Back
पोरबंदर शॉपिंग सेंटर की 60 दुकानों की नीलामी: लंबे समय से अटकी परियोजना अब तेज
SBShilu Bhagvanji
Oct 18, 2025 04:49:27
Porbandar, Gujarat
1810 ZK PBR MARKET
FORMAT-PKG
LOCATION-PORBANDAR
APPROVAL-STORY IDEA
એન્કર-
આયોજનનો અભાવ અને ઈચ્છા શકિત ન હોય તો પૈસાની કઈ રીતે ધુળ ધાણી થાય છે તેનુ ઉત્તમ ઉદાહરણ જોવો હોય તો તે છે પોરબંદરના નવા ફુવારા નજીક આવેલ પોરબંદર મનપાનું શોપინგ સેન્ટર.10 વર્ષથી વધુ સમયથી તૈયાર થયેલા આ શોપિંગ સેન્ટરની દુકાનોનો લોકાર્પણ જ ન થયું હોવાથી દુકાનો ફાળવાઈ તે પૂર્વે જ ત્રણ-ત્રણ વખત ખંઢેર હાલતમાં ફેરવાઈ ગયું છે.હવે આટલા વર્ષો બાદ ફરી એક વખત મનપાએ આ શોપિંગ સેન્ટરની હરાજી માટે કમર કસી છે ત્યારે શહેરીજનો પણ માંગ કરી રહ્યા आहेत કે માત્ર વાતો નહી પરંતુ આ દુકાનો પડ્યા પડ્યા ખંઢેર થઈ જાય તે પૂર્વે તેની હરાજી કરી દેવામાં આવે તે જરૂરી છે.
વીઓ-1
પોરબંદરના પેરેડાઈઝ સિનેਮਾ નજીક નિર્માણ પામેલ શોપિંગ સેન્ટર છેલ્લે 10 વર્ષથી વધુ સમયથી લોકાર્પણની રાહ જોઈને બેઠુ છે.આ શોપિંગ સેન્ટરનુ જ્યારે નિર્માણ થયું હતું ત્યારે તત્કાલીન પોરબંદર નગરપાલિકામાં કોંગ્રેસની બોડી કાર્યરત હતી અને ત્યારબાદ કોંગ્રેસ શાસિત પાલિકાને સુપરસીડ કરતા વહિવટદારના શાસન લાદવામાં આવ્યું હતું,ત્યારબાદ માર્કેટનુ કામ એવુ ટલ્લે ચડયુ કે,જે માર્કેટની કામગીરી એક વર્ષમાં પૂર્ણ કરવાની હતી તે એક વર્ષમાં તો ન થઈ પરંતુ ફક્ત માર્કેટ બનતા જ ચાર વર્ષ જેટલો લાંબો સમય વીતી ગયો.પરંતુ સવાલ એ છે કે,આજે છેલ્લે 10 વર્ષથી તો આ માર્કેટ બનીને તૈયાર છે આમ છતાં શોપિંગ સેન્ટરની ફાળવણીને લઈને ઢીલી નીતિ જોવામાં આવે છે.પરંતુ આ માર્કેટનો પણ જાણે આટલા વર્ષ બાદ સારો સમય આવવાનો હોય તેમ આખરે મનપાએ આ શોપિંગ સેન્ટરમાં આવેલ 60 દુકાનો માટે હરાજી પ્રક્રિયા કરવા કમર કસી છે.દુકાનની સાઈઝ પ્રમાણે આશરે 5 હજારથી 12 હજાર જેટલુ ભાડુ નક્કી કરીને આ માટે હರಾಜી કરવામાં આવશે.આ માટે ફોર્મ વિતરણથીની પ્રક્રિયા પણ શરુ થઈ ગઈ છે તેમ કમિશનર દ્વારા જણાવવામાં આવ્યું હતું.
બાઈટ-1
એચ.જે.પ્રજાપતિ
કમિશનર,પોરબંદર મહાનગરપાલિકા
વીઓ-2
પોરબંદર નગરપાલિકા હવે તો મહાનગરપાલિકા બની ગઈ છે અને હાલમાં વહીવટી શાસન કાર્યરત છે.પરંતુ હાલમાં તત્કાળીન નગરપાલિકામાં વિકાસની વાતો કરતી ભાજપ સરકારની બોડી જ કાર્યરત હતી આમ છતાં આ શોપિંગ સેન્ટરના લોકાર્પણ કરવા કે આ દુકાનોની હરાજીમાં જે ઢીલાશથી કામ લેવામાં આવ્યુ છે તે અચરજ પમાડનાર છેઆટલા વર્ષો બાદ પણ હવે જે રીતે હરાજીની ફરી એક વખત કામગીરી હાથ ધરનાર છે ત્યારે નાના ધંધાર્થીઓને તેઓને પરવડે એવા દરે આ દુકાનો ફાળવી તેમને અહીં વેપાર ધંધો કરી શકે તેવું આયોજન કરવું જોઈએ તેમ શહેરીજનો દ્વારા પણ માંગણી કરવામાં આવી હતી.
બાઇટ-2
ભરત શીંગરખીયા
શેહેરીજન,પોરબંદર
બાઈટ-3
દિનેશ થાનકી
શેહેરીજન,પોરબંદર
વીઓ-3
આપણી પ્રજા અને આપણા રાજકીય પક્ષો તથા ઘણા અંશે અધિકારીઓ પણ સરકારના નાણા સરકારની પ્રોપર્ટીને પોતાની ગણીને તેનો ફાયદો પ્રજાને થાય તેવુ વિચારવાને બદલે આજે ભ્રષ્ટાચારમાં વ્યસ્ત જોવા મળી રહ્યા છે.અહીં સામાન્ય માણસ પણ આટલી વાત સમજી શકે કે આટલા વર્ષો સુધી આ બિલ્ડીંગ ધૂळ ધાણી થયુ તેના કરતા જો તે વપરાશમાં હોય તો તેની જાળવણી પણ થઈ હોત અને સરકારને આવક પણ મળી હોત પરંતુ આળસ વૃતિ અને આયોજનના અભાવે દેશમાં આવી તો अनेक એવી પ્રોપર્ટીઓ પડી હશે જે બન્યા બાદ રીબીન કાપવાના વાંકે વપરાશમાં જ નહી આવી હોય.
અજય શીલુ,ઝી મીડિયા,પોરબંદર
5
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
RRRakesh Ranjan
FollowOct 18, 2025 09:19:360
Report
RRRakesh Ranjan
FollowOct 18, 2025 09:19:280
Report
JDJAYESHBHAI DOSHI
FollowOct 18, 2025 09:09:330
Report
CPCHETAN PATEL
FollowOct 18, 2025 09:05:450
Report
RARavi Agrawal
FollowOct 18, 2025 08:45:540
Report
PAParakh Agarawal
FollowOct 18, 2025 08:35:330
Report
DRDarshal Raval
FollowOct 18, 2025 08:07:112
Report
DRDarshal Raval
FollowOct 18, 2025 08:06:590
Report
CPCHETAN PATEL
FollowOct 18, 2025 07:31:553
Report
NJNILESH JOSHI
FollowOct 18, 2025 07:02:093
Report
PKPravesh Kumar
FollowOct 18, 2025 07:01:310
Report
ASANIMESH SINGH
FollowOct 18, 2025 06:47:593
Report
GPGaurav Patel
FollowOct 18, 2025 06:46:087
Report
ASANIMESH SINGH
FollowOct 18, 2025 06:38:423
Report
CPCHETAN PATEL
FollowOct 18, 2025 06:36:533
Report