 2025 16:02:28106
Report
CPCHETAN PATEL
FollowNov 18, 2025 16:02:10132
Report
AKAshok Kumar
FollowNov 18, 2025 15:30:43134
Report
URUday Ranjan
FollowNov 18, 2025 14:36:23127
Report
URUday Ranjan
FollowNov 18, 2025 14:30:49172
Report
CPCHETAN PATEL
FollowNov 18, 2025 14:18:36188
Report
TDTEJAS DAVE
FollowNov 18, 2025 13:50:5288
Report
DPDhaval Parekh
FollowNov 18, 2025 13:45:56123
Report
URUday Ranjan
FollowNov 18, 2025 13:38:2282
Report
URUday Ranjan
FollowNov 18, 2025 13:27:0590
Report
CPCHETAN PATEL
FollowNov 18, 2025 13:04:0471
Report
PMPARMAR MAHESHKUMAR AMRUTLAL
FollowNov 18, 2025 12:50:0099
Report
URUday Ranjan
FollowNov 18, 2025 12:45:14121
Report
VKVishwas Kumar
FollowNov 18, 2025 12:06:52176
Report
URUday Ranjan
FollowNov 18, 2025 12:06:36175
Report