Back
नवसारी में MSME योजनाओं से उद्योगों की नई उड़ान, जय अंबे इंजीनियरिंग सफल
DPDhaval Parekh
Oct 01, 2025 17:03:18
Navsari, Gujarat
એન્કર : શહેરનો વિકાસ તેના ઔદ્યોગિક વિકાસ પર નિર્ભર હોય છે. ત્યારે નવસારી શહેરમાં ગયા કેટલાક વર્ષોમાં નવા ઉદ્યોગો સ્થપાવા સાથે જ અગાઉના ઉદ્યોગો વિસ્તૃત કરી નવસારીને વિકાસની નવી દિશા આપી રહ્યા છે. જેમાં સરકારની MSME તેમજ સરકારની અન્ય યોજનાઓ ઉદ્યોગકારોને નવી ઉડાન ભરવા મદદરૂપ થઈ રહી છે. જેના થકી નવસારીના ઉદ્યોગો દેશ અને દુનિયામાં કાઠુ કાઢી રહ્યા છે. વી/ઓ : નવસારી જિલ્લામાં છેલ્લા કેટલાક વર્ષોમાં ખેતી આધારિત ઉદ્યોગો, ગૃહ ઉદ્ધોગો વિકસ્યા છે. પરંતુ યુવાઓ નવા ઉદ્યોગોમાં પોતાની સાહસ દેખાડી, ક્યાં પંરંપરાગત ઉદ્યોગોમાં ટેક્નોલોજીનો ઉપયોગ કરીને તેની કાર્યદક્ષતા વધારો કરી રહ્યા છે. ક્યાં નવી કેડીએ ચાલીને ઉદ્યોગને ગતિ આપવાનો પ્રયાસ કરી રહ્યા છે. જેમાં નવસારીના નેશનલ હાઈવે નંબર 48 અડીને આવેલ ધારાગીરી ગામે આવેલ જય અંબે એન્જિનિયરિંગ વર્કસ સરકારે MSME અંતર્ગત મળેલ સબસીડી સાથેની લોન મેળવી આજે ભારત જ નહીં, પણ વિશ્વમાં પણ પોતાના ઉદ્યોગ ફેલાવવામાં સફળ રહી છે. વર્ષ 2000માં મનિષ નાયકે શરૂ કરેલી જય અંબે એન્જિનિયરિંગ મોટી સ્ટીલ ઈન્ડસ્ટ્રીઝ માટે નાના પાર્ટ્સ બનાવે છે. અગાઉ લેબર ઉપર આધારિત કામ થતું હતું. જેના કારણે ઉત્પાદનમાં વધુ સમય થવા સાથે ગુણવત્તા પણ સચવાતી ન थी. જેમાં પિતાની કંપનીમાં જોડતા સાથે જ વેદાંશ નાયકે আধુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરી કંપનીને નવી ઉંચાઈ આપવાનો પ્રયાસ કર્યો. કંપનીમાં ટેક્નોલોજીના ઉપયોગ થકી CNC મશીન લેવાનું પિતા પુત્રને વિચાર કર્યો. પરંતુ મશીનની કોસ્ટ તેમને અટકાવી રહી હતી. દરમિયાન MSME ને કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજના હેઠળ સબસીડી સાથેની લોન મળતી હોવાની માહિતી મળી અને તેમણે જિલ્લા ઉદ્યોગ કેન્દ્રનો સંપર્ક કરી, MSME અંતર્ગત લોન લેવા અરજ કરી, જેમાં 15 ટકાની સબસીડી સાથે તેમની લોન મંજૂર થઈ અને જરૂરી મશીન કંપનીમાં આવ્યા. મશીન આવ્યા બાદ જય અંબે એમર્જિંગની ઉત્પાદન ક્ષમતા વધી સાથે જ ગુણવત્તા પણ સારી થતા આજે તેઓ મહારાષ્ટ્ર, કર્ણાટક, રાજસ્થાન, કેટલા, મધ્યપ્રદેશ, દિલ્હી જેવા રાજ્યોમાં સ્ટીલ ઈન્ડસ્ટ્રીઝને પોતાની પ્રોડક્ટ પહોંચાડે છે અને આફ્રિકામાં પણ પોતાની પ્રોડક્ટ પહોંચાડવામાં સફળ રહી છે. જેના કારણે કંપનીના տարեկան ટર્ન ઓવરમાં અંદાજે 35 લાખનો વધારો થયો છે. નવસારી જેવા નાના શહેરમાંથી વૈશ્વિક ફલક પર પોતાની પ્રોડક્ટ પહેચાડનારી જય અંબે એન્જિનિયરિંગ વર્કસ આગામી સમયમાં દેશના દરેક રાજ્ય سمیت વિદેશમાં પણ પોતાની પ્રેસન્સ ઉભી કરવા માંગે છે. બાઇટ : વેદાંશ નાયક, સંચાલક, જય અંબે એન્જિનિયરિંગ વર્કસ, નવસારી.વી/ઓ : ઔદ્યોગિક ક્ષેત્રે નવસારી ઉદ્યોગકારોને કાર્ષ Blyરમાં સફળ રહ્યા છે. નવસારીમાં જગ્ય פלא મળવાથી નવા ઉદ્યોગો માટે સરકારની નવી નીતિ અને આર્થિક મદદરૂપ થતી યોજનાઓ ઉત્પાદન, સેવા તેમજ કૃષિ ક્ષેત્રની નવી તકો ઊભી કરી રહી છે. જેથી નવસારીમાં આજે 34768 ઉદ્યોગો કાર્યરત છે અને તેના થકી જિલ્લામાં લાખો રોજગારી ઉભી થઈ છે. જિલ્લામાં ગોલ્ડી સોલાર, વારી સોલાર જેવી મોટી કંપનીઓ પણ પોતાના વિસ્તાર વધારી રહી છે. નવસારીઓ ઉદ્યોગો દેશ વિદેશમાં નામ ધરાવે છે. જ્યારે ક્વોરી ઉદ્યોગ દક્ષિણ ગુજરાત સાથે મધ્ય ગુજરાત અને સરહદે અડીને આવેલા રાજયો માં પોતાની પેઠ વધારી રહ્યો છે. સાથે જ કૃષિ ક્ષેત્રે પણ નાના એકમો મોટી આવક મેળવીને નવસારીની વિકાસગાથામાં પોતાનો સહયોગ આપી રહ્યા છે. ત્યારે નવસારી નવા ઉદ્યોગો માટે પસંદગીનો જિલ્લામાં બની રહ્યો છે. બાઇટ : વાય. ટી. પાવાગઢી, જનરલ મેનેજર, ઉધ્યોગ કેન્દ્ર, નવસારી.વી/ઓ : નવસારી જિલ્લામાં વિકાસને નવી દિશા મળી છે. હાલમાં જ નવસારી પાલિકા નવસારી મહાનગર પાલિકા બની છે. જેની સાથે સુવિધા યુક્ત ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઊભુ થવાની સંભાવના વધી છે. સાથે જ નવસા ઉદ્યોગો પણ નવસારી તરફ મીટ માંડી બેઠા છે. જેમાં કાંઠા વિસ્તારમાં બની રહેલા PM મિત્રા પાર્ક થકી પણ નવસારીમાં રોજગારીની વિપુલ તકો નવસારીના ઔદ્યોગિક વિકાસને સફળતાના શિખરે લઈ જશે.
3
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
SSSAPPA SAHIL NAHERUDINBHAI
FollowOct 01, 2025 19:02:0014
Report
SPSANDHI PARVEZ MAYURBHAI
FollowOct 01, 2025 19:01:4914
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
FollowOct 01, 2025 17:45:490
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
FollowOct 01, 2025 17:31:333
Report
BPBurhan pathan
FollowOct 01, 2025 17:00:430
Report
SPSANDHI PARVEZ MAYURBHAI
FollowOct 01, 2025 15:30:590
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
FollowOct 01, 2025 15:30:420
Report
URUday Ranjan
FollowOct 01, 2025 15:04:463
Report
URUday Ranjan
FollowOct 01, 2025 15:04:351
Report
CPCHETAN PATEL
FollowOct 01, 2025 14:02:084
Report
NJNitish Jha
FollowOct 01, 2025 13:33:140
Report
PMPARMAR MAHESHKUMAR AMRUTLAL
FollowOct 01, 2025 13:07:360
Report
TDTEJAS DAVE
FollowOct 01, 2025 13:06:410
Report
KBKETAN BAGDA
FollowOct 01, 2025 13:04:530
Report