Back
मैसाणा के स्कूल में डोपामाइन डिटॉक्स परियोजना से 57 छात्रों ने मोबाइल लत छोड़ी
TDTEJAS DAVE
Feb 17, 2026 07:31:45
Mehsana, Gujarat
મહેસાણાની સ્કૂલમાં ‘ડોપામાઈન ડિટોક્સ’ પ્રોજેક્ટ સફળ, ૫૭ વિદ્યાર્થીઓએ મોબાઇલની લત છોડી
આંબલિયાસણની સાર્વજનિક વિદ્યાલયના શિક્ષક હિતેશ ગોહિલની અનોખી પહેલ
‘ડોપામાઈન ડિટોક્સ’ પ્રોજેક્ટ થકી વિદ્યાર્થીઓએ મોબાઇલ, જંકફૂડ અને ગુસ્સા જેવી કુટેવો ત્યાગી
વિદ્યાર્થીઓનું વાંચનમાં ધ્યાન વધ્યું, આત્મવિશ્વાસ અને એકાગ્રતામાં થયો વધારો
માત્ર બે મહિનામાં ૫૭ બાળકોમાં જોવા મળ્યા આશ્ચર્યજનક સુધારાત્મક પરિણામો
પ્રિન્સિપાલ રાકેશ ગોસ્વામી અને વાલીઓએ આ બદલાવને ગણાવ્યો આવકારદાયક
કોરોનાકાળ બાદ વિદ્યાર્થીઓમાં વધેલી મોબાઇલની લત દૂર કરવાનો સફળ પ્રયોગ
એન્કર; - આજના સમયમાં દરેક માતા-પિતાની એક જ સામાન્ય ફરિયાદ છે - ''''મારું બાળક આખો દિવસ મોબાઈલમાં રચેલું રહે છે અને ભણવામાં ધ્યાન આપતું નથી.'''' પણ મહેસાણાના આંબલિયાસણ ગામની એક શાળાએ આ સમસ્યાનો એક વૈજ્ઞાનિક તોડ શોધી કાઢ્યો છે. અહીં શિક્ષકોએ વિદ્યાર્થીઓને વઢવા કે મોબાઈલ છીનવી લેવાને બદલે, તેમના મગજમાં થતા રાસાયણિક ફેરફારોને સમજીને ''''ડોપામાઈન ડિટોક્સ'''' નામનો પ્રોજેક્ટ અમલમાં મુકયો છે. શું છે આ પ્રોજેક્ટ અને તેનાથી વિદ્યાર્થીઓના જીવનમાં કેવું મોટું પરિવર્તન ગયું? જોઈએ અમારા આ વિશેષ અહેવાલમાં.
વિઓ; Bha>-1 કોરોનાકાળ બાદ ઓનલાઈન શિક્ષણના કારણે વિદ્યાર્થીઓમાં મોબાઈલનો વપરાશ અને તેના પરની નિર્ભરતા ચિંતાજનક હદે વધી ગઈ હતી. સાર્વજનિક વિદ્યાલયના આચાર્ય રાકેશ ગોસ્વામીના ધ્યાનમાં આવ્યું કે મોબાઈલના કારણે વિદ્યાર્થીઓમાં ચીડિયાપણું, અનિયમિયતા અને એકાગ્રતાનો અભાવ જોવા મળી રહ્યો હતો. આ સમસ્યાના નિવારણ માટે શાળાના શિક્ષક હિતેશ ગોહિલે ''''ડોપામાઈન ડિટોક્સ'''' પ્રોજેક્ટ શરૂ કર્યું. શિક્ષક હિતેશભાઈના જણાવ્યા મુજબ, ડોપામ-twitterે મગજમાં ઉત્પન્ન થતું એક કેમિકલ છે જે વ્યક્તિને વારંવાર એકની એક આનંદદાયક પ્રવૃત્તિ, જેમ કે રીલ્સ સ્ક્રોલ કરવી કે ગેમ રમવી, તે કરવા પ્રેરે છે. આ પ્રોજેક્ટ અંતર્ગત રોજ પ્રાર્થના બાદ 10 થી 15 મિનિટ વિદ્યાર્થીઓને તેમની કુટેવો સ્વીકારવા અને તેને સુધારવા માટે સતત પ્રેરણા આપવામાં આવી.
બાઈટ; -રાકેશ ગોસ્વામી-- -- -- -પ્રિન્સીપાલ સાર્વજનિક વિદ્યાલય આંબલીયાસણ
બાઈટ; - હિતેશ ગોહિલ-- -- -- -શિક્ષક, પ્રોજેક્ટ બનાવનાર
વિઓ; -2 આ વૈજ્ઞાનિક પ્રયોગના પરિણામો માત્ર બે મહિનામાં જ દેખાવા લાગ્યા છે. ધોરણ-9 ની વિદ્યાર્થી જૈનીલ રામી અને વિદ્યાર્થીની આsten આર્શોડિયા જણાવે છે કે તે ફોન જોવાનું ઓછું કરતા તેમની પ્રથમ પરીક્ષા કરતા દ્વિતીય પરીક્ષાના 결과માં નોંધપાત્ર સુધારો થયો છે અને બિનજરૂરી ખર્ચ કરવાની ટેવ પણ છૂટી ગઈ છે. તો બીજી તરફ વાલી ઋષિતાબેન વૈદ્યના મતે, તેમનું બાળક જે પહેલા મોબાઈલમાં જ પરોવાયેલું રહેતું અને ચીડિયું થઈ ગયું હતું, તે હવે બહાર રમવા જાય છે અને ભણવામાં પણ ધ્યાન આપતું થયું છે. શિક્ષકોના જણાવ્યા મુજબ, અન્ય વિદ્યાર્થીઓમાં પણ મોટા ફેરફાર આવ્યા છે. કોઈ વિદ્યાર્થીએ રોજનો 3 કલાકનો સ્ક્રીન ટાઇમ ઘટાડીને વાંચન શરૂ કર્યું, તો કોઈ વિધાર્થીને ચાની લત છોડીને દૂધ પીવાનું શરૂ કર્યું છે.
બાઈટ; - આસ્થા આસોડિયા-- -- -- -વિધાર્થીની
બાઈટ; -જૈનીલ રામી-- -- -- -વdyાર્થી
બાઈટ; bha>-રિશીતા વૈધ્ય-- -- -- -વાલી
આ પ્રોજેકટની સફળતા માત્ર મોબાઈલ છોડવા પૂરતી સીમિત નથી રહી. આચાર્ય રાકેશ ગોસ્વામીના જણાવ્યા મુજબ, વિદ્યાર્થીઓમાં હવે ''''વી-ફીલિંગ'''' એટલે કે સમૂહભાવના જાગી છે. વિદ્યાર્થીઓ હવે રિસેસમાં બહારના પડીકાં ખાવાને બદલે સાથે બેસીને ટિફિન જમે છે. જેનાથી તેમનામાં પ્રેમ અને લગાવનું જોડાણ વધ્યું છે. આમ, કોઈ પણ દંડાત્મક કાર્યવાહી વગર, માત્ર સમજાવટ અને ''''ડોપામાઈન ડિટોક્સ'''' જેવી વૈજ્ઞાનિક પદ્ધતિથી 57 જેટલા વિદ્યાર્થીઓના જીવનમાં આશ્ચર્યજનક હકારાત્મક બદલાવ આવ્યો છે. જે અન્ય શાળાઓ માટે પણ એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે.
tejas dave z 24kales Mesana
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
URUday Ranjan
FollowFeb 17, 2026 09:03:460
Report
LJLakhani Jaydeep
FollowFeb 17, 2026 08:52:400
Report
CPCHETAN PATEL
FollowFeb 17, 2026 08:51:530
Report
SVSANDEEP VASAVA
FollowFeb 17, 2026 08:51:420
Report
CPCHETAN PATEL
FollowFeb 17, 2026 08:51:260
Report
UPUMESH PATEL
FollowFeb 17, 2026 07:50:100
Report
UPUMESH PATEL
FollowFeb 17, 2026 07:36:570
Report
CPCHETAN PATEL
FollowFeb 17, 2026 06:36:430
Report
CPCHETAN PATEL
FollowFeb 17, 2026 06:36:360
Report
CPCHETAN PATEL
FollowFeb 17, 2026 06:36:270
Report
GPGaurav Patel
FollowFeb 17, 2026 06:36:110
Report
GPGaurav Patel
FollowFeb 17, 2026 06:36:000
Report
CPCHETAN PATEL
FollowFeb 17, 2026 06:04:340
Report
AKAshok Kumar
FollowFeb 17, 2026 02:18:350
Report