Back
सूरत में SHAH INVESTMENT के दंपति गिरफ्तार, निवेशकों के 98.5 लाख धोखाधड़ी
PDPRASHANT DHIVRE
Oct 31, 2025 12:38:01
Surat, Gujarat
અપ્રુવલ:વિશાલ ભાઈ 
એંકર:સુરત શહેરની આર્થિક ગુના નિવારણ શાખા એ રોકાણકારોને ઊંચા વળતરની લોભામણી સ્કીમોની લાલચ આપીને આશરે રૂપિયા 98.50 લાખની ઠગાઈ કરવાના ગુનામાં SHAH'S INVESTMENT કંપનીના માલિક હાર્દિકકુમાર અશોકભાઈ શાહ અને તેમની પત્ની પૂજાબેન શાહની ધરપકડ કરી છે. કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા આ ગંભીર કેસમાં ઇકો સેલે વધુ તપાસ માટે દંપતીના રિમાન્ડ મેળવ્યા છે.
વીઓ:1 લોભામણી સ્કીમ્સ દ્વારા ઠગાઈની મોડસ ઓપરેન્ડી
આરોપી દંપતીએ તા. 18/11/2022 થી પૂર્વાયોજનિત કાવતરું રચીને રોકાણકારોને આકર્ષવાનું શરૂ કર્યું હતું. તેઓ રોકાણ પર માત્ર 42 દિવસમાં 5%, 65 દિવસમાં 8% અને 100 દિવસમાં 12% જેવું અવાસ્તવિક વળતર આપવાની લાલચ આપતા હતા. રોકાણકારોનો વિશ્વાસ જીતવા માટે, આ દંપતીએ તેમની કંપની SEBI રજિસ્ટર્ડ ન હોવા છતાં પણ તેઓ SEBIમાં રજિસ્ટર્ડ હોવાનું ખોટું જણાવીનેCopyright તેમને લોકો ગુેરમાર્ગે દોર્યા હતા.
બાઈટ: જી એચ હડિયા (ઈકો સેલ પોલીસ પીઆઈ)
વીઓ:2  નિતીન જાની (ખજૂરભાઈ) અને જાનકી બોડીવાલા સહિતના ગુજરાતી કલાકારોએ શાહ ઇન્વેસ્ટમેન્ટની જાહેરાતો પણ કરી હતી, જેના કારણે રોકાણકારોનો વિશ્વાસ વધ્યો હતો.
છેતરપિંડીની રીત: શરૂઆતમાં, થોડા રોકાણકારોને વળતર ચૂકવીને દંપતીએ વધુ મોટા રોકાણો આકર્ષ્યા હતા. છતાં, ત્યારબાદ તેઓએ ચૂકવણી બંધ કરી દીધી અને રોકાણકારોના પૈસા ડુબાડી દીધા.
બાઈટ: જી એચ હડિયા (ઈકો સેલ પોલીસ પીઆઈ)
વીઓ:3  ફરિયાદી મિલન ભરતભાઈ ભાતિયાની ફરિયાદના આધારે આ દંપતી વિરુદ્ધ કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં તા. 19/10/2025 ના રોજ ગુનો નોંધવામાં આવ્યો હતો. કાર્યવાહી મુજબ, ફરિયાદીના રૂપિયા 30,00,000 અને અન્ય સાહેદોના રૂપિયા 68,50,000 મળીને કુલ રૂપિયા 98,50,000નું રોકાણ વળતર કે મુદ્દલ પરત કર્યા વિના ડુબાડી દેવાયું હતું. જ્યારે ફરિયાદીએ પોતાના રોકાયેલા રૂપિયાની ઉઘરાણી કરી, ત્યારે મુખ્ય આરોપી હાર્દ શાહે ઉશ્કેરાઈ જઈને ખુલ્લેઆમ ધમકી આપી હતી. "તારે જે કરવું હોય તે કરી લે, તને કોઈ પૈસા પરત નહી મળે, વધુ કાયદેસર થવા જઈશ તો જાનથી હાથ ધોઈ બેસીસ."આરોપે ફરિયાદી સાથે ગાળાગાળી પણ કરી હોવાના જણાવાયું છે.
બાઈટ: જી એચ હડિયા (ઈકો સેલ પોલીસ પીઆઈ)
વીઓ:4  આ કેસના મુખ્ય આરોપીઓ અગાઉ સીઆઇડી ક્રાઈમ દ્વારા દાખલ કરવામાં આવેલા સમાન ગુનામાં લાજપોર જેલમાં હતા. આર્થિક ગુના નિવારણ શાખા દ્વારા લ playoff જેલમાંથી શાહ દંપતીનો કબજો મેળવીને તેમને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. કોરોના કોર્ટે દંપતીના તા. 1/11/2025 સુધીના પોલીસ કસ્ટડી રિમાન્ડ મંજૂર કર્યા છે. ECO Cell હાલમાં આ દંપતીના ગુનાની મોડસ ઓપરેન્ડી, અન્ય ભોગ બનનાર રોકાણકારો અને કાવતરાના ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.આ ધરપકડ એવા રોકાણકારો માટે એક ચેતવણીરૂપ કિસ્સો છે કે જેઓ શેરબજારમાં ઊંચા વળતરની લાલચ આપતી લોભામણી સ્કીમોથી આકર્ષાઈને રોકાણ કરે છે.
પ્રશાંત ઢીવરે - સુરત 
PACKAGE
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
LJLakhani Jaydeep
FollowOct 31, 2025 18:31:320
Report
NDNavneet Dalwadi
FollowOct 31, 2025 18:31:200
Report
DMDURGESH MEHTA
FollowOct 31, 2025 18:30:270
Report
SBShilu Bhagvanji
FollowOct 31, 2025 17:30:200
Report
CPCHETAN PATEL
FollowOct 31, 2025 15:03:030
Report
URUday Ranjan
FollowOct 31, 2025 15:02:500
Report
URUday Ranjan
FollowOct 31, 2025 14:23:170
Report
ARAlkesh Rao
FollowOct 31, 2025 14:04:590
Report
DPDhaval Parekh
FollowOct 31, 2025 14:03:360
Report
URUday Ranjan
FollowOct 31, 2025 13:53:460
Report
NBNARESH BHALIYA
FollowOct 31, 2025 12:53:140
Report
PMPARMAR MAHESHKUMAR AMRUTLAL
FollowOct 31, 2025 12:52:490
Report
SLSanjay Lohani
FollowOct 31, 2025 12:35:480
Report
ADAbhijeet Dave
FollowOct 31, 2025 11:22:180
Report