Back
राजकोट के रणछोड़नगर में 1 करोड़ से अधिक चांदी चोरी, CCTV से तीन शक
GDGaurav Dave
Feb 04, 2026 11:32:33
Rajkot, Gujarat
રાજકોટના સঙઘનાથનગરમાં ચાંદીના વેપારીના મકાનમાંથી 140 કિલોગ્રામ ચાંદીના દાગીનાની ચોરી થઈ હોવાની ઘટના સામે આવી છે. અંદાજીત 1 કરોડ કરતા વધુની રકમની ચોરી થતા પોલીસ તંત્ર દોડતું થયું છે. ધારાસભ્ય સહિત પોલીસના ઉચ્ચ અધિકારીઓ દોડી આવ્યા હતા અને અલગ અલગ સીસીટીવી ફૂટેજ કબ્જે કરી તપાસ શરૂ કરી છે. રાજકોટ શહેરના સોમાં કાંઠા વિસ્તારમાં આવેલ પેડક રોડ પર રણછોડનગર શેરી નંબર-1માં રહેણાંક મકાનમાંથીbroker 100 કિલોથી વધુ ચાંદીના ઘરેણાં ચોરી થયાની ઘટના સામે આવી છે. ચોરીના બનાવ અંગે જાણ થતા બી ડિવિઝન પોલીસ, ક્રાઇમ બ્રાન્ચ, LCB ઝોન વન ટીમ તેમજ ઇન્ચાર્જ સીપી અને ડીસીપી કક્ષાના અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા. પોલીસીએ સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરતા રાત્રીના 2થી 2.30 વાગ્યા આસપાસ ત્રણ જેટલા શખ્સો આવી ચોરીને અંજામ આપી કારમા ઘરેણાં ભરી નાસી ગયા હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત કોઈ જાણભેદુ હોવાની શંકા આધાર પણ પોલીસે તપાસ શરૂ કરી છે અને ઘરના ઉપરના માળે રહેતા પરિવારને પણ પોલીસ સ્ટેશન લઇ જઈ પોલીસ દ્વારા પુછપરછ શરૂ કરવામાં આવી છે. આ કેસમાં ઇન્ચાર્જ પોલીસ કમિશનર મહેન્દ્ર બગડીયા, ડીસીપી ક્રાઈમ, ડીસીપી ઝોન-વન, બી ડિવિઝન પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચની ટીમ સંયુક્ત રીતે તપાસમાં જોડાઈ છે. પોલીસે ઘટનાસ્થળે તપાસ હાથ ધરી છે અને આસપાસના વિસ્તારોમાં CCTV ફૂટેજની તપાસ શરૂ કરી દીધી છે. પ્રાથમિક તપાસમાં ચોરીનું કારણ વેપારીના ચાંદીના વેપારને લગતું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
DPDhaval Parekh
FollowFeb 04, 2026 13:06:290
Report
CPCHETAN PATEL
FollowFeb 04, 2026 13:06:110
Report
CPCHETAN PATEL
FollowFeb 04, 2026 12:35:580
Report
CPCHETAN PATEL
FollowFeb 04, 2026 12:02:570
Report
GDGaurav Dave
FollowFeb 04, 2026 12:02:450
Report
NDNavneet Dalwadi
FollowFeb 04, 2026 11:50:040
Report
RMRaghuvir Makwana
FollowFeb 04, 2026 11:21:340
Report
GDGaurav Dave
FollowFeb 04, 2026 11:20:400
Report
GDGaurav Dave
FollowFeb 04, 2026 11:01:300
Report
DRDarshal Raval
FollowFeb 04, 2026 10:49:190
Report
UPUMESH PATEL
FollowFeb 04, 2026 10:46:170
Report
CPCHETAN PATEL
FollowFeb 04, 2026 10:35:250
Report
CPCHETAN PATEL
FollowFeb 04, 2026 10:35:170
Report
GPGaurav Patel
FollowFeb 04, 2026 10:17:060
Report